________________
१४
પર્યાયયુક્ત છત્રીશ ઉત્તરાધ્યયનો ઉપધાનાદિ ઉચિત વ્યાપારપૂર્વક યથાયોગ ગુરુના પ્રસાદથી ભણવા જોઈએ.૩
શ્રીભદ્રબાહુસ્વામી મહારાજની ઉત્તરાધ્યયન-નિર્યુક્તિ અનુસાર છત્રીશ અધ્યયનોમાંથી કેટલાક અંગગ્રંથોમાંથી લેવામાં આવ્યા છે, કેટલાક જિનભાષિત છે, કેટલાક પ્રત્યેકબુદ્ધો દ્વારા નિરૂપિત છે અને કેટલાંક સંવાદરૂપે કહેવાયેલાં છે.*
ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર બૃહટ્ટીકાકાર વાદિવેતાલ શ્રીશાન્તિસૂરિમહારાજ અનુસાર ઉત્તરાધ્યયનસૂત્રનું પરીષહ નામક બીજું અધ્યયન દૃષ્ટિવાદમાંથી લેવામાં આવ્યું છે, દ્રુમપુષ્પિકા નામક દસમું અધ્યયન મહાવીર પરમાત્માએ પ્રરૂપિત કર્યું છે, કાપિલીયનામક આઠમું અધ્યયન પ્રત્યેકબુદ્ધ કપિલે પ્રતિપાદન કર્યું છે તથા કેશીગૌતમીયનામક ત્રેવીસમું અધ્યયન સંવાદરૂપે પ્રતિપાદિત કરવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયનસૂત્ર ઉપર નિર્યુક્તિ, ચૂર્ણિ અને વૃત્તિઓની રચના :
ઉત્તરાધ્યયનસૂત્રની “મૂલવર્ગની અંદર પરિગણના થાય છે. પરમપૂજ્ય આચાર્યભગવંત શ્રીભદ્રબાહુસ્વામીમહારાજે આ ગ્રંથ ઉપર “નિર્યુક્તિ' લખી છે. પરમ પૂજ્ય શ્રીજિનદાસગણિમહત્તરે આ ગ્રંથ ઉપર “ચૂર્ણિ' લખી છે, પરમપૂજય વાદિવેતાળ શ્રી શાંતિસૂરિમહારાજે આ ગ્રંથ ઉપર “શિષ્યહિતા' નામની બૃહદ્દીકાની રચના કરી છે, પરમપૂજય આચાર્યભગવંત શ્રીનેમિચંદ્રસૂરિમહારાજે બૃહટ્ટીકાના આધારે આ ગ્રંથ ઉપર “સુખબોધા' નામની ટીકા રચી છે. પરમપૂજય શ્રીભાવવિજયજી મહારાજે આ ગ્રંથ ઉપર ટીકા રચી છે, પરમપૂજય આચાર્યભગવંત શ્રી લક્ષ્મીવલ્લભસૂરિમહારાજે “લક્ષ્મીવલ્લભા' ટીકા રચી છે. પરમપૂજય ઉપાધ્યાય શ્રીકમલસંયમવિજયમહારાજે “સર્વાર્થસિદ્ધિ ટીકા રચી છે. પરમપૂજયજયકીર્તિસૂરિમહારાજે “દીપિકા' નામની ટીકા રચી છે. આ રીતે અનેક આચાર્યભગવંતો અને વિદ્વાનો એ સમયે સમયે આ ગ્રંથ ઉપર ટીકાઓ લખી છે અને આ બધી ટીકાઓ અનેક સંસ્થાઓ દ્વારા અત્યાર સુધી પ્રકાશિત થયેલ છે.
રૂ. “ને શિર ભવસિદ્ધીયા પરત્તસંરિથા ને મળ્યા
ते किर पढंति एए छत्तीसं उत्तरज्झाए ॥१॥ तम्हा जिणपन्नत्ते अणंतगम-पज्जवेहि संजुत्ते ।
अज्झाए जहजोगं गुरुप्पसाया अहिज्जेज्जा" ॥२॥ - उत्त० नि० गा० ५५८।५५९ ૪. “સંપૂબવા નિગમસિયા પત્તે વૃદ્ધસંવાયા |
વંધે મુવષે ય કયા છi ૩ત્તરશ્નયા'' || - ૩ત્ત નિ To
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org