________________
બતાવવામાં આવ્યો છે. ઉપરની કક્ષામાં પહોંચી ઊંચા સ્થાનમાં રહેલા મહાત્મા સંભૂતિ મુનિના જીવને એક ખરાબ નિમિત્તથી કેવું ભયંકર પરિણામ આવે છે તે બતાવેલ છે. - વંદન માટે આવેલી ચક્રવર્તીની સ્ત્રીના વાળની લટ મહાત્માનાં ચરણને સ્પર્શી અને આખા શરીરમાં ઝણઝણાટી ઉત્પન્ન થઈ અને બસ ત્યાં જ ચારિત્રની પવિત્ર મનોધારા તૂટી—ચારિત્રના પરિણામ તૂટ્યા અને સ્પર્શના વિષયમાં લુબ્ધ બનેલા તે મહાત્માએ રત્નચિંતામણિ સમાન આ ભવમાં કરેલી તપસંયમની સાધનાને કાચના કકડા સમાન ભોગ સુખનાં નિયાણામાં વેંચી સંયમરૂપી અમૂલ્ય રત્ન વેડફી નાખ્યું, મનમાં નિયાણું કર્યું કે “આ તપ-સંયમના પ્રભાવે આવતા ભવમાં હું ચક્રવર્તી બનું, ઘણી સ્ત્રીઓનો સ્વામી બનું.” અને તેનાં ફળરૂપે ચક્રવર્તી બન્યા. વિષયોની આસક્તિમાં લુબ્ધ બન્યા અને નિયાણાથી મળેલ આ ચક્રવર્તીપણાનું સુખ તેમના માટે દુર્ગતિદાયક બન્યું. ભાઈ મુનિએ ઘણું સમજાવ્યા છતાં નિકાચિત કર્મના કારણે સમજતા નથી અને ભવભ્રમણ વધારનારા બન્યા તેનું સચોટ દર્શન કરાવેલ છે. ૧૪. ઈષકારીય અધ્યયન : ગાથા-પ૩
નલિની ગુલ્મનામના વિમાનમાંથી અવીને આવેલા બે જીવો ભૃગુપુરોહિતના બે પુત્રો તરીકે જન્મ્યા છે અને તેઓ જન્મ, જરા અને મરણના ભયથી પીડા પામીને, વિષયો મોક્ષપ્રાપ્તિમાં વિઘ્નભૂત છે એમ જાણીને, વૈરાગ્યની ભાવનાવાળા બનીને, જ્યારે દીક્ષા માટે માતાપિતાની પાસે રજા માંગે છે તે વખતે માતા-પિતા અને બંને પુત્રોનો સંવાદ, પતિ-પત્નીનો સંવાદ, રાજા-રાણીનો સંવાદ થયો છે, તે આપણને પણ સંપૂર્ણ વૈરાગ્યથી વાસિત બનાવી દે એવો જબ્બર સંવાદ છે અને જે મોહમાં મુંઝાયેલા આત્મા છે તેમના મોહનીયનો ક્ષયોપશમ કરાવે તેવો છે. આ છ એ પુણ્યાત્માઓ સંયમ ગ્રહણ કરીને અનુક્રમે મોક્ષમાં જાય છે. ૧૫. સભિક્ષુ અધ્યયન : ગાથા-૧૬
આ અધ્યયનમાં સાધુ-સાધ્વીજી ભગવંતોએ કેવી રીતે સંયમજીવન જીવવું તે આચારો ખૂબ જ માર્મિક રીતે જણાવેલ છે.
સાધુ કેવા હોય? તેમની જીવનચર્યા કેવી હોય?
જે સાધુ રાગદ્વેષ વગરના બની, આક્રોશ વગેરે ઉપસર્ગોને સહન કરતા, કોઈપણ વસ્તુ પ્રત્યે આસક્તિ રાખ્યા વિના-ગોચરી-શય્યા-આસન વગેરેનો ઉપયોગ કરતા, શીતોષ્ણ આદિ પરીષહોને સહન કરી નિરતિચાર ચારિત્રનું પાલન કરી, પ્રશંસાને ન ઇચ્છનારા, અભિમાનથી રહિત, વિષયકષાય આદિથી કમલવત્ અલિપ્ત, વિદ્યામંત્ર આદિથી આજીવિકા મેળવવાની ઇચ્છા વિનાના, ગૃહસ્થોના સંગથી રહિત, ભિક્ષા મળે તો
Jain Education International 2010 02
For Private & Personal Use Only
www.jainelibrary.org