Page #1
--------------------------------------------------------------------------
________________
| I નમો નમો નમૂનર્વસાસ ..
આગમસ
સટક અનુવાદ
અનુવાદ શ્રેણી સર્જક - મુળા ટીયર છાસાગર
Page #2
--------------------------------------------------------------------------
________________
બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથાય નમઃ नमो नमो निम्मलदंसणस्स
પ.પૂ. શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરૂભ્યો નમઃ
આગમસટીક અનુવાદ
35/1
-
પિંડનિયુક્તિ ઓઘનિયુક્તિ
તા. ૨૩/૧૦/૨૦૦૯
-: અનુવાદ-શ્રેણીના સર્જક :
મુનિ દીપરત્નસાગર
શુક્રવાર
આગમ સટીક અનુવાદ ભાગ ૧ થી ૪૨ સંપૂર્ણ મૂલ્ય-૪-૧૦,૦૦૦
૦ શ્રી શ્રુત પ્રકાશન નિધિ ૦
સંપર્ક સ્થળ
સ્મલ અન
આગમ આરાધના કેન્દ્ર, શીતલનાથ સોસાયટી ફ્લેટ નં. ૧૩, ચોથે માળે, વ્હાઈ સેન્ટર, ખાનપુર, અમદાવાદ.
શ્રી આશાપણ પાર્શ્વના મન ptiste *સાબર.
id
૨૦૬૬ કા.સુ.પ
ચંદ
Page #3
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સટીક અનુવાદના
આ ભાગ - ૩૫ માં છે... -૦- પિંડનિર્યુક્તિ-મૂલમ-૨-નો
– સંપૂર્ણ સટીક અનુવાદ
-૦- ઓઘનિર્યુક્તિ-મૂલણ-૨-નો
વિકલિક બીજું મૂળસૂત્ર] – સાર રૂપ સંપાનુવાદ
– » –– » –– » ––
– – » –– » ––
જ ટાઈપ સેટીંગ ક
-: મુદ્રક :શ્રી મહાકાલી એન્ટરપ્રાઈઝll નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ચાંદલોડિયા, અમદાવાદ. || ઘીકાંટા રોડ, અમદાવાદ. (M) 9824419736 Tel. 079-25508531.
Page #4
--------------------------------------------------------------------------
________________
ભણસ્વીકાર
• વંદના એ મહાન આત્માને છે
વિક્રમ સંવત-૨૦૬૧માં ફાગણ સુદ-૩ નો દિવસ અને મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ પરમાત્માની વર્ષગાંઠનો પ્રસંગ, અતિભવ્ય અને ઘણી જ લાંબી રથયાત્રાના પ્રયાણની ઘડીએ, આગમોના ટીકા સહિતના અનુવાદ કરવા માટેની મનોભાવનાનું જેમના મુખેથી વચન પ્રાગટ્ય થયું, અંતરના આશીર્વાદ, સૂરિમંત્રથી અભિમંત્રિત વાસ ચૂર્ણનો ક્ષેપ અને ધનરાશિની જવાબદારીના યથાશક્ય સ્વીકાર સહ જેમની કાર્ય પ્રેરણાની સરવાણીમાં ભીંજાતા મારા ચિત્તે આશિર્ષ અનેરો હર્ષોલ્લાસ અનુભવ્યો. જેમની હયાતી દરમ્યાન કે હયાતી બાદ પણ, જેમના નામસ્મરણ માત્રથી આ કાર્ય વિષ્ણરહિતપણે મૂર્ત
સ્વરૂપને પામ્યું, એવા... પૂજ્ય આચાર્યશ્રી સગર્ચસૂરીશ્વરજી મ. ના
ચરણ કમળમાં સાદર કોટીશ વંઝા
છે કેમ ભૂલાય એ ગુરુદેવને પણ? )
ચારિત્ર પ્રતિ અંતરંગ પ્રીતિથી યુક્ત, અનેક આત્માઓને પ્રવજ્યા માર્ગે પ્રયાણ કરાવનાર, સંયમમૂર્તિ, પ્રતિ વર્ષ ઉપધાન તપ વડે શ્રાવકધર્મના દીક્ષા દાતા, શારીરિક સમસ્યાઓ વચ્ચે પણ બંને શાશ્વતી ઓળીની આરાધનાને ન ચૂકનારા, સાગર સમુદાયમાં ગચ્છાધિપતિ પદને શોભાવનારા અને સમર્થ શિષ્ય પરિવાયુક્ત એવા મહાન વિભૂતિરત્નપૂજ્ય આચાર્યશ્રી દેવેક્સાગરસૂરીશ્વરજી મ.
જેમના આજીવન અંતેવાસી, શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યશ્રી હર્ષસાગરસૂરિજી મ.સા.
જેમણે આ અનુવાદ કાર્ય માટે ઘણાં વર્ષો પૂર્વે પ્રેરણા કરેલી અને આ કાર્ય સાવંત પાર પહોંચાડવા માટે વિપૂલ ધનરાશિ મોકલાવી.
ઉક્ત બંને આચાર્ય ભગવંતોની અસીમ કૃપા અને તેઓ દ્વારા પ્રેરિત સંધો થકી થયેલ ધનવર્ષાના બળે પ્રસ્તુત કાર્ય મૂર્તસ્વરૂપ પામ્યું.
Page #5
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
Ipapers AAAAAAAAAAAA Eff
Seઝનમાનજી
આગમ સટીક અનુવાદના
આ ભાગ [૩૫] ની સંપૂર્ણ દ્રવ્ય સહાયના પ્રેરણાદાતાશ્રી પરમપૂજ્ય ક્રિયારૂચિવંત આચાર્યદેવ
શ્રી ભક્તિસૂરીશ્વરજી મ.ના સમુદાયના આ સાલ્લીશી મોકારિતાથીજી મ.
તેઓશ્રીની પ્રેરણાથી લાભલેનાર
શ્રી વાલાભનગર જૈન શ્રેમ, સંઘ
ઈન્દીર, મu.
AAAAAAAAAAAAAAAAA
Page #6
--------------------------------------------------------------------------
________________
દ્વવ્યસહાયકો
(અનુદાન દાતા,
અગમ સટીક આનુવાદા કોઈ એક ભાગના સંપૂર્ણ સહાયદાતા
સચ્ચાસ્ત્રિ ચુડામણી પૂજ્ય ગચ્છાધિપતિ સ્વ. આચાર્યદેવ
શ્રીમદ્ દેવેન્દ્રસાગરસૂરીશ્વરજીના આજીવન અંતેવાસી સગુણાનુરાગી પૂજ્ય આદેવશ્રી હર્ષસાગરસૂરિજી મ.ની
જ્ઞાનઅનુમોદક પ્રેરણાથી પ્રેરિત શ્રી આઠવાલાઈન્સ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ તથા શ્રી શેઠ ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સુરત.
૧૬ ભાગોના સંપૂર્ણ સહાયક થયેલ છે.
પરમપૂજય સરળ રવાભાવી, ભકિ પરિણામી, ભુતાન ગી સ્વ આચારવિશ્રી વિજય ચકચંસૂરીશ્વરજી મ.સા.ની
પુનિત પ્રેરણાથી ૧૦ ભાગો માટે
નીચેના સંઘો સહાયક થયા છે. (૧) શ્રી મંગલપારેખનો ખાંચો, જૈનસંઘ, અમદાવાદ
બે ભાગ. (૨) શ્રી ભાવનગર જૈન શ્વે ભૂ.પૂ. સંઘ, ભાવનગર - બે ભાગ. (૩) શ્રી આદિનાથ જૈન શ્વે. મૂપૂ. સંઘ, નવસારી બે ભાગ. (૪) શ્રી ગિરિરાજ સોસાયટી આદિનાથ જૈન સંઘ, બોટાદ બે ભાગ. (૫) શ્રી જૈન શ્વેમૂપૂ. તપાગચ્છ સંઘ, બોટાદ એક ભાગ (૬) શ્રી પાર્થભક્તિધામ જૈન ધાર્મિક ટ્રસ્ટ, તણસા એક ભાગ
પિરમપુજ્ય આચાર્યદિવ શ્રી ઋચકચંદ્રસૂરીશ્વરજીની પ્રેરણાથી તેમના સમુદાયવર્તી શ્રમણીવર્યાઓ તરફથી પ્રાપ્ત સહાયની નોંધ આગળ છે.]
