Book Title: Agam Deep 40 Aavassayam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 21
________________ અધ્યયન- 6 21 (અધ્યયન-ક-પચ્ચઆર) [3] ત્યાં શ્રમણોપાસકો - શ્રાવકો પૂર્વે જ અથતિ શ્રાવક બનતા પહેલા મિથ્યાત્વને છોડો અને સમ્યકત્વને અંગીકાર કરે. તેઓને કહ્યું નહીં. (શું ન કહ્યું તે જણાવે છે) આજ પર્યન્ત અન્યતીર્થિક, અન્યતીર્થિના દેવો, અન્યતીથિક ગ્રહણ કરેલ અહંતની પ્રતિમાને વંદન-નમસ્કાર કરવો ન કહ્યું. (તેમ કરતાં જે દોષ લાગે તે જણાવે છે.) પૂર્વે ભલે ગ્રહણ કરી ન હોય પણ હવે તે (પ્રતિમા) અન્યતીથિકે ગ્રહણ કરેલી છે. તેથી તેની સાથે આલાપ-સંતાપનો પ્રસંગ બને છે. તેમ કરવાથી તે અન્યતીર્થિકોને અશન-પાન-ખાદિમ-સ્વાદિમ દેવાનું કે પુનઃ પુનઃ દેવાનું બને છે, કાતું નથી. જો કે રાજા - બળાત્કાર - દેવોના અભિયોગ અથતું કારણોથી કે ગુરુ નિગ્રહથી, કાંતાર વૃત્તિથી આ પાંચ કારણથી અશન-આદિ આપે તો ધર્મનું અતિક્રમણ થતું નથી. આ સમ્યકત્વ પ્રશસ્ત છે. તે સમ્યકત્વ મોહનીય કર્મના ક્ષય અને ઉપશમથી પ્રાપ્ત થાય છે. પ્રથમ-સંવેગ-નિર્વેદ અનુકંપા અને આસ્તિકય એ પાંચ ચિહ્નોથી યુક્ત છે. તેનાથી શુભ આત્મ પરિણામ ઉત્પન્ન થાય છે તેમ કહ્યું છે. શ્રાવકોને સમ્યકત્વમાં આ પાંચ અતિચાર જાણવા અને આચરવા નહીં - તે શિકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાખંડપ્રશંસા, પરપાખંડસંસ્તવ. [64] શ્રાવકો સ્થૂળ પ્રાણાતિપાતનું પચ્ચખાણ (-ત્યાગ કરે. તે પ્રાણાતિપાત બે પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે - સંકલ્પથી અને આરંભથી. શ્રાવકે સંકલ્પ હિંસાનું જાવજીવ માટે પચ્ચખાણ-(ત્યાગ) કરે પણ આરંભ હિંસાનો ત્યાગ ન કરે. સ્થૂળ પ્રાણાતિપાત વિરમણના આ પાંચ અતિચારો જાણવા તે આ પ્રમાણે - વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર અને ભોજન-પાનનો વ્યવચ્છેદ કરે. [65] શ્રાવકો ધૂળ મૃષાવાદનું પચ્ચખાણ (-ત્યાગ) કરે. તે મૃષાવાદ પાંચ પ્રકારે કહ્યો છે. કન્યા સંબધિ જૂઠ, ગો (ચાર પગા) સંબંધિ જૂઠ, ભૂમિ સંબંધિ જૂઠ, વાસાપહાર અથાતુ થાપણ મેળવવી, ખોટી સાક્ષી પૂરવી, સ્થૂળ મૃષાવાદથી વિરમેલા. શ્રમણોપાસક આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે-સહસા અભ્યાખ્યાન, રહસ્ય ઉદ્ઘાટન, સ્વપત્નીના મર્મપ્રકાશવા, જૂઠો ઉપદેશ આપવો અને ખોટા લેખ કરવા. [66] શ્રમણોપાસકે ધૂળ અદત્તાદાનનું પચ્ચકખાણ કરવું અથતું ત્યાગ કરવો. તે અદત્તાદાન બે પ્રકારે કહ્યું છે તે આ પ્રમાણે - સચિત્ત અને અચિત્ત. સ્થૂળ અદત્તાદાનથી વિરમેલ શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. ચોર કે ચોરીથી લાવેલ માલને અનુમોદન, તસ્કર પ્રયોગ, વિરુદ્ધ રાજ્યોતિક્રમ, ખોટા તોલમાપ કરવા. [67] શ્રમણોપાસકે પરદા રાગમનનો ત્યાગ કરવો અથવા સ્વપત્નીમાં સંતોષ રાખવો અથતુ પોતાની પત્ની સાથેના અબ્રહ્મ આચરણમાં પણ નિયમ કરવો પરદારાગમન બે પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે - ઔદારિક અને વૈક્રિય. સ્વદારા સંતોષનો નિયમ કરનારે શ્રમણોપાસકે આ પાંચ અતિચાર જાણવા. તે આ પ્રમાણે - અપરિગૃહિતાગમન, બીજા દ્વારા પરિગ્રહિત સાથે ગમન, અનંગ ક્રીડા, પારકા વિવાહ કરવા અને કામભોગને વિશે તીવ્ર અભિલાષ કરવો. [68] શ્રમણોપાસક અપરિમિત પરિગ્રહનો ત્યાગ કરે અથવું પરિગ્રહનું પરિમાણ કરે. તે પરિગ્રહ બે પ્રકારે છે. સચિત્ત અને અચિત્ત. ઈચ્છા પરિગ્રહ)નું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25