________________
આ અધ્યયનની ૪૮ ગાથાઓમાં વિનીત–અવિનીતનું સ્વરૂપ, વિનીતના ગુણ અને અવિનીતના દોષ અશ્વના દૃષ્ટાંતથી તથા કુલવાલક મુનિના દષ્ટાંતથી બતાવેલ છે.
સાધુજીવનની ભિક્ષા–અટન આદિ સર્વ ક્રિયા કરતાં ગુરુનો વિનય કેવી રીતે સાચવવો તે સર્વ વિગતવાર ચંદ્રાચાર્યના શિષ્યના દૃષ્ટાંત દ્વારા જણાવેલ છે. ૨. પરીષહ અધ્યયન : ગાથા-૪૬
આ અધ્યનનમાં પરીષહોનું સ્વરૂપ જણાવેલ છે. જેવી રીતે જ્ઞાન મેળવવા માટે વિનય જરૂરી છે તેવી જ રીતે ચારિત્રના પાલનમાં વિનયવાન સાધુએ પરીષહોને સમતાપૂર્વક સહન કરવા જરૂરી છે.
મોક્ષમાર્ગમાં આગળ વધનાર સાધક આત્માએ પરીષહો સહન કરવા માટે કેવા સહિષ્ણુ બનવું જોઈએ તે ૨૨ પરીષહોનું દૃષ્ટાંત સહિત વિવરણ કરીને જણાવેલ છે.
સહન કરે તે સાધુ' એ સૂત્ર ભગવાને બતાવ્યું છે તેને સાક્ષાત્ કરવા ભૂખ-તૃષાઅપમાન-ઠંડી-ગરમી આદિને સમતાપૂર્વક સહન કરવાં જોઈએ પણ દુઃખરૂપ ન માનવા જોઈએ. જેથી સાધુની સાધુતાને પ્રગટ કરી શકાય. ૩. ચતુરંગીય અધ્યયન : ગાથા-૨૦
આ જીવ ચાર ગતિમાં ભ્રમણ કરે છે તેનાથી બચવા પહેલા પરીષહોને સહન કરીને કર્મક્ષય કરવાની વાત આગળ જણાવીને આ અધ્યયનનો પ્રારંભ કરતાં કહે છે કે, ___ "चत्तारि परमंगाणि दुलहाणीह जंतुणो ।
માસનં સુ શ્રદ્ધા સંગમ િમ વીરિય' છે [૩.૩/TI.] પ્રાણીઓને મનુષ્યજન્મ, ધર્મનું શ્રવણ, ધર્મ પ્રત્યે શ્રદ્ધા અને ચારિત્રમાં વિર્ય ફોરવવાનું આ ચાર વસ્તુ દુર્લભ છે એમ પરમાત્માએ કહેલ છે.
તેમાં મનુષ્યભવની દુર્લભતા ઉપર ચોલ્લક વગેરે દશ દષ્ટાંતો અને શ્રદ્ધાથી ભ્રષ્ટ થયેલ આઠ નિનવોની કથા આપી છે.
મનુષ્યજીવન પ્રાપ્ત થવું દુર્લભ છે તેનાથી દુર્લભ સર્વજ્ઞભગવંતોએ કહેલા તત્ત્વોનો શ્રવણ અવસર છે, તત્ત્વ પ્રત્યે શ્રદ્ધા થવી તે તેનાથી પણ દુર્લભ છે અને તેનાથી દુર્લભ સંયમ માટે પુરુષાર્થ છે.
આ ચાર વાતોની દુર્લભતા સમજીને કર્મક્ષય માટે પુરુષાર્થ કરીને આત્માને ચાર ગતિમાંથી મુક્ત કરી પંચમ ગતિ પ્રાપ્ત કરાવવાની છે.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org