Page #7
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદિવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવર્તી વૈયાવચ્ચ પરાયણ પંન્યાસ પ્રવર શ્રી વજસેનવિજયજી મ.સા.ની પ્રેરણાથી એક ભાગશ્રી હાલારતીર્થ આરાધના ધામ, વડાલિયા, સીંહણ, તરફથી
આગમ સટીક અનુવાદ શ્રેણીના સર્જક મુનિશ્રી દીપરત્નસાગરજીની પ્રેરણાથી આ બે દાતાઓએ મળીને એક ભાગ માટે સહાય કરી છે.
(૧) શ્રી જૈન મૂર્તિ સંઘ, થાનગઢ (૨) શાહ હંજારીમલજી ભૂરમલજી, કર્નલ.
| પદ્મ ક્રિયાવિત પ્રભાવક, આદેય નામકર્મઘર સ્વસ્થ
આચાર્યદિવ શ્રીમદવિજય કચકચંદ્રસૂરીશ્વરજીથી પ્રેરિત પુન્યવતી પ્રમાણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત અનુદાનો
૧- વર્ધમાન તપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભક્તિસૂરીશ્વરજી
સમુદાયવર્તી મિલનસાર સાદદનીશ સૌપ્રાકાશ્રીજીની પ્રેરણાથી ત્રણ ભાગો માટેની દ્રવ્ય સહાય પ્રાપ્ત થઈ છે, તે આ પ્રમાણે- (૧) શ્રી કારેલીબાગ, જે મૂ૦પૂજૈનસંઘ, વડોદરા. - (૨) શ્રી કારેલીબાગ, જેન સંઘની શ્રાવિકા બહેનો, વડોદરા. - (૩) શ્રી ભગવાન નગરનો ટેકરો, જેનસંઘ, અમદાવાદ.
- સુવિશાળ પરિવારયુક્તા સાધીશી ભાવપૂર્ણાશ્રીજી માની
પ્રેરણાથી “શ્રી ક્ષેત્રપાલ ભક્તિ ટ્રસ્ટ” - નવસારી તરફથી.
|
૩- વર્ધમાન તપોનિધિ પૂજ્ય આચાર્યદેવશ્રી ભક્તિસૂરીશ્વરજી
મ૦ ના સમુદાયવર્તી પપૂ. સાદનીશ્રી ધ્યાન-રસાસ્ત્રીજી તથા સાદનીશ્રી પ્રફુલિતાશ્રીજીની પ્રેરણાથી - “શ્રી માંગરોળ જૈન એ તપ સંઘ, માંગરોળ - તરફથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
દ્રવ્યસહાયકો
૪- પરમપૂજ્યા જયશ્રીજી-લાવણ્યશ્રીજી મના પરિવારવર્તીની સાળીશ્રી સત્યાનંદશ્રીજી મ.સા.ની પુનિત પ્રેરણાથી
“શ્રી ગાંધીનગર જૈન સંઘ, બેંગલોર - તરફથી.”
૫- પરમપૂજ્ય ક્રિયારૂચીવંત આ દેવશ્રી ભક્તિસૂરીશ્વરજી મના
સમુદાયવતી શ્રમણીવ મોક્ષનદિતાશ્રીજી મની પ્રેરણાથી “શ્રી વલ્લભનગર જૈન શ્વેમ્પૂ, સંઘ, વલ્લભનગર, ઈન્દૌર
પરમપૂજય આગમોદ્ધારક, સામાચારી સંરક્ષક, બાહુત યાદિન આનંદસાગરસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયવતી ત અનુરાગીણી શ્રમણીવઓની પ્રેરણાથી પ્રાપ્ત સહાયો.
(૧) પરમપૂજ્યા નીડરવક્તા સાળીશ્રી ચંલ્યાશ્રીજી માથી પ્રેરિત ૧- શ્રી ત્રિલોકપદ્મ ચિંતામણિધામ જૈન સંઘ, અંધેરી, મુંબઈ. -- શ્રી મહાવીરનગર જૈન દહેરાસરજી ટ્રસ્ટ, નવસારી.
(૨) અપ્રતિમ વૈયાવૃત્યકારિકા પપૂ. મલય-પ્રગુણાશ્રીજી મના શિષ્યા
સુસંવાદી પરિવારયુક્તા સાળી સ્ત્રી પ્રશમશીલાશ્રીજી મહના શ્રુતાનુરાગી શિષ્યા સા શ્રી પ્રશમરત્નાશ્રીજીની પ્રેરણાથી“શ્રી શ્વેતાંબર જૈન તપાગચ્છ સંઘ,” વાંકાનેર.
(૩) પરમપૂજ્યા માતૃહૃદયા સાળીશ્રી અમિતગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી !
- “શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ,” ભોપાલ.
(૪) પરમપૂજ્યા વર્ધમાનતાસાધિકા, શતાવધાની સાળીશ્રી અમિત
ગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી-૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ નિમિત્તે કરચેલીયા જૈન શ્વે મહાજન પેઢી,” કરચેલીયા, સુરત.
-
-
-
-
-
-
Page #9
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
(૫) શ્રમણીવર્યા ભક્તિરસિક પૂજ્ય મલયાશ્રીજી મના વ્યવરદક્ષ શિષ્યા સાળીશ્રી હિતાશ્રીજી મની પ્રેરણાથી
શ્રી જૈન મરચન્ટ સંઘની શ્રાવિકા બહેનો, અમદાવાદ.
(૬) પરમપૂજ્યા મલય-કૈવલ્ય-ભવ્યાનંદશ્રીજી મના સુવિનિતા મિષ્ટ ભાષી, તપસ્વીરના સાનીથી પૂરપક્વાશ્રીજીની પ્રેરણાથી
“સર્વોદય પાર્શ્વનાથ ચેરિટેબલ ટ્રસ્ટ,” મુંબઈ
(આગમ-સીક અનુવાદ સહાયસ્કો)
(૧) પપૂ. ભગવતીજી દેશનાદક્ષાદેવશ્રી નરદેવસાગરસૂરિજી મસાની
પ્રેરણાથી - “શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ,” જામનગર.
(૨) વર્ધમાન તપોનિધિ પૂજ્ય આ.દેવ શ્રી વિજય પ્રભાક્રસૂરીશ્વરજી મe
ની પ્રેરણાથી – “અભિનવ જૈન શ્વેબ્યૂ સંઘ,” અમદાવાદ,
(૩) શ્રુતસંશોધનરસિક પૂજ્ય આ દેવશ્રી મુનિસૂરિજી મની પ્રેરણાથી
– “શ્રી વિજયભદ્ર ચેરિટેબલ ટ્રસ્ટ,” ભીલડીયાજી.
| (૪) પપૂ. જયલાવણ્યશ્રીજી મસાના સુશિષ્યા સારા સૂર્યપભાશ્રીજી મની
પ્રેરણાથી – “શ્રી ભગવતીનગર ઉપાશ્રયની બહેનો,” અમદાવાદ.
