Book Title: Agam Deep 21 Puffiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 17
________________ અધ્યયન-૩ 293 દેવ સોમિલ નામના બ્રાહ્મણ ઋષિથી અનાદર કરાયો સતો જે દિશામાં પ્રગટ થયો હતો. તે જ દિશામાં પાછો ગયો. ત્યારપછી તે સોમિલે કાલે એટલે બીજે દિવસે પ્રાતઃકાલે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલના વસ્ત્ર પહેરી, વાંસની કાવડ લઈને, અગ્નિહોત્રના ભાંડોપકરણને ગ્રહણ કરીને કાષ્ઠમુદ્રાથી મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશા સન્મુખ ચાલ્યો. ત્યારપછી તે સોમિલ બીજે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં સપ્તપર્ણ વૃક્ષ હતો તેની નીચે વાંસની કાવડ સ્થાપના કરી. સ્થાપન કરીને વેદિકા રચી. રચીને જેમ અશોક નામના શ્રેષ્ઠ વૃક્ષની નીચે કર્યું હતું તેમ યાવતુ અગ્નિમાં હોમ કર્યો, કાષ્ઠમદ્રાવડે મુખ બાંધ્યું અને મૌનપણે રહ્યો. ત્યારપછી તે સૌમિલની પાસે મધ્ય રાત્રિએ એક દેવ પ્રગટ થયો. ત્યારપછી તે દેવ આકાશમાં જ રહ્યો સતો જેમ અશોક વૃક્ષને સ્થાનકે બોલ્યો હતો તેમ બોલીને તે દેવ યાવતું પાછો ગયો. ત્યારપછી તે સોમિલે કાલે એટલે બીજે દિવસે યથાવતુ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલ વસ્ત્ર પહેરીને વાંસની કાવડ ગ્રહણ કરી. ગ્રહણ કરીને કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર દિશા તરફ મુખ રાખીને ચાલ્યો. ત્યારપછી તે સોમિલ ત્રીજે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતો ત્યાં આવ્યો. આવીને શ્રેષ્ઠ અશક વૃક્ષની નીચે વાંસની કાવડ સ્થાપર કરી. સ્થાપન કરીને વેદિકા બાંધી. યાવતુ ગંગા નામની મોટી નદીમાં ઉતર્યો એટલે સ્નાન કર્યું. સ્નાન કરીને જ્યાં શ્રેષ્ઠ અશોક વૃક્ષ હતો ત્યાં આવ્યો. આવીને વેદિકા રચી. રચીને કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું. બાંધીને મૌન રહ્યો. ત્યારપછી તે સોમિલની પાસે મધ્ય રાત્રિને સમયે એક દેવ પ્રગટ થયો. અને તે જ રીતે પ્રથમની જેમ બોલ્યો યાવત્ પાછો પોતાને સ્થાને ગયો. ત્યારપછી તે સોમિલે યાવતું સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલ વસ્ત્ર પહેરી વાંસની કાવડ લઈ યાવતુ કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર સન્મુખ ચાલ્યો. ત્યારપછી તે સૌમિલ ચોથે દિવસે મધ્યાન્હ સમયે જ્યાં વટવૃક્ષ હતો, ત્યાં આવ્યો. વટવૃક્ષની નીચે વાંસની કાવડ સ્થાપના કરી. સ્થાપન કરીને વેદિકા કરી. તેને લીપી સંમાર્જન કર્યું. ચાવતુ કાષ્ઠમુદ્રાવડે મુખ બાંધ્યું અને મૌનપણે રહયો. ત્યારપછી તે સોમિલની પાસે મધ્યરાત્રીના સમયે એક દેવ પ્રગટ થયો. તેણે. તે જ પ્રમાણે કહ્યું યાવતું તે પાછો ગયો. ત્યારપછી તે સોમિલે યાવતુ સૂર્ય દેદીપ્યમાન થયો ત્યારે વલ્કલ વસ્ત્ર પહેરીને વાંસની કાવડ લઈને યાવત્ કાષ્ઠમુદ્રાએ મુખ બાંધ્યું. બાંધીને ઉત્તર દિશામાં ઉત્તર સન્મુખ ચાલ્યો. ત્યારપછી તે સોમિલ પાંચમે દિવસે પૂવપરાલકાલ સમયે એટલે મધ્યાન્હ સમયે જ્યાં ઉંબર વૃક્ષ હતો ત્યાં આવ્યો. ઉબર વૃક્ષની નીચે વાંસની વાવડ સ્થાપન કરી. વેદિકા રચી, યાવતુ કાષ્ઠમુદ્રાવડે મુખને બાંધ્યું, યાવતુ મૌનમણે રહ્યો. ત્યારપછી તે સોમિલ બ્રાહ્મણની પાસે મધ્યરાત્રિને સમયે એક દેવ પ્રગટ થઈ પાવતુ આ પ્રમાણે બોલ્યો-“હે સોમિલ ! તારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે.” આ પ્રમાણે પ્રથમ કહ્યું ત્યારે તે સોમિલ તે જ પ્રમાણે મૌનપણે રહ્યો. ત્યારે દેવ બીજી વાર ત્રીજી વાર પણ બોલ્યો કે “હે સોમિલ તારી પ્રવ્રજ્યા દુષ્પવ્રજ્યા છે,” ત્યારપછી તે સોમિલે તે દેવે બે વાર ત્રણ વાર આ પ્રમાણે કહ્યું ત્યારે તે દેવને આ પ્રમાણે કહ્યું કે- “હે દેવાનુપ્રિય!મારી પ્રવ્રજ્યા દુwવ્રજ્યા કેવી રીતે છે? ત્યારપછી તે દેવે સોમિલ બ્રાહ્મણને આ પ્રમાણે કહ્યું " આ પ્રમાણે હે દેવાનુપ્રિય ! પુરુષોને વિષે આદાન નામકર્મવાળા પાર્શ્વનાથ અરિહંતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27