________________
| શ્રી પિંડનિયુક્તિગ્રંથનો અનુવાદ ) मू.०- निच्छयओ सच्चित्तो, पुढविमहापव्वयाण वहुमज्झे ॥
अचित्तमीसवज्जो, सेसो ववहारसच्चित्तो ॥११॥ મૂલાર્થ: નિશ્ચયથકી સચિત્ત (પૃથ્વીકાય) ધર્માદિકપૃથ્વી અને મહાપર્વત મેરુ)ની બહુ-મધ્યભાગે (બરાબર મધ્યભાગે) જાણવો. અચિત્ત અને મિશ્રથી વર્જિત બાકીનો વ્યવહારથી સચિત્ત જાણવો.
૧૧)
ટીકાર્થઃ નિશ્ચયથકી સચિત્ત પૃથ્વીકાય ધર્માદિક પૃથ્વીના અને મેરુ વગેરે મોટા પર્વતોના તથા આ ઉપલક્ષણ છે તેથી ટંકાદિના (શિખરાદિકના) બહુ (બરાબર) મધ્યભાગે જાણવો, કેમકે તે ઠેકાણે અચિત્તપણાના અને મિશ્રપણાના કારણરૂપ શીતાદિકનો અસંભવ છે. વળી અચિત્ત અને મિશ્ર સિવાયનો બાકીનો એટલે આગળ કહેવાશે એવા સ્થાનમાં સંભવતા મિશ્ર અને અચિત્ત રહિત (પૃથ્વીકાય) નિરાબાધ વનની પૃથ્વી વગેરેમાં રહેલો હોય તે વ્યવહારથી સચિત્ત જાણવો ./૧લી.
સચિત્ત પૃથ્વીકાય કહ્યો. હવે મિશ્ર એવા તેને જ કહે છે - मू.०- खीरदुमहेट्ठ पंथे, कट्ठोले इंधणे म मीसो उ॥
पोरिसि एग दुग तिगं, बहुइंधणमज्झथोवे य ॥१२॥ મૂલાર્થ : ક્ષીરવૃક્ષની નીચે, માર્ગમાં, ખેડવામાં, જલાર્ધમાં અને ઇંધનમાં રહેલો પૃથ્વીકાય મિશ્ર હોય છે. તેમાં પણ બહુઈધનમાં રહેલો એક પારસી સુધી, મધ્યમ ઇંધનમાં રહેલો બે પોરસી સુધી અને થોડા ઇંધનમાં રહેલો ત્રણ પોરસી સુધી મિશ્ર હોય છે. ૧રા
ટીકાર્થ: ‘વીરમદેટ્ટ રિ' ક્ષીરદ્યુમ એટલે વડલો, પીપળો વગેરે. તેની નીચે તળિયાને વિષે જે પૃથ્વીકાય હોય છે તે મિશ્ર હોય છે. કારણ કે તે ઠેકાણે ક્ષીરવૃક્ષની મધુરતાને લીધે શસ્ત્રપણાનો અભાવ હોવાથી કેટલોક ભાગ સચિત્ત હોય છે, અને શીત (ઠંડી) વગેરે શસ્ત્રના સંબંધનો સંભવ હોવાથી કેટલોક ભાગ અચિત્ત હોય છે, તેથી તે મિશ્ર જાણવો. તથા ‘પથ' ગામ અથવા નગરની બહાર જે પૃથ્વીકાય હોય છે, તે પણ મિશ્ર જાણવો, કારણ કે તે ઠેકાણે ગાડાનાં પૈડાં વગેરે વડે જે પૃથ્વીકાય ખોદેલો હોય, તે કેટલોક સચિત્ત હોય છે અને કેટલોક શીતવાયુ વગેરે વડે અચિત્ત કરેલો હોય છે, તેથી તે મિશ્ર જાણવો. “ોજો ઉત્ત’ કૃષ્ટ એટલે હળવડે ફાડેલો (ખેડેલો), તે પણ પ્રથમ હળ વડે ખેડાતો હોય ત્યારે સચિત્ત હોય છે, ત્યાર પછી શીતવાયુ વગેરેથી કેટલોક અચિત્ત કરાય છે, તેથી તે મિશ્ર જાણવો. તથા આર્ટ્સ એટલે જળ વડે મિશ્રિત થયેલો. તે આ પ્રમાણે-મેઘનું પણ પાણી સચિત્ત પૃથ્વીકાયની ઉપર પડતું હોય ત્યારે કેટલોક પૃથ્વીકાયને વિરાધે છે. (હણે છે) તેથી જળ વડે આદ્ર થએલો પૃથ્વીકાય મિશ્ર થાય છે. તે પણ એક અંતર્મુહૂર્ત પછી અચિત્ત થાય છે, કેમકે પરસ્પર શસ્ત્રપણું હોવાથી પૃથ્વીકાય અને અપકાય એ બંનેને અચિત્ત થવાનો સંભવ છે, પરંતુ જ્યારે અત્યંત ઘણું મેઘનું જળ પડે છે ત્યારે જે જળ જ્યાં સુધી હજી સ્થિતિને (સ્થિરતાને) પામ્યું ન હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org