________________ 20 આવસ્મયં-પદo પ્રિય કે માન્ય પણ છે. જે આપનો (જ્ઞાનાદિ આરાધના પૂર્વક પક્ષ શરૂ થયો અને પૂર્ણ થયો તે મને પ્રિય છે.) નિરોગી એવા આપનો, ચિત્તની પ્રસન્નતાવાળા-આતંકથી સર્વથા રહિતઅખંડ સંયમ વ્યાપારવાળા-અઢારહાર શીલાંગ સાહિત-સુંદર પંચમહાવ્રત ધારક - બીજા પણ અનુયોગાદિ આચાર્ય ઉપાધ્યાય સહિત - જ્ઞાન દર્શન, ચારિત્ર, તપ દ્વારા આત્માને વિશુદ્ધ કરતા એવા આપનો હે ભગવંત! પર્વ દિવસ અને પખવાડીયું અત્યંત શુભ કાર્ય કરવારૂપે પૂર્ણ થયું. અને બીજું પખવાડિયું પણ કલ્યાણકારી શરું થયું તે મને પ્રિય છે. હું આપને મસ્તક વડે-મન વડે સર્વભાવથી વંદુ છું. ત્યારે આચાર્ય કહે છે - તમારા સર્વની સાથે અથતુ આપ સૌની સાથે સુંદર આરાધના થઈ. [60 હે ક્ષમાશ્રમણ (પૂજ્ય) ! હું આપને ચૈત્યવંદના તથા સાધુવંદના) કરાવવાને ઇચ્છું છું. વિહાર કર્યા પહેલા આપની સાથે હતો ત્યારે હું આ ચૈત્યવંદનાસાધુવંદના શ્રી સંઘવતી કરું છું એવા અધ્યવસાય સાથે શ્રી જિનપ્રતિમાને વંદન - નમસ્કાર કરીને અને અન્યત્ર વિચરતા, બીજા ક્ષેત્રોમાં જે કોઈ ઘણાં દિવસના પર્યાયિવાળા સ્થિરવાસવાળા કે નવકલ્પી વિહારવાળા એક ગામથી બીજે ગામ જતા. સાધુઓને જોયા. તે ગુણવાન આચાદિકને પણ વંદના કરી, આપના વતી પણ વાંધા, જેઓ લઘુપર્યાયવાળા હતા. તેઓએ આપને વંદના જણાવી. સામાન્ય સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા, મળ્યા તેઓએ પણ આપને વંદના કરી. શલ્ય રહિત અને કષાય મુક્ત એવા મેં પણ મસ્તક વડે અને મનથી વંદના કરી તે હેતુથી આપ પૂજ્ય પણ તેઓને વંદન કરો. ત્યારે પૂજ્યશ્રી કહે કે - હું પણ તે તમે કરેલા ચૈત્યોને વંદન કરું છું [61] હે ક્ષમા-શ્રમણ (પૂજ્ય) ! હું પણ ઉપસ્થિત થઈને મારું નિવેદન કરવાને ઈચ્છું છું. આપનું આપેલું આ સઘળું જે અમારે ઉપયોગી છે વસ્ત્ર, પાત્ર, કંબલ, રજોહરણ તથા અક્ષર, પદ, ગાથા, શ્લોક, અર્થ, હેતુ, પ્રશ્ન, વ્યાકરણ આદિ સ્થવિર કલ્પને ઉચિત અને વિના માંચે આપે મને પ્રીતિપૂર્વક આવ્યું છતાં મેં અવિનયથી ગ્રહણ કર્યું તે મારું પાપ મિથ્યા થાઓ. ત્યારે પૂજ્યશ્રી કહે - આ બધું પૂવચાનું આપેલું છે અર્થાત્ મારું કશું નથી. [2] હે શ્રમા શ્રમણ (પૂજ્ય) ! ભવિષ્યકાળે પણ કૃતિકર્મ-વંદન કરવાને ઇચ્છું છું. મેં ભૂતકાળમાં જે વંદનો કર્યો તે વંદનોમાં કોઈ જ્ઞાનાદિ આચારો વિના કયા હોય, અવિજ્યથી કર્યા હોય, આપે સ્વયે મને તે આચાર - વિનય શીખડાવેલ હોય અથવા ઉપાધ્યાય આદિ અન્ય સાધુઓએ મને તેમાં કુશળ બનાવેલ હોય, આપે મને શિષ્ય તરીકે આશ્રય આપ્યો. જ્ઞાનાદિ - વસ્ત્રાદિ આપીને સંયમ માટે આધાર આપ્યો. મારા હિતમાર્ગે દોર્યો. અહિત પ્રવૃત્તિ કરતા અટકાવ્યો, સંયમઆદિમાં અલના કરતા મને આપે મધુર શબ્દોથી અટકાવ્યો, વારંવાર બચાવ્યો, પ્રેરણા આપી આપે વારંવાર પ્રેરણા કરી તેમને પ્રીતિકર બની છે. હવે હું તે-તે ભૂલો સુધારવા ઉપસ્થિત થયો છું. આપના તપ અને તેજ રૂપ લક્ષ્મી વડે આ ચારગતિરૂપ સંસાર અટવીમાં ભમતા મારા આત્માનું સંહરણ કરીને તે સંસાર અટવીનો પાર પામીશ. એ હેતુથી હું આપને મસ્તક અને મન વડે વંદન કરું છું. ત્યારે પૂજ્યશ્રી કહે - તમે સંસાર સમુદ્રથી પાર પામનારા થાઓ. પાંચમાં અધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org