Book Title: Agam Deep 21 Puffiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 19
________________ શ્રુતસ્કંધ-૧, અધ્યયન-૧ 295 કરતો હતો. તે નગરથી કાંઈક દૂર દક્ષિણ અને પૂર્વ દિશાની વચ્ચે વિજ્યવર્ધમાન નામનું એક ખેટ હતું તે ઋદ્ધિ સમૃદ્ધિ આદિથી પરિપૂર્ણ હતું. તે વિજ્ય વર્ધમાન પેટની અધીન તામાં પાંચસો ગામો હતાં. તેમાં “એકાદિ નામનો એક રાષ્ટ્રકૂટ-પ્રતિનિધિ - હતો, કે જે મહાઅધમ અને દુષ્પત્યાનન્દી -પરમ અસત્તાપી, સાધુજન વિદ્વેષી અથવા દુષ્કૃત કરવામાંજ સદા આનન્દ માનવા વાળો હતો. તે એકાદિ વિજ્યવર્ધમાન પેટના પાંચસો ગામોનું આધિપત્ય, શાસન અને પાલન કરતો થકો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી તે એકાદિ નામનો રાષ્ટ્રકૂટ વિજયવર્ધમાન પેટના પાંચસો ગામોને. કરમહેસૂલોથી, કર-સમૂહોથી, ખેડૂત આદિનો આપેલા ધાન્ય આદિના દ્વિગુણ આદિને ગ્રહણ કરવાથી, અધિક વ્યાજથી, લાંચથી તિરસ્કાર કરીને હત્યા આદિનો અપરાધ લગાવી ગ્રામજનો પાસેથી ધન લેવાથી, ધન માટે કોઈને ય આપવાથી, ચોરો આદિના પોષણથી, ગામ આદિને બાળવાથી અને પથિકોનો ઘાત કરવાથી, લોકોને પોતા ના આચારથી ભ્રષ્ટ કરતો તથા જનતાને દુઃખિત, તિરસ્કૃત, તાડિત અને નિર્ધન કરતો જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી રાષ્ટ્રકૂટ એકાદિ વિજયવર્ધમાન પેટના અનેક રાજા, માંડલિક, ઈશ્વર, યુવરાજ, તલવર, રાજાના કૃપાપાત્ર અથવા જેઓએ રાજા તરફથી ઉચ્ચ આસન પ્રાપ્ત કર્યું હોય એવા નાગરિક લોકો તથા માંડલિક - મંડલના અધિપતિઓ, કૌટુમ્બિક-કુટુમ્બોના સ્વામી, શ્રેષ્ઠી અને સાર્થવાહ - સાર્થ નાયક તથા અન્ય અનેક ગ્રામીણ પુરુષોના કાર્યોમાં, કાર ણોમાં, ગુપ્ત મંત્રણાઓ, નિશ્ચયો અને વિવાહ સમ્બન્ધી નિર્ણયો અથવા વ્યાવહારિક વાતોમાં સાંભળતો થકો પણ એમ કહે છે કે મેં સાંભળ્યું નથી, જોયું નથી. હું બોલ્યો નથી, મેં ગ્રહણ કર્યું નથી અને મેં જાણ્યું નથી અને તેથી વિપરીત નહિ જોયેલો, નહિ બોલેલા, નહિ ગ્રહણ કરેલા અને નહિ જાણેલા વિષયોના સમ્બન્ધમાં કહે છે કે - મેં જોયું છે ઈત્યાદિ આ પ્રકારના વંચનામય વ્યવહારને તેણે પોતાનું કર્તવ્ય સમજી લીધું હતું. માયાચાર કરવો તે જ તેના જીવનનું પ્રધાન કાર્ય હતું અને પ્રજાને વ્યાકુળ કરવી તે જ તેનું વિજ્ઞાન હતું. તદુપરાન્ત તેના મતમાં મનનું ધાર્યું કરવું એજ એક સર્વોત્તમ આચરણ હતું. તે એકાદિ રાષ્ટ્રકૂટ કલુષ-દુઃખના હેતુભૂત અત્યન્ત મલીન પાપકર્મોનું, ઉપાર્જ ન કરતો થકી જીવન વ્યતીત કરી રહ્યો હતો. ત્યાર પછી કોઇ વખતે તેના શરીરમાં એક સાથે સોળ પ્રકારનાં રોગાતક - [8] શ્વાસ, કાસ, જવર, દાહ, કુક્ષિશૂળ, ભગન્દર, અર્શ, અજીર્ણ, દષ્ટિશૂળ, મસ્તકશૂળ, અરુચિ, અક્ષિવેદના, કર્ણવેદના, કુંડ-ખુજલી ઉદરરોગ અને કુષ્ઠરોગ.. તે એકાદિ રાષ્ટ્રકુટ સોળ રોગાતકોથી અત્યન્ત દુખી થઈ કૌટુમ્બિક પુરષો - સેવકોને બોલાવે છે, બોલાવીને તેને એમ કહે છે કે - હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને વિજયવર્ધમાન પેટના શૃંગાટક આદિમાગ પર જઈને ઘણા ઉંચા - સ્વરથી આ રીતે ધોષણા કરો કે - હે મહાનુભાવો ! એકાદિ રાષ્ટ્રકૂટના શરીરમાં 16 ભયંકર રોગો ઉત્પન્ન થયા છે, જે કોઈ વૈદ્ય, વૈદ્યપુત્ર, જ્ઞાયક અથવા જ્ઞાયકપુત્ર ચિકિત્સક યા ચિકિત્સકપુત્ર કોઈ એક રોગાતકને પણ ઉપશાન્ત કરશે તેને એકાદિ રાષ્ટ્રકૂટ ઘણું ધન આપશે. - ત્યાર પછી વિજયવર્ધમાન પેટમાં આવા પ્રકારની ઉધોષણા સાંભળીને અનેક વિદ્ય આદિ. હાથમાં શસ્ત્રોની પેટીઓ લઈને પોતપોતાના ઘરોમાંથી નીકળી પડે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27