________________ 19 અધ્યયન-૫ [48] અર્ધ પુષ્કરવરદ્વીપ, ઘાતકી ખંડ અને જંબૂલીપ એ અઢીદ્વિીપમાં આવેલ ભરત, ઐરાવત અને મહાવિદેહ ક્ષેત્રોમાં મૃતધર્મની આદિકરનારાઓને અથતું તીર્થકરોને હું નમસ્કાર કરું છું.. 49o અજ્ઞાનરૂપી અંધકારના સમૂહનો નાશ કરનાર, દેવ અને નરેદ્રોના સમૂહથી પૂજાયેલા અને મોહનીય કર્મની સર્વ જાળને તોડી નાખનાર એવા મયદાવંત અર્થાત્ આગમ યુક્ત શ્રત ધર્મને હું વંદન કરું છું. પ૦] જન્મ-વૃદ્ધાવસ્થા-મરણ અને શોકરૂપી સાંસારિક દુઃખોનો નાશ કરનાર, પુષ્કળ કલ્યાણ અને વિશાળ સુખને આપનાર, દેવો-દાનવો અને રાજાઓના સમૂહથી પૂજાયેલ મૃતધર્મનો સાર જાણ્યા પછી કયો માણસ ધર્મઆરાધનામાં પ્રમાદ કરે ? - પિ૧] હે મનુષ્યો ! સિદ્ધ એવા જિનમતને હું પુનઃ નમસ્કાર કરું છું, કે જે દેવો-નાગકુમારો-સુવર્ણકુમારો - કિન્નરોના સમૂહથી સાચાભાવ વડે પૂજાયેલ છે. જેમાં ત્રણ લોકના મનુષ્ય સુર અને અસુરાદિક સ્વરૂપના આધાર રૂપ જગત વર્ણવાયેલું છે આવા સંયમ-પોષક ને જ્ઞાન સમૃદ્ધ દર્શન વડે પ્રવૃત્ત થયેલો શાશ્વત ધર્મ વૃદ્ધિ પામો અને વિજયની પરંપરા વડે ચારિત્ર ધર્મ પણ નિત્ય વૃદ્ધિ પામો. [પ૨] શ્રત-ભગવાન આરાધના નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું “વંદણ વરિયાએ.” આ પદોનો અર્થ પૂર્વ સૂત્ર-૪૭માં જણાવેલો છે. [53] સિદ્ધિપદને પામેલા, સર્વજ્ઞ, ફરી ન જન્મ લેવો પડે તે રીતે સંસારનો પાર પામેલા, પરંપર સિદ્ધ થયેલા અને લોકના અગ્ર ભાગને પામેલા અથતિ સિદ્ધ શીલા ઉપર બિરાજમાન એવા સર્વ સિદ્ધ ભગવંતોને સદા નમસ્કાર હો. [54] જે દેવોના પણ દેવ છે, જેને દેવો અંજલિ પૂર્વક નમસ્કાર કરે છે. અને જેઓ દ્રો વડે પૂજાયેલા છે તેવા શ્રી મહાવીર પ્રભુને હું મસ્તક નમાવીને વંદન કરું છું. [55] જિનેશ્વરોમાં ઉત્તમ એવા શ્રી મહાવીર પ્રભુને (સર્વ સામર્થ્યથી) કરાયેલો. એક નમસ્કાર પણ નર કે નારીને સંસાર સમુદ્રથી તારે છે. પિs] જેમના દીક્ષા, કેવલજ્ઞાન અને નિર્વાણ (એ ત્રણે કલ્યાણક) ઉજ્જયંત, પર્વતના શિખર ઉપર થયા છે તે ધર્મચક્રવર્તી શ્રી અરિષ્ટનેમિને હું નમસ્કાર કરું છું. [57] ચાર-આઠદશ અને બે એમ વંદન કરાયેલા ચોવીસ તીર્થંકરો તથા જેમણે પરમાર્થ (મોક્ષ)ને સંપૂર્ણ સિદ્ધ કર્યો છે તેવા સિદ્ધો મને સિદ્ધિ આપો. [58] હે ક્ષમા શ્રમણ ! હું ઇચ્છું . (શું ઇચ્છે છે તે જણાવે છે. પાક્ષિકની અંદર થયેલા અતિચારની ક્ષમા માંગવાને - તે સંબંધિ નિવેદન કરવાને ઉપસ્થિતિ થયો છું. (ગુરુ કહે ખમાવો એટલે શિષ્ય કહે) “ઇચ્છે.” હું પાક્ષિક અંદર થયેલા અતિચારને ખમાવું છું. પંદર દિવસ અને પંદર રાત્રીમાં - આહાર-પાણીમાં, વિનયમાં, વૈયાવચ્ચમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઊંચું કે સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરુની ઉપરવટ જઈને બોલવામાં, ગુરુ વચન ઉપર ટીકા-ટીપ્પણ કરવામાં (આપને) જે કંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય તથા મારા વડે કંઈ સૂક્ષ્મ કે ધૂળ, થોડું કે વધારે વિનય રહિત વર્તન થયું હોય કે તમે જાણો છો અને હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધિ મારું દુષ્કૃત મિથ્યા થાઓ. [59] હેક્ષમાં શ્રમણ (-પૂજ્ય)! હું ઈચ્છું છું. (શું ઇચ્છે છે તે જણાવે છે.) અને મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org