________________
પરમવિનયી ગૌતમસ્વામીમહારાજાને દરેક પદાર્થ સમજાવતાં સમજાવતાં–‘સમર્થ ગોલમ ! મા પમાયણ' !
હે ગૌતમ ! એક સમય પણ પ્રમાદ ન કરીશ એમ વારંવાર કહેલ છે.
અહીં પ્રમાદ એટલે નિદ્રા એટલું જ નહિ પણ જે ઇન્દ્રિયો આદિ મળેલ છે તેને ધર્મ આરાધનામાં ન વાળતાં વિષયસુખોમાં આસક્ત કરવી તે પણ પ્રમાદરૂપે કહેલ છે.
પીપળાના પાનના દૃષ્ટાંત દ્વારા શરીર-ઋદ્ધિ-સમૃદ્ધિ પ્રત્યે આસક્ત બનવા જેવું નથી તે બતાવ્યું છે એટલે પ્રારંભમાં વૃક્ષના પાંદડા દ્વારા ઉપદેશ આપેલ હોવાથી ધુમપત્ર અધ્યયન' નામ આપ્યું છે. ૧૧. બહુશ્રુતપૂજા અધ્યયન : ગાથા-૩૨
ઉપદેશ વિવેકીને આપી શકાય છે અને વિવેક બહુશ્રુતની સેવાથી પ્રાપ્ત થાય છે.
બહુશ્રુતનું કારણ વિનય અને અબહુશ્રુતનું કારણ અવિનય છે. આ વિનય અને અવિનય કેવી રીતે મળે તેના કારણો બતાવીને બહુશ્રુતના આઠ લક્ષણ અને અબહુશ્રુતના ચૌદ લક્ષણ તથા બહુશ્રુતની ૧૫ ઉપમાઓની સુંદર પ્રરૂપણા કરવામાં આવી છે.
આવા બહુશ્રુતોની પૂજા-વિનય-ભક્તિ કરતાં કરતાં આપણામાં પણ વિવેકરૂપી જ્ઞાનદીપક પ્રગટે છે. ૧૨. તપાસમૃદ્ધિ (હરિકેશીય) અધ્યયન : ગાથા-૪૭
“હરિકેશી મુનિ રાજીયો, ઉપન્યો કુલ ચંડાલ,
પણ નિત્ય સુર સેવા કરે, ચારિત્રગુણ અસરાલ.” આ અધ્યયનમાં હરિકેશી મુનિના ચારિત્રનું વર્ણન કરેલ છે. તે ચંડાલ કુળમાં જન્મવા છતાં ઉત્તમ ગુણધારી મહાત્મા હતા. એક વખત બ્રાહ્મણોના મહોલ્લામાં ચાલતા યજ્ઞમાં પહોંચી ગયા. ત્યારે બ્રાહ્મણોએ તેમની ખૂબ કર્થના કરી, માર્યા છતાં મહાત્મા ખૂબ જ સમભાવમાં રહ્યા ત્યારે બ્રાહ્મણ પત્નીએ બધાને અટકાવ્યા અને મુનિને ભાવયજ્ઞનું સ્વરૂપ પૂછ્યું ત્યારે હરિકેશી મુનિએ બ્રહ્મચર્ય, તપ અને પાંચ મહાવ્રતોનું સ્વરૂપ સમજાવ્યું અને બધાને બોધ પમાડીને સમ્યગુ ધર્મમાર્ગમાં જોડ્યા. આમ આ અધ્યનન ખૂબ જ રોચક અને બોધક છે. ૧૩. ચિત્રસંભૂતીય અધ્યયન : ગાથા-૩૫
આ અધ્યયનમાં પરસ્પર એકબીજાને સુકૃત અને દુષ્કૃતથી ઉત્પન્ન થતા સુખ અને દુઃખના વિપાકને બતાવતો ચિત્ર અને સંભૂતિ મુનિના ઉત્થાન અને પતનનો પ્રસંગ
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org