Book Title: Agam Deep 40 Aavassayam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005103/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः __ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ. - આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા | * 45 આગમીપ-ગુર્જર છાયા - પ્રાપ્તિ સ્થાન | શ્રી ડી.કે. ઠક્કર શ્રી જગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ | ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધ:- 45 આગમ - “ગુર્જર છાયા” માટે માન રીત પ્રકાશન અમદાવાદનો. રૂ. ૨૦૦૦/-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ આરસર્ચ - પહેલું મળણ - ગુર્જરછાયા વિષય સામાયિક ચતુર્વિશતીની સ્તવ વંદનક પ્રતિક્રમણ કાયોત્સર્ગ અનુકમ 6 પૃષ્ઠ 1-2 | 11-12 3- 9 / 12 10 ] 1311-36 , 14-18 37 - ૬ર 1 18-20 ૬૩-૯ર 21-24 પ્રત્યાખ્યાન Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા) 1 / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સભ્ય શ્રુતાનુરાગ શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા. હનીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા! તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમજ્ઞાશ્રીજીના ભદ્રતપનિમિત્તે ? તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશયામ, નવાવાડજ અમદાવાદ.. - - - -------- - ----- -- ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન ચે. મૂ, સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર એ. મૂ.જૈન દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ છે.મૂર્તિ. સંઘ, પારૂલનગર શોલારોડ, અમદાવાદ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા ભાગ-૭ - - - - - - ભાગ 6 તથા ܬܬܪܬܝܟܕܚܬܫܪܬܚܐܘܠܫܬܕܚܚܫܘܟܬܚܟܠܣܥܢ Page #6 -------------------------------------------------------------------------- ________________ કિોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક I]]ID]bIIIIIIIIII IIIIIIIIIIIIIIItality (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પુનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ, ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ (1) ઠાણે (2) સમવાઓ ક્રિયાનુરાગી સ્વ.શ્રી રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા. શ્રી મોરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવારખેરવાવાળા, હસ્ત મંજુલાબેન (1) જંબુદ્વિવપન્નતિ (2) સૂરપન્નતિ અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી થી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો. પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકતા (1) પહાવાગરસં:- સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ મુંબઈ (1) વિવારસુયં - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂણપ્રાશ્રીજી તથા કોકીલકઠી સાકરધ્ધાશ્રીજીની પ્રેરણાથી- મેહુલજેન ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ 522222 [10] [11] [12] [13] - અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताह विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्यजिनविशेष चैत्यवन्दन चोविशी शत्रुञ्जय भक्ति आवृत्ति-दो अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ [વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના -મરણભેદ સંગ્રહ] ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧]. તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો સિદ્ધાચલનો સાથી [આવૃત્તિ * બે ચિત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે] શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી શ્રી બાસ્વત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર] અભિનવ જૈન પંચાંગ - 2042 [સર્વપ્રથમ 13 વિભાગોમાં] શ્રી જ્ઞાનપદ પૂજા અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ]. (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [19] R રિપ [7] [7] [28] [29] [30] [31]. [32] [33] [34] Page #8 -------------------------------------------------------------------------- ________________ [4] તત્ત્વાથધગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૪ તવાથિિધગમ સૂત્ર અભિનવ કા - અધ્યાય-૫ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ચકા - અધ્યાયતવાથધિગમ સૂત્ર અભિનવ ચકા. - અધ્યાય-૭ તવાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૮ તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 0 -x - -x -0 आयारो [आगमसुत्ताणि-१ ] सूयगडो [आगमसुत्ताणि-२ ] ठाणं [आगमसुत्ताणि-३ समवाओ [आगमसुत्ताणि-४ विवाहपन्नति [आगमसुत्ताणि-५ नायाधम्मकहाओ [आगमसुत्ताणि-६ उवासगदसाओ [आगमसुत्ताणि-७ 1 अंतगडदसाओ [आगमसुत्ताणि-८ अनुत्तरोषवाइयदसाओ [आगमसुत्ताणि-९ . ] पण्हावागरणं [आगमसुत्ताणि-१० विवागसूर्य [आगमसुत्ताणि-११ उदवाइयं [आगमसुत्ताणि-१२ ] रायप्पसेणियं [आगमसुत्ताणि-१३ ] जीवाजीवाभिगमं [आगमसुत्ताणि-१४ ] पन्नवणासुतं [आगमसुत्ताणि-१५] सूरपन्नति [आगमसुत्ताणि-१६ चंदपन्नत्ति [आगमसुत्ताणि-१७ ] जंबूद्दीवपन्नति [आगमसुत्ताणि-१८] निरयावलियाणं [आगमसुत्ताणि-१९ कप्पवडिंसियाणं [आगमसुत्ताणि-२० पुफियाणं [आगमसुत्ताणि-२१ ] पुष्फचूलियाणं [आगमसुत्ताणि-२२. वण्हिदसाणं [आगमसुत्ताणि-२३ ] चउसरणं [आगमसुत्ताणि-२४ ] आउरपञ्चक्खाणं आगमसुत्ताणि-२५ महापच्चक्खाणं [आगमसुत्ताणि-२६ ] भत्तपरिण्णा [आगमसुत्ताणि-२७ / तंदुलवेयालियं [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्यं अंगसुत्तं पंचमं अंगसुतं छटुं अंगसुत्तं सत्तमं अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुतं दसमं अंगसुत्तं एकारसमं अंगसुत्तं पढमं उयंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठें उवंगसुत्तं सातमं उवंगसुतं अमं उवंगसुत्तं नवमं उवंगसुत्तं दसमं उवंगसुत्तं एक्कारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ " تاراتاتا" संथारगं [आगमसुत्ताणि-२९ ] छठं पईण्णगं गच्छायार आगमसुत्ताणि-३० / सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ पढमं छेयसुत्तं बुहत्कप्पो [आगमसुत्ताणि-३५ ] बीअं छेयसुतं ववहार [आगमसुत्ताणि-३६ ) तइयं छेयसुतं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं जीयकप्पो [आगमसुत्ताणि-३८ / पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुतं