________________
१२
સર્વ શાસ્રરૂપ ગંગાપ્રવાહના હિમવગિરિ જેવા શ્રી ગૌતમ આદિ (સુધર્મા, જંબૂ વગેરે) સૂચિઓના ચરણયુગલને ભક્તિથી વંદું છું.
પરમાત્મા મહાવીરસ્વામીના મુખ્ય ૧૧ શિષ્યો હતા. એ ‘ગણધર' મુનિઓના ગણના ધારક કહેવાય છે, તે બધા બ્રાહ્મણકુળના હતા. તેમાંના નવ ગણધરો પ૨માત્મા મહાવીરસ્વામી હયાતીમાં નિર્વાણ પામ્યા. બાકીના બેમાં એક ગૌતમ ઇન્દ્રભૂતિ અને બીજા સુધર્મા એમાંથી સુધર્માસ્વામીએ અંગો આદિ ગૂંથીને પરમાત્માના ઉપદેશને જળવી રાખ્યો છે.
જૈનશાસનના સૌથી પ્રાચીન ગ્રંથો ‘અંગો’ કહેવાય છે. તે બાર છે અને તેમાં બારમું અંગ ‘દૃષ્ટિવાદ’ નામે છે, જેમાં ચૌદ પૂર્વેનો સમાવેશ થાય છે તે પાછળથી લુપ્ત થયેલું છે. બાકીના અગિયાર અંગો આચારાંગ આદિ અદ્યાવધિ અમુક પ્રમાણમાં ઉપલબ્ધ છે. તે ૧૧ અંગોના નામ આ પ્રમાણે છે—
(૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (ભગવતીસૂત્ર) (૬) જ્ઞાતાધર્મકથા (૭) ઉપાસકદશા (૮) અંતકૃદશા (૯) અનુત્તરોપપાતિક (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાકશ્રુત
આ અગિયાર અંગ સિવાય પૂર્વના ક્ષમાશ્રમણોએ પવિધઆવશ્યક, અંગબાહ્ય કાલિકશ્રુત, અંગબાહ્ય ઉત્કાલિત શ્રુત આદિની રચના કરેલ છે.
અંગઆગમ સિવાયના બાર ‘ઉપાંગો' છે તે આ પ્રમાણે—
(૧) ઔપપાતિક(ઉવવાઇ)સૂત્ર (૨) રાયપસેણી (૩) જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) સૂર્યપ્રજ્ઞપ્તિ (૬) જંબૂદ્દીપપ્રજ્ઞપ્તિ (૭) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૮) કમ્પિયા (૯) કપ્પવડંસિયા (૧૦) પુલ્ફિયા (૧૧) પુરુલિયા (૧૨) વહ્રિદસા
આ સિવાય ચાર ‘મૂલસૂત્ર’ છે તે આ પ્રમાણે
(૧) આવશ્યક, (૨) દશવૈકાલિક, (૩) ઉત્તરાધ્યયન તથા (૪) પિંડનિર્યુક્તિ કે ઓધનિર્યુક્તિ
આ સિવાય છ ‘છેદસૂત્રો' છે તે આ પ્રમાણે—
(૧) નિશીથ (૨) બૃહત્કલ્પ (૩) વ્યવહાર (૪) દશાશ્રુતસ્કંધ (૫) પંચકલ્પ અને (૬) મહાનિશીથ
આ રીતે જૈનાઆગમ ચાર વર્ગોમાં વિભક્ત છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org