Book Title: Agam Deep 40 Aavassayam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 23
________________ અધ્યયન- 6 પ્રમાણે અચિત્ત નિક્ષેપ, સચિત્ત વડે ઢાંકવું, ભોજનકાળ વીત્યાબાદ દાન આપવું, પોતાની વસ્તુને પારકી કહેવી, બીજાના સુખનો દ્વેષ કરવો. [81] આ પ્રમાણે શ્રમણોપાસક ધર્મમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને યાવસ્કથિક કે ઈવરકથિક અર્થાત્ ચિરકાળકે અલ્પકાળ માટે ચાર શિક્ષાવ્રતો કહ્યા છે. આ બધાંની પહેલા શ્રમણોપાસક ધર્મમાં મૂળ વસ્તુ સમ્યક્ત્વ છે. તે નિસર્ગથી અને અભિગમથી બે પ્રકારે છે. પાંચ અતિચાર રહિત વિશુદ્ધ અણુવ્રત અને ગુણવ્રતની. પ્રતિજ્ઞા સિવાય બીજી પણ પડિમા વગેરે વિશેષથી કરવા યોગ્ય છે. અંતિમ - મરણ સંબંધિ સંલેખના આરાધના આરાધવી જોઈએ. સામાન્ય અર્થમાં કહીએ તો શ્રાવકે વ્રત અને પડિમા ઉપરાંત મરણ સમયે યોગ્ય સમાધિ અને સ્થિરતા માટે મરણ પર્યતનું અનશન સ્વીકારવું જોઈએ. શ્રમણોપાસકને આ સંબંધે પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણે ૧-આ લોક સંબંધિ કે ૨-પરલોક સંબંધિ ઇચ્છા કરવી ૩-જીવિત કે ૪-મરણ સંબંધિ ઇચ્છા કરવી અને પ-કામ ભોગ સંબંધિ ઈચ્છા કરવી. [8] સૂર્ય ઉગવાથી આરંભીને નમસ્કાર સહિત અશન-પાન-ખાદિમ- સ્વાદિમના પચ્ચખાણ (નિયમ) કરે છે. સિવાય કે અનાભોગથી કે સહસાકારથી (નિયમનો ત્યાગ કરે, [87 સૂર્યોદયથી પોરિસી (અથતું એક પ્રહર પર્યંત) ચારે પ્રકારનું - અશન, પાન,આદિમ, સ્વાદિમનું પચ્ચખ્ખાણ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાળથી, દિશા-મોહથી, સાધુ વચનથી, સર્વ સમાધિના હેતુરૂપ આગારથી. (પચ્ચખાણ) છોડી દે છે. [84] સૂર્ય ઊંચે આવે ત્યાં સુધી પુરિમઢ (સૂર્ય મધ્યાન્હે આવે ત્યાં સુધી) અશન આદિ ચાર આહારનું પચ્ચખાણ (નિયમ) કરે છે. સિવાય કે અનાભોગ, સહસાકાર, કાળની પ્રચ્છન્નતા, દિશામોહ, સાધુવચન, મહત્તરકારણ કે સર્વ સમાધિના હેતુરૂપ આગારથી નિયમ છોડી દે. [85] એકાસણાનું પચ્ચકખાણ કરે છે. (એક વખત સિવાય) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, સાગારિક કારણે, આકુંચનપ્રસારણથી, ગુરુઅભ્યત્થાન, પારિષ્ઠાપનિકા કારણે, મહત્ કારણે કે સર્વસમાધિના હેતુરૂપ આગારથી (પચ્ચકખાણ) છોડી દે. 8i6 એકલઠાણાનું પચ્ચકખાણ કરે છે. (બાકીનો અર્થ સૂત્ર : 85 મુજબ માત્ર તેમાં મહત્તર કારણ ન આવે. [87) આયંબિલનું પચ્ચખાણ કરે છે. (તેમાં આયંબિલ માટે એક વખત બેસવા સિવાય) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છેસિવાય કે અનાભોગથી, સહસાકારથી, લેપાલેપથી, ઉપ્તિ વિવેકથી, ગૃહસ્થ સંસૃષ્ટથી, પારિષ્ઠાપન કારણે, મહત્તર કારણે કે સર્વસમાધિને માટે (પચ્ચક્ખાણ) છોડી દે. [88 સૂર્ય ઊંચો આવ્યે છતે ભોજન ન કરવાનું પચ્ચકખાણ કરે છે તે માટે) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકા કારણે, મહત્તર કારણે, સર્વ સમાધિને માટે (પચ્ચકખાણ) છોડી દે. [89 દિવસને અંતે અશનાદિ ચારે પ્રકારના આહારનું પચ્ચકખાણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25