________________ 294 પુફિયાણું - 37 પાસે તેં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત એમ બાર પ્રકારનો શ્રાવક ધર્મ અંગીકાર કર્યો હતો. ત્યારપછી એકદા કોઈ વખત તેવા પ્રકારના સાધુ સમાગમના અભાવે સમ્ય ત્વની હાનિ થવાથી તે મધ્યરાત્રિને સમયે કુટુંબની ચિંતા કરતાં તને આંબા વિગેરે રોપવાનો વિચાર થયો.” વિગેરે પૂર્વે તેની ચિંતવેલી સર્વ હકિકત દેવે કહી. આપી, યાવતું જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતો ત્યાં તું આવ્યો. આવીને વાંસની કાવડ મૂકી. યાવતુ તું મૌન પણે રહ્યો. ઈત્યાદિ કહીને પછી ફરીથી દેવે તેને કહ્યું કે - “ત્યાર પછી મધ્યરાત્રીને સમયે હું તારી પાસે પ્રગટ થયો અને બોલ્યો કે અહો ! સોમિલ ! તારી ધ્વજ્યા દુષ્ટ છે.” આ પ્રમાણે દેવે પોતાનું કહેલું વચન કહી આપ્યું. યાવતુ પાંચમે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં શ્રેષ્ઠ વર વૃક્ષ હતો ત્યાં તું આવ્યો, વાંસની કાવડ મૂકી, વેદીકા રચી, છાણનું લીપન કર્યું પ્રમાર્જન કર્યું, કરીને કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધ્યું. બાંધીને મૌનપણે રહ્યો હતો. આ પ્રમાણે નિક્ષે હે દેવાનુપ્રિય! સોમિલ ! તારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે. ત્યારપછી તે સોમિલે તે દેવને આ પ્રમાણે કહ્યું કે - હે દેવાનુપ્રિય!કેવી રીતે મારી સારી પ્રવ્રજ્યા થાય? જો તું હે દેવાનુપ્રિય! હમણાં પૂર્વે અંગીકાર કરેલા પાંચ અણુવ્રતોને પોતે જ સ્વીકાર કરીને વિચરે, તો હમણાં તારી સારી પ્રવ્રજ્યા થાય.” આ પ્રમાણે કહીને તે દેવે સોમિલને વંદના કરી, નમસ્કાર કર્યો. વાંદી નમસ્કાર કરી જે દિશામાં પ્રગટ થયો હતો યાવતુ તે જ દિશામાં પાછો ગયો, ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષેિ તે દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે પૂર્વે અંગીકાર કરેલાં પાંચ અણુવ્રતોને પોતાની મેળે સ્વીકાર કરીને વિચારવા લાગ્યો. ત્યારપછી તે સોમિલે ઘણા ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ થાવ, માસક્ષપણ અર્ધમાસક્ષપણ વિગેરે વિચિત્ર પ્રકારના તપને ધારણ કરવાવડે આત્માને ભાવતા સતા ઘણા વર્ષો સુધી શ્રાવકના પયિનું સેવન કર્યું. સેવન કરીને અધમાસની સંલેખનાએ કરીને આત્માનું શોષણ કર્યું. શોષણ કરીને ત્રીસ ભક્ત ને અનશનવડે છેધા. છેદીને તે મિથ્યાત્વાના સ્થાનની આલોચના અને પ્રતિક્રમણ કર્યા વિના વિરાધ્યું છે સમકિત જેણે એવો તે કાળ કરીને શુક્રાવતંક નામના વિમાનમાં ઉપપાત સભામાં રહેલી દેવશધ્યાને વિષે યાવતુ અવગાહનાએ કરીને શુક્ર નામના મહાગ્રહપણે એટલે દેવપણે ઉત્પન્ન થયો. યાવતુ ભાષા અને મન પતિએ કરીને પર્યાપ્ત થયો. આ પ્રમાણે નિશે હે ગૌતમ! શુક્ર નામના મહાગ્રહે તેવી દિવ્ય સમૃદ્ધિ યાવતું પ્રાપ્ત કરી છે. તેની એક પલ્યોપમની સ્થિતિ છે. હે ભગવાન! તે શુક્ર મહાગ્રહ તે દેવલોકથી આયુષ્યને ક્ષયે ચ્યવીને ક્યાં જશે? હે ગૌતમ ! ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં મનુષ્યપણે ઉત્પન્ન થઈ દીક્ષા ગ્રહણ કરી સિદ્ધિપદને પામશે. આ પ્રમાણે નિશે હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ત્રીજા અધ્યયનનો નિક્ષેપ કહ્યો છે. અધ્યયન-૩-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-૪-બહુપુત્રિકા) [8] તે કાલે તે સમયે રાગૃહ નામે નગર હતું, તે નગરની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું, તે નગરમાં શ્રેણીક નામે રાજા હતા. એકદા તે ચૈત્યમાં શ્રી મહાવીર સ્વામી સમવસર્યા. તેમને વાંચવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાલે તે સમયે બહુપુત્રિકા નામની દેવી સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં બહુપુત્રિક નામના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org