________________
२४
દોષો જુએ, ગુરુની સામું બોલે, જ્ઞાન ન હોવા છતાં કુતીર્થિકો સાથે વાદ-વિવાદમાં પ્રવર્તે, કારણ વિના ઘી-દૂધ વગેરે વિગઈનું વારંવાર સેવન કરે, વ્રત-પચ્ચક્ખાણ ન કરે, પરદર્શનીયો સાથે સંબંધ વધારે, રાગી-શ્રાવકોના ઘરની ગોચરી લાવે તે સાધુને કુશીલપાસત્થા જેવા કહ્યા છે. તે વેષધારી સાધુ છે અને વેષની નિંદા કરાવે છે.
આવા સાધુઓને પાપશ્રમણ કહ્યા છે તે સર્વ હકીકત આ અધ્યયનમાં આવતી હોવાથી તેનું પાપશ્રમણીય નામ રાખેલ છે.
૧૮. સંયતીય અધ્યયન : ગાથા-૫૪
સંજય નામના રાજા શિકાર માટે ગયા. ત્યાં મૃગોને હણતા હતા ત્યારે કેસર નામના ઉદ્યાનમાં સ્વાધ્યાય-ધ્યાનમાં તત્પર થયેલા મહાત્માને જોયા. અશ્વ પરથી નીચે ઊતરીને વિનય વડે મુનિને વંદન કરી કહ્યું કે હે ભગવન્ ! આ મૃગના વધની મને ક્ષમા કરો. મુનિ મૌન રહ્યા, તેથી રાજા અત્યંત ભયભીત થયો. કેમકે મુનિની તેજોલેશ્યાનો તેને ભય હતો તેથી રાજાએ ફરી મુનિને બોલવા માટે કહ્યું. ત્યારે ધ્યાનથી નિવૃત્ત થઈને મુનિએ કોમળ વચનોથી સંસારની અસારતા—અનિત્યતા, આયુષ્યની વીજળીના ચમકારા જેવી ચંચળતા, ધન-પુત્રાદિની અશરણતા અને વિષ જેવા ભયંકર ભોગના પરિણામો સંબંધી ઉપદેશ આપ્યો. દેશના સાંભળી વૈરાગ્યવાસિત બનીને સંજય રાજાએ ગર્દભાલિ નામના મુનિ પાસે દીક્ષા ગ્રહણ કરી.
ગીતાર્થ બની એકાકી વિહાર કરતા હતા તે દરમ્યાન બીજા રાજર્ષિનો ભેટો થયો અને તે બંને રાજર્ષિની તાત્ત્વિક ચર્ચા થઈ તે ખરેખર ખાસ વાંચવા જેવી છે.
વિશાલ રાજ્યોના ત્યાગ કરનારા અને સંયમ ધર્મને સ્વીકારનારા રાજા–ચક્રવર્તીઓના દૃષ્ટાંતોનું વર્ણન આ અધ્યયનમાં કરવામાં આવેલ છે. આ રીતે આ અધ્યયન ખૂબ જ મનનીય-ચિંતનીય છે.
૧૯. મૃગાપુત્રીય અધ્યયન ઃ ગાથા-૯૯
આ અધ્યયનમાં ધન દુઃખને વધારનારું છે અને મમત્વનું બંધન કરાવનારું છે એમ જણાવી મોક્ષને પ્રાપ્ત કરાવનાર દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ધનને ગ્રહણ કરવાનું મૃગાપુત્રના દૃષ્ટાંત દ્વારા જણાવેલ છે.
સુગ્રીવ નગરના બળભદ્ર રાજાની મૃગારાણીની કુક્ષીએ જન્મેલ બળશ્રી નામનો રાજપુત્ર લોકમાં ભૃગાપુત્ર નામે પ્રસિદ્ધ થયો. ભરયુવાનીમાં રાજમહેલના ઝરૂખામાં બેઠેલા રાજકુમારને રાજમાર્ગ ઉપરથી પસાર થતાં જૈન મુનિને જોતાં જ આવું પૂર્વે ચાંય જોયું છે
Jain Education International. 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org