(૫) પરમપૂજ્યા વરધમશ્રીજી મના શિષ્યા તપસ્વીરત્ના સાદનીશ્રી
પ્રીતિઘમશ્રીજી મની પાવન પ્રેરણાથી. - (૧) શ્રી પાર્થભક્તિ શ્રેમૂવપૂછ જૈનસંઘ, ડોંબીવલી. - (૨) શ્રી રાજાજી રોડ ચેમ્પૂ તપાજૈન સંઘ, ડોંબીવલી.
(૬) સ્વનામધન્યા શ્રમદીવયશ્રી સમ્યગાણાશ્રીજી મની પ્રેરણાથી.
“શ્રી પરમ આનંદ શેમ્પૂ જેનસંઘ, પાલડી, અમદાવાદ.
Page #10
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
-
-
- -
- -
-
મુનિ દીપરત્નસાગરજી દ્વારા પ્રકાશિત સાહિત્ય-એક ઝલક
કુલ પ્રકારનોનો અંક ૩૦૧
-માલુiળ-મૂe.
૪૯-પ્રકાશનો આ સંપુટમાં મૂળ આગમો છે. જેમાં ૪૫ આગમો ૪૫ અલગ-અલગ પુસ્તકોમાં મુદ્રિત કરાવાયેલ છે. ચાર વૈકલ્પિક આગમો પણ તેમાં સમાવાઈ ગયેલ છે. એ રીતે ૪૫ + ૪ કુલ (૪૯) આગમોનું આ સંપુટમાં સંપાદન છે. તેમજ પ્રત્યેક સૂત્રને અંતે પૂજ્ય સાગરાનંદસૂરિશ્વરજી સંપાદિત આગમો તથા તેની વૃત્તિના અંકો પણ ટાંક્યા છે.
અમારા આ પ્રકાશનમાં શ્રુતસ્કંધ, શતક/અધ્યયન/વક્ષસ્કાર/પદ, પ્રતિપત્તિ, ઉદ્દેશક, સૂત્ર/ગાથા આદિ સ્પષ્ટતચા જુદા નજરે પડે તેવી વિશિષ્ટ મુદ્રણકલાને પ્રયોજેલ છે. પુસ્તકો અલગ-અલગ અને નાના કદના હોવાથી વાંચન કે કંઠસ્થ કરવાની અતિ સરળતા રહે છે.
૪૫-આગમની પૂજા, પૂજન, રથયાત્રા કે શ્રી ગૌતમસ્વામી પૂજનાદિ માટે અલગ-અલગ પીસ્તાળીસ પુસ્તકો હોવાથી ગોઠવણી સરળ બને છે.
સામરોસો, સામાોિસો, આગમવિષયદર્શન, આગમકથાનુયોગના મૂળ સંદર્ભ જોવા માટે આ પ્રકાશન વસાવવું જરૂરી જ છે. જેની કિંમત છે રૂા. ૧૫૦૦ -દર્શન-પૂજન માટે આજીવન ઉપયોગી છે.
૨. આગમ-ગુજરાતી અનુવાદ
પ્રકારનો આપણા મૂળ આગમો અર્ધમાગધી ભાષામાં છે. જેઓ ભાષાજ્ઞાનથી વંચિત છે, શાસ્ત્રીય કારણોથી આગમના અભ્યાસથી વંચિત રહ્યા છે, આગમોની વાંચના પ્રાપ્ત કરી શકતા નથી ઈત્યાદિ કારણે આગમિક પદાર્થોનું જ્ઞાન પામી શક્યા ન હોય તેવા ભવ્યાત્માઓ શ્રી કલ્પસૂત્ર માફક સરળતાથી આગમોનું વાંચન અને બોધ પ્રાપ્ત કરી શકે, તેમજ ભવભીરુ આત્માઓ પોતાનું જીવન માર્ગાનુસાર બનાવી શકે તેવું પ્રકાશન.
સાત ભાગોમાં સમાવિષ્ટ ૨૮૦૦ જેટલા પૃષ્ઠોમાં પીસ્તાળીશ આગમોનો અક્ષરશઃ અનુવાદ ધરાવતા આ “આગમદીપ” સંપુટમાં બીજા બે વૈકલ્પિક આગમોનું ગુજરાતી પણ આપેલ જ છે.
અંદાજે ૯૦,૦૦૦ શ્લોક પ્રમાણ મૂળ આગમનો આ ગુજરાતી અનુવાદ રૂા. ૨૦૦૦/-ની કિંમતે ઉપલબ્ધ થઈ શકે છે. પણ હાલ તેની એક પણ નકલ બચેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની લોકપ્રિયતાનો પૂરાવો છે. અનેક પૂજ્યશ્રીએ આ ગુજરાતી અનુવાદનો સ્વાધ્યાયાદિ અર્થે ઉપયોગ કરેલો છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦
આગમસૂત્ર સટીક અનુવાદ
३. आगमसुत्ताणि सटीकं ૪૬-પ્રકાશનો
જેઓને મૂળ આગમો વાંચ્યા પછી તેની વિસ્તૃત સમજ મેળવવી છે. તેમાં રહેલા પદાર્થોને ઊંડાણથી અવગાહવા છે, તેમાં રહેલા તત્ત્વો આધારિત કથા, દૃષ્ટાંત કે દ્રવ્યાનુયોગને જાણવો છે, તેવા વિશિષ્ટ જ્ઞાનપિપાસુ માટેનું અમારું આ ૧૩,૦૦૦ જેટલા પૃષ્ઠોમાં પથરાયેલ અને ત્રીશ ભાગોમાં વિભાજીત એવું દળદાર પ્રકાશન છે.
આ પ્રકાશનમાં મૂળ આગમો પર પ્રાપ્ત બધી જ નિર્યુક્તિઓ, ૩૯ આગમો પરની વૃત્તિ, શેષ આગમોની સંસ્કૃત છાયા, કેટલાંક ભાષ્યો તથા ચૂર્ણિઓ ઈત્યાદિ સર્વે વિવેચનોનો સમાવેશ કરાયેલ છે.
સૂત્રો અને ગાથાના સ્પષ્ટ અલગ વિભાજન, પ્રચુર પેરેગ્રાફસ, અધ્યયન, ઉદ્દેશક, સૂત્ર આદિની સુસ્પષ્ટ અલગ પેજ લાઈન તેમજ અમારા મૂળ અને અનુવાદિત આગમોમાં અપાયેલા ક્રમાંક મુજબના જ સૂત્ર ક્રમાંકન તથા વ્યવસ્થિત અનુક્રમણિકાને લીધે કોઈપણ પસંદિત ચોક્કસ વિષયવસ્તુ કે સમગ્ર અધ્યયનના વાંચનમાં સરળતા રહે તે રીતે આ સંપુટનું સંપાદન અને મુદ્રણ કરાયેલું છે.
આ પ્રકાશનના અભ્યાસમૂલ્ય અને સંશોધનક્ષેત્રે ઉપયોગિતા તેમજ સમગ્ર વિશ્વમાં આગમ પ્રકાશનની આવી એક જ માત્ર શ્રૃંખલા ઉપલબ્ધ હોવાને કારણે રૂા. ૧૧,૦૦૦/- મૂલ્ય હોવા છતાં તેની એક પણ નકલ સ્ટોકમાં રહેલી નથી. એ જ અમારા આ પ્રકાશનની મહત્તા સાબિત કરે છે.
૪. આગમ-વિષય-દર્શન
આ એક એવું પ્રકાશન છે, જેમાં ૪૫-આગમોની વિશરૂપે અનુક્રમણિકા અપાયેલ છે, છતાં તેના પૃષ્ઠો છે.
M
૩૮૪.
