Book Title: Agam Deep 21 Puffiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ અધ્યયન-૭, 291 તાપવડે જાણે અગારાથી પક્ત થયેલ હોય અને કંદુ નામના ભાજનવિશેષવડે પક્વ થયેલ હોય એવા પોતાના શરીરને કરતા વિચરે છે. તેમાં જે તે દિશાપ્રોક્ષિત તાપસો છે, તેમની પાસે દિશા પ્રોક્ષિતપણે દીક્ષા લઉં, તે દિક્ષાને પામીને હું આ આવા પ્રકારના અભિગ્રહને ગ્રહણ કરીશ- મારે જાવ જીત પર્યત આંતરા રહિત છઠ્ઠ છવડે દિશાચક્ર વાલ નામનું તપકર્મ કરી બે હાથને ઉંચા રાખી રાખીને સૂર્યની સન્મુખ મુખ રાખીને આતાપના લેવાની ભૂમિમાં આતાપતા લેવા પૂર્વક વિચરવું-રહેવું કહ્યું. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે વાવતું સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે ધણા લોઢાના કડાહ વિગેરે ઉપગરણ યાવતુ ગ્રહણ કરી દિશા પ્રોક્ષિત તાપસપણે પ્રવ્રજ્યા ગ્રહણ કરી. પ્રવ્રજ્યાને પામીને આ આવા પ્રકારના અભિ ગ્રહને વાવતું ગ્રહણ કરીને પ્રથમ છતપને અંગીકાર કરી વિચારવા લાગ્યો. ત્યારપછી. તે સૌમિલ બ્રાહ્મણ ઋષિ પહેલા છ ઉપવાસને પારણે આતાપનાની ભૂમિથી ઉતર્યો. ઉતરીને વલ્કલના વસ્ત્ર પહેરી જ્યાં પોતાની ઝૂંપડી હતી ત્યાં આવ્યો. આવીને તેણે વાંસની કાવડ ગ્રહણ કરી. ગ્રહણ કરીને પૂર્વ દિશાનું પ્રોક્ષણ કર્યું. તે પૂર્વ દિશામાં સોમ નામનો મહારાજા છે. તે પ્રસ્થાનને માર્ગે ચાલેલા સોમિલ બ્રાહ્મણ ઋષિનું રક્ષણ કરો.' એમ તેણે વારંવાર પ્રાર્થના કરી. તથા ત્યાં પૂર્વ દિશામાં જે કંદ, મૂળ, છાલ, પર્ણ, બીજ અને હરિતણ હોય તે લેવાની આજ્ઞા આપો.' એમ કહીને તે પૂર્વ દિશામાં ચાલ્યો. ત્યાં જે કંદ વિગેરે વાવતું હરિતતૃણ હતાં તે ગ્રહણ કર્યો. તેના વડે તે વાંસની કાવડ ભરી. ભરીને ડાભ, કુશ, પત્રાભોડ, સમિધ અને કાષ્ઠ પ્રહણ કર્યા. ગ્રહણ કરીને જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં આવ્યો. આવીને વાંસની કાવડ સ્થાપન કરી સ્થાપન કરીને વેદિકા બનાવી. બનાવીને તેને છાણ વડે લીંપી ઉપર સંભાર્જન કર્યું. કરીને હાથમાં દર્ભ અને કળશીયો લીધા અને જ્યાં ગંગા મહાનદી હતી ત્યાં ગયો. જઈને ગંગા મહાનદીમાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને જલમજ્જન કર્યું. કરીને જલક્રીડા કરી, કરીને જલાભિષેક કર્યો. કરીને આચમન કર્યું, ચોખ્ખો થયો, અત્યંત પવિત્ર થયો. પછી દેવ અને પિતૃનું કાર્ય કર્યું. પછી દર્ભ અને કળશયો હાથમાં રાખી ગંગા મહાનથી બહાર નીકળ્યો. બહાર નીકળીને જ્યાં પોતાની ઝુંપડી હતી ત્યાં પાછો આવ્યો. આવીને દર્ભ કશ અને માટીવડે વેદિકા કરી, કરીને સરક કર્યું, કરીને અરણી કરી. કરીને સરકવડે અરણીનું મથન કર્યું, મથન કરીને અગ્નિ પાડ્યો. પાડીને અગ્નિને પ્રદીપ્ત કર્યો, પ્રદીપ્ત કરીને તેમાં સમિધનાં લાકડાં નાંખ્યાં, નાંખીને અગ્નને દેદીપ્યમાન કર્યો, દેદીપ્યમાન કરીને-“અગ્નિની જમણી બાજુએ સાત અંગને સ્થાપના કરી.” તે સાત અંગ આ પ્રમાણે સિકથ૧,વલ્કલર,સ્થાન૩,શય્યાભાંડ ૪,કમંડલ ,દંડદાર અને આત્મા 7. પિછી મધ, ઘી અને ચોખા વડે અગ્નિમાં હોમ કર્યો અને ચરુ સાધ્યો. સાધીને તે બલિવડે વિશ્વદેવ કર્યો. કરીને અતિથિની ભાજનાદિકવડે પૂજા કરી. કરીને ત્યારપછી પોતે આહાર કર્યો. ત્યારપછી તે સોમિલ મહાઋષિ બીજા છઠ ઉપવાસને પારણે તે જ સર્વ ઉપર પ્રમાણે કહેવું યાવતુ આહારને કરે. વિશેષમાં આ પ્રમાણે ફેરફાર જાણવો. -દક્ષિણ દિશામાં યમ નામે મહારાજા છે તે પરલોક સાધવાના માર્ગમાં ચાલેલા સોમિલ મહર્ષિનું રક્ષણ કરો. એમ કહીને ત્યાં જે કંદ વિગેરે હોય તે લેવાની અનુજ્ઞા આપો એમ કહીને તે દક્ષિણ દિશામાં ચાલ્યો. એ જ પ્રમાણે પશ્ચિમ દિશામાં વરુણ નામે મહારાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27