Book Title: Agam Deep 21 Puffiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 26
________________ 302 પુર્ણિ - 8 તૈયાર કરાવશે. વિગેરે યાવતુ પૂર્વભવમાં સુભદ્રાની જેમ યાવતુ તે સોમા આ થશે. તે ઈસમિતિવાળી વાવતું ગુપ્ત બહાચય વાળી થશે. ત્યાર પછી સામાયિકાદિક અગ્યાર અંગ ભણશે. ભણીને ઘણા છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશમ વિગેરે તપવડે યાવત્ આત્માને ભાવતી ઘણા વર્ષો ચારિત્રપર્યાયિને પાળશે. પાળીને એક માસની સંખનાવડે આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પામી કાળસમયે કાળ કરીને શક દેવેંદ્ર દેવરાજાના સામાનિક દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં સોમ દેવની બે સાગરોપમની સ્થિતિ કહી છે. ગૌતમ સ્વામી પૂછે છે- હે ભગવાન! તે સોમ દેવ તે દેવલોકથી આયુષ્યના ક્ષયે યાવતુ ચવીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન થશે? હે ગૌતમ ! તે સોમ દેવ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ થઈ ચારિત્ર ગ્રહણ કરી યાવતુ સંસારનો અંત કરશે. આ પ્રમાણે નિશે હે જંબુ! શ્રમણ ભગવાનું કાવતું સિદ્ધિ ગતિને પામેલ મહાવીર સ્વામીએ આ અર્થ કહ્યો છે.તે મેં તમને કહ્યો. | અધ્યયનઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન ૫-પૂર્ણભદ્ર ) [9] ભગવાન! જો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ચોથા અધ્યયનનો આ અર્થ કહ્યો છે, તો પાંચમા અધ્યયનનો શ્રમણ ભગવાન મહાવીરસ્વામીએ ક્યો અર્થ કહ્યો છે? - આ પ્રમાણે નિત્યે હે જંબૂ ! તે કાળે તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિક નામે રાજા હતા. એકદા શ્રીવધ માનસ્વામી ગુણ શીલ ચૈત્યમાં સમવસયાં તેમને વાંદવા માટે નગરમાંથી પર્ષદા નીકળી. તે કાળે તે સમયે પૂર્ણઊદ્ર નામનો દેવ સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં પૂર્ણભદ્ર નામના વિમાનમાં સુધમાં નામની સભામાં પૂર્ણભદ્ર નામના સિંહાસન ઉપર ચાર હજાર સામાનિક દેવોના પરિવારવાળો હતો. તે સૂયભિ દેવની જેમ યાવત્ ભગવાન પાસે બત્રીસ પ્રકારની નાટવિધિને દેખાડીને જે દિશામાંથી પ્રગટ થયો હતો. તે જ દિશાએ પાછો ગયો. અહીં ગૌતમસ્વામીના પ્રશ્નથી ભગવાને કૂટકારશાળાનું દંત કહ્યું. ગૌતમસ્વામીએ પૂર્વભવ પૂગ્યો. શ્રીમહાવીરસ્વામી ઉત્તર આપે છે આ પ્રમાણે નિશે હે ગૌતમ! તે કાળે સમયે આ જ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે ભરત નામના ક્ષેત્રને વિષે મણિવતી નામની નગરી છે. તે સમૃદ્ધિવાળી છે. તેની બહાર ચંદ્રોત્તરાયણ નામનું ચૈત્ય છે. તે મણિવતી નગરીમાં પૂર્ણભદ્ર નામનો. ગાથાપતિ વસતો હતો. તે આઢય વિગેરે વિશેષણવાળ હતો. તે કાળે તે સમયે સ્થવિર ભગવાન જાતિ સંપન્ન થાવતુ જીવવાની આશા અને મરણના ભયથી રહિત, બહુશ્રુત અને બહુ પરિવાર વાળા અનુક્રમે વિચરતા સતા યાવતું ત્યાં સમવસર્યા. તેમને વાંદવા માટે પર્ષદા નીકળી. ત્યારપછી તે પૂર્ણભદ્ર ગાથાપતિ આ કથાનો અર્થ પામ્યો હૃષ્ટ તુષ્ટ થઈ યાવતુ પ્રજ્ઞપ્તિમાં વર્ણવેલા ગંગદત્તની જેમ વાંદવા નીકળ્યો. યાવતું દિક્ષા ગ્રહણ કરી. ત્યારપછી તે પૂર્ણ ભદ્ર અનગાર પૂજ્ય ગુરુની પાસે સામાયિ કાદિક અગ્યાર અંગ ભણ્યો. ભણીને ઘણા ચોથભક્ત, છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપ કરી યાવતુ આત્માને ભાવી ઘણા વર્ષો તેણે ચારિત્રપયય પાળ્યો. પાળીને એક માસની સંલે ખનવડે સાઠ ભક્તને અનશનવડે છેદીને આલોચના અને પ્રતિક્રમણ કરીને સમાધિને પામીને કાળ સમયે કાળ પામીને સૌધર્મકલ્પ નામના પહેલા દેવલોકમાં પૂર્ણભદ્ર નામના વિમાનમાં ઉપપાતસભામાં દેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27