પ્રત્યેક આગમના પ્રત્યેક સૂત્ર કે ગાથાના વિષયોને એ જ આગમોના સૂત્રોના ક્રમાંકન અનુસાર, અતીવ સુસ્પષ્ટ રૂપે અને પૃથક્પૃથક્ સ્વરૂપે અપાયેલી આ અનુક્રમણિકાથી તમે તમારો મનગમતો-આવશ્યક કે તમારા સંશોધન અને લેખનને અનુરૂપ વિષય સહેલાઈથી પસંદ કરી શકો છો.
ગુજરાતી ભાષામાં તૈયાર કરાયેલ આ અનુક્રમણિકાથી તમે અમારા અનુવાદિત આગમોમાં તો મૂળ વિષય જોઈ જ શકો છો. તદુપરાંત મૂળ આગમો કે આગમસટીકં માં પણ તમારી પસંદગીનો વિષય શોધવો આ બૃહત્ અનુક્રમ પરથી ખૂબ જ સરળ છે. રૂા. ૪૦૦/-ની કિંમતને લક્ષમાં ન લઈ તેનું ઉપયોગિતા મૂલ્ય સમજશો.
Page #12
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
५. आगमसहक्रोसो ૪-પ્રકાશનો
૧૧
આ શબ્દકોશ - એટલે સંદર્ભસ્થળ નિર્દેશ સહિતની “આગમ-ડીક્ષનેરી' જેમાં તમને મળે છે મૂળ આગમમાંથી લેવાયેલા ૪૬,૦૦૦ શબ્દો અને તેના ૩,૭૫,૦૦૦ જેટલા આગમ સંદર્ભો સહિત મૂળ-અર્ધમાગધી શબ્દોના સંસ્કૃત અર્થ અને ગુજરાતી એક કે વધુ અર્થો.
ચાર ભાગોમાં સમાવિષ્ટ ૨૪૦૦ જેટલા પાનાઓનો આ પુસ્તકનો સેટ મેપલીથો કાગળ, પાકુ બાઈન્ડીંગ અને આકર્ષક મુખપૃષ્ઠ તો ધરાવે જ છે. પણ તમારે માટે તેની ઉપયોગિતા છે ૩ થી ૪ પર્યંતનો કોઈપણ શબ્દ શોધવા માટે. ત્યાં ફક્ત શબ્દનો અર્થ જ જોઈને બેસી નથી રહેવાનું. પણ પીસ્તાળીશે પીસ્તાળીશ આગમોમાં આ શબ્દ જ્યાં જ્યાં વપરાયો હોય તે-તે બધાં સ્થાનોનો નિર્દેશ પણ મળશે જ - જેના દ્વારા એક જ શબ્દ જો જુદા જુદા સંદર્ભમાં વપરાયો હશે, તો તે ભિન્ન-ભિન્ન સંદર્ભયુક્ત અર્થ કે વ્યાખ્યા પણ જાણી શકાશે.
wwxxx
વળી આવા સંદર્ભો જોવા માટે તમારે જુદા જુદા પ્રકાશનોના આગમોને ફેંદવાની કોઈ જરૂર નથી. તમે માત્ર અમારું ગામસુત્તાળિ – સંપુટ સાથે રાખો. તમારે ઉપયોગી શબ્દો મૂળ આગમ કે આગમ-સટીક માં મળી જ જવાના
६. आगमनामक्रोसो
આગમ શબ્દકોશની એક પૂરક ડીક્ષનેરી તે આ “આગમ નામકોશ'. આ પ્રકાશન આગમસટીકં માં આવતા નામો (કથાઓ)ની ડીક્ષનેરી છે. આ ડીક્ષનેરીમાં કથાના પાત્રોના નામો તો કક્કાવારી ક્રમમાં આપેલા જ છે. સાથે સાથે તે પાત્રો કે નામોનો સંક્ષિપ્ત પરિચય પણ છે.
તમારે મૂળ આગમ ઉપરાંત નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ કે વૃત્તિમાં જો આ નામ કે તે નામ સાથે સંકડાયેલ કથા કે દૃષ્ટાંત જાણવા છે તો અમારી ડીક્ષનેરીમાં તેતે નામને અંતે નિર્દેશ કરાયેલ આગમ સંદર્ભ જોવો. આગમ સંદર્ભ જોતાં જ તમને તે સંદર્ભવાળા આગમનું નામ, પંચાંગીનો પ્રકાર અને સૂત્રક્રમ મળી જશે. જેના આધારે તમે તે કથા કે દૃષ્ટાંતનો સહેલાઈથી અભ્યાસ કરી શકશો.
આ નામકોશનું મહત્ત્વ તો ત્યારે જ સમજાય જ્યારે એક જ નામ ધરાવતા એકથી વધારે પાત્રોનો અલગ-અલગ પરીચય કે જુદી જુદી કથાઓ તમને જોવા મળે. તે પણ ફક્ત રૂા. ૨૦૦/-ની કિંમતમાં.
સંદર્ભ મુજબ કથા જોવા માટે અમારું આગમસુત્તાળિ-સટી તો છે જ.
Page #13
--------------------------------------------------------------------------
________________
આગમસૂત્ર સટીક અનુવાદ
७. आगमसूत्र हिन्दी अनुवाद
ગાકારનો મૂળ આગમના ૯૦,૦૦૦ જેટલાં શ્લોક પ્રમાણ સાહિત્યના મૂળ પ્રકાશન પછી જેમ તેનો ગુજરાતી અનુવાદ કર્યો, તેમ હિન્દી અનુવાદ પણ કર્યો. ફર્ક એટલો જ કે આ હિન્દી અનુવાદ બાર ભાગોમાં આશરે ૩૨૦૦ જેટલા પાનાઓમાં પથરાયેલો છે. ગુજરાતી અનુવાદ કરતા ૩૦૦થી પણ વધારે પૃષ્ઠો તેમાં ઉમેરાયા છે. જે ફક્ત કદની વૃદ્ધિ જ નથી, પણ અર્થવિસ્તાર અને પેરેગ્રાફોની પ્રચૂરતા પણ ધરાવે જ છે.
હિન્દીભાષી મહાત્માઓને પણ આગમના પદાર્થજ્ઞાનથી વંચિત ન રહેવું પડે તે આશયથી તૈયાર કરાયેલ આ આગમસૂત્ર હિન્દી અનુવાદ હિન્દી ભાષાની સમૃદ્ધિ અને સાહિત્યિક મૂલ્ય તો ધરાવે જ છે. તે ગુજરાતી ભાષી આગમરસિકો અને તત્વજિજ્ઞાસુઓ માટે પણ મહત્ત્વનું સંદર્ભશાસ્ત્ર બની રહ્યું છે.
રૂા. ૨૭૦૦/-નું મૂલ્ય ધરાવતા આ ગામસૂત્ર-હિન્દી અનુવા માં પણ ક્રમાંકન તો મૂળ આગમ, આગમ ગુજરાતી અનુવાદ અને મારામ સરી અનુસાર જ થયેલ છે. તેથી અભ્યાસીઓને તુલના કરવી સરળ પડે છે.
૮. આગમ કથાનુયોગ
પ્રકાશનો આગમ કાર્ય વિષયક આ અમારું નવમું પ્રકાશન છે. જેમાં “કથાનુયોગ” નામે અનુયોગની મુખ્યતા છે. આ પ્રકાશનમાં મૂળ આગમો, આગમો પરની નિયુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વૃત્તિ કે અવસૂરી એ તમામનો સમાવેશ કરી આ આગમ કથાનુયોગનો સંકલન અને ગુજરાતી અનુવાદ કરવામાં આવેલ છે. જે છ ભાગોમાં વિભાજીત છે ૨૨૦૦ જેટલા પૃષ્ઠોમાં સમાવિષ્ટ છે અને કથાઓને દશ વિભાગમાં ગોઠવેલ છે.