ओहनिअत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिजत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुतं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ तइयं मुलसुत्तं उतरज्झयणं [आगमसुत्ताणि-४३ चउत्थं मूलसुत्तं नंदीसूर्य [आगमसुत्ताणि-४४ पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0 -x - --x -0 [81] मायारी ગુર્જરછાયા [ આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [82] सूयगी - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ] બીજું અંગસૂત્ર 61 ગુર્જર છાયા[ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [84] समवायो - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર [5] विपन्नति - ગુર્જરછાયા [આગમદીપ-૫ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मामी - २७ाया [भाममही५-६ ] संगसूत्र F87] GIRLसमो. - गुर्डरछाया [भागमही५-७ ] सातमु संगसूत्र [e8] संतगामी - गुरछाया [भागमही५-८ ] 18 मंगसूत्र [8] मनुत्तरोपतिसमो. - गु२७।या. [भागमही५-८ ] नव अंगसूत्र [10] પહાવાગરણ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ ] દશમું અંગસૂત્ર [10] विवानसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 64ऽयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [107] रायपसेशियं - गुरछाया [भागमही५-१३ ] ( 6 सूत्र [104] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [90] Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પન્નવણા સુd- [106] સૂરપન્નત્તિ - [17] ચંદપનતિ - [108] જંબુદ્િવપન્નતિ[૧૦] નિરયાવલિયાણું - [117] કMવડિસિયા - [111] પુફિયાશે - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણ - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચશ્માં - . [11] મહાપચ્ચક્ષ્મણ - [117] ભરપરિણા - [118] તંદુલવેયાલિય - [118] સંથારગે - [12] ગચ્છાચાર - [11] ચંદાવર્ઝાય - [12] ગણિવિજ્જા - [123] દેવિંદFઓ - [124] વીરત્થવ - [125] નિસીહં[૧૨] બહતકપ્યો - [127] વવહાર - [128] દસાસુયાબંધ - [12] જીયકષ્પો - [130] મહાનિસીહં - [131] અવસ્મય - [132] ઓહનિજજુત્તિ[૧૩] પિંડનિસ્તુતિ - [34] દસયાલિય - [135] ઉત્તરજગ્યણ - [13] નંદીસુત્ત - [137] અનુયોગદારાઈ - [1] ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુજરછાયા [ ગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ ગમદીપ-૧૭ ] છઠ્ઠ ઉપાંગસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુજરછાયા. [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાર્ગસૂત્ર ગુર્જરાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૫ ] બીજે પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૭ ] ચોથો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ] પાંચમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છઠ્ઠો પયત્નો ગુર્જરછાયા. [ આગમદીપ-૩૦ ] સાતમો પયનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૩૧ ] આઠમો પયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૩૨ ] નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ ] દશમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩૫ ] બીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ ] પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૯ છઠું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ ] પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગમદીપ-૪ર ] ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધ:- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી 90 આગમકૃત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ esses नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ S ' દirindi 40 | આવસ્મય 22 ssssssssst (પહેલુ મૂળસૂત્ર-ગુર્જરછાયા ( (અધ્યયન-૧ સામાયિક) [1] અરિહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ. આચાર્યોને નમસ્કાર થાઓ, ઊપાધ્યાયોને નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વસાધુને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિઓ)ને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશક છે. સર્વમંગલોમાં પ્રથમ (ઉત્કૃષ્ટ) મંગલ છે. - અરિહંત શબ્દ માટે ત્રણ પાઠ છે. અરહંત, અરિહંત અને અહંત, અહીં અરહંત શબ્દનો અર્થ છે- જેઓ વંદન નમસ્કારને અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજા તથા સત્કાર અને સિદ્ધિ ગમનને યોગ્ય છે માટે તેઓ “અરહંત' કહેવાય છે. - અરિહંત - અપ્રશસ્ત ભાવમાં વર્તની ઈકિયો, કામભોગની ઇચ્છા, ક્રોધ આદિ કષાય, બાવીશ પ્રકારના પરીષહો, શારીરિક - માનસિક વેદનાઓ તથા ઉપસગો રૂપ ભાવ શત્રુઓને હણનાર અથતુ તેના ઉપર વિજય મેળવનાર હોવાથી “અરિહંત' છે. - અરુહંત - કમરૂપી બીજ બળી જવાથી જેને ફરી જન્મ લેવા રૂપ અંકુર ફુટવાના નથી માટે અત્યંત - સિદ્ધ - સર્વદુખોથી સર્વથા તરી ગયેલા, જન્મ-જરા-મરણ અને કર્મના બંધનથી છુટા થયેલા તથા કોઈ પણ પ્રકારના અંતરાય સિવાય એવા શાશ્વત સુખનો અનુભવ કરનારા હોવાથી સિદ્ધ કહેવાય છે. આચાર્ય - જ્ઞાનાવરણીય આદિ પાંચ પ્રકારના આચારને સ્વયં આચરનારા, પ્રયત્નપૂર્વક બીજાની આગળ તે આચારને પ્રકાશનારા તથા શૈક્ષ આદિને તે પાંચ પ્રકારનો આચાર દેખાડનારા હોવાથી તે આચાર્ય કહેવાય છે. ઉપાધ્યાય - જિનેશ્વર પરમાત્માએ ઉપદેશેલ દ્વાદશાંગી અથતુ સ્વાધ્યાયનો ઉપદેશ કરનારા હોવાથી ઉપાધ્યાય કહેવાય છે. - સાધુ :- મનુષ્ય લોકમાં રહેલા બધાંજ “સાધુ” અર્થાતુ જે આત્મહિતને અને પરહિતને અથવા મોક્ષના અનુષ્ઠાનને સાધે કે નિવણ સાધક યોગોને સાધે તે સાધુ. - આ પાંચના સમૂહને કરેલો નમસ્કાર. - સર્વ પાપ અર્થાત્ બધાં જ અશુભ કર્મોને પ્રકૃષ્ટ નાશક છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ 12 માવાસ- 12 - સર્વ પ્રાણીના હિતને માટે પ્રવર્તે તે મંગલ. એવા દ્રવ્ય અને ભાવ લૌકિક અને લોકોત્તર આદિ સર્વ પ્રકારના મંગલોને વિશે સર્વોત્તમ કે ઉત્કૃષ્ટ મંગલ છે. [ર હે ભગવંત! હે પૂજ્ય !) હું (આપની સાક્ષીએ) સામાયિકનો સ્વીકાર કરું છું અથતિ સમભાવની સાધના કરું છું. જીવું ત્યાં સુધી સર્વ સાવદ્ય -પાપ) યોગોનું પ્રત્યાખ્યાન કરું છું. અથતુ મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ ન કરવાનો નિયમ કરું છું. (ાવજજીવને માટે) મનથી, વચનથી, કાયાથી (એ રીતે ત્રણે યોગથી. તે પાપ વ્યાપાર) હું પોતે કરું નહીં, બીજા પાસે કરાવું નહીં કોઈ કરે તેની અનુમોદના ન કરું. ' હે ભગવંત પૂજ્ય) હું તે પાપનું મેં સેવેલ અશુભ પ્રવૃત્તિનું પ્રતિક્રમણ કરું છું (અથતુિ તેનાથી નિવૃત્ત થાઉં છું.) મારા આત્માની સાક્ષીએ નિંદા કરું છું. (અથવું તે અશુભ પ્રવૃત્તિ ને હું ખોટી ગણું છું અને આપની સમક્ષ “એ પાપ છે.’ એ વાતનો એકરાર કરું છું. ગહ કરું છું. (વળી તે પાપ અશુભ પ્રવૃત્તિ કરનારા મારા ભૂતકાલિન પયિ રૂ૫) આત્માને વોસિરાવું છું. સર્વથા ત્યાગ કરું છું. (અહીં પડિક્કમામિ’ આદિ શબ્દોથી ભૂતકાળના, “કરેમિ' શબ્દથી વર્તમાનકાળના અને પચ્ચક્ઝામિ' શબ્દથી ભવિષ્યકાળના એમ ત્રણે કાળના પાપ વ્યાપારનો ત્યાગ થાય છે.) પહેલા અધ્યયનનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ ૨-ચતુર્વિશતિસ્તવ) [3] લોકમાં ઉદ્યોત કરનારા (- ચૌદ રાજલોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવતવનારા, રાગદેશને જીતનારા, કેવલી, ચોવીસ તીર્થંકરોનો અને અન્ય તીર્થકરોનું હું કીર્તન કરીશ. [4] ઋષભ અને અજીતને, સંભવ અભિનંદન અને સુમિતને, પદ્મપ્રભૂ સુપાર્શ્વ (તથા) ચંદ્રપ્રભુ એ સર્વે જિનને હું વંદન કરું છું. [ [5] સુવિધિ અથવા પુષ્પદંતને, શીતલ શ્રેયાંસ અને વાસુપૂજ્યને, વિમલ અને અનંત (તથા) ધર્મ અને શાંતિજિનને હું વંદન કરું છું. | [] કુંથુ - અર અને મલ્લિ, મુનિસુવ્રત અને નમિને, અરિષ્ટનેમિ પાર્શ્વ તથા વર્ધમાન (એ સર્વે) જિનને હું વંદન કરું છું. (આ રીતે 4-5-6 ત્રણ ગાથા થકી ઋષભ આદિ ચોવીસે જિનની વંદના કરાઈ છે.) 7] એવી રીતે માર વડે સ્તવાયેલા કર્મરૂપી કચરાથી મુક્ત અને વિશેષ રીતે જેના જન્મ મરણ નાશ પામ્યા છે અર્થાતું ફરી અવતાર નહીં લેનારા ચોવીસ તથા અન્ય જિનવર-તીર્થકરી મારા ઉપર પ્રસન્ન થાઓ. [8] જે (તીર્થકરો) લોકો વડે સ્તવના કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાયેલા છે. લોકોમાં ઉત્તમસિદ્ધ છે. તેઓ મને આરોગ્ય (રોગ ન હોય તેવી સ્થિતિ), બોધિ (જ્ઞાનદર્શન અને ચારિત્રનું બોધ) સર્વોત્કૃષ્ટ સમાધિ આપો. [9] ચંદ્ર કરતા વધુ નિર્મળ, સૂર્ય કરતા વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતા વધારે ગંભીર એવા સિદ્ધો (ભગવંતો.) મને સિદ્ધિ (મોક્ષ) આપો. | બીજા અધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | Page #13 -------------------------------------------------------------------------- ________________ મધ્યયન - 7 (અધ્યયન--વેદન) T1 શિષ્ય કહે છે) હે ક્ષમા (આદિ દશવિધ ધર્મથી યુક્ત) શ્રમણ (હ ગુરુદેવ !) આપને હું ઈન્દ્રિયો તથા મનની વિષયવિકારના ઉપઘાત રહિત નિર્વિકારી અને નિષ્પાપ પ્રાણાતિપાત આદિ પાપકારી પ્રવૃત્તિ રહિત કાયા વડે વંદન કરવાને ઈચ્છે છું. મને આપની મર્યાદિત ભૂમિમાં (અર્થાત્ સાડા ત્રણ. હાથ અવગ્રહ રૂપ મર્યાદાની અંદર) નજીક આવવાની પ્રવેશ કરવાની અનુજ્ઞા આપો. નિસીહી (એટલે સર્વ અશુભ વ્યાપારોના ત્યાગપૂર્વક) (એ શબ્દ બોલી. અવગ્રહમાં પ્રવેશ કરીને પછી શિષ્ય બોલે) અધોકાય એટલે કે આપણા ચરણને હું મારી કાયા વડે સ્પર્શ કરું છું. તેથી આપને જે કંઈ તકલીફ થાય તેની ક્ષમા આપશો. અલ્પગ્લાનીવાળા આપનો દિવસ સુખપૂર્વક વ્યતિત થયો છે ? આપને સંયમ યાત્રા વર્તે છે. આપને ઇન્દ્રિયો અને કષાયો ઉપઘાત રહિત વર્તે છે ? હે ક્ષમાશ્રમણ ! દિવસ દરમ્યાન થયેલા અપરાધોને હું ખમાઉં છું. આવશ્યક ક્રિયા માટે હવે હું અવગ્રહની બહાર જાઉં છું. (એમ બોલી શિષ્ય અવગ્રહની બહાર નીકળે છે.) - દિવસ દરમ્યાન આપ ક્ષમાશ્રમણની કોઈપણ આશાતના કરી હોય તેનાથી હું પાછો ફરું છું. વળી મિથ્યાભાવને લીધે થયેલી આશાતના વડે, મન-વચન-કાયાની દુષ્ટ પ્રવૃત્તિ થકી થયેલી આસાતના વડે, ક્રોધ, માન, માયા, લોભની વૃત્તિ દ્વારા થયેલી આશાતના વડે, સર્વકાળ સંબંધી-સર્વ પ્રકારના મિથ્યા ઉપચારો દ્વારા તે સર્વ પ્રકારના ધર્મના અતિક્રમણની લીધે થયેલી આશાતના વડે જે કોઈ અતિચાર થયો હોય તેનાથી એ ક્ષમાશ્રમણ હું પાછો ફરું છું. તે અતિચરણની નિંદા કરું છું. આપની સમક્ષ તે અતિચારનો ગહ છું. અને તે અશુભ યોગમાં પ્રવર્તેલા મારા ભૂતકાલીન આત્મ પર્યાયોનો ત્યાગ કરું છું. ત્રીજા અધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયન-૪-પ્રતિકમણ) [10-1] (નમસ્કાર મંત્રની) વ્યાખ્યા પૂર્વ સૂત્રઃ 1 મુજબ જાણવી. [11] કરેમિ ભંતે વ્યાખ્યા -પૂર્વ સૂત્ર 2 મુજબ જાણવી. [૧ર મંગલ-એટલે સંસારથી મને પાર ઉતારે તે અથવા જેનાથી હિતની પ્રાપ્તી થાય તે અથવા જે ધર્મને આપે તે (આવા “મંગલ' - ચાર છે.) અરહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ એ ચાર મંગલ છે. (અહીં અને હવે પછી સૂત્ર : 13, 14 માં “સાધુ’ શબ્દના અર્થમાં આચાર્ય. ઉપાધ્યાય, સ્થવિર, ગણિ, આદિ સર્વને સમજી લેવા. તેમજ કેવલી પ્રરૂપિત ધર્મથી મૃત ધર્મ અને ચારિત્ર ધર્મ બંનેનો સમાવેશ જાણવો. [13] ક્ષાયોપથમિક આદિ ભાવરૂપ ભાવલોકમાં ચારને ઉત્તમ કહ્યા છે. અતિ, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રરૂપિત ધર્મ અહિતોને સર્વ શુભ પ્રવૃતિઓનો ઉદય છે. અર્થાત્ તેઓ શુભ ઔદયિક ભાવમાં વર્તે છે. આમ તે ભાવલોકમાં ઉત્તમ છે. સિદ્ધો ચૌદ રાજલોકને અંતે મસ્તકે બિરાજતા Page #14 -------------------------------------------------------------------------- ________________ 14 આવસ્મય -4/14 હોય છે તે ક્ષેત્રલોકમાં ઉત્તમ છે. સાધુઓ શ્રતધર્મ આરાધક હોવાથી ક્ષાયોપથમિક ભાવે અને રત્નત્રય આરાધનાથી ભાવલોકમાં ઉત્તમ છે. કેવલી પ્રરૂપિત ધર્મમાં ચારિત્ર ધર્મ અપેક્ષાએ ક્ષાયિક તથા મિશ્ર ભાવની ઉત્તમતા રહેલી છે. [14] શરણએટલે સાંસારિક દુઃખોની અપેક્ષાએ રક્ષણ મેળવવા માટે આશ્રય મેળવવાની પ્રવૃત્તિ. આવા ચાર શરણોનો હું અંગીકાર કરું છું. હું અરિહંતોનું - સિદ્ધનું - સાધુનું અને કેવલી ભગવંતે ભાખેલા ધર્મોનું શરણ અંગીકાર કરું છું. [15] હું દિવસ સંબંધી અતિચારોનું પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું આ અતિચાર સેવન કાયાથી - મનથી - વચનથી (કરેલ હોય), ઉસૂત્ર, ભાષણ - ઉન્માર્ગ સેવનથી (કરેલ હોય), અકથ્ય કે અકરણીય પ્રવૃત્તિથી કરેલ હોય), દુધ્ધન કે દુષ્ટ ચિંતવનથી. (કરેલ હોય) અનાચાર સેવનથી, અનીચ્છનીય શ્રમણને અયોગ્ય પ્રવૃત્તિથી કરેલ હોય) જ્ઞાન - દર્શનચારિત્ર-શ્રુત કે સામાયિકને વિશે (અતિક્રમણ થયું હોય), ત્રણ. ગુપ્તિમાં પ્રમાદ કરવાથી, ચાર કષાયોને વશ થવાથી, પાંચ મહાવ્રતોમાં પ્રમાદથી, છ જીવનિકાયની રક્ષા નહીં કરવાથી, સાત પિંડેષણામાં દોષ લગાડવાથીઆઠ પ્રવચન માતામાં દોષથી, નવ બ્રહ્મચર્યની ગતિ નહીં પાળવાથી, દશ પ્રકારના ક્ષમા વગેરે શ્રમણ ધમનું સેવન ન કરવાથી (જે અતિચાર-દોષ થયા હોય) અને સાધુઓના સામાચારીરૂપ કર્તવ્યમાં પ્રમાદ આદિ કરવાથી જે જે ખંડણા-વિરાધના કરી હોય તેનું મિચ્છામીદુક્કડમ્ અથતિ મારું તે પાપ મિથ્યા થાઓ.. [1] (હું પ્રતિક્રમણ કરવાને અર્થાતુ પાપથી પાછા ફરવા રૂપ ક્રિયાને કરવાને) ઈચ્છું છું. ઐયપથિકી અથતું ગમનાગમનની ક્રિયા દરમિયાન થયેલ વિરાધનાથી (આ. વિરાધના કઈ રીતે થાય તે જણાવે છે જતા-આવતા, મારા વડે કોઈ ત્રસજીવ, બિજ, લીલોતરી, ઝાકળનું પાણી, કીડીના દર, સેવાળ, કાચું પાણી, કીચડ કે કરોળિયા જાળાં વગેરે ચંપાયા હોય. જે કોઈ એકેન્દ્રિય. