Book Title: Agam Deep 21 Puffiyanam Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 20
________________ 296 પુફિયાણં-૪૮ કાયગતિ વાળા, ઈદ્રિયોને ગોપવનારા, ગુપ્ત બ્રહ્મચર્યવાળા, બહુશ્રુત થયેલા, ધણા વર્ષના ચારિત્ર પર્યાયવાળા હતા, તે અનુક્રમે વિહાર કરતા એક ગામથી બીજે ગામ રહેતા જ્યાં વારાણસી નગરી હતી, ત્યાં આવ્યા. આવીને યથાયોગ્ય અવગ્રહને માગીને ત્યાં સંયમ અને તપનું સેવન-પાલન કરતા રહ્યા. ત્યારપછી તે સુવ્રતા આયના એક સંધાટક વારા ણસી નગરીમાં ઉંચ, નીચ અને મધ્યમ કુળોમાં જૂદા જૂદા ધરની ભિક્ષા લેવા માટે ભિક્ષા ચયમાં અટન કરતા ભદ્ર સાર્થવાહના ધરમાં પેકો. ત્યારપછી તે સુભદ્રા સાથે વાહીએ તે આયઓિને આવતા જોયા. જોઈને હૃષ્ટ તુષ્ટ થઈને તે તત્કાળ આસન ઉપરથી ઉભી થઈ. ઉભી થઈને સાત આઠ પગલાં તેમની સન્મુખ ગઈ. સન્મુખ જઈને તેમને વંદના કરી, નમસ્કાર કર્યો, વંદના નમસ્કાર કરી ધણા અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારવડે પ્રતિલાભીને આ પ્રમાને બોલી.- આ પ્રમાણે નિશે હે આયી ઓ ! હું ભદ્રસાર્થવાહની સાથે મોટા સમૃદ્ધિવાળા શબ્દદિક કામભોગને ભોગવતી રહું છું. તોપણ મને પુત્ર કે પુત્રી કાંઈપણ થયું નથી. તેથી તે માતાઓને ધન્ય છે યાવતુ એમાંના એક બાળકને પણ હું પામી નથી. તેથી હે આર્યાઓ! તમે ધણું જાણો છો, ધણું ભણ્યા છો. ધણાં ગામ નગર યાવતુ સંનિવેશમાં વિચરો છો, ધણા રાજા, ઈશ્વર, તલવર યાવતુ સાર્થવાહ વિગેરેના ગૃહોમાં પ્રવેશ કરો છો. તો તેવા પ્રકારનો કોઈ વિદ્યાપ્રયોગ, મંત્ર પ્રયોગ, વમન, વિરેચન, બસ્તિકર્મ, ઔષધ કે ભેષક કાંઈપણ તમને પ્રાપ્ત થયું છે જાણ વામાં છે કે જેનાથી હું પુત્ર કે પુત્રીને પ્રસવી શકું? ત્યારપછી તે આઈઓએ સુભદ્રા સાર્થવાહીને આ પ્રમાણે કહ્યું-“હે દેવાનુપ્રિયા. અમે સાધ્વીઓ નિગ્રંથીનીઓ ઈય સમિતિવાળી યાવતુ ગુપ્ત બ્રહ્મચર્યવાળી છીએ. અમારે આ અર્થ કાન વડે સાંભળવો પણ કહ્યું નહીં, તો પછી તેને કહેવાનું કે આચરણ કરવાને તો શાનો જ કહ્યું? પરંતુ હે દેવાનુપ્રિયો !અમે તો તને કેવળી ભગવાને પ્રરુપેલો ધર્મ જ કહીએ છીએ. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે બાયઓની પાસે ધર્મ સાંભળી હ્યદયમાં ધારી શ્રેષ્ટ તુષ્ટ થઈ તે આયઓને ત્રણ વાર વંદના કરી,કાયાવડે નમસ્કાર કર્યો અને આ પ્રમાણે તે બોલી "હે આયઓિ ! હંગિંથ પ્રવચન ઉપર શ્રદ્ધા કરું છું. તેની પ્રતીતિ કરું છું તથા તે મને રુચે છે. હેનિગથિની આયઓ! આ તમે કહો છો તે તેમ જ છે, તે તથા પ્રકારે જ છે, તે અવિતથ એટલે સત્ય જ છે, યાવતું શ્રાવકધર્મ અંગીકાર કર્યો. ત્યારે આયાઓ બોલી કે-“હે દેવાનુપ્રિયા ! જેમ તને સુખ ઉપજે તેમ કર. આ અર્થમાં તું પ્રતિબંધ ન કર ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીએ તે આયઓની પાસે યાવત્ શ્રાવકધર્મ અંગીકાર કર્યો. તે આયઓિને વંદના કરી, નમસ્કાર કર્યો. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહી શ્રમણો પાસિકા થઈ યાવતું વિચારવા લાગી. ત્યારપછી તે સુભદ્રા સાર્થવાહીને અન્યધ કદાચિતું પૂર્વરાત્રિ અને અપર રાત્રિના. કાળ સમયે એટલે મધ્યરાત્રિએ કુટુંબજાગરણ પ્રત્યે જાગતી હતી ત્યારે આવા પ્રકારનો યાવતુ સંકલ્પ ઉત્પન્ન થયો કે- આ પ્રમાણે નિશ્વે હું ભદ્ર સાર્થવાહની સાથે વિસ્તારવાળા કામભોગને ભોગવતી સતી યાવતુ રહું છું, તોપણ મેં એક પણ પુત્ર કે પુત્રી ઉત્પન્ન કરી નથી. તેથી હવે મારે એ જ શ્રેયકારક છે કે-કાલે પ્રભાત સમયે સૂર્ય જાજ્વલ્યમાન થાય ત્યારે ભદ્ર સાર્થવાહની રજા લઈને સુવ્રતા નામની આર્યાની પાસે યાવતું પ્રવ્રજિત થાઉં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27