Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ અધ્યયન-૧, 227 જીવતો હોય તો જ્યાં હોય ત્યાં જઈને વિનયથી ખમાવે, મૃત્યુ પામેલા હોય તો સાધુ સાક્ષીએ ખમાવે. [3-65) એ પ્રમાણે ત્રણ ભુવનને પણ ભાવથી ક્ષામણા કરીને મન-વચનકાયાના યોગથી શુદ્ધ થયેલો તે નિશ્ચયપૂર્વક આ પ્રમાણે ઘોષણા કરે. “હું સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો મને ક્ષમા આપો. સર્વ જીવો સાથે મારે મૈત્રી ભાવ છે. કોઈપણ જીવની સાથે મારે વૈરભાવ નથી.. ભવોભવમાં દરેક જીવના સંબંધમાં આવેલો હું મનવચન-કાયાથી સર્વભાવથી સર્વ પ્રકારે સવને ખમાવું છું. [ આ પ્રમાણે ક્ષમાપના ઘોષણા કરીને ચૈતયવંદના કરે, સાઘુઓની સાક્ષીપૂર્વક ગુરુની પણ વિધિપૂર્વક ક્ષમાયાચના કરે. 6i7-68] સમ્યક પ્રકારે ગુરુભગવંતને ખમાવીને પોતાની શકિત અનુસાર જ્ઞાનનો મહિમા કરે. ફરી પણ વંદન વિધિ સહિત વંદન કરે. પરમાર્થ, તત્ત્વભૂત અને સારરૂપ આ શલ્યોદ્ધરણ કઈ રીતે કરવું તે ગુરૂ મુખેથી સાંભળે. સાંભળીને તે પ્રમાણે આલોચના કરે, કે જેથી આલોચના કરતા કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. [9-70] આવા સુંદર ભાવમાં રહેલા હોય અને નિઃશલ્ય આલોચના કરેલી હોય જે થી આલોચના કરતા કરતા ત્યાંજ કેવળજ્ઞાન ઉત્પન્ન થાય. હે ગૌતમ! એવા કેટલાક મહાસત્ત્વશાળી મહાપુરુષોના નામો જણાવીએ છીએ કે જેઓએ ભાવથી આલોચના કરતા કરતા કેવળજ્ઞાન ઉત્પન કર્યું. [71-75] હા હા મેં દુષ્ટ કાર્ય કર્યું. હા હા મેં દુષ્ટ વિચાર્યું. હા હા મેં ખોટી અનુમોદના કરી.. એ રીતે સંવેગથી અને ભાવથી આલોચના કરનાર કેવળજ્ઞાન મેળવે. ઈસમિતિ પૂર્વક પગ સ્થાપના કરતા કેવલી થાય, મુહપતિ પ્રતિલેખનથી કેવલી થાય, સમ્યક પ્રકારે પ્રાયશ્ચિતું ગ્રહણ કરતા કેવળી થાય, મહાવૈરાગ્યથી કેવલી થાય, આલોચના કરતા કેવલી થાય, “હા-હા હું પાપી છું” એમ વિચારતા કેવલી થાય.“હા હા મેં ઉન્મત્ત બની ઉન્માર્ગની. પ્રરૂપણા કરી એમ પશ્ચાતાપ કરતા કેવલી થાય. અણાગારપણામાં કેવલી થાય, “સાવદ્ય યોગ સેવીશ નહીં”- એ રીતે અખંડિતશીલ પાલનથી કેવલી થાય. સર્વ પ્રકારે શીલનું રક્ષણ કરતા, કોડી-કરોડ પ્રકારે પ્રાયશ્ચિત કરતાં પણ કેવલી થાય. [76-78] શરીરની મલિનતા સાફસૂફ કરવારૂપ નિપ્પતિકર્મ કરતા, નહીં ખંજવાળતા, આંખનું મટકું ન મારતા કેવલી થાય, બે પ્રહર સુધી એકપડખે રહીને, મૌનવ્રત ધારણ કરીને પણ કેવલી થાય, “સાધુપણું પાળવા હું સમર્થ નથી તેથી અનશનમાં રહું તેમ કરતા કેવલી થાય, નવકાર ગણતાં કેવલી થાય, “હું ધન્ય છું કે આવું શાસન પામ્યો છું. સંપૂર્ણ સામગ્રી પામવા છતાં પણ હું કેવલી કેમ ન થયો?” એવી ભાવનાથી કેવલી થાય, [79-80] (જયાં સુધી દઢપ્રહારીની માફક લોકો મને પાપ-શલ્ય વાળો કહે ત્યાં સુધી કાઉસ્સગ્ય પારીશ નહીં એ રીતે કેવલી થાય, ચલાયમાન કાષ્ઠ -લાકડાં ઉપર પગ આવતા વિચારે કે અરે રે ! અજયણા થશે, જીવ-વિરાધના થશે એવી ભાવનાથી. કેવલી થાય, શુદ્ધ પક્ષમાં પ્રાયશ્ચિત કરું એમ કહેતા કેવલી થાય. “આપણું જીવન ચંચળ છે " આ મનુષ્યપણું અનિત્ય અને ક્ષણવિનાશી છે” એ ભાવથી કેવલી થાય. [81-83] આલોચના, નિંદ, વંદના, ઘોર અને દુષ્કર પ્રાયશ્ચિત સેવન, લાખો ઉપસર્ગસહન કરતાં, કેવલી થાય. (ચંદનબાલાનો હાથ ખસેડતા જેમ કેવલજ્ઞાન થયું. તેમ ) હાથ ખસેડતાં, નિવાસસ્થાન કરતાં, અર્ધકવલ અથતુ કુરગડમુનિની જેમ ખાતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 181