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય જીવોની વિરાધના થઈ હોય. આ જીવો મારા વડે ઠોકર મરાયા હોય, ધૂળ વડે ઢંકાયા હોય, ભોંય સાથે ઘસાયા હોય, પરસ્પર તેના શરીરો અફળાવાયા હોય, થોડા સ્પતિ થયા હોય, દુઃખ ઉપજાવાયું હોય ખેદ પમાડાયા હોય , ત્રાસ પમાડેલ હોય, એક સ્થાનેથી બીજા સ્થાને ફેરવાયા હોય કે તેઓનો પ્રાણથી વિયોગ કરાયો હોય- એમ કરતાં જે કંઈ વિરાધના થઈ હોય એ સંબંધિ મારું સઘળું દુષ્કત મિથ્યા થાઓ. [17] હું પ્રતિક્રમણ કરવા ઈચ્છું છું. પણ શેનું ?) - દિવસના પ્રકામશપ્યા-ગાઢ નિદ્રા લેવાથી (અહીં પ્રકામ એટલે ગાઢ અથવા સંથારા ઉત્તરપટ્ટાથી કે ત્રણ કપડાંથી વધુ ઉપકરણ વાપરવાથી, શય્યા એટલે નિંદ્રા અથવા સંથારીયું વગેરે), દરરોજ આવી ઊંઘ કરવાથી, સંથારામાં પડખા ફેરવવાથી અને પુનઃ તેજ પડખે ફરવાથી, શરીરનાઅવયવો સંકોચવાથી કે ફેલાવાથી, જુ (વગેરે જીવોને અવિધિએ સ્પર્શ કરવાથી, ખાંસતી વખતે મુખ વસ્ત્રિકા નહીં રાખવાથી, નારાજગી થી વસતિ વિશે કચકચ કરવાથી, છીંક કે બગાસા વખતે મુખ વસ્ત્રિકા વડે જયણા નહીં કરવાથી કોઈ વસ્તુને પ્રમાર્જન કર્યા વિના સ્પર્શ કરવાથી, સચિત્ત રજવાળી વસ્તુને સ્પર્શ કરવાથી, નિંદ્રામાં આકુળવ્યાકુળતાથી કુસ્વપ્ન કે દુસ્વપ્ન આવવાથી, સ્ત્રી સાથે અબ્રહ્મ સેવન સંબંધિ - Page #15 -------------------------------------------------------------------------- ________________ 15 અધ્યયન -4 રૂપને જોવાનો અનુરાગથી - મનોવિકારથી - આહાર પાણી વાપરવા રૂપ વર્તનથી જે આકુળવ્યાકુળતા થઈ હોય- એ રીતે દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તે મારું પાપ મિથ્યા થાઓ. [18] હું પ્રતિક્રમણ કરું છું. (શેનું ) ભિક્ષા માટે ગોચરી કરવામાં લાગેલા. અતિચારોનું કઈ રીતે ?) સાંકળ ચઢાવેલ કે સામાન્યથી બંધ કરેલ બારણા-જાળી વગેરે ઉઘાડવાથી કૂતરા-વાછરડાં કે નાના બાળકનો (તીય માત્રનો) સંઘો-સ્પર્શ કરવાથી, કોઈ વાસણ આદિમાં જુદો કાઢીને અપાયેલ આહાર લેવાથી, અન્ય ધર્મીઓ મૂળ ભાજનમાંથી ચારે દિશામાં જે બલી ફેકે તેમ કરીને પછી આપવાથી, અન્ય ભિક્ષ, માટે સ્થાપના કરાયેલ આહારમાંથી આપતા, આધાકર્મ વગેરે દોષની શંકાવાળા આહારથી, શીઘ્રતાથી ગ્રહણ કરતા અકલ્પનીય વસ્તુ આવી જતા, યોગ્ય ગવેષણ નહીં કરવાથી, દોષનો સર્વથી વિચાર નહીં કરવાથી, જીવોવાળી વસ્તુનું ભોજન કરવાથી, સચિત્ત બીજ કે લીલોતરી વાળું ભોજન કરવાથી, ભિક્ષા લેતા પૂર્વે કે પછી ગૃહસ્થ હાથ-વાસણ આદિ ધોવે તે રીતે લેવાથી, સચિત્ત એવા પાણી કે રજના સ્પર્શવાળી વસ્તુ લેવાથી, જમીન ઉપર ઢોળતા ભિક્ષા આપે તે લેવાથી, વાસણમાંનું બીજુ દ્રવ્ય ખાલી કરીને તેના વડે અપાતી ભિક્ષા લેવાથી, વિશિષ્ટ દ્રવ્યની માંગણી કરીને લેવાથી, જે “ઉદ્ગમ” - “ઉત્પાદન” , “એષણા” અપરિશુદ્ધ હોવા છતાં લે અને લઈને જે પાઠવે નહીં અથતિ વાપરે એમ કરતા લાગેલ અતિચાર રૂપ મારું દુષ્કૃત મિથ્યા. થાઓ. [19] હું પ્રતિક્રમણ કરું છું. -પણ શેનું ?) દિવસ અને રાત્રિના પહેલાં અને છેલ્લા બે પ્રહર એમ ચાર કાળ સ્વાધ્યાય ન કરવા રૂપ અતિચારોનું, દિવસની પહેલી છેલ્લી પોરિસી રૂ૫ ઉભયકાલે પાત્ર - ઉપકરણ વગેરેની પ્રતિલેખના (દ્રષ્ટિ વડે જોવું) ન કરી કે અવિધિથી કરી, સર્વથા પ્રમાર્જના ન કરી કે અવિધિએ પ્રમાર્જના કરી, તેમજ અતિક્રમ - વ્યતિક્રમ - અતિચાર - અનાચારનું સેવન કર્યું એ રીતે મેં દિવસ સંબંધિ જે અતિચાર - દોષનું સેવન કર્યું હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. [20-21] હું પ્રતિક્રમણ કરું છું (પણ શેનું? એક-બે-ત્રણ આદિ ભેદો વડે જણાવે છે.) (અહીં મિચ્છામિ દુક્કડમ્ “અર્થાતુ તે મારું પાપ મિથ્યા થાઓ એ વાક્ય એકવિધ આદિ દરેક દોષ સાથે જોડવું) અવિરતિ રૂપ એક અસંયમથી (હવેના બધાં પો અસંયમનો વિસ્તાર જાણવો) બે બંધનથી રાગ અને દ્વેષ રૂપ બંધનથી, મન-વચન-કાયા દંડ સેવનથી, મન-વચનકાયા ગુપ્તિનું પાલન નહીં કરવાથી, માયા-નિયાણ-મિથ્યાત્વ શલ્યના સેવનથી, ઋદ્ધિરસ-શાતાના અભિમાન અથવા લોભરૂપ અશુભ ભાવથી, જ્ઞાન-દર્શન ચારિત્રની વિરાધના થકી, ક્રોધ-માન-માયા-લોભ-રૂપ ચાર કષાયના સેવનથી, આહાર-ભયમૈથુન-પરીગ્રહની ઇચ્છાથી, સ્ત્રી-દેશ-ભોજન-રાજ સંબંધિ વિકથા કરવાથી, આdરૌદ્ર ધ્યાન કરવાથી તથા ધર્મ-શુક્લ ધ્યાન ન કરવાથી [૨૨-૨૪ોકાયિકી-આધિકરણિકી-પ્રાષિક-પારિતાપનિકી-પ્રાણાતિપાતિકી, એ પાંચમાંની કોઈ ક્રિયા કે પ્રવૃત્તિ કરવાથી, શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શ એ પાંચ કામગુણોથી, પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહ એ પાંચના વિરમણ. Page #16 -------------------------------------------------------------------------- ________________ 16 આવસ્મય-૪૨૨ એટલે નહીં અટકવાથી, ઈર્યા-ભાષા-એષણા- વસ્ત્ર પાત્ર લેવા મૂકવા - મળ મૂત્ર કફ મેલ નાકનો મેલનું નિર્જીવ ભૂમિએ પરિષ્ઠાપન નહીં કરવાથી પૃથ્વી અપૂ-ઉ-વાયુવનસ્પતિત્રસ એ છે કાયની વિરાધના કરવાથી, કૃષણ-નીલ-કાપોત વેશ્યાનું સેવન કરવાથી અને તે-પદ્ય-શુક્લ લેગ્યામાં પ્રવૃત્તિ નહીં કરવાથી - [24-26 ઈહલોક - પરલોક આદિ સાત ભય સ્થાનોને લીધે, જાતિમદ-કુળમદ આદિ આઠ મદોનું સેવન કરવાથી, વસતિ શુદ્ધિ વગેરે બ્રહ્મચર્યની નવવાડોનું પાલન નહીં કરવાથી, ક્ષમા વગેરે દશવિધ ધર્મનું પાલન ન કરવાથી, શ્રાવકની અગિયાર પ્રતિમામાં અશ્રદ્ધા કરવાથી, બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમા ધારણ ન કરવાથી કે તે વિષયમાં અશ્રદ્ધા કરવાથી, અથય - અનથયિ - હિંસા આદિ તેર પ્રકારની ક્રિયાના સેવનથી, ચૌદ ભૂતગ્રામ અથતુ એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય આદિ પર્યાપ્તા - અપર્યાપ્તા ચૌદે ભેદ જે જીવો કહ્યા છે તેની અશ્રદ્ધા - વિપરીત પ્રરૂપણા કે હિંસાદ કરવાથી, પંદર પરમાધામી દેવોને વિશે અશ્રદ્ધા કરવાથી, સૂયગડાંગમાં “ગાથા' નામક અધ્યયન પયતના સોળ અધ્યયનો વિશે અશ્રદ્ધા આદિ કરવાથી, પાંચ આશ્રવથી વિરમણ આદિ સત્તર પ્રકારના સંયમનું ઉચિત પાલન નહીં કરવાથી, અઢાર પ્રકારના અબ્રહ્મના આચરણથી, જ્ઞાતાધર્મકથાના ઓગણીસ અધ્યયનને વિશે અશ્રદ્ધાદિ કરવાથી, અજયણાથી ચાલવું વગેરે વીશ અસમાધિ સ્થાન અથતું મોક્ષમાર્ગમાં સ્થિરતા કે દ્રઢતાનો અભાવ થાય તેવા આ વીશ સ્થાનોનું સેવન કરવાથી, હસ્તક્રિયા આદિ ચારિત્રને મલિન કરનારા એકવીસ શબલ દોષનું સેવન