આ કથાનુયોગમાં તીર્થકર, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ એ ઉત્તમપુરષો સંબંધી કથાનક કે માહિતીનો સંગ્રહ છે, શ્રમણ વિભાગમાં ગણધરો, પ્રત્યેકબુદ્ધો, નિલવો, અન્ય શ્રમણોની કથાઓ છે. તે સાથે આશરે ૯૦થી વધુ પૃષ્ઠોમાં ગોશાળાનું કથાનક તેના પૂર્વભવ, વર્તમાનભવ અને ભાવિ ભવો સહિત મૂકેલ છે. તે સિવાય શ્રમણી કથા, શ્રાવક કથા, શ્રાવિકા કથા, અન્યતીર્થી કથા, પ્રાણી કથા, પ્રકીર્ણ કથા અને દષ્ટાંતોના અલગ વિભાગો છે. પ્રત્યેક કથાને અંતે તેના આગમ સંદર્ભો પણ મૂકેલા છે, જેથી મૂળ માહિતી સ્રોત જોઈ શકાય. છટ્ઠા ભાગમાં અકારાદિક્રમે પ્રત્યેક કથાના નામોની ગોઠવણી અને તેની સાથે પૃષ્ઠોક આપેલા છે, જેથી કોઈપણ કથા શોધવી અત્યંત સરળ બને છે.
- આ “આગમ કથાનુયોગ” કેવળ કથારસિકો તથા વ્યાખ્યાતાઓ માટે અત્યંત ઉપયોગી પ્રકાશન છે. જેનું મૂલ્ય માત્ર રૂ. ૧,૫૦૦/- છે. તેમજ સન-૨૦૦૪માં જ પ્રકાશિત થયેલ હોવાથી હજી સરળતાથી ઉપલબ્ધ છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૯. આગમ માતાજનવિધિ આ એક લઘુ પુસ્તિકા છે. જેમાં પીસ્તાળીશ આગમ મહાપૂજન ભણાવવા માટેની સરળ, સ્પષ્ટ, શાસ્ત્રીય વિધિ છે. સાથે-સાથે પંડિત શ્રી રૂપવિજયજી કૃત ૪૫આગમ પૂજાઓ પણ આપી દીધેલ છે. અષ્ટપ્રકારી પૂજાના અભિનવ દુહા પણ છે.
કોઈપણ વિધિકારકને સહેલાઈથી પૂજન કરાવતા ફાવે તે રીતે વિધિ સાથે સુચનાઓનો નિર્દેશ છે. તેમજ આગમ મંડપની રચના, માંડલ, આવશ્યક સામગ્રી, વિધિમાં પ્રત્યેક કાર્ય માટે જરૂરી એવા સહાયકોની કાર્ય વહેંચણી પણ જણાવેલ છે.
મોટા ટાઈપ, પધોની સુંદર ગોઠવણી, પ્રત્યેક પૂજન માટેનું અલગ પેજ, દરેક પૂજનને માટેની સૂચના, તે પૂજનની સાથે જ અપાયેલી હોય તેવું આ એક માત્ર પ્રકાશન છે.
૧૦. આગમ સટીક અનુવાદ
૪૮-માણાનો પ્રસ્તુત પ્રકાશનમાં આગમોના મૂળસૂત્રોનો અક્ષરશઃ અનુવાદ તો છે જ. સાથે સાથે આગમોની નિર્યુક્તિ અને ટીકાનો પણ અનુવાદ કરેલ હોવાથી અમે “સટીક અનુવાદ” એવું નામકરણ કરેલ છે. જેમાં ૪૫ આગમો ઉપરાંત બે વૈકલ્પિક આગમો અને કલ્પ [બારસા સૂત્રના સમાવેશથી ૪૮ પ્રકાશનો થાય છે. જેને આ સાથે અમે ૪૨-ભાગોમાં પ્રકાશિત કરેલ છે.
આ સટીક અનુવાદમાં છ છેદ સૂત્રોનો અનુવાદ માત્ર મૂળનો જ છે, તેમાં સટીક અનુવાદ નથી. સંસ્કૃત અને પ્રાકૃત ભાષાજ્ઞાનથી વંચિત શ્રુતરસિકો કે સ્વાધ્યાય પ્રેમીઓને આ અત્યંત ઉપયોગી પ્રકાશન છે, જેનું સંયુક્ત મૂલ્ય રૂા. ૧૦,૦૦૦/- છે, કે જે કિંમતમાં તો કોઈ ૪૫ સટીક આગમોનો અનુવાદ પણ ન કરી આપે.
આ સટીક અનુવાદ સંપુટમાં-અંગસૂત્રો, ઉપાંગ સૂત્રો અને મૂળસૂત્રોનો સંપૂર્ણ સટીક અનુવાદ છે. પન્ના સૂત્રોમાં પણ ઉપલબ્ધ ટીકાઓનો અનુવાદ કરેલો જ છે, નંદી અને અનુયોગ બંને સૂત્રોનું વર્તમાન પદ્ધતિથી સાનુવાદ વિવેચન કરેલ છે અને છેદસૂત્રો, કલ્પસૂત્ર અને કેટલાંક પન્નાઓનો મૂળનો અનુવાદ છે.
- x
–
–
આ હતી આગમ સંબધી કામારા ૨૫૦ પ્રકાશનોની યાદી
- X - X –
Page #15
--------------------------------------------------------------------------
________________
G
આગમસૂત્ર સટીક અનુવાદ
આગમ સિવાયના સાહિત્ય સર્જનની ઝાંખી
(૧) વ્યાકરણ સાહિત્ય : ૦ અભિનવ હૈમ લઘુપ્રક્રિયા ભાગ-૧ થી ૪
– મહોપાધ્યાય વિનયવિજયજી કૃત “લઇપ્રક્રિયા” પર સિદ્ધહેમ શબ્દાનુશાસન અને તેની સાથે સંબંધિત અનેક સંદર્ભગ્રંથોના ઉપયોગથી તૈયાર કરાયેલો એવો આ દળદાર ગ્રંથ છે. જે ક્રાઉન આઠ પેજમાં તૈયાર થયેલ છે. સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટેનું આ પ્રકાશન છે. જે ગુજરાતી ભાષાના માધ્યમથી તૈયાર થયેલ છે. તેમાં મૂળસૂત્ર, તેનો અર્થ, વૃત્તિ, નૃત્યર્થ, અનુવૃત્તિ, વિશેષ વિવેચન જેવા સાત વિભાગો અને પ્રચૂર પરિશિષ્ટો છે.
૦ કૃદામાલા - – આ લઘુ સર્જનમાં ૧૨૫ ધાતુઓના ૩ પ્રકારે થતાં કૃદન્તોનું કોષ્ટક છે. (૨) વ્યાખ્યાન સાહિત્ય - ૦ અભિનવ ઉપદેશ પ્રાસાદ ભાગ-૧ થી ૩.
- આ એક સ્વતંત્ર વ્યાખ્યાનમાળા છે. “મન્નત જિણાણ” નામક સક્ઝાયમાં આવતા શ્રાવકના ૩૬ કર્તવ્યો ઉપરના ૧૦૮ વ્યાખ્યાનો તેમાં ગોઠવેલા છે. પ્રત્યેક વ્યાખ્યાન માટે દશ-દશ પેજ ફાળવેલ છે. જે પ્રત્યેકમાં શ્લોક-જૈનેત્તર પ્રસંગ - સંબંધિત કર્તવ્યની તાત્ત્વિક વ્યાખ્યા અને સમાજ-જેનકથા અને કર્તવ્યને અનુરૂપ સ્તવનાદિ પંક્તિની અંદર ગૂંથણી છે.
