Book Title: Agam Deep 40 Aavassayam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 22
________________ આવશ્લપં- દ૯ પરિમાણ કરનાર શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા. ૧-ધણ અને ધનના. પ્રમાણમાં 2 ક્ષેત્ર-વસ્તુના પ્રમાણમાં ૩-સોના-ચાંદીના પ્રમાણમાં ૪-દ્વીપદચતુષ્પદના પ્રમાણમાં અને ૫-કુષ્ય-ધાતુ વગેરેના પ્રમાણમાં અતિક્રમ થવો તે. [9] દિશાવત ત્રણ પ્રકારે જાણવું ઉર્ધ્વ-અધોતિર્લફ દિશાવ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. ૧-ઉર્ધ્વ અધો, ૩-તિર્યકુ દિશાના પ્રમાણનું અતિક્રમણ, ક્ષેત્ર વૃદ્ધિ અને સ્મૃતિ ભૂલથી કેટલું અંતર થયું તે ખ્યાલ ન રહેવો તે. [70-71] ઉપભોગ-પરિભોગ વ્રત બે પ્રકારે - ભોજનવિષયક પરિમાણ અને કમદાનવિષયક પરિમાણ ભોજનસંબધિ પરિમાણ કરનાર શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. અચિત્ત આહાર કરે, સચિત્તપ્રતિબદ્ધ આહાર કરે, અપક્વ દુષ્પક્વ આહાર કરે, તુચ્છ વનસ્પતિનું ભક્ષણ કરે. કમદાન સંબંધિ નિયમ કરનારે આ પંદર કમદિાનો જાણવા. અંગાર-વન-શકટ-ભાટક-ફેટક એ પાંચકર્મ દાંત-લાખ-રસ- કેશવિષ એ પાંચ વાણિજ્ય, યંત્ર પીલણ - નિલાંછન-દવદાનજળશોષણ-અસત્તિ પોષણ. [72] અનર્થદંડ ચાર પ્રકારે કહ્યો છે તે આ પ્રમાણે અપધ્યાન - પ્રમાદાચરણ - હિંસામાન અને પાપકર્મોપદેશ. અનર્થદડવિરમણ વ્રતધારક શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે - કામ વિકાર સંબંધે થયેલ અતિચાર, કુત્સિત ચેષ્ટા, મૌખર્ય - વાચાળપણું, હિંસા અધિકરણનો ઉપયોગ, ભોગનો અતિરેક, 73-77] સામાયિક એટલે સાવદ્ય યોગનું વર્જન અને નિરવ યોગનું સેવન એમ શિક્ષા અધ્યયન બે પ્રકારે કહ્યું છે. ઉપરાંત સ્થિતિ, ઉપપાત, ગતિ, કષાયસેવન, કર્મબંધ અને કર્મવેદન આ પાંચ અતિક્રમણ વર્જવા, સામાયિક જ કર્યું હોય ત્યારે શ્રાવક સાધુ જેવા થાય છે માટે વારંવાર સામાયિક કરવું જોઈએ. બધેજ વિરતિની વાત કહેવાઈ છે. ખરેખર સર્વત્ર વિરતિ હોતી નથી. તેથી સર્વવિરતિ કહેનારે સર્વથી અને દેશથી (સામાયિક) કહેલ છે. સામાયિક વ્રતધારી શ્રમણોપાસકને આ પાંચ અતિચાર જાણવા. ૧-મન, વચન, ૩-કાયાનું દુઝાણિધાન, ૪-સામાયિકમાં અસ્થિરતા અને પ-સામાયિકમાં વિસ્તૃતિકરણ. 78] દિવ્રત ગ્રહણ કરેલે પ્રતિદિન દિશાનું પરિમાણ કરવું તે દેસાવકાશિક વ્રત. દેશાવકાસિક વ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે - બહારથી કોઈ વસ્તુ લાવવી, બહાર કોઈ વસ્તુ મોકલવી, શબ્દ કરી હાજરી જણાવવી, રૂપથી હાજરી જણાવવી અને બહાર કાંકરો વગેરે ફેંકવા. 7i9 પૌષધોપવાસ ચાર પ્રકારે કહેવાય છે તે આ પ્રમાણે - આહારપૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્યપૌષધ અને અવ્યાપારપૌષધ, પૌષધોપવાસ વ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા તે આ પ્રમાણે - અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શધ્યા સંથારો, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શય્યા સંથારો, અપ્રતિલેખિત - દુષ્પતિલેખિત મળ-મૂત્ર ત્યાગ ભૂમિ, અપ્રમાર્જિત - દુઝમાર્જિત મળ-મૂત્ર ત્યાગ ભૂમિ, પૌષધો પવાસની સમ્યક પરિપાલના ન કરવી. [80] અતિથિ સંવિભાગ એટલે સાધુ-સાધ્વીને કલ્પનિય અન્ન-પાણી આપવા, દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર યુક્ત શ્રેષ્ઠ ભક્તિપૂર્વક અનુગ્રહ બુદ્ધિએ સંયનોને દાન આપવું. તે અતિથિ સંવિભાગ દ્રતયુક્ત શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25