________________
२६
ગુરભ્રાતા વર્ધમાનતપોનિધિ પરમપૂજય ગણિવર્યશ્રી નયભદ્રવિજયમહારાજે ડીસા જૈન જે.મૂ.સંઘને શુભપ્રેરણા કરી અને તેઓશ્રીની શુભપ્રેરણાને ઝીલીને ડીસા જૈન જે.મૂ.સંઘે જ્ઞાનદ્રવ્યમાંથી આ ગ્રંથપ્રકાશનનો સંપૂર્ણ લાભ લીધેલ છે અને આવો ઉત્તમ આગમગ્રંથ પ્રકાશિત થયેલ છે તે બદલ તેમની પણ ખૂબ ખૂબ ઋણી છું. જેટલો સમય આ ગ્રંથના પ્રૂફ વાચન આદિ સંપાદન કાર્યમાં મારો પસાર થયો તે દરમ્યાન અતિનિર્મળ અધ્યવસાયોની ધારામાં લીન થવાનું બન્યું છે. નાદુરસ્ત રહેતી તબીયતમાં પણ સ્વ સ્વાધ્યાયના અંગરૂપ શ્રુતપાસનારૂપે આ ગ્રંથના સંપાદનકાર્યમાં શક્ય શુદ્ધિકરણ કરવા માટે પૂરતી કાળજી લીધી છે. આમ છતાં દૃષ્ટિદોષથી કે અનાભોગાદિથી ક્ષતિઓ રહી હોય તે વિદ્ધવજ્જનો સુધારીને વાંચે એવી ખાસ ભલામણ કરું છું.
પરિશિષ્ટો જે તૈયાર કર્યા છે તે કમ્યુટર પદ્ધતિથી કર્યા છે, તેથી તેમાં ક્રમ અંગે આવુંપાછું જણાય તો તે મુજબ સુધારીને વાંચવા ખાસ સૂચન કરું છું.
પ્રાંત અંતરની એક જ ભાવના છે કે, આ આગમગ્રંથના ચિંતન, મનન અને નિદિધ્યાસન દ્વારા રત્નત્રયીને આરાધી સાધી આત્માનું મૂળસ્વરૂપ અસંગભાવમાં રહેવાનું છે એ અસંગદશાને પ્રાપ્ત કરી, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, પ્રાભિજ્ઞાનની પ્રાપ્તિ, ક્ષપકશ્રેણિ આરોહણ દ્વારા વીતરાગસ્વરૂપને પામી યોગનિરોધ, શૈલેશીકરણ દ્વારા સર્વકર્મ વિનિમુક્ત બની આત્માના શુદ્ધ ચૈતન્યસ્વરૂપને-સિદ્ધસ્વરૂપને પ્રાપ્ત કરી અનંતકાળ સુધી નિજ શાશ્વતત સુખના ભોક્તા હું અને સૌ કોઈ લઘુકર્મી ભવ્યજીવો બનીએ એ જ અંતરની શુભકામના....!!
ગ્રંથ સંપાદન-સંશોધનકાર્યમાં અનાભોગથી કે દૃષ્ટિદોષથી જે કોઈ સ્કૂલના રહેવા પામી હોય તો તે બદલ ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડે માંગું છું.
शिवमस्तु सर्वजगतः
– સા. ચંદનબાલાશ્રી
એફ-૨ જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭ આસો સુદ-૧૫, વિ.સં. ૨૦૬૫, રવિવાર, તા. ૪-૧૦-૨૦૦૯.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org