૦ નવપદ-શ્રીપાલ
– શાશ્વતી ઓળીના વ્યાખ્યાનરૂપે આ પુસ્તકનું સર્જન થયું છે, જેમાં નવે પદનું અલગ-અલગ વિવેચન સાથે નવ દિવસમાં શ્રીપાલચત્રિ પણ પૂરું થાય, તે રીતે ગોઠવેલા નવ વ્યાખ્યાનોનો સમન્વય છે.
(૩) તસ્વાભ્યાસ સાહિત્ય + ૦ તત્વાર્થસૂત્ર પ્રબોધ ટીકા-અધ્યાય-૧ ૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવ ટીકા-અધ્યાય-૧ થી ૧૦
– આ ગ્રંથમાં તત્વાર્થ સૂત્રના દશ અધ્યાયોનું અલગ-અલગ દશ પુસ્તકમાં અતિ વિસ્તૃત વિવેચન ધરાવતું દશાંગ વિવરણ છે. જેમાં સૂકહેતુ, મૂળસૂત્ર, સંધિરહિત સૂત્ર, સૂત્રાર્થ, શબ્દજ્ઞાન, અનુવૃત્તિ, અનેક સંદર્ભ ગ્રંથોને આધારે તૈયાર કરાયેલ અભિનવ ટીકા, સૂત્રસંદર્ભ, સૂપધ, સૂકનિષ્કર્ષ જેવા દશ વિભાગો છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
અમારા પ્રકાશનો
૧૫
પ્રત્યેક અધ્યાયને અંતે સૂવક્રમ, અકારાદિ ક્રમ, શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદ જેવા પરિશિષ્ઠો તથા દશમા અધ્યાયના પુસ્તકમાં અંતે શબ્દસૂચિ, વિષયસૂચિ, સંબંધકારિકા જેવા ઉપયોગી પરિશિષ્ઠો છે.
૦ તત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો.
– આ સંશોધન કક્ષાનું એક વિશિષ્ટ પુસ્તક છે. જેમાં તત્વાર્થ સૂત્રના પ્રત્યેક સૂત્રનો મૂળ આગમમાંથી ઉપલબ્ધ સંદર્ભ, સંદર્ભ પાઠ, સંદર્ભ સ્થળનો ઉલ્લેખ છે. તેમજ શ્વેતામ્બર-દિગમ્બર પાઠભેદની તાલિકા અને વિશ્લેષણ છે.
(૪) આરાધના સાહિત્ય - o સમાધિમરણ -
અંત સમયે અને ભાવિ ગતિ સુધારવા માટે મરણ સમયે ચિત્તની સમાધિ જળવાય રહે તેવી આરાધના વિધિ, આરાધના સૂત્રો, આરાધના પધો, આરાધના પ્રસંગો વગેરે સાત વિભાગોમાં આ ગ્રંથ સર્જેલો છે.
- સાધુ અંતિમ આરાધના ૦ શ્રાવક અંતિમ આરાધના
સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો અંત સમય સુધારવા માટે નિત્ય કરવાની એવી આ આરાધના છે, મૂળ પ્રાકૃત અને સંસ્કૃતમાં ગ્રંથસ્થ થયેલ આ વિધિને સરળ ગુજરાતીમાં રજૂ કરેલ છે. પંચાંગના કદની આ પુસ્તિકા સાથે રાખવી પણ સરળ છે.
(૫) વિધિ સાહિત્ય - ૦ દીક્ષા-ચોગાદિ વિધિ o વિધિ સંગ્રહ ભાગ-૧ ૦ સાધુ-સાધ્વી કાળધર્મ વિધિ
(૬) પૂજન સાહિત્ય - ૦ આગમ મહાપૂજન વિધિ-જેની નોંધ આગમ વિભાગમાં છે. ૦ પાઠ્ય પદ્માવતી પૂજનવિધિ
(9) ચત્ર સરોજન - ૦ ૪૫-આગમ યંત્ર ૦ વિંશતિ સ્થાનક યંત્ર
Page #17
--------------------------------------------------------------------------
________________
ગમસુત્ર સટીક અનુવાદ (૮) જિનભક્તિ સાહિત્ય : ० चैत्यवन्दन पर्वमाला ० चैत्यवन्दनसंग्रह-तीर्थजिन विशेष ० चैत्यवन्दन चोविसी ૦ ચૈત્યવંદન માળા
– આ એક સંપાદન ગ્રંથ છે. જેમાં પર્વદિન તથા પવતિથિના ચૈત્યવંદનો, ચોવિસ જિનની ચોવિસી રૂ૫ ચૈત્યવંદનો, વિવિધ તીર્થમાં બોલી શકાય તેવા અને જિનેશ્વર પરમાત્મા વિષયક વિવિધ બોલ યુક્ત એવા ૭૭૯ ચૈત્યવંદનોનો વિશાળ સંગ્રહ છે.
૦ શત્રુંજય ભક્તિ ० शत्रुञ्जय भक्ति ૦ સિદ્ધાચલનો સાથી - સિદ્ધાચલ ભાવયાત્રા, સ્તુતિ-ચૈત્યવંદનાદિ ૦ વીતરાગ સ્તુતિ સંચય-૧૧૫૧ ભાવવાહી સ્તુતિનો સંચય ૦ ચૈત્ય પરિપાટી (૯) પ્રકીર્ણ સાહિત્ય - ૦ શ્રી નવકાર મંત્ર-નવ લાખ જાપ નોંધપોથી ૦ શ્રી ચારિત્ર પદ એક કરોડ જાપ નોંધપોથી ૦ અભિનવ જૈન પંચાંગ ० अभिनव जैन पञ्चाङ्ग ૦ અમદાવાદ જિનમંદિર-ઉપાશ્રય આદિ ડિરેક્ટરી ૦ બાર વ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો ૦ શ્રી જ્ઞાનપદ પૂજા ૦ કાયમી સંપર્ક સ્થળ ૦ ચોઘડીયા તથા હોરા કાયમી સમયદર્શિકા (૧૦) સુણ અભ્યાસસાહિત્ય - ૦ જૈન એડ્રયુકેશનલ સર્ટિફિકેટ કોર્સ ૦ પ્રતિકમાણસૂત્ર અભિનવ વિવેચન ભાગ-૧ થી ૪
આ રીતે અમારા ૩૦૧ પ્રકાશનો થયા છે.
-x
-x
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂરસાર
ઓઘનિર્યુક્તિ-મૂલસૂત્ર/૨ આગમ-૪૧/૨નો વિશિષ્ટ સૂમસાર,
આગમ સટીક અનુવાદ શ્રેણીમાં આ ૪૧-મું આગમ છે. તે ચાર મૂળસૂત્રોમાં બીજું સૂત્ર છે. “ઓઘનિર્યુક્તિ” નામથી પ્રસિદ્ધ છે. તેને પ્રાકૃતમાં મોનિશુત્તિ કહેવામાં આવે છે. આ આગમ પિંડનિર્યુક્તિના વિકતામાં છે. આ આગમમાં મૂળ નિર્યુક્તિ-૮૧૨ છે, તેમાં ભાષ્ય ગાથા-૩૨૨ છે અને પ્રક્ષેપગાથા-૩૧-છે એ રીતે બધું મળીને ૧૧૫ ગાથા છે, જેને અમે ‘મૂન' શબ્દથી મૂકેલ છે.
