Book Title: Agam Deep 21 Puffiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ 290 પુક્યિા - 3/5 બ્રાહ્મણના કુલમાં ઉત્પન્ન થયો છું. તેથી મેં વ્રતો આચર્યા છે, વેદનો અભ્યાસ કર્યો છે. સ્ત્રીઓનું પાણિગ્રહણ કર્યું છે, પુત્રો ઉત્પન્ન કર્યા છે, ધણી સમૃદ્ધિ ઉપાર્જન કરી છે, પશુઓનો વધ કર્યો છે, યજ્ઞ કર્યા છે, દક્ષિણા આપી છે, અતિથિઓને પૂજ્યા છે, અગ્નિ હોત્ર કર્યા છે અને યજ્ઞસ્તંભ નાંખ્યો છે. તેથી હવે મારે કાલે યાવતું સૂર્ય દેદીપ્યમાન થાય ત્યારે વાણારસી નગરીની બહાર ધણા આંબાનાં વનો રોપવા, એ જ પ્રમાણે બીરાના, બિલાના, કોઠાના અને આંબલીના વનો તથા પુષ્પના બગીચાઓ રોપવા એ શ્રેયકારક છે. આ પ્રમાણે તેણે વિચાર કર્યો. વિચાર કરીને કાલે વાવતુ સૂર્યદેદીપ્યમાન થયો ત્યારે વાણારસી નગરીની બહાર આંબાના વનો યાવતુ પુષ્પના બગીચા તેણે રોપ્યા-વાવ્યા. ત્યારપછી તે ધણા આખના આરામો વાવતું પુષ્પના આરામો અનુક્રમે જીવાદિકના ભયથી રક્ષણ કરાતા, વાયરાદિકથી ગુપ્ત કરાતા અને પાણી છાંટવાવડે વૃદ્ધિ પમાડાતા સતા મોટા બગીચા થયા, તે કૃષ્ણ વર્ણવાળા, કૃષ્ણવર્ણના આભાસવાળા યાવતુ રમ ણીય, મોટા મેધના સમૂહ જેવા ધટોપ થયેલા, પત્રવાળા, પુષ્પવાળા, ફલવાળા, લીલા ધારો કરીને શોભાયમાન લક્ષ્મીવાળા તે આરામો અત્યંત અત્યંત શોભતા રહેલા છે. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણને એકદા મધ્યરાત્રિને સમયે કુટુંબ જાગરિકાએ જાગતા આ આવા પ્રકારનો આત્માને વિષે વાવતુ વિચાર ઉત્પન્ન થયો તે- આ પ્રમાણે નિ હું વાણારસી નગરીમાં સોમિલ નામનો બ્રાહ્મણ ઉત્તમ બ્રાહ્મણ કુલમાં ઉત્પન્ન થયેલો છે. ત્યારપછી મેં વ્રતો આચરણ કર્યા છે યાવતું યશસ્તંભ રોપ્યા છે. ત્યારપછી મેં વાણારસી નગરીની બહાર ધણા આમ્રના આરામો યાવતુ પુષ્પના આરા મો રોપ્યા છે. તેથી હવે મારે આ પ્રમાણે કરવું કલ્યાણકારક છે કે-કાલે પ્રાતઃકાલે યાવતુ સૂર્ય દેદીપ્ય માન થાય ત્યારે લોહના કડાહ અને કડછી, તથા તાંબાના તાપસના ભાંડો પગરણને ધડાવી, વિપુલ એવા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારને તૈયાર કરાવી, મિત્ર, જ્ઞાતિવિગેરેને આમંત્રણ કરી, તે મિત્રજ્ઞાતિ, નિજક વિગેરેને વિપુલ એવા અનાદિકવર્ડ યાવતું સન્માન કરી, તે જ મિત્ર, જ્ઞાતિવિગેરેની સમક્ષ થાવતું મોટા પુત્રને કુટુંબને વિષે સ્થાપન કરી, તે મિત્ર, જ્ઞાતિવિગેરેની યાવત્ રજા લઈ ધણા લોહના કડાહ અને કડછી, તથા તાંબાના તાપસના ભાંડોપગરણને ગ્રહણ કરી જે આ ગંગાનદીને કાંઠે રહેલા વાનપ્રસ્થ તાપસો છે, હોત્તિયા, પોત્તિયાકોરિયા, જેનતી, સઢતી, ઘાલતીહુંડિકાશ્રમણા, દતુમ્બલિયા, ઉમ્મગા, સંમજ્જગા, નિમજ્જગા, સંપખાલગા, ખિસકૂલા, ઉત્તરકૂલા, સંખધમા, એ જ રીતે કૂલધિમા, મૃગને મારીને જેઓ તેનું માંસ ખાય છે, જેઓ હસ્તીને મારીને તેના માંસવડે ભોજન કરી ઘણો કાલ નિર્ગમન કરે છે, ઉંચો દંડ રાખીને ચાલે છે, જેઓ દિશાઓમાં જલ છાંટીને ફલ-પુષ્પાદિક ગ્રહણ કરે છે, જેઓ છાલના વસ્ત્ર પહેરે છે, જેઓ બિલમાં નિવાસ કરે છે, જલવાસિઓ, જેઓ વૃક્ષના મૂળમાં જ નિવાસ કરે છે, જેઓ જલનું જ ભક્ષણ કરનારા છે. એ જ રીતે વાયુનું જ ભક્ષણ કર નારા, સેવાળનું ભક્ષણ કરનારા, મૂળીયાનો આહાર કરનારા, કંદનો આહાર કરનાર, છાલનો આહાર કરનારા, પત્રનો આહાર કરનારા, પુષ્પનો આહાર કરનાર, ક્લનો આ હાર કરનારા, બીજનો આહાર કરનારા, સડી ગયેલા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ અને ફલનો આહાર કરનારા, જેઓ સ્નાન કરીને જમતા નથી. અથવા જલના સ્નાનવડે જેમનું શરીર કઠણ થયું છે, આતાપનાવડે અને પંચાગ્નિના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27