કરવાથી, સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કન્ધ મળીને કુલ ત્રેવશ અધ્યયનો છે. આ ત્રેવીશ અધ્યયનો વિશે અશ્રદ્ધા આદિ કરવાથી, શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકર પરમાત્માની વિરાધનાથી અથવા 10 ભવનપતિ, 8 વ્યંતર, 5- જ્યોતિષ્ક અને એક પ્રકારે વૈમાનિક એમ 24 દેવોના વિશે અશ્રદ્ધાદિ કરવાથી, પાંચ મહાવ્રતોના રક્ષણ માટે દરેક વ્રત વિષયક પાંચ-પાંચ ભાવના અપાયેલી છે તે 25 ભાવનાનું પાલન નહીં કરવાથી, દશા-કલ્પવ્યવહાર એ ત્રણે અલગ આગમ છે. તેમાં દાશ્રુતસ્કંધના-૧૦, કલ્પના-૬, અને વ્યવહારના-૧૦ મળી કુલ 26 અધ્યયનો થાય. તેના ઉદ્દેશ, સમુદ્દેશ - અનુજ્ઞાને વિશે વિંદન-કાયોત્સર્ગ આદિ ક્રિયા ન કરવી કે અવિધિએ કરવાથી, છ પ્રકારે વ્રત, પાંચ પ્રકારે ઈન્દ્રિય જય આદિ 27 - પ્રકારના સાધુના ગુર્મોના પાલન નહીં કરવાથી, આચાર પ્રકલ્પ અથતિ આચારો અને પ્રકલ્પ નિસીહ સૂત્ર તેમાં આયારોના 25 અધ્યયન અને નિસીહના ઉદ્ઘાતિમ-અનુદ્દઘાતિમ-આરોપણા એ ત્રણ વિષયો મળી ૨૮ને વિશે અશ્રદ્ધા આદિ કરવાથી, નિમિત્ત શાસ્ત્ર આદિ પાપના કારણ ભૂત 29 પ્રકારના શ્રત ને વિશે પ્રવૃત્તિ કરવાથી, મોહનીય કર્મ બાંધવાના ત્રીશ કારણોનું સેવન કરવાથી, સિદ્ધના એકત્રીશ ગુણોને વિશે અશ્રદ્ધા - અબહુમાન આદિ કરવાથી, મન-વચન-કાયાના પ્રશસ્ત યોગોના સંગ્રહને માટે નિમિત્ત ભૂત. આલોચના વગેરે યોગસંગ્રહના બત્રીશ ભેદો તે થકી જે અતિચાર સેવાયો હોય - [27-2 તેત્રીશ પ્રકારની આશાતના જે અહીં સૂત્રમાંજ કહેવાયેલી છે. તેના દ્વારા લાગેલ અતિચાર - અરહંત. સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુસાધ્વીનો અવર્ણવાદકે અબહુમાન કરવાથી, શ્રાવક-શ્રાવિકાની નિંદાદિથી, દેવ-દેવી વિશે ગમે Page #17 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૪ તેમ બોલવાથી, આલોક-પરલોક વિશે અસતુ પ્રરૂપણાથી, કેવલી પ્રણિત શ્રુત કે ચારિત્ર ધર્મની આશાતના વડે, ઉર્ધ્વ-અધોતિછરૂપ ચૌદ રાજલોકની વિપરીત પ્રરૂપણા આદિ કરવાથી, બધાં સ્થાવ, વિકસેન્દ્રિય, સંસારી આદિ જીવોને વિશે અશ્રદ્ધાવિપરીત પ્રરૂપણા આદિ કરવાથી, કાળ-મૃત-શ્રુતદેવતા વિશે અશ્રદ્ધાદિ કરવાથી, વાચનાચાર્ય માટે અબહુમાનાદિથી, એવી 19 પ્રકારની આશાતના તથા હવે પછી શ્રતના વિશે જણાવનારા 14 પદો થકી થયેલી આશાતના તે આ પ્રમાણે–સૂત્રનો ક્રમ ન સાચવવો કે આડું અવળું બોલવું, જુદા જુદા પાઠો મેળવી મૂળ શાસ્ત્રનો ક્રમ બદલવો, અક્ષરો ઘટાડવા, વધારવા, પદ ઘટાડવા, ઉચિત વિનય ન જાળવવો, ઉદાત્ત-અનુદાત્ત આદિ દોષ ન સાચવવો, યોગ્યતા રહિતને શ્રુત ભણાવવું, કલુષિત ચિત્તે ભણવું, અકાલે સ્વાધ્યાય કરવો, સ્વાધ્યાયના કાળે સ્વાધ્યાય ન કરવો, અસઝાય કાળે સ્વાધ્યાય કર્યો, જઝાયકાળે સ્વાધ્યાય ન કરવો - આ રીતે એકથી તેત્રીશ દોષ કે અતિચાર સેવન થયું હોય તે સર્વે મારું દુષ્કત મિથ્યા થાઓ. [30] ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના ચોવીશે તીર્થંકર પરમાત્માને નમસ્કાર થાઓ. [31] આ નિગ્રંથ પ્રવચન (- જિન આગમ કે મૃત) સજ્જનોને હિતકારી, શ્રેષ્ઠ, અદ્વિતીય, પરિપૂર્ણ, ન્યાયયુક્ત, સર્વથાશુદ્ધ, શલ્યોને કાપી નાખનારું, સિદ્ધિના માગરૂપ, મોક્ષના - મુક્તાત્માઓના સ્થાનના અને સકળ કર્મક્ષયરૂપ નિવણના માગરૂપ છે. સત્ય છે, પૂજાયુક્ત છે, નાશ રહિત અર્થાત્ શાશ્વત, સર્વદુઃખો સર્વથા ક્ષીણ થયા છે જ્યાં તેવું એટલે કે મોક્ષના માર્ગ રૂપ છે. આ પ્રકારે નિર્ચન્ય પ્રવચનમાં સ્થિત જીવો, સિદ્ધિ પ્રાપ્ત કરે છે. બોધ પામે છે. ભવોપગ્રાહી કમથી મૂકાય છે. સર્વ રીતે નિવણિ પામે છે. સર્વ દુઃખોનો વિનાશ કરે છે. [32] તે ધર્મની હું શ્રદ્ધા કરું છું પ્રીતિ રૂપે સ્વીકારું છે, તે ધર્મને વધારે સેવવાની રૂચિ-અભિલાષા કરું છું. તે ધર્મની પાલના - સ્પર્શના કરું છું. અતિચારોથી રક્ષણ કરું છું. પુનઃપુનઃ રક્ષણ કરું છું. તે ધર્મની શ્રદ્ધા-પ્રીતિ-રૂચિ સ્પર્શના, પાલન અને અનુપાલન કરતો હું કેવલિકથિત ધર્મની આરાધના કરવા ઉદ્યત થયો છું અને વિરાધનાથી અટકેલો છું (તના જ માટે) પ્રાણાતિપાત રૂપી અસંયમન - અબ્રહ્મનો - અકૃત્યનો - અજ્ઞાનનો - અક્રિયાનો - મિથ્યાત્વનો - અબોધિનો અને અમાર્ગનો જાણી-સમજીને હું ત્યાગ કરું છું અને સંયમ-બ્રહ્મચર્ય - કલ્પ-જ્ઞાન-ક્રિયા-સમ્યકત્વ-બોધિ અને માર્ગનો સ્વીકાર કરું છું. [33] (સર્વ દોષોની શુદ્ધિ માટે આગળ કહે છે કે, જે કંઈ થોડું મને સ્મૃતિમાં છે, છદ્મસ્થપણાથી સ્મૃતિમાં નથી, જાણ વસ્તુનું પ્રતિક્રમણ કર્યું અને સૂક્ષ્મનું પ્રતિક્રમણ ન કર્યું એ પ્રમાણે જે અતિચાર લાગ્યો હોય તે સર્વ દિવસ સંબંધિ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. આ પ્રમાણે અશુભપ્રવૃત્તિનો ત્યાગ કરીને હું તપ-સંયમ રત સાધુ છું. સમસ્ત પ્રકારે જયણાવાળો છું, પાપથી વિરમેલો છું, વર્તમાનમાં પણ કરણીરૂપે પાપકર્મોનો પચ્ચકખાણપૂર્વક ત્યાગ કર્યો છે. નિયાણા રહિત થયો છું, સમ્યગુદર્શનવાળો થયો છું અને માયા મૃષાવાદથી રહિત થયો છું. [34] અઢીદ્વીપમાં અથતુ બે દીપ-બે સમુદ્ર અને અર્ધપુષ્પરાવર્તદ્વીપને વિશે જે પ-ભરત, પ-ઐરાવત પ-મહાવિદેહ રૂપ 15 કર્મભૂમિમાં જે કોઈ સાધુઓ રજોહરણ, ટી - શયો છે Page #18 -------------------------------------------------------------------------- ________________ 18 આવસયં-૪૩પ ગુચ્છા તથા પાત્ર આદિને ધારણ કરનારા, પાંચ મહાવ્રતમાં પરિણામની વધતી ધારાવાળા, અઢાર હજાર શિલાંગને ધારણ કરનારા, અતિચારથી જેનું સ્વરૂપ દૂષિત થયેલ નથી તેવા નિર્મળ ચારિત્રવાળા તે સર્વને મસ્તકથી અંતઃકરણથી મસ્તક નમાવવા પૂર્વક વંદન કરું છું. [35] સર્વ જીવોને હું નમાવું છું. સર્વે જીવો મને ક્ષમા કરી સવજીવને સાથે મારે મૈત્રી છે. મારે કોઈની સાથે વૈર નથી. [36] એ પ્રમાણે મેં અતિચાર આલોચના કરી છે, આત્મ સાથીએ તે પાપ પર્યાયનીનિંદા-ગઈ કરી છે, એ પાપ પ્રવૃત્તિની દુર્ગછા કરી છે, આ રીતે કરેલા થયેલા પાપ વ્યાપારને સમ્યફ-મન-વચન-કાયાથી પ્રતિક્રમતો હું ચોવિશે જિનવરોને વંદું છું. | ચોથાઅધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૫-કાયોત્સર્ગ) [37] “કરેમિ ભંતે' -પૂર્વ સૂત્રઃ 2 માં જણાવ્યા મુજબ અર્થ જાણવો. [38] હું કાયોત્સર્ગમાં સ્થિર થવાને ઇચ્છું છું. જે મેં દિવસ સંબંધિ કોઈ અતિચારનું સેવન કરેલ હોય. (આ. અતિચાર સેવન કઈ રીતે?... જુઓ સૂત્રઃ 15) [39] તે (ઇયપથિકી વિરાધનાના પરિણામે ઉત્પન્ન થયેલ) પાપકર્મોના સંપૂર્ણ નાશ કરવા માટે પ્રાયશ્ચિત્ત કરવા વડે, વિશુદ્ધિ કરવા વડે, શલ્ય રહિત કરવા વડે અને તદ્ રૂપ ઉત્તરક્રિયા કરવા માટે અર્થાત્ આલોચના પ્રતિક્રમણ આદિ થકી પુનઃ સંસ્કરણ કરવા માટે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું. 