આ આગમમાં મોય - સામાન્યથી સાધુની દિનચર્યાનું વર્ણન છે, તેથી પણ ઓઘનિર્યુક્તિ કહેવાય છે. શ્રી ભદ્રબાહુસ્વામી રચિત આ નિર્યુક્તિમાં સાત દ્વાર – પ્રતિલેખના, પિંડ, ઉપધિ, અનાયતનવર્જન, પ્રતિસેવા, આલોચના અને વિશુદ્ધિનું વર્ણન કરી ચરણકરણાનુયોગની મુખ્યતા મૂકી છે, જો કે તેમાં ધર્મ કથાનુયોગ સમાવિષ્ટ તો છે જ. નવમાં પૂર્વમાં રહેલ ત્રીજી આચાર વસ્તુના વીસમાં ઓઘપ્રાભૃતમાં રહેલ ઓઘ સામાચારીએ આ આગમનો આધાર ગણાય છે. આ આગમની ચૂર્ણિ પણ હોવાનું જાણવા મળેલ છે, પણ અમે તો દ્રોણાચાર્યકૃત વૃત્તિનો જ આધાર લીધેલો છે.
પિંડ નિર્યુક્તિનો ટીકા સહિત અનુવાદ કરતી વેળાએ પણ અમે અનુભવેલું કે આટલો વિસ્તાર અને તેનું ઉંડાણ સમજાવતા પહેલાં નુતન સાધુ-સાધ્વીને તેમાં પ્રવેશ કરાવવા સારરૂપ સમજણ વધુ ઉપયોગી થાય. આ જ કથન ઓઘનિર્યુક્તિ માટે પણ સત્ય જ છે. પિંડનિર્યુક્તિ કરતાં પણ દોટું કદ ધરાવતો અને જેમાં પિંડનિર્યુક્તિ કરતાં ૪૫૦ જેટલી વધારે ગાયા છે તેવું આ આગમ ટીકા સહિત અક્ષરશઃ અનુવાદ પામે તેવી ભાવના છતાં અમે અહીં માત્ર તેમાં પ્રવેશ કરાવવારૂપ “ઓઘનિર્યુક્તિવિશિષ્ટ સૂરસાર” મૂકીને અમારી પ્રતિજ્ઞાથી પાછા જ ખસેલા છીએ. અમારો હેતુ “સરળથી જટીલ” તરફ લઈ જવાનો છે. તેથી શ્રમણ ઉપયોગી આ આગમને માત્ર પ્રવેશદ્વાર રૂપે જ રજૂ કરેલ છે. આમાં નથી બધી ગાથાઓનો અર્થ કે નથી પુરો ટીકાનો અર્થ, આ માત્ર ઓઘનિર્યુક્તિની પરિચયપુસ્તિકા જ છે, તે વાત અમે સખેદ કબુલીએ છીએ. આપ તેને અમારો પ્રમાદ ગણશો તો પણ અમારે તે કબૂલવું જ રહ્યું.
- મુનિ દીપરત્નસાગર
Page #19
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧ થી ૬
$ ઓઘનિર્યુક્તિ-પ્રભા છે
- X - X - X - X - X - • મૂન થી ૩૦
પ્રસ્તાવના :- ઓઘનિયુકિતકર્તા ચૌદપૂર્વધર ભદ્રબાહુસ્વામી છે. તેમણે શ્રમણશ્રમણી વર્ષના અનુગહાર્ચે નવમાં પૂર્વમાં રહેલ, ત્રીજી આયાસ્વસ્તુના વીસમાં ઓuપામૃતમાં રહેલ ઓઘ સામાચારી કે જેમાં સાધુઆયાર સ્વરૂપ છે, તેનું ઉદ્ધરણા કરેલ છે. અહીં ઓઘ, પિંડ, સમાસ, સંક્ષેપ એ એક અર્થ જણાવતાર શબ્દો કે એકાર્ચિક નામો છે.
ઓઘ નિયુક્તિની સ્થના કરતા આવી પ્રતિજ્ઞા જણાવે છે કે -
“હું બઘાં જ અરિહંત ભગવંતોને, બધાં જ ચૌદપૂર્વધરોને, બધાં દશ પૂર્વધરોને, બઘાં અગિયાર અંગઘારણ કરનારાઓને તથા બધાં સાધુઓને નમસ્કાર કરીને ચરણ-કરણાનુયોગમાંથી અલા અક્ષQાળી અને મહાત્ અર્થવાળી એવી ઓઘનિયુક્તિ સાધુઓના અનુગ્રહને માટે કહું છું.”
આથી આ ઓપનિયુતિમાં શબ્દો થોડાં હોવા છતાં અર્થથી મહાન છે અને સાધુ-સાધવી માટે ખૂબ ઉપકારક છે.
આ ચરણ સિવારી અને કરણ સિતરી શું છે ? તે કહે છે – • મૂલ- ?*
ચરણસિત્તરી :- ચરણ સિતરીના 90 ભેદો આ પ્રમાણે છે - (૧) વ્રત, (૨) શ્રમણધર્મ, (3) સંયમ, (૪) વૈયાવચ્ચ, (૫) બ્રહ્મચર્ય, (૬) જ્ઞાનાદિ મિક, () તપ અને (૮) ક્રોધાદિ નિગ્રહ. તેમાં
- (૧) વ્રત પાંય છે • સર્વથા (૧) પ્રાણાતિપાત વિરમણ, (૨) મૃષાવાદ વિરમણ, (૩) અદત્તાદાન વિરમણ, (૪) મૈથુન વિરમણ, (૫) પરિગ્રહ વિરમણ.
- (૨) શ્રમણધર્મ દશ છે - ક્ષમા, માર્દવતા, સરળતા, મુક્તિ (સંતોષ), તપ, સંયમ, સત્ય, પવિત્રતા, નિપરિગ્રહતા અને બ્રહ્મચર્ય.
- (3) સંયમ ૧૭ ભેદે છે – પૃથ્વી, અાપુ, તેઉ, વાયુ, વનસ્પતિ એ પાંચ એકેન્દ્રિય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય મળીને નવ પ્રકારના જીવોની વિરાધના, પરિતાપના, કિલામણા ન થાય તેમ વર્તવું. (૧૦) અજીવતેમાં રણ કે દ્વેષ ન કરવો. (૧૧) પ્રેક્ષા સંયમ - યક્ષ આદિથી પડિલેહવા માટેનો ઉપયોગ રાખવો તે. (૨) ઉપેક્ષા સંયમ • શક્તિ હોવા છતાં સંયમમાં વીર્ય ન ફોરવતા એવા આત્માઓ તથા સાવધ વ્યાપારમાં પ્રવર્તતા ગૃહસ્થો પ્રતિ ઉપેક્ષા ભાવ રાખવો. (૧૩) પ્રમાર્જના - વસ્તુ લેતા કે મૂકતાં પૂંજવાનો ઉપયોગ રાખવો. (૧૪) પારિઠાપના • શરીરના મળમૂત્રાદિ વિધિપૂર્વક પાઠવવામાં ઉપયોગ રાખવો. (૧૫ થી ૧૭) મન, વચન, કાયાની અશુભ પ્રવૃત્તિઓ રોકીને શુભ પ્રવૃત્તિમાં ઉપયુક્ત રહેવું.
ઓઘનિયુકિત-વિશિષ્ટ સૂત્રસાર - (૪) વૈયાવચ્ચ દશ પ્રકારે છે - આચાર્ય, ઉપાધ્યાય, તપસ્વી, શૈક્ષ, ગ્લાન, કુલ, ગણ, સંઘ, સાધુ, સમનોજ્ઞ એ દશેની ભક્તિ-સેવા કરવા.
