Book Title: Agam Deep 40 Aavassayam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ 16 આવસ્મય-૪૨૨ એટલે નહીં અટકવાથી, ઈર્યા-ભાષા-એષણા- વસ્ત્ર પાત્ર લેવા મૂકવા - મળ મૂત્ર કફ મેલ નાકનો મેલનું નિર્જીવ ભૂમિએ પરિષ્ઠાપન નહીં કરવાથી પૃથ્વી અપૂ-ઉ-વાયુવનસ્પતિત્રસ એ છે કાયની વિરાધના કરવાથી, કૃષણ-નીલ-કાપોત વેશ્યાનું સેવન કરવાથી અને તે-પદ્ય-શુક્લ લેગ્યામાં પ્રવૃત્તિ નહીં કરવાથી - [24-26 ઈહલોક - પરલોક આદિ સાત ભય સ્થાનોને લીધે, જાતિમદ-કુળમદ આદિ આઠ મદોનું સેવન કરવાથી, વસતિ શુદ્ધિ વગેરે બ્રહ્મચર્યની નવવાડોનું પાલન નહીં કરવાથી, ક્ષમા વગેરે દશવિધ ધર્મનું પાલન ન કરવાથી, શ્રાવકની અગિયાર પ્રતિમામાં અશ્રદ્ધા કરવાથી, બાર પ્રકારની ભિક્ષુ પ્રતિમા ધારણ ન કરવાથી કે તે વિષયમાં અશ્રદ્ધા કરવાથી, અથય - અનથયિ - હિંસા આદિ તેર પ્રકારની ક્રિયાના સેવનથી, ચૌદ ભૂતગ્રામ અથતુ એકેન્દ્રિય-વિશ્લેન્દ્રિય આદિ પર્યાપ્તા - અપર્યાપ્તા ચૌદે ભેદ જે જીવો કહ્યા છે તેની અશ્રદ્ધા - વિપરીત પ્રરૂપણા કે હિંસાદ કરવાથી, પંદર પરમાધામી દેવોને વિશે અશ્રદ્ધા કરવાથી, સૂયગડાંગમાં “ગાથા' નામક અધ્યયન પયતના સોળ અધ્યયનો વિશે અશ્રદ્ધા આદિ કરવાથી, પાંચ આશ્રવથી વિરમણ આદિ સત્તર પ્રકારના સંયમનું ઉચિત પાલન નહીં કરવાથી, અઢાર પ્રકારના અબ્રહ્મના આચરણથી, જ્ઞાતાધર્મકથાના ઓગણીસ અધ્યયનને વિશે અશ્રદ્ધાદિ કરવાથી, અજયણાથી ચાલવું વગેરે વીશ અસમાધિ સ્થાન અથતું મોક્ષમાર્ગમાં સ્થિરતા કે દ્રઢતાનો અભાવ થાય તેવા આ વીશ સ્થાનોનું સેવન કરવાથી, હસ્તક્રિયા આદિ ચારિત્રને મલિન કરનારા એકવીસ શબલ દોષનું સેવન કરવાથી, સૂયગડાંગ સૂત્રના બંને શ્રુતસ્કન્ધ મળીને કુલ ત્રેવશ અધ્યયનો છે. આ ત્રેવીશ અધ્યયનો વિશે અશ્રદ્ધા આદિ કરવાથી, શ્રી ઋષભદેવ આદિ ચોવીશ તીર્થંકર પરમાત્માની વિરાધનાથી અથવા 10 ભવનપતિ, 8 વ્યંતર, 5- જ્યોતિષ્ક અને એક પ્રકારે વૈમાનિક એમ 24 દેવોના વિશે અશ્રદ્ધાદિ કરવાથી, પાંચ મહાવ્રતોના રક્ષણ માટે દરેક વ્રત વિષયક પાંચ-પાંચ ભાવના અપાયેલી છે તે 25 ભાવનાનું પાલન નહીં કરવાથી, દશા-કલ્પવ્યવહાર એ ત્રણે અલગ આગમ છે. તેમાં દાશ્રુતસ્કંધના-૧૦, કલ્પના-૬, અને વ્યવહારના-૧૦ મળી કુલ 26 અધ્યયનો થાય. તેના ઉદ્દેશ, સમુદ્દેશ - અનુજ્ઞાને વિશે વિંદન-કાયોત્સર્ગ આદિ ક્રિયા ન કરવી કે અવિધિએ કરવાથી, છ પ્રકારે વ્રત, પાંચ પ્રકારે ઈન્દ્રિય જય આદિ 27 - પ્રકારના સાધુના ગુર્મોના પાલન નહીં કરવાથી, આચાર પ્રકલ્પ અથતિ આચારો અને પ્રકલ્પ નિસીહ સૂત્ર તેમાં આયારોના 25 અધ્યયન અને નિસીહના ઉદ્ઘાતિમ-અનુદ્દઘાતિમ-આરોપણા એ ત્રણ વિષયો મળી ૨૮ને વિશે અશ્રદ્ધા આદિ કરવાથી, નિમિત્ત શાસ્ત્ર આદિ પાપના કારણ ભૂત 29 પ્રકારના શ્રત ને વિશે પ્રવૃત્તિ કરવાથી, મોહનીય કર્મ બાંધવાના ત્રીશ કારણોનું સેવન કરવાથી, સિદ્ધના એકત્રીશ ગુણોને વિશે અશ્રદ્ધા - અબહુમાન આદિ કરવાથી, મન-વચન-કાયાના પ્રશસ્ત યોગોના સંગ્રહને માટે નિમિત્ત ભૂત. આલોચના વગેરે યોગસંગ્રહના બત્રીશ ભેદો તે થકી જે અતિચાર સેવાયો હોય - [27-2 તેત્રીશ પ્રકારની આશાતના જે અહીં સૂત્રમાંજ કહેવાયેલી છે. તેના દ્વારા લાગેલ અતિચાર - અરહંત. સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય, સાધુસાધ્વીનો અવર્ણવાદકે અબહુમાન કરવાથી, શ્રાવક-શ્રાવિકાની નિંદાદિથી, દેવ-દેવી વિશે ગમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25