Book Title: Agam Deep 40 Aavassayam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 18
________________ 18 આવસયં-૪૩પ ગુચ્છા તથા પાત્ર આદિને ધારણ કરનારા, પાંચ મહાવ્રતમાં પરિણામની વધતી ધારાવાળા, અઢાર હજાર શિલાંગને ધારણ કરનારા, અતિચારથી જેનું સ્વરૂપ દૂષિત થયેલ નથી તેવા નિર્મળ ચારિત્રવાળા તે સર્વને મસ્તકથી અંતઃકરણથી મસ્તક નમાવવા પૂર્વક વંદન કરું છું. [35] સર્વ જીવોને હું નમાવું છું. સર્વે જીવો મને ક્ષમા કરી સવજીવને સાથે મારે મૈત્રી છે. મારે કોઈની સાથે વૈર નથી. [36] એ પ્રમાણે મેં અતિચાર આલોચના કરી છે, આત્મ સાથીએ તે પાપ પર્યાયનીનિંદા-ગઈ કરી છે, એ પાપ પ્રવૃત્તિની દુર્ગછા કરી છે, આ રીતે કરેલા થયેલા પાપ વ્યાપારને સમ્યફ-મન-વચન-કાયાથી પ્રતિક્રમતો હું ચોવિશે જિનવરોને વંદું છું. | ચોથાઅધ્યયનની મુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૫-કાયોત્સર્ગ) [37] “કરેમિ ભંતે' -પૂર્વ સૂત્રઃ 2 માં જણાવ્યા મુજબ અર્થ જાણવો. [38] હું કાયોત્સર્ગમાં સ્થિર થવાને ઇચ્છું છું. જે મેં દિવસ સંબંધિ કોઈ અતિચારનું સેવન કરેલ હોય. (આ. અતિચાર સેવન કઈ રીતે?... જુઓ સૂત્રઃ 15) [39] તે (ઇયપથિકી વિરાધનાના પરિણામે ઉત્પન્ન થયેલ) પાપકર્મોના સંપૂર્ણ નાશ કરવા માટે પ્રાયશ્ચિત્ત કરવા વડે, વિશુદ્ધિ કરવા વડે, શલ્ય રહિત કરવા વડે અને તદ્ રૂપ ઉત્તરક્રિયા કરવા માટે અર્થાત્ આલોચના પ્રતિક્રમણ આદિ થકી પુનઃ સંસ્કરણ કરવા માટે હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું. 1 “અન્નત્થ” સિવાયકે (આ પદથી કાયોત્સર્ગની સ્થિરતા વિષયક અપવાદોને જણાવે છે. તે આ પ્રમાણે.) શ્વાસ લેવાથી, શ્વાસ મૂકવાથી, ઉધરસ આવવાથી, છીંક આવવાથી, બગાસું આવવાથી, ઓડકાર આવવાથી, વાછૂટ થવાથી, વાય આવવાથી, પિત્તને લીધે મૂછ આવવાથી, શરીરનું સૂક્ષ્મ રીતે ફૂરણા થવાથી, શરીરમાં કફ વગેરેનો સૂક્ષ્મ સંચાર થવાથી, સ્થિર રાખેલી દ્રષ્ટી સૂક્ષ્મ રીતે ફરકી જવાથી, તથા અગ્નિ સ્પર્શ, શરીર છેદન આદિ અન્ય કારણોસર જે કાય પ્રવૃત્તિ થાય તેના વડે મારા કાયોત્સર્ગનો ભંગ ન થાઓ કે વિરાધિત ન થાઓ.... જ્યાં સુધી “નમો અરિહંતાણે” અર્થાતુ અરિહંત પરમાત્માને નમસ્કાર કરીને હું કાયોત્સર્ગ પારું નહીં (પુરો કરું નહીં) ત્યાં સુધી સ્થાન વડે સ્થિર થઈને, “મૌન' વાણી વડે સ્થિર થઈને, “ધ્યાન- મન વડે સ્થિર થઈને મારી કાયાને વોસિરાવું છું. (મારા બહિરાત્માનો કે દેહભાવનો ત્યાગ કરું છું.) f40-46] લોગસ્સ ઉજ્જો અગરે’ - આ સાત ગાથાનો અર્થ પૂર્વ સૂત્ર 3 થી 9 અનુસાર જાણવો. [47] લોકમાં રહેલ સર્વ અહંતુ ચેત્યોનું અથાત્ અર્હત્ પ્રતિમાઓનું આલંબન લઈને કે તેનું આરાધન કરવા વડે કરીને હું કાયોત્સર્ગ કરું છું. વધતી જતી - શ્રદ્ધા, બુદ્ધિ, ધૃતિ કે સ્થિરતા, ધારણા કે સ્મૃતિ અને તત્ત્વ ચિંતન પૂર્વક. વંદનની - પૂજનની - સત્કારની-સન્માનની-બોધિલાભની અને મોક્ષની ભાવના કે હેતુથી હું કાયોત્સર્ગમાં સ્થિર થાઉં છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25