________________
મૂલ-૪૯૮ થી પ૩ર
૨૬
૨૨૦
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર તો કોઈ વસ્તુ કે પાટીયા આદિથી ઢાંકેલ ભીંત વગેરે હોય તો ત્યાં પંજીને ટેકો દેવો.
• મૂલ-પ૩૮ થી પ૪૭ :
(૫) માર્ચ - રસ્તામાં ચાલતા સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલવું કેમકે તેટલા પ્રમાણમાં દષ્ટિ રાખી હોય તો જીવ આદિ જોતાં એકદમ પણ મૂકાતો રોકી શકાય છે. તે પ્રમાણથી દૂર નજર રાખી હોય તો નજીક રહેલા જીવોની રક્ષા થઈ શકે નહીં, જોયા વિના ચાલે તો રસ્તામાં ખાડો આદિ આવે તો પડી જવાય. જેથી પગમાં કાંટા આદિ વાગે તયા જીવોની વિરાધના પણ થાય છે. માટે 3 હાથ પ્રમાણ ભૂમિમાં ઉપયોગ રાખી ચાલવું.
આ પ્રમાણે પડિલેહણ વિધિ શ્રી ગણધર ભગવંતોએ કહેલી છે. આ પડિલેહણ વિધિને આચરતા ચરણકરણાનુયોગવાળા સાધુઓ અનેક ભવના સંચિત અનંતા કર્મોને ખપાવે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પડિલેહણ દ્વારનો સટીક સંક્ષિપ્ત પરિચય પૂર્ણ
કર્યા પછી ચંડિત જવું તે કાલ સંજ્ઞા.
ચોમાસા સિવાયના કાળમાં ડગલ લઈ તેનાથી સાફ કરી પછી ત્રણ વાર પાણીથી આચમન કરવું.
સાપ, વીંછી આદિના દર ન હોય, કીડા, જીવજંતુ કે વનસ્પતિ ન હોય તથા પ્રાસુક સમ ભૂમિમાં છાયો હોય ત્યાં સ્પંડિત જવું. આ પ્રાસુક ભૂમિ ઉત્કૃષ્ટથી બાર યોજન, જઘન્યથી એક હાથ લાંબી-પહોળી, આગાઢ કારણે જઘન્યથી ચાર આંગળ લાંબી-પહોળી અને દશ દોષ હિત જાયાનો ઉપયોગ કરવો.
આ દશ દોષ આ પ્રમાણે છે :
(૧) આત્મ ઉપઘાત-બગીચા આદિમાં જતા. - (૨) - પ્રવચન ઉપઘાત - ખરાબ સ્થાન - વિણા આદિ હોય ત્યાં જતાં. - (3) - સંયમ ઉપઘાત - અગ્નિ, વનસ્પતિ આદિ હોય, જયાં જવાથી છ કાય જીવોની વિરાધના થાય. - (૪) - વિષય સ્થાનમાં - જ્યાં જવાથી પડી જવાય, કેવી આત્મ વિરાધના થાય, માતૃ આદિનો રેલો ઉતરે તેમાં ત્રસ આદિ જીવોની વિરાધનાથી સંયમવિરાધના થાય. -(૫) - પોલાણવાળી જીયા- ત્યાં જતાં વીંછી આદિ કરડવાનો સંભવ છે, તેથી આત્મ વિરાધના. પોલાણમાં પાણી આદિ જવાથી બસ આદિ જીવોની વિરાધના થવાથી સંયમવિરાધના થાય.
- (૬) - મકાનોની નીકટમાં - ત્યાં જતાં સંયમ અને આત્મવિરાધના થાય. - () - બિલવાળી જગ્યામાં - ત્યાં જતાં પણ સંયમ અને આત્મ વિરાધના થાય. - (૮) - બીજ, ત્રસાદિ જીવો હોય - ત્યાં પણ ઉક્ત વિરાધના થાય છે. - (૯) સચિત્ત ભૂમિમાં - ત્યાં પણ ઉક્ત વિરાધના થાય છે. - (૧૦) - એક હાથથી ઓછી ચિત ભૂમિમાં જાય - ત્યાં પણ ઉક્ત સંયમ અને આત્મ વિરાધના થાય.
આ દશ દોષોના એકાદિ સાંયોગિક-૧૦૨૪ ભંગો થાય છે.
અંડિલ બેસતાં પૂર્વે “પ્રભુના દ નમુનો અને ઉડ્યા પછી ત્રણ વાર વોશિરૂ - ‘વોસિરે' કહેવું.
પૂર્વ દિશા અને ઉત્તર દિશાને પીઠ કરીને ન બેસવું. કેમકે તે બંને દિશાઓ પૂજ્ય ગણાય છે. રાત્રે દક્ષિણ દિશા પ્રતિ પીઠ કરવી નહીં, કેમકે એ પિશાયાદિ આવતા હોય છે.
પવનને પીઠ ન કરવી, કેમકે દુર્ગધ નાકમાં જાય તો તેથી મસા થાય. સૂર્ય તથા ગામને પીઠ ન કરવી. કેમકે તેવી અપયશ થાય.
પેટમાં કૃમિ થયેલાં હોય અને છાંયો ન મળે તો વોસિરાવીને બે ઘડી સુધી ત્યાં શરીરની છાયા કરીને ઉભા રહેવું. જેથી બે ઘડીમાં કૃમિ સ્વયં પરિણમન પામે.
જોહરણ અને દંડ ડાબા સાથળ ઉપર રાખવા. પાત્ર જમણાં હાથમાં રાખી ત્રણ વાર આચમન કરી શુદ્ધિ કરવી.
• મૂલ-૫૩૩ થી પ૩s :
(૪) અવટુંભ - લીધેલી ભીંત, થાંભલા આદિને ટેકો ન દેવો. કેમકે ત્યાં નિરંતર ત્રસ જીવો રહેલા હોય છે. પંજીને પણ ટેકો ન દેવો. ટેકો દેવાની જરૂર પડે