1 “અન્નત્થ” સિવાયકે (આ પદથી કાયોત્સર્ગની સ્થિરતા વિષયક અપવાદોને જણાવે છે. તે આ પ્રમાણે.) શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વાછૂટ થવાથી, વાય આવવાથી, પિત્તને લીધે મૂછ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફૂરણા થવાથી, શરીરમાં કફ વગેરેનો સૂક્ષ્મ સંચાર થવાથી, સ્થિર રાખેલી દ્રષ્ટી સૂક્ષ્મ રીતે ફરકી જવાથી, તથા અગ્નિ સ્પર્શ, શરીર છેદન આદિ અન્ય કારણોસર જે કાય પ્રવૃત્તિ થાય તેના વડે મારા કાયોત્સર્ગનો ભંગ ન થાઓ કે વિરાધિત ન થાઓ.... જ્યાં સુધી “નમો અરિહંતાણે” અર્થાતુ અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગ પારું નહીં (પુરો કરું નહીં) ત્યાં સુધી સ્થાન વડે સ્થિર થઈને, “મૌન' વાણી વડે સ્થિર થઈને, “ધ્યાન- મન વડે સ્થિર થઈને મારી કાયાને વોસિરાવું છું. (મારા બહિરાત્માનો કે દેહભાવનો ત્યાગ કરું છું.) f40-46] લોગસ્સ ઉજ્જો અગરે’ - આ સાત ગાથાનો અર્થ પૂર્વ સૂત્ર 3 થી 9 અનુસાર જાણવો. [47] લોકમાં રહેલ સર્વ અહંતુ ચેત્યોનું અથાત્ અર્હત્ પ્રતિમાઓનું આલંબન લઈને કે તેનું આરાધન કરવા વડે કરીને હું કાયોત્સર્ગ કરું છું. વધતી જતી - શ્રદ્ધા, બુદ્ધિ, ધૃતિ કે સ્થિરતા, ધારણા કે સ્મૃતિ અને તત્ત્વ ચિંતન પૂર્વક. વંદનની - પૂજનની - સત્કારની-સન્માનની-બોધિલાભની અને મોક્ષની ભાવના કે હેતુથી હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું. Page #19 -------------------------------------------------------------------------- ________________ 19 અધ્યયન-૫ [48] અર્ધ પુષ્કરવરદ્વીપ, ઘાતકી ખંડ અને જંબૂલીપ એ અઢીદ્વિીપમાં આવેલ ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં મૃતધર્મની આદિકરનારાઓને અથતું તીર્થકરોને હું નમસ્કાર કરું છું.. 49o અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવ અને નરેદ્રોના સમૂહથી પૂજાયેલા અને મોહનીય કર્મની સર્વ જાળને તોડી નાખનાર એવા મયદાવંત અર્થાત્ આગમ યુક્ત શ્રત ધર્મને હું વંદન કરું છું. પ૦] જન્મ-વૃદ્ધાવસ્થા-મરણ અને શોકરૂપી સાંસારિક દુઃખોનો નાશ કરનાર, પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખને આપનાર, દેવો-દાનવો અને રાજાઓના સમૂહથી પૂજાયેલ મૃતધર્મનો સાર જાણ્યા પછી કયો માણસ ધર્મઆરાધનામાં પ્રમાદ કરે ? - પિ૧] હે મનુષ્યો ! સિદ્ધ એવા જિનમતને હું પુનઃ નમસ્કાર કરું છું, કે જે દેવો-નાગકુમારો-સુવર્ણકુમારો - કિન્નરોના સમૂહથી સાચાભાવ વડે પૂજાયેલ છે. જેમાં ત્રણ લોકના મનુષ્ય સુર અને અસુરાદિક સ્વરૂપના આધાર રૂપ જગત વર્ણવાયેલું છે આવા સંયમ-પોષક ને જ્ઞાન સમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત થયેલો શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચારિત્ર ધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો. [પ૨] શ્રત-ભગવાન આરાધના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું “વંદણ વરિયાએ.” આ પદોનો અર્થ પૂર્વ સૂત્ર-૪૭માં જણાવેલો છે. [53] સિદ્ધિપદને પામેલા, સર્વજ્ઞ, ફરી ન જન્મ લેવો પડે તે રીતે સંસારનો પાર પામેલા, પરંપર સિદ્ધ થયેલા અને લોકના અગ્ર ભાગને પામેલા અથતિ સિદ્ધ શીલા ઉપર બિરાજમાન એવા સર્વ સિદ્ધ ભગવંતોને સદા નમસ્કાર હો. [54] જે દેવોના પણ દેવ છે, જેને દેવો અંજલિ પૂર્વક નમસ્કાર કરે છે. અને જેઓ દ્રો વડે પૂજાયેલા છે તેવા શ્રી મહાવીર પ્રભુને હું મસ્તક નમાવીને વંદન કરું છું. [55] જિનેશ્વરોમાં ઉત્તમ એવા શ્રી મહાવીર પ્રભુને (સર્વ સામર્થ્યથી) કરાયેલો. એક નમસ્કાર પણ નર કે નારીને સંસાર સમુદ્રથી તારે છે. પિs] જેમના દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ (એ ત્રણે કલ્યાણક) ઉજ્જયંત, પર્વતના શિખર ઉપર થયા છે તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. [57] ચાર-આઠદશ અને બે એમ વંદન કરાયેલા ચોવીસ તીર્થંકરો તથા જેમણે પરમાર્થ (મોક્ષ)ને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે તેવા સિદ્ધો મને સિદ્ધિ આપો. [58] હે ક્ષમા શ્રમણ ! હું ઇચ્છું . (શું ઇચ્છે છે તે જણાવે છે. પાક્ષિકની અંદર થયેલા અતિચારની ક્ષમા માંગવાને - તે સંબંધિ નિવેદન કરવાને ઉપસ્થિતિ થયો છું. (ગુરુ કહે ખમાવો એટલે શિષ્ય કહે) “ઇચ્છે.” હું પાક્ષિક અંદર થયેલા અતિચારને ખમાવું છું. પંદર દિવસ અને પંદર રાત્રીમાં - આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવચ્ચમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઊંચું કે સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરુની ઉપરવટ જઈને બોલવામાં, ગુરુ વચન ઉપર ટીકા-ટીપ્પણ કરવામાં (આપને) જે કંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય તથા મારા વડે કંઈ સૂક્ષ્મ કે ધૂળ, થોડું કે વધારે વિનય રહિત વર્તન થયું હોય કે તમે જાણો છો અને હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધિ મારું દુષ્કૃત મિથ્યા થાઓ. [59] હેક્ષમાં શ્રમણ (-પૂજ્ય)! હું ઈચ્છું છું. (શું ઇચ્છે છે તે જણાવે છે.) અને મને Page #20 -------------------------------------------------------------------------- ________________ 20 આવસ્મયં-પદo પ્રિય કે માન્ય પણ છે. જે આપનો (જ્ઞાનાદિ આરાધના પૂર્વક પક્ષ શરૂ થયો અને પૂર્ણ થયો તે મને પ્રિય છે.) નિરોગી એવા આપનો, ચિત્તની પ્રસન્નતાવાળા-આતંકથી સર્વથા રહિતઅખંડ સંયમ વ્યાપારવાળા-અઢારહાર શીલાંગ સાહિત-સુંદર પંચમહાવ્રત ધારક - બીજા પણ અનુયોગાદિ આચાર્ય ઉપાધ્યાય સહિત - જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપનો હે ભગવંત! પર્વ દિવસ અને પખવાડીયું અત્યંત શુભ કાર્ય કરવારૂપે પૂર્ણ થયું. અને બીજું પખવાડિયું પણ કલ્યાણકારી શરું થયું તે મને પ્રિય છે. હું આપને મસ્તક વડે-મન વડે સર્વભાવથી વંદુ છું. ત્યારે આચાર્ય કહે છે - તમારા સર્વની સાથે અથતુ આપ સૌની સાથે સુંદર આરાધના થઈ. [60 હે ક્ષમાશ્રમણ (પૂજ્ય) ! હું આપને ચૈત્યવંદના તથા સાધુવંદના) કરાવવાને ઇચ્છું છું. વિહાર કર્યા પહેલા આપની સાથે હતો ત્યારે હું આ ચૈત્યવંદનાસાધુવંદના શ્રી સંઘવતી કરું છું એવા અધ્યવસાય સાથે શ્રી જિનપ્રતિમાને વંદન - નમસ્કાર કરીને અને અન્યત્ર વિચરતા, બીજા ક્ષેત્રોમાં જે કોઈ ઘણાં દિવસના પર્યાયિવાળા સ્થિરવાસવાળા કે નવકલ્પી વિહારવાળા એક ગામથી બીજે ગામ જતા. સાધુઓને જોયા. તે ગુણવાન આચાદિકને પણ વંદના કરી, આપના વતી પણ વાંધા, જેઓ લઘુપર્યાયવાળા હતા. તેઓએ આપને વંદના જણાવી. સામાન્ય સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા, મળ્યા તેઓએ પણ આપને વંદના કરી. શલ્ય રહિત અને કષાય મુક્ત એવા મેં પણ મસ્તક વડે અને મનથી વંદના કરી તે હેતુથી આપ પૂજ્ય