Book Title: Agam Deep 40 Aavassayam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ અધ્યયન-૪ તેમ બોલવાથી, આલોક-પરલોક વિશે અસતુ પ્રરૂપણાથી, કેવલી પ્રણિત શ્રુત કે ચારિત્ર ધર્મની આશાતના વડે, ઉર્ધ્વ-અધોતિછરૂપ ચૌદ રાજલોકની વિપરીત પ્રરૂપણા આદિ કરવાથી, બધાં સ્થાવ, વિકસેન્દ્રિય, સંસારી આદિ જીવોને વિશે અશ્રદ્ધાવિપરીત પ્રરૂપણા આદિ કરવાથી, કાળ-મૃત-શ્રુતદેવતા વિશે અશ્રદ્ધાદિ કરવાથી, વાચનાચાર્ય માટે અબહુમાનાદિથી, એવી 19 પ્રકારની આશાતના તથા હવે પછી શ્રતના વિશે જણાવનારા 14 પદો થકી થયેલી આશાતના તે આ પ્રમાણે–સૂત્રનો ક્રમ ન સાચવવો કે આડું અવળું બોલવું, જુદા જુદા પાઠો મેળવી મૂળ શાસ્ત્રનો ક્રમ બદલવો, અક્ષરો ઘટાડવા, વધારવા, પદ ઘટાડવા, ઉચિત વિનય ન જાળવવો, ઉદાત્ત-અનુદાત્ત આદિ દોષ ન સાચવવો, યોગ્યતા રહિતને શ્રુત ભણાવવું, કલુષિત ચિત્તે ભણવું, અકાલે સ્વાધ્યાય કરવો, સ્વાધ્યાયના કાળે સ્વાધ્યાય ન કરવો, અસઝાય કાળે સ્વાધ્યાય કર્યો, જઝાયકાળે સ્વાધ્યાય ન કરવો - આ રીતે એકથી તેત્રીશ દોષ કે અતિચાર સેવન થયું હોય તે સર્વે મારું દુષ્કત મિથ્યા થાઓ. [30] ઋષભદેવથી મહાવીરસ્વામી સુધીના ચોવીશે તીર્થંકર પરમાત્માને નમસ્કાર થાઓ. [31] આ નિગ્રંથ પ્રવચન (- જિન આગમ કે મૃત) સજ્જનોને હિતકારી, શ્રેષ્ઠ, અદ્વિતીય, પરિપૂર્ણ, ન્યાયયુક્ત, સર્વથાશુદ્ધ, શલ્યોને કાપી નાખનારું, સિદ્ધિના માગરૂપ, મોક્ષના - મુક્તાત્માઓના સ્થાનના અને સકળ કર્મક્ષયરૂપ નિવણના માગરૂપ છે. સત્ય છે, પૂજાયુક્ત છે, નાશ રહિત અર્થાત્ શાશ્વત, સર્વદુઃખો સર્વથા ક્ષીણ થયા છે જ્યાં તેવું એટલે કે મોક્ષના માર્ગ રૂપ છે. આ પ્રકારે નિર્ચન્ય પ્રવચનમાં સ્થિત જીવો, સિદ્ધિ પ્રાપ્ત કરે છે. બોધ પામે છે. ભવોપગ્રાહી કમથી મૂકાય છે. સર્વ રીતે નિવણિ પામે છે. સર્વ દુઃખોનો વિનાશ કરે છે. [32] તે ધર્મની હું શ્રદ્ધા કરું છું પ્રીતિ રૂપે સ્વીકારું છે, તે ધર્મને વધારે સેવવાની રૂચિ-અભિલાષા કરું છું. તે ધર્મની પાલના - સ્પર્શના કરું છું. અતિચારોથી રક્ષણ કરું છું. પુનઃપુનઃ રક્ષણ કરું છું. તે ધર્મની શ્રદ્ધા-પ્રીતિ-રૂચિ સ્પર્શના, પાલન અને અનુપાલન કરતો હું કેવલિકથિત ધર્મની આરાધના કરવા ઉદ્યત થયો છું અને વિરાધનાથી અટકેલો છું (તના જ માટે) પ્રાણાતિપાત રૂપી અસંયમન - અબ્રહ્મનો - અકૃત્યનો - અજ્ઞાનનો - અક્રિયાનો - મિથ્યાત્વનો - અબોધિનો અને અમાર્ગનો જાણી-સમજીને હું ત્યાગ કરું છું અને સંયમ-બ્રહ્મચર્ય - કલ્પ-જ્ઞાન-ક્રિયા-સમ્યકત્વ-બોધિ અને માર્ગનો સ્વીકાર કરું છું. [33] (સર્વ દોષોની શુદ્ધિ માટે આગળ કહે છે કે, જે કંઈ થોડું મને સ્મૃતિમાં છે, છદ્મસ્થપણાથી સ્મૃતિમાં નથી, જાણ વસ્તુનું પ્રતિક્રમણ કર્યું અને સૂક્ષ્મનું પ્રતિક્રમણ ન કર્યું એ પ્રમાણે જે અતિચાર લાગ્યો હોય તે સર્વ દિવસ સંબંધિ અતિચારોનું હું પ્રતિક્રમણ કરું છું. આ પ્રમાણે અશુભપ્રવૃત્તિનો ત્યાગ કરીને હું તપ-સંયમ રત સાધુ છું. સમસ્ત પ્રકારે જયણાવાળો છું, પાપથી વિરમેલો છું, વર્તમાનમાં પણ કરણીરૂપે પાપકર્મોનો પચ્ચકખાણપૂર્વક ત્યાગ કર્યો છે. નિયાણા રહિત થયો છું, સમ્યગુદર્શનવાળો થયો છું અને માયા મૃષાવાદથી રહિત થયો છું. [34] અઢીદ્વીપમાં અથતુ બે દીપ-બે સમુદ્ર અને અર્ધપુષ્પરાવર્તદ્વીપને વિશે જે પ-ભરત, પ-ઐરાવત પ-મહાવિદેહ રૂપ 15 કર્મભૂમિમાં જે કોઈ સાધુઓ રજોહરણ, ટી - શયો છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25