________________
દશવૈકાલિકમૂવમૂત્ર-સટીક અનુવાદ
૪૨
દશવૈકાલિક મલસૂત્ર-૩
અનુવાદ તથા ટીકાનુસારી વિવેચન ૦ શ્રી શય્યભવસૂરિજી વિરચીત દશવૈકાલિક સૂત્રની શ્રી હરિભદ્રસૂરિકૃત બૃહદ્રવૃત્તિથી અનુવાદ આરંભતા માંગલિકને કહે છે -
• મંગલ •
ગાથા - (૧) અન્ય તેજને જિતનારા, સુર અને અસુરના ઇંદ્રોથી સેવિત, નિર્મળ, ત્રાસ રહિત, ત્રિલોક ચિંતામણી વીર પ્રભુ જય પામે છે.
વિવેચન - અહીં અર્થથી અરહંત પ્રણિત, સૂત્રથી ગણધર રચિત પૂર્વગત શ્રત ઉદ્ધરીને, શરીર અને મનના કટક દુઃખ પરંપરના વિનાશ હેતુથી દશકાલિક નામક શાસ્ત્રના અતિ સૂક્ષ્મ અને મહાર્થ વાળી વ્યાખ્યા કહીએ છીએ - તેમાં પ્રસ્તુત અર્થને પ્રગટ કરવાને ઇષ્ટદેવતા નમસ્કાર દ્વારથી સર્વ વિઘ્નના વિનાશમાં સમર્થ પરમ મંગલના આલય સ્વરૂપ આ પ્રતિજ્ઞા ગાથાને નિર્યુક્તિકાર કહે છે -
• નિર્યુક્તિ : ૧
સિદ્ધિ ગતિ પ્રાપ્ત અને કર્મ વિશુદ્ધ એવા સિદ્ધોને નમસ્કાર કરીને દશકાલિકની નિયુક્તિ હું રચીશ- સ્તવીશ.
• વિવેચન - ૧
સિદ્ધિ ગતિ પામેલને નમીને દશકાલિક નિર્યુક્તિ હું કરીશ. તેમાં સિદ્ધિ પામે છે - આમાં સંપૂર્ણ અર્થ પ્રાપ્ત કરેલા છે તે સિદ્ધિ - લોકાગ્ર ક્ષેત્રરૂપ. કહ્યું છે - અહીં શરીર છોડીને ત્યાં જઈને સિદ્ધ થાય છે. જવાય છે તે ગતિ, સિદ્ધ ગતિને સમીપતાથી પામેલા અર્થાત સર્વ લોકાંત ક્ષેત્રને પામેલા ને. - x- તેમાં પૃથ્વી આદિ એકેન્દ્રિયો પણ કર્મને વશ ત્યાં જવાથી યશોકત સ્વરૂપવાળા થાય છે. તેથી આગળ કહ્યું - જ્ઞાનાવરણીયાદિ કર્મથી રહિત - કર્મ કલંક રહિત એવાને,
(શંકા) જો એમ છે તો “સિદ્ધિ ગતિ પ્રાપ્ત” એવું ન કહો. કેમકે કર્મવિશુદ્ધ જ સિદ્ધિ ગતિ પામે છે. (સમાધાન) આ વિધાન ગમે તે ક્ષેત્રના વિભાગમાં રહેલા સિદ્ધજીવોને માનનાર દુર્નયના વાદને નિવારવા માટે છે. તેઓ તીિિદ સિદ્ધ ભેદથી
અનેક પ્રકારે હોય છે. આ ૧૫ ભેદ આ પ્રમાણે - તીર્થસિધ્ધ, અતીર્થસિધ્ધ, તીર્થકર સિદ્ધ, અતીર્થકર સિદ્ધ, સ્વયંબદ્ધ, પ્રત્યેક બુદ્ધ, બુદ્ધબોધિત સિદ્ધ, સ્ત્રીલિંગ સિદ્ધ. પુરૂષલિંગ સિદ્ધ, નપુંસકલિંગ સિદ્ધ, સ્વલિંગ સિદ્ધ, ગૃહીલિંગ સિદ્ધ, એક સિદ્ધ, અનેક સિદ્ધ. તેથી “સર્વ સિદ્ધ" કહ્યા છે. • • - ૪-.
કર્મથી વિશુદ્ધ”ને નમસ્કાર, આ વિશેષણ વડે જેઓ કર્મ-વાળા- અણિમાદિ વિચિત્ર ઐશ્વર્યવાળા સિદ્ધ માને છે, તેમની માન્યતાનું ખંડન કરેલ છે. જે ૪- - - કેમ કે અણિમાદિ સિદ્ધિઓની વાંછાથી તેઓ નામના જ સિદ્ધ છે, જે મુમુક્ષુએ ઇચ્છવા લાયક નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org