પણ તેઓને વંદન કરો. ત્યારે પૂજ્યશ્રી કહે કે - હું પણ તે તમે કરેલા ચૈત્યોને વંદન કરું છું [61] હે ક્ષમા-શ્રમણ (પૂજ્ય) ! હું પણ ઉપસ્થિત થઈને મારું નિવેદન કરવાને ઈચ્છું છું. આપનું આપેલું આ સઘળું જે અમારે ઉપયોગી છે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ તથા અક્ષર, પદ, ગાથા, શ્લોક, અર્થ, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ આદિ સ્થવિર કલ્પને ઉચિત અને વિના માંચે આપે મને પ્રીતિપૂર્વક આવ્યું છતાં મેં અવિનયથી ગ્રહણ કર્યું તે મારું પાપ મિથ્યા થાઓ. ત્યારે પૂજ્યશ્રી કહે - આ બધું પૂવચાનું આપેલું છે અર્થાત્ મારું કશું નથી. [2] હે શ્રમા શ્રમણ (પૂજ્ય) ! ભવિષ્યકાળે પણ કૃતિકર્મ-વંદન કરવાને ઇચ્છું છું. મેં ભૂતકાળમાં જે વંદનો કર્યો તે વંદનોમાં કોઈ જ્ઞાનાદિ આચારો વિના કયા હોય, અવિજ્યથી કર્યા હોય, આપે સ્વયે મને તે આચાર - વિનય શીખડાવેલ હોય અથવા ઉપાધ્યાય આદિ અન્ય સાધુઓએ મને તેમાં કુશળ બનાવેલ હોય, આપે મને શિષ્ય તરીકે આશ્રય આપ્યો. જ્ઞાનાદિ - વસ્ત્રાદિ આપીને સંયમ માટે આધાર આપ્યો. મારા હિતમાર્ગે દોર્યો. અહિત પ્રવૃત્તિ કરતા અટકાવ્યો, સંયમઆદિમાં અલના કરતા મને આપે મધુર શબ્દોથી અટકાવ્યો, વારંવાર બચાવ્યો, પ્રેરણા આપી આપે વારંવાર પ્રેરણા કરી તેમને પ્રીતિકર બની છે. હવે હું તે-તે ભૂલો સુધારવા ઉપસ્થિત થયો છું. આપના તપ અને તેજ રૂપ લક્ષ્મી વડે આ ચારગતિરૂપ સંસાર અટવીમાં ભમતા મારા આત્માનું સંહરણ કરીને તે સંસાર અટવીનો પાર પામીશ. એ હેતુથી હું આપને મસ્તક અને મન વડે વંદન કરું છું. ત્યારે પૂજ્યશ્રી કહે - તમે સંસાર સમુદ્રથી પાર પામનારા થાઓ. પાંચમાં અધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Page #21 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- 6 21 (અધ્યયન-ક-પચ્ચઆર) [3] ત્યાં શ્રમણોપાસકો - શ્રાવકો પૂર્વે જ અથતિ શ્રાવક બનતા પહેલા મિથ્યાત્વને છોડો અને સમ્યકત્વને અંગીકાર કરે. તેઓને કહ્યું નહીં. (શું ન કહ્યું તે જણાવે છે) આજ પર્યન્ત અન્યતીર્થિક, અન્યતીર્થિના દેવો, અન્યતીથિક ગ્રહણ કરેલ અહંતની પ્રતિમાને વંદન-નમસ્કાર કરવો ન કહ્યું. (તેમ કરતાં જે દોષ લાગે તે જણાવે છે.) પૂર્વે ભલે ગ્રહણ કરી ન હોય પણ હવે તે (પ્રતિમા) અન્યતીથિકે ગ્રહણ કરેલી છે. તેથી તેની સાથે આલાપ-સંતાપનો પ્રસંગ બને છે. તેમ કરવાથી તે અન્યતીર્થિકોને અશન-પાન-ખાદિમ-સ્વાદિમ દેવાનું કે પુનઃ પુનઃ દેવાનું બને છે, કાતું નથી. જો કે રાજા - બળાત્કાર - દેવોના અભિયોગ અથતું કારણોથી કે ગુરુ નિગ્રહથી, કાંતાર વૃત્તિથી આ પાંચ કારણથી અશન-આદિ આપે તો ધર્મનું અતિક્રમણ થતું નથી. આ સમ્યકત્વ પ્રશસ્ત છે. તે સમ્યકત્વ મોહનીય કર્મના ક્ષય અને ઉપશમથી પ્રાપ્ત થાય છે. પ્રથમ-સંવેગ-નિર્વેદ અનુકંપા અને આસ્તિકય એ પાંચ ચિહ્નોથી યુક્ત છે. તેનાથી શુભ આત્મ પરિણામ ઉત્પન્ન થાય છે તેમ કહ્યું છે. શ્રાવકોને સમ્યકત્વમાં આ પાંચ અતિચાર જાણવા અને આચરવા નહીં - તે શિકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડપ્રશંસા, પરપાખંડસંસ્તવ. [64] શ્રાવકો સ્થૂળ પ્રાણાતિપાતનું પચ્ચખાણ (-ત્યાગ કરે. તે પ્રાણાતિપાત બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે - સંકલ્પથી અને આરંભથી. શ્રાવકે સંકલ્પ હિંસાનું જાવજીવ માટે પચ્ચખાણ-(ત્યાગ) કરે પણ આરંભ હિંસાનો ત્યાગ ન કરે. સ્થૂળ પ્રાણાતિપાત વિરમણના આ પાંચ અતિચારો જાણવા તે આ પ્રમાણે - વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર અને ભોજન-પાનનો વ્યવચ્છેદ કરે. [65] શ્રાવકો ધૂળ મૃષાવાદનું પચ્ચખાણ (-ત્યાગ) કરે. તે મૃષાવાદ પાંચ પ્રકારે કહ્યો છે. કન્યા સંબધિ જૂઠ, ગો (ચાર પગા) સંબંધિ જૂઠ, ભૂમિ સંબંધિ જૂઠ, વાસાપહાર અથાતુ થાપણ મેળવવી, ખોટી સાક્ષી પૂરવી, સ્થૂળ મૃષાવાદથી વિરમેલા. શ્રમણોપાસક આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે-સહસા અભ્યાખ્યાન, રહસ્ય ઉદ્ઘાટન, સ્વપત્નીના મર્મપ્રકાશવા, જૂઠો ઉપદેશ આપવો અને ખોટા લેખ કરવા. [66] શ્રમણોપાસકે ધૂળ અદત્તાદાનનું પચ્ચકખાણ કરવું અથતું ત્યાગ કરવો. તે અદત્તાદાન બે પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે - સચિત્ત અને અચિત્ત. સ્થૂળ અદત્તાદાનથી વિરમેલ શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. ચોર કે ચોરીથી લાવેલ માલને અનુમોદન, તસ્કર પ્રયોગ, વિરુદ્ધ રાજ્યોતિક્રમ, ખોટા તોલમાપ કરવા. [67] શ્રમણોપાસકે પરદા રાગમનનો ત્યાગ કરવો અથવા સ્વપત્નીમાં સંતોષ રાખવો અથતુ પોતાની પત્ની સાથેના અબ્રહ્મ આચરણમાં પણ નિયમ કરવો પરદારાગમન બે પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે - ઔદારિક અને વૈક્રિય. સ્વદારા સંતોષનો નિયમ કરનારે શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે - અપરિગૃહિતાગમન, બીજા દ્વારા પરિગ્રહિત સાથે ગમન, અનંગ ક્રીડા, પારકા વિવાહ કરવા અને કામભોગને વિશે તીવ્ર અભિલાષ કરવો. [68] શ્રમણોપાસક અપરિમિત પરિગ્રહનો ત્યાગ કરે અથવું પરિગ્રહનું પરિમાણ કરે. તે પરિગ્રહ બે પ્રકારે છે. સચિત્ત અને અચિત્ત. ઈચ્છા પરિગ્રહ)નું Page #22 -------------------------------------------------------------------------- ________________ આવશ્લપં- દ૯ પરિમાણ કરનાર શ્રાવકે આ પાંચ અતિચાર જાણવા. ૧-ધણ અને ધનના. પ્રમાણમાં 2 ક્ષેત્ર-વસ્તુના પ્રમાણમાં ૩-સોના-ચાંદીના પ્રમાણમાં ૪-દ્વીપદચતુષ્પદના પ્રમાણમાં અને ૫-કુષ્ય-ધાતુ વગેરેના પ્રમાણમાં અતિક્રમ થવો તે. [9] દિશાવત ત્રણ પ્રકારે જાણવું ઉર્ધ્વ-અધોતિર્લફ દિશાવ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. ૧-ઉર્ધ્વ અધો, ૩-તિર્યકુ દિશાના પ્રમાણનું અતિક્રમણ, ક્ષેત્ર વૃદ્ધિ અને સ્મૃતિ ભૂલથી કેટલું અંતર થયું તે ખ્યાલ ન રહેવો તે. [70-71] ઉપભોગ-પરિભોગ વ્રત બે પ્રકારે - ભોજનવિષયક પરિમાણ અને કમદાનવિષયક પરિમાણ ભોજનસંબધિ પરિમાણ કરનાર શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. અચિત્ત આહાર કરે, સચિત્તપ્રતિબદ્ધ આહાર કરે, અપક્વ દુષ્પક્વ આહાર કરે, તુચ્છ વનસ્પતિનું ભક્ષણ કરે. કમદાન સંબંધિ નિયમ કરનારે આ પંદર કમદિાનો જાણવા. અંગાર-વન-શકટ-ભાટક-ફેટક એ પાંચકર્મ દાંત-લાખ-રસ- કેશવિષ એ પાંચ વાણિજ્ય, યંત્ર પીલણ - નિલાંછન-દવદાનજળશોષણ-અસત્તિ પોષણ. [72] અનર્થદંડ ચાર પ્રકારે કહ્યો છે તે આ પ્રમાણે અપધ્યાન - પ્રમાદાચરણ - હિંસામાન અને પાપકર્મોપદેશ. અનર્થદડવિરમણ વ્રતધારક શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે - કામ વિકાર સંબંધે થયેલ અતિચાર, કુત્સિત ચેષ્ટા, મૌખર્ય - વાચાળપણું, હિંસા અધિકરણનો ઉપયોગ, ભોગનો અતિરેક, 73-77] સામાયિક એટલે સાવદ્ય યોગનું વર્જન અને નિરવ યોગનું સેવન એમ શિક્ષા અધ્યયન બે પ્રકારે કહ્યું છે. ઉપરાંત સ્થિતિ, ઉપપાત, ગતિ, કષાયસેવન, કર્મબંધ અને કર્મવેદન આ પાંચ અતિક્રમણ વર્જવા, સામાયિક જ કર્યું હોય ત્યારે શ્રાવક સાધુ જેવા થાય છે માટે વારંવાર સામાયિક કરવું જોઈએ. બધેજ વિરતિની વાત કહેવાઈ છે. ખરેખર સર્વત્ર વિરતિ હોતી નથી. તેથી સર્વવિરતિ કહેનારે સર્વથી અને દેશથી (સામાયિક) કહેલ છે. સામાયિક વ્રતધારી શ્રમણોપાસકને આ પાંચ અતિચાર જાણવા. ૧-મન, વચન, ૩-કાયાનું દુઝાણિધાન, ૪-સામાયિકમાં અસ્થિરતા અને પ-સામાયિકમાં વિસ્તૃતિકરણ. 78] દિવ્રત ગ્રહણ કરેલે પ્રતિદિન દિશાનું પરિમાણ કરવું તે દેસાવકાશિક વ્રત. દેશાવકાસિક વ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે - બહારથી કોઈ વસ્તુ લાવવી, બહાર કોઈ વસ્તુ મોકલવી, શબ્દ કરી હાજરી જણાવવી, રૂપથી હાજરી જણાવવી અને બહાર કાંકરો વગેરે ફેંકવા. 