________________ esses नमो नमो निम्मल सणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ S ' દirindi 40 | આવસ્મય 22 ssssssssst (પહેલુ મૂળસૂત્ર-ગુર્જરછાયા ( (અધ્યયન-૧ સામાયિક) [1] અરિહંતોને નમસ્કાર થાઓ, સિદ્ધોને નમસ્કાર થાઓ. આચાર્યોને નમસ્કાર થાઓ, ઊપાધ્યાયોને નમસ્કાર થાઓ, લોકમાં રહેલા સર્વસાધુને નમસ્કાર થાઓ. આ પાંચ પરમેષ્ઠિઓ)ને કરેલો નમસ્કાર સર્વ પાપોનો નાશક છે. સર્વમંગલોમાં પ્રથમ (ઉત્કૃષ્ટ) મંગલ છે. - અરિહંત શબ્દ માટે ત્રણ પાઠ છે. અરહંત, અરિહંત અને અહંત, અહીં અરહંત શબ્દનો અર્થ છે- જેઓ વંદન નમસ્કારને અષ્ટ મહાપ્રાતિહાર્ય પૂજા તથા સત્કાર અને સિદ્ધિ ગમનને યોગ્ય છે માટે તેઓ “અરહંત' કહેવાય છે. - અરિહંત - અપ્રશસ્ત ભાવમાં વર્તની ઈકિયો, કામભોગની ઇચ્છા, ક્રોધ આદિ કષાય, બાવીશ પ્રકારના પરીષહો, શારીરિક - માનસિક વેદનાઓ તથા ઉપસગો રૂપ ભાવ શત્રુઓને હણનાર અથતુ તેના ઉપર વિજય મેળવનાર હોવાથી “અરિહંત' છે. - અરુહંત - કમરૂપી બીજ બળી જવાથી જેને ફરી જન્મ લેવા રૂપ અંકુર ફુટવાના નથી માટે અત્યંત - સિદ્ધ - સર્વદુખોથી સર્વથા તરી ગયેલા, જન્મ-જરા-મરણ અને કર્મના બંધનથી છુટા થયેલા તથા કોઈ પણ પ્રકારના અંતરાય સિવાય એવા શાશ્વત સુખનો અનુભવ કરનારા હોવાથી સિદ્ધ કહેવાય છે. આચાર્ય - જ્ઞાનાવરણીય આદિ પાંચ પ્રકારના આચારને સ્વયં આચરનારા, પ્રયત્નપૂર્વક બીજાની આગળ તે આચારને પ્રકાશનારા તથા શૈક્ષ આદિને તે પાંચ પ્રકારનો આચાર દેખાડનારા હોવાથી તે આચાર્ય કહેવાય છે. ઉપાધ્યાય - જિનેશ્વર પરમાત્માએ ઉપદેશેલ દ્વાદશાંગી અથતુ સ્વાધ્યાયનો ઉપદેશ કરનારા હોવાથી ઉપાધ્યાય કહેવાય છે. - સાધુ :- મનુષ્ય લોકમાં રહેલા બધાંજ “સાધુ” અર્થાતુ જે આત્મહિતને અને પરહિતને અથવા મોક્ષના અનુષ્ઠાનને સાધે કે નિવણ સાધક યોગોને સાધે તે સાધુ. - આ પાંચના સમૂહને કરેલો નમસ્કાર. - સર્વ પાપ અર્થાત્ બધાં જ અશુભ કર્મોને પ્રકૃષ્ટ નાશક છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International