Book Title: Agam Deep 40 Aavassayam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ 15 અધ્યયન -4 રૂપને જોવાનો અનુરાગથી - મનોવિકારથી - આહાર પાણી વાપરવા રૂપ વર્તનથી જે આકુળવ્યાકુળતા થઈ હોય- એ રીતે દિવસ સંબંધી જે કોઈ અતિચાર લાગ્યા હોય તે મારું પાપ મિથ્યા થાઓ. [18] હું પ્રતિક્રમણ કરું છું. (શેનું ) ભિક્ષા માટે ગોચરી કરવામાં લાગેલા. અતિચારોનું કઈ રીતે ?) સાંકળ ચઢાવેલ કે સામાન્યથી બંધ કરેલ બારણા-જાળી વગેરે ઉઘાડવાથી કૂતરા-વાછરડાં કે નાના બાળકનો (તીય માત્રનો) સંઘો-સ્પર્શ કરવાથી, કોઈ વાસણ આદિમાં જુદો કાઢીને અપાયેલ આહાર લેવાથી, અન્ય ધર્મીઓ મૂળ ભાજનમાંથી ચારે દિશામાં જે બલી ફેકે તેમ કરીને પછી આપવાથી, અન્ય ભિક્ષ, માટે સ્થાપના કરાયેલ આહારમાંથી આપતા, આધાકર્મ વગેરે દોષની શંકાવાળા આહારથી, શીઘ્રતાથી ગ્રહણ કરતા અકલ્પનીય વસ્તુ આવી જતા, યોગ્ય ગવેષણ નહીં કરવાથી, દોષનો સર્વથી વિચાર નહીં કરવાથી, જીવોવાળી વસ્તુનું ભોજન કરવાથી, સચિત્ત બીજ કે લીલોતરી વાળું ભોજન કરવાથી, ભિક્ષા લેતા પૂર્વે કે પછી ગૃહસ્થ હાથ-વાસણ આદિ ધોવે તે રીતે લેવાથી, સચિત્ત એવા પાણી કે રજના સ્પર્શવાળી વસ્તુ લેવાથી, જમીન ઉપર ઢોળતા ભિક્ષા આપે તે લેવાથી, વાસણમાંનું બીજુ દ્રવ્ય ખાલી કરીને તેના વડે અપાતી ભિક્ષા લેવાથી, વિશિષ્ટ દ્રવ્યની માંગણી કરીને લેવાથી, જે “ઉદ્ગમ” - “ઉત્પાદન” , “એષણા” અપરિશુદ્ધ હોવા છતાં લે અને લઈને જે પાઠવે નહીં અથતિ વાપરે એમ કરતા લાગેલ અતિચાર રૂપ મારું દુષ્કૃત મિથ્યા. થાઓ. [19] હું પ્રતિક્રમણ કરું છું. -પણ શેનું ?) દિવસ અને રાત્રિના પહેલાં અને છેલ્લા બે પ્રહર એમ ચાર કાળ સ્વાધ્યાય ન કરવા રૂપ અતિચારોનું, દિવસની પહેલી છેલ્લી પોરિસી રૂ૫ ઉભયકાલે પાત્ર - ઉપકરણ વગેરેની પ્રતિલેખના (દ્રષ્ટિ વડે જોવું) ન કરી કે અવિધિથી કરી, સર્વથા પ્રમાર્જના ન કરી કે અવિધિએ પ્રમાર્જના કરી, તેમજ અતિક્રમ - વ્યતિક્રમ - અતિચાર - અનાચારનું સેવન કર્યું એ રીતે મેં દિવસ સંબંધિ જે અતિચાર - દોષનું સેવન કર્યું હોય તે મારું દુષ્કત મિથ્યા થાઓ. [20-21] હું પ્રતિક્રમણ કરું છું (પણ શેનું? એક-બે-ત્રણ આદિ ભેદો વડે જણાવે છે.) (અહીં મિચ્છામિ દુક્કડમ્ “અર્થાતુ તે મારું પાપ મિથ્યા થાઓ એ વાક્ય એકવિધ આદિ દરેક દોષ સાથે જોડવું) અવિરતિ રૂપ એક અસંયમથી (હવેના બધાં પો અસંયમનો વિસ્તાર જાણવો) બે બંધનથી રાગ અને દ્વેષ રૂપ બંધનથી, મન-વચન-કાયા દંડ સેવનથી, મન-વચનકાયા ગુપ્તિનું પાલન નહીં કરવાથી, માયા-નિયાણ-મિથ્યાત્વ શલ્યના સેવનથી, ઋદ્ધિરસ-શાતાના અભિમાન અથવા લોભરૂપ અશુભ ભાવથી, જ્ઞાન-દર્શન ચારિત્રની વિરાધના થકી, ક્રોધ-માન-માયા-લોભ-રૂપ ચાર કષાયના સેવનથી, આહાર-ભયમૈથુન-પરીગ્રહની ઇચ્છાથી, સ્ત્રી-દેશ-ભોજન-રાજ સંબંધિ વિકથા કરવાથી, આdરૌદ્ર ધ્યાન કરવાથી તથા ધર્મ-શુક્લ ધ્યાન ન કરવાથી [૨૨-૨૪ોકાયિકી-આધિકરણિકી-પ્રાષિક-પારિતાપનિકી-પ્રાણાતિપાતિકી, એ પાંચમાંની કોઈ ક્રિયા કે પ્રવૃત્તિ કરવાથી, શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શ એ પાંચ કામગુણોથી, પ્રાણાતિપાત-મૃષાવાદ-અદત્તાદાન-મૈથુન-પરિગ્રહ એ પાંચના વિરમણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25