7i9 પૌષધોપવાસ ચાર પ્રકારે કહેવાય છે તે આ પ્રમાણે - આહારપૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્યપૌષધ અને અવ્યાપારપૌષધ, પૌષધોપવાસ વ્રતધારી શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા તે આ પ્રમાણે - અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શધ્યા સંથારો, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શય્યા સંથારો, અપ્રતિલેખિત - દુષ્પતિલેખિત મળ-મૂત્ર ત્યાગ ભૂમિ, અપ્રમાર્જિત - દુઝમાર્જિત મળ-મૂત્ર ત્યાગ ભૂમિ, પૌષધો પવાસની સમ્યક પરિપાલના ન કરવી. [80] અતિથિ સંવિભાગ એટલે સાધુ-સાધ્વીને કલ્પનિય અન્ન-પાણી આપવા, દેશ-કાળ-શ્રદ્ધા-સત્કાર યુક્ત શ્રેષ્ઠ ભક્તિપૂર્વક અનુગ્રહ બુદ્ધિએ સંયનોને દાન આપવું. તે અતિથિ સંવિભાગ દ્રતયુક્ત શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ Page #23 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન- 6 પ્રમાણે અચિત્ત નિક્ષેપ, સચિત્ત વડે ઢાંકવું, ભોજનકાળ વીત્યાબાદ દાન આપવું, પોતાની વસ્તુને પારકી કહેવી, બીજાના સુખનો દ્વેષ કરવો. [81] આ પ્રમાણે શ્રમણોપાસક ધર્મમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણ વ્રત અને યાવસ્કથિક કે ઈવરકથિક અર્થાત્ ચિરકાળકે અલ્પકાળ માટે ચાર શિક્ષાવ્રતો કહ્યા છે. આ બધાંની પહેલા શ્રમણોપાસક ધર્મમાં મૂળ વસ્તુ સમ્યક્ત્વ છે. તે નિસર્ગથી અને અભિગમથી બે પ્રકારે છે. પાંચ અતિચાર રહિત વિશુદ્ધ અણુવ્રત અને ગુણવ્રતની. પ્રતિજ્ઞા સિવાય બીજી પણ પડિમા વગેરે વિશેષથી કરવા યોગ્ય છે. અંતિમ - મરણ સંબંધિ સંલેખના આરાધના આરાધવી જોઈએ. સામાન્ય અર્થમાં કહીએ તો શ્રાવકે વ્રત અને પડિમા ઉપરાંત મરણ સમયે યોગ્ય સમાધિ અને સ્થિરતા માટે મરણ પર્યતનું અનશન સ્વીકારવું જોઈએ. શ્રમણોપાસકને આ સંબંધે પાંચ અતિચાર કહ્યા છે તે આ પ્રમાણે ૧-આ લોક સંબંધિ કે ૨-પરલોક સંબંધિ ઇચ્છા કરવી ૩-જીવિત કે ૪-મરણ સંબંધિ ઇચ્છા કરવી અને પ-કામ ભોગ સંબંધિ ઈચ્છા કરવી. [8] સૂર્ય ઉગવાથી આરંભીને નમસ્કાર સહિત અશન-પાન-ખાદિમ- સ્વાદિમના પચ્ચખાણ (નિયમ) કરે છે. સિવાય કે અનાભોગથી કે સહસાકારથી (નિયમનો ત્યાગ કરે, [87 સૂર્યોદયથી પોરિસી (અથતું એક પ્રહર પર્યંત) ચારે પ્રકારનું - અશન, પાન,આદિમ, સ્વાદિમનું પચ્ચખ્ખાણ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, પ્રચ્છન્નકાળથી, દિશા-મોહથી, સાધુ વચનથી, સર્વ સમાધિના હેતુરૂપ આગારથી. (પચ્ચખાણ) છોડી દે છે. [84] સૂર્ય ઊંચે આવે ત્યાં સુધી પુરિમઢ (સૂર્ય મધ્યાન્હે આવે ત્યાં સુધી) અશન આદિ ચાર આહારનું પચ્ચખાણ (નિયમ) કરે છે. સિવાય કે અનાભોગ, સહસાકાર, કાળની પ્રચ્છન્નતા, દિશામોહ, સાધુવચન, મહત્તરકારણ કે સર્વ સમાધિના હેતુરૂપ આગારથી નિયમ છોડી દે. [85] એકાસણાનું પચ્ચકખાણ કરે છે. (એક વખત સિવાય) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, સાગારિક કારણે, આકુંચનપ્રસારણથી, ગુરુઅભ્યત્થાન, પારિષ્ઠાપનિકા કારણે, મહત્ કારણે કે સર્વસમાધિના હેતુરૂપ આગારથી (પચ્ચકખાણ) છોડી દે. 8i6 એકલઠાણાનું પચ્ચકખાણ કરે છે. (બાકીનો અર્થ સૂત્ર : 85 મુજબ માત્ર તેમાં મહત્તર કારણ ન આવે. [87) આયંબિલનું પચ્ચખાણ કરે છે. (તેમાં આયંબિલ માટે એક વખત બેસવા સિવાય) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છેસિવાય કે અનાભોગથી, સહસાકારથી, લેપાલેપથી, ઉપ્તિ વિવેકથી, ગૃહસ્થ સંસૃષ્ટથી, પારિષ્ઠાપન કારણે, મહત્તર કારણે કે સર્વસમાધિને માટે (પચ્ચક્ખાણ) છોડી દે. [88 સૂર્ય ઊંચો આવ્યે છતે ભોજન ન કરવાનું પચ્ચકખાણ કરે છે તે માટે) અશનાદિ ચારે આહારનો ત્યાગ કરે છે. સિવાયકે અનાભોગ, સહસાકાર, પારિષ્ઠાપનિકા કારણે, મહત્તર કારણે, સર્વ સમાધિને માટે (પચ્ચકખાણ) છોડી દે. [89 દિવસને અંતે અશનાદિ ચારે પ્રકારના આહારનું પચ્ચકખાણ કરે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ 24 આવસ્મય - 690 સિવાયકે અનાભોગ, સહસાકાર, મહત્તર કારણ, સર્વ સમાધિના હેતુથી છોડી દે. | [9] ભવચરિમ અથત જીવનનો અંત જણાતા (અશનાદિ ચારે આહારનું પચ્ચખાણ કરે છે.) શૈષ પૂર્વ સૂત્ર 88 મુજબ) [1] અભિગ્રહ પૂર્વક અશનાદિ ચારે આહારનું પચ્ચખાણ કરે છે. (શેષ પૂર્વ સૂત્ર-૮૯ મુજબ) [2] વિગઈઓનું પચ્ચકખાણ કરે છે. સિવાયકે અનાભોગ - સહસાકારલેપાલેપ - ગૃહસ્થ સંસૃષ્ટ - ઉસ્લિપ્ત વિવેક - પ્રતીત્યપ્રક્ષિત - પરિષ્ઠાપન - મહત્તર - સર્વ સમાધિનો હેતુ. આટલા કારણે પચ્ચખ્ખાણ છોડી દે. સૂત્ર 82 થી ૯રના મહત્ત્વના શબ્દોની વ્યાખ્યા - પચ્ચકખાણ એટલે નિયમ અથવા ગુણ ધારણા. * નમસ્કાર સહિત - જેમાં મુહૂર્ત (બે ઘડી) પ્રમાણ કાળ માન છે. - અન્નત્ય - સિવાયકે આપેલા કારણો સિવાય. - અનાભોગ ભૂલી જવાથી - સહસાકાર-અચાનક -મહત્તરકાર - મોટું પ્રયોજન કે કારણ ઉપસ્થિત થતા - સવ્વસમાહિ - તીવ્ર રોગાદિ કારણે ચિત્તની સમાધિ ટકાવવા. - પચ્છન્નકાળ - સમયને નહીં જાણવાથી - દિશામોહ-દિશાને વિશે ભ્રમ થાય અને કાળ ન જાણે. - સાધુવચન - સાધુ મોટેથી કોઈ શબ્દ બોલે અને વિપરીત સમજે. -લેપાલેપ-ન કલ્પતી વસ્તુનો સંસ્પર્શ થઈ ગયો હોય. - ગૃહસ્થ સંસૃષ્ટ-ગૃહસ્થ વડે મિશ્ર થયેલું હોય તે - ઉત્સિત વિવેક - જેના ઉપર વિગઈ મૂકીને ઉઠાવી લીધી હોય. - પ્રતીત્યપ્રક્ષિત - સહેજ ઘી વગેરે ચોપડેલ હોય તેવી વસ્તુ - ગુરુ અભ્યત્યાન - ગુરુ કે વડીલ આવતા ઉભું થવું પડે. | છઠ્ઠાઅધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ 40| આવશ્યક સૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ - પહેલું મૂળસૂત્ર-ગુર્જરછાયાપૂર્ણ Page #25 -------------------------------------------------------------------------- ________________ ॐ नमो अभिनव नाणस्स 杀案卷 આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા આગમ દીપ પ્રકાશન