Book Title: Agam Deep 40 Aavassayam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 12
________________ 12 માવાસ- 12 - સર્વ પ્રાણીના હિતને માટે પ્રવર્તે તે મંગલ. એવા દ્રવ્ય અને ભાવ લૌકિક અને લોકોત્તર આદિ સર્વ પ્રકારના મંગલોને વિશે સર્વોત્તમ કે ઉત્કૃષ્ટ મંગલ છે. [ર હે ભગવંત! હે પૂજ્ય !) હું (આપની સાક્ષીએ) સામાયિકનો સ્વીકાર કરું છું અથતિ સમભાવની સાધના કરું છું. જીવું ત્યાં સુધી સર્વ સાવદ્ય -પાપ) યોગોનું પ્રત્યાખ્યાન કરું છું. અથતુ મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિઓ ન કરવાનો નિયમ કરું છું. (ાવજજીવને માટે) મનથી, વચનથી, કાયાથી (એ રીતે ત્રણે યોગથી. તે પાપ વ્યાપાર) હું પોતે કરું નહીં, બીજા પાસે કરાવું નહીં કોઈ કરે તેની અનુમોદના ન કરું. ' હે ભગવંત પૂજ્ય) હું તે પાપનું મેં સેવેલ અશુભ પ્રવૃત્તિનું પ્રતિક્રમણ કરું છું (અથતુિ તેનાથી નિવૃત્ત થાઉં છું.) મારા આત્માની સાક્ષીએ નિંદા કરું છું. (અથવું તે અશુભ પ્રવૃત્તિ ને હું ખોટી ગણું છું અને આપની સમક્ષ “એ પાપ છે.’ એ વાતનો એકરાર કરું છું. ગહ કરું છું. (વળી તે પાપ અશુભ પ્રવૃત્તિ કરનારા મારા ભૂતકાલિન પયિ રૂ૫) આત્માને વોસિરાવું છું. સર્વથા ત્યાગ કરું છું. (અહીં પડિક્કમામિ’ આદિ શબ્દોથી ભૂતકાળના, “કરેમિ' શબ્દથી વર્તમાનકાળના અને પચ્ચક્ઝામિ' શબ્દથી ભવિષ્યકાળના એમ ત્રણે કાળના પાપ વ્યાપારનો ત્યાગ થાય છે.) પહેલા અધ્યયનનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (અધ્યયનઃ ૨-ચતુર્વિશતિસ્તવ) [3] લોકમાં ઉદ્યોત કરનારા (- ચૌદ રાજલોકમાં રહેલી સર્વ વસ્તુઓનું સ્વરૂપ યથાર્થ રીતે પ્રકાશનારા, ધર્મરૂપી તીર્થને પ્રવતવનારા, રાગદેશને જીતનારા, કેવલી, ચોવીસ તીર્થંકરોનો અને અન્ય તીર્થકરોનું હું કીર્તન કરીશ. [4] ઋષભ અને અજીતને, સંભવ અભિનંદન અને સુમિતને, પદ્મપ્રભૂ સુપાર્શ્વ (તથા) ચંદ્રપ્રભુ એ સર્વે જિનને હું વંદન કરું છું. [ [5] સુવિધિ અથવા પુષ્પદંતને, શીતલ શ્રેયાંસ અને વાસુપૂજ્યને, વિમલ અને અનંત (તથા) ધર્મ અને શાંતિજિનને હું વંદન કરું છું. | [] કુંથુ - અર અને મલ્લિ, મુનિસુવ્રત અને નમિને, અરિષ્ટનેમિ પાર્શ્વ તથા વર્ધમાન (એ સર્વે) જિનને હું વંદન કરું છું. (આ રીતે 4-5-6 ત્રણ ગાથા થકી ઋષભ આદિ ચોવીસે જિનની વંદના કરાઈ છે.) 7] એવી રીતે માર વડે સ્તવાયેલા કર્મરૂપી કચરાથી મુક્ત અને વિશેષ રીતે જેના જન્મ મરણ નાશ પામ્યા છે અર્થાતું ફરી અવતાર નહીં લેનારા ચોવીસ તથા અન્ય જિનવર-તીર્થકરી મારા ઉપર પ્રસન્ન થાઓ. [8] જે (તીર્થકરો) લોકો વડે સ્તવના કરાયેલા, વંદન કરાયેલા અને પૂજાયેલા છે. લોકોમાં ઉત્તમસિદ્ધ છે. તેઓ મને આરોગ્ય (રોગ ન હોય તેવી સ્થિતિ), બોધિ (જ્ઞાનદર્શન અને ચારિત્રનું બોધ) સર્વોત્કૃષ્ટ સમાધિ આપો. [9] ચંદ્ર કરતા વધુ નિર્મળ, સૂર્ય કરતા વધારે પ્રકાશ કરનારા તથા સ્વયંભૂરમણ સમુદ્ર કરતા વધારે ગંભીર એવા સિદ્ધો (ભગવંતો.) મને સિદ્ધિ (મોક્ષ) આપો. | બીજા અધ્યયનની મુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25