Book Title: Agam Deep 21 Puffiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 16
________________ ૨૯ર પુક્યિા - 3/5 છે, યાવતુ પશ્ચિમ દિશામાં ચાલ્યો. ઉત્તર દિશામાં વૈશ્રમણ મહા રાજા છે, યાવતુ ઉત્તર દિશામાં ચાલ્યો. એ રીતે પૂર્વ દિશાના આલાવાવડે ચારે દિશાઓ કહેવી, વાવતુ તે આહાર કરતો હતો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણ ઋષિ એકદા કદા ચિત્ મધ્ય રાત્રિએ અનિત્ય ભાવનાએ જાગતો હતો, તે વખતે તેને આ આવા પ્રકારનો આધ્યાત્મિક યાવતુ વિચાર ઉત્પન્ન થયો. આ પ્રમાણે નિત્યે હું વાણારસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ ઋષિ અત્યંત પવિત્ર એવા બ્રાહ્મણ કુળમાં ઉત્પન્ન થયો છું. તેથી મેં તો આશય છે, થાવતુ ચૂપ રોપ્યા છે. ત્યારપછી મેં વાણારસી નગરીની બહાર લાવતુ પુષ્પના આરામ વિગેરે વાવતુ રોપ્યા છે. ત્યારપછી મેં ધણા લોઢાની કડાઈ વિગેરે યાવતું ઘડાવીને યાવતું મોટા પુત્રને મારા પદ ઉપર સ્થાપન કરી યાવતુ મોટા પુત્રની રજા લઈ ધણા લોઢાની કડાઈ વિગેરે વાવતું ગ્રહણ કરી મુંડ થઈ ચાવતુ પ્રવ્રુજિત થયો તો હું છટ્ઠ છઠ્ઠનો તપ કરી થાવતુ વિચરું છું. તે કારણ માટે મારે હવે આ પ્રમાણે કરવું શ્રેયકારક છે કે-કાલે પ્રાતઃકાલે વાવતું સૂર્ય દેદીપ્યમાન થાય ત્યારે ઘણા જોયેલા તથા વાતચીતના પ્રસંગમાં આવેલા તાપસોને તથા પૂર્વના સંબંધવાળા તથા પછીના સંબંધવાળા એ સર્વને પૂછીને એટલે તેમની રજા લઈને તથા આશ્રમના આશ્રયે રહેલા ધણા સેંકડો મૃગાદિક સત્વોનું સન્માન કરીને એટલે તેમની સાથે વચન વડે વાત કરીને વલ્કલ વસ્ત્રને પહેરીને વાંસની કાવડ તથા ભંડોપગરણને ગ્રહણ કરીને કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર તરફ મુખ રાખીને મહાપ્રસ્થાનમાર્ગે મારે ચાલવું યોગ્ય છે. એમ તેણે વિચાર કર્યો. વિચાર કિરીને કાલે એટલે બીજે દિવસે પ્રાત:કાલે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે ઘણાં જોયેલા તથા વાતચીતના પ્રસંગમાં આવેલા તાપસોને તથા પૂર્વે સંબંધમાં આવેલા વિગેરે સર્વને પૂછી યથાવતુ કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધ્યું. બાંધીને આ આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો કે હું જે ઠેકાણે એટલે કે જલને વિષે સ્થળને વિષે. દર્શન વિષે. નિમ્ન પ્રદેશને વિષે, પર્વત ઉપર, વિષમ સ્થાનમાં, ખાડામાં કે દરીમાં જે કોઈ પણ ઠેકાણે અલનાં પામું અથવા પડી જાઉં, તો પણ મારે ત્યાંથી ઉભા થવું કહ્યું નહીં. આ પ્રમાણે કહીને તેણે આવા પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો. પછી ઉત્તર દિશામાં ઉત્તર તરફ મુખ રાખી પ્રસ્થાન માર્ગે ચાલ્યો એવો તે સોમિલ બ્રાહ્મણ ષેિ પૂવપરાલને સમયે જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યો. તે શ્રેષ્ઠ અશોક વૃક્ષની નીચે વાંસની કાવડ સ્થાન કરી. સ્થાપન કરીને વેદિકા રચી. રચીને તેને છાણથી લીંપી જળવડે સંમાર્જન કર્યું. કરીને દર્ભ અને કળશ હાથમાં રાખી જ્યાં ગંગા નામની મોટી નદી હતી ત્યાં આવ્યો. યાવતુ ભગવતી સૂત્રમાં કહેલા શિવરાજ ઋષિની જેમ સર્વ ક્રિયા કરી. યાવતુ ગંગા નદીની બહાર નીકળ્યો. અને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતું ત્યાં આવ્યો. આવીને દર્ભ કુશ અને માટીવડે વેદિકા કરી. કરીને શક કર્યું. કરીને વાવતું બલિ સાધીને વૈશ્વદેવ કર્યો. કરીને કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધી મૌનપણે રહ્યો. ત્યારપછી. મધ્યરાત્રિને વખતે તે સોમિલ બ્રાહ્મણ ઋષિની પાસે એક દેવ પ્રગટ થયો. તે વખતે તે દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું કે હે સોમિલ બ્રાહ્મણ ! તારી પ્રવજ્યા દુષ્ટ પ્રવ્રજ્યા છે. ત્યારપછી તે સોમિલે તે દેવના બે વાર ત્રણ વાર કહેલા આ અર્થને-વચનને આદર આપ્યો નહીં, જાણ્યો પણ નહીં, યાવતુ મુંગો રહ્યો. ત્યારપછી તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27