- (૫) બ્રહ્મચર્ય નવ પ્રકારે છે - (૧) સ્ત્રી, પશુ અને નપુંસક રહેતા હોય તે વસતિમાં ન રહેવું. (૨) સ્ત્રીની સાથે રાગથી વાતચીત ન કરવી કે સ્ત્રી પશુ નપુંસક સંબંધી કામકથા ન કરવી. (3) સ્ત્રી બેઠી હોય ત્યાં પુષે બે ઘડી અને પુરુષ બેઠો હોય તે સ્થાને સ્ત્રીને ત્રણ પ્રહર સુધી બેસવું નહીં. (૪) સ્ત્રીના અંગોપાંગ, મુખ, સ્તન, ચ, પગ, હાય વગેરે સમદષ્ટિથી જોયા નહીં. દષ્ટિ પડી જાય તો પણ તુરંત ખસેડી લેવી. (૫) શ્રી સંબંધી કામકથા ભીંત કે બીન સ્થાનના આંતસ્થી ન સાંભળવી કે ભતના આંતરેથી જોવી નહે. (૬) ગૃહસ્થપણામાં સ્ત્રી સાથે કરેલ કામકીડાનું સ્મરણ ન કરવું. () પૌષ્ટિક, ઉતેજક, કામવકિ સ્નિગ્ધ આહાર ના વાપરો. (૮) વિગઈરહિત આહાર પણ સુધા શાંત થાય તેથી વધારે ન વાપરવો. (૯) સારા દેખાવા શરીરની ટાપટીપ ન કરવી.
- (૬) જ્ઞાનાદિ ત્રિક - જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિની સુંદર આરાધના કરવી.
- () તપ - છ બાહ્ય અને છ અત્યંતર ભેદે તપ કમ્યો છે. તેમાં છ બાહાતષ આ પ્રમાણે - (૧) અનશન - આહારના ભાગરૂપ, (૨) ઉણોદરી - ભુખ કરતાં બેચાર કોળીયા ન્યૂન સખી આહાર કરવો, (3) વૃત્તિiફોષ - દ્રવ્ય, ક્ષોત્ર, કાળ, ભાવથી આહારદિનો સંડ્રોપ કરવો. (૪) સત્યાગ - છએ વિયોનો કે બે, ત્રણ વિગઈઓનો ત્યાગ. (૫) કાયકલેશ - લોચ આદિ કષ્ટ કે શીત-ઉણાદિને સહેવા તે. (૬) સંલીનતા - અંગોપાંગને સંકોચીને રાખવારૂપ.
છ અત્યંતર તપ આ પ્રમાણે છે - (૧) પ્રાયશ્ચિત • મૂલગુણ કે ઉત્તર ગુણના વિષયમાં થયેલ જે કોઈપણ ભૂલ હોય તે સર્વે ભૂલોની આલોચના કરી આત્મ શુદ્ધિ કરવી. () વિનય - આચાર્યાદિ નાધિકનો વિનય કક્વો - આવે ત્યારે ઉભા થવું, હાથ જોડવા, આસન આપવું વગેરે. (૩) વૈયાવચ્ચ • બાલ, ગ્લાન, આચાર્યાદિ, વૃદ્ધ વગેરેની સેવા કસ્વી, આહાર પાણી ઔષઘાદિ લાવી આપવા, શરીરની વિશ્રામણાદિ કરવા. (૪) સ્વાધ્યાય - વાયના, પૃચ્છના આદિ પંચવિધ જે સ્વાધ્યાય તેને નિરંતર કરવો. (૫) ધ્યાન • એકાગ્ર મનથી શુભધ્યાન. તવ આદિની વિચારણા વગેરે કરવા. (૬) કાયોત્સર્ગ - કર્મક્ષયાર્ચે મૌન-દયાન-સ્થાન વડે સ્થિર થઈને આત્માના બહિભવને વોસિરાવવા પૂર્વક રહેવું તે કાયોત્સર્ગ અથવા દેહ-ઉપાધિ આદિ બાહ અને ક્રોધાદિ કષાયરૂપ અત્યંતરનો ઉત્સર્ગ અત્યંત ત્યાગ.
- (૮) ક્રોધાદિ કષાયતો નિગ્રહ કરવો - તેમા કોધનો નિગ્રહ ક્ષમાથી કરવો, માનનો નિગ્રહ નમતાથી કવો, માયાનો નિકાલ સરળતાથી કરવો અને લોભનો નિગ્રહ સંતોષવી કરવો.
આ પ્રમાણે મુખ્ય આઠ ભેદોમાં પેટાભેદ આ પ્રમાણે થયા - ૫ + ૧૦ + ૧૭ + ૧૦ + ૯ + 3 + ૨ + ૪ = go એ સિતેર ભેદે ચરણ સિતરીના કહ્યા છે, તેમ જાણવું.
Page #20
--------------------------------------------------------------------------
________________
મૂલ-૮
૧૮૩
• મૂલ-૮ :
આ ગાથામાં કરણસિત્તરીના સિત્તેર ભેદો જણાવે છે, તે આ – (૧) પિંડ વિશુદ્ધિ, (૨) સમિતિ, (૩) ભાવના, (૪) પ્રતિમા, (૫) ઈન્દ્રિય નિરોધ, (૬) પ્રતિલેખના, (૭) ગુપ્તિ, (૮) અભિગ્રહ.
– (૧) પિંડ વિશુદ્ધિ ચાર ભેદે છે – (૧) વસ્ત્ર, (૨) પાત્ર, (૩) વસતિ, (૪) આહાર અથવા સામાન્યથી એક ‘આહાર' જ, તે નિર્દોષ મેળવવા માટે ગવેષણા આદિ કરવી તે.
– (૨) સમિતિ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે –
(૧) ઈસિમિતિ - સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિ ઉપર દૃષ્ટ રાખી ચાલવું. (૨) ભાષા સમિતિ - નિરવધ, હિતકર, મિત અને ખપ પૂરતી સત્ય ભાષા બોલવી અથવા બોલવામાં સમ્યક્ ઉપયોગ રાખવો. (૩) એપણાસમિતિ – ફક્ત સંયમ યાત્રાના નિર્વાહ માટે બેંતાલીશ દોષરહિત અને યતનાપૂર્વક આહારાદિની ગવેષણા કરવી. (૪) આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ – વસ્ત્ર, પાત્ર આદિ કોઈપણ વસ્તુ લેતા કે મૂક્તા દૃષ્ટિથી જોઈ, પૂંજી, પ્રમાઈ, લેવું કે મૂકવું. (૫) પારિષ્ઠાપનિકા સમિતિ – મળ, મૂત્ર, કફ, મેલ, સંયમને અનુપયોગી થયેલા વસ્ત્ર, પાત્ર આદિને નિર્જીવ સ્થાનમાં અને વિધિપૂર્વક પરઠવવા તેમજ પ્રવચનનો ઉગ્રહ ન થાય તેમ પરઠવવામાં ઉપયુક્ત હોવું.
– (૩) ભાવના બાર પ્રકારે છે, તે આ પ્રમાણે –
(૧) અનિત્ય ભાવના - જગા પદાર્થો અનિત્ય-નાશવંત છે. (૨) અશરણ ભાવના - મરણ અથવા બહુ કષ્ટ કાળે કોઈ શરણભૂત થતું નથી. (૩) સંસાર ભાવના - ચાર ગતિરૂપ કે પંચવિધ ભવ સાગરરૂપ આ સંસાર ભયંકર છે. તેમાં શત્રુમિત્ર કે મિત્ર-શત્રુ બની જાય છે. (૪) એકત્વ ભાવના-જીવ એકલો જ જન્મે છે, મરીને પરલોકમાં એકલો જ જાય છે, પોતાના કર્મોનું વેદન એકલો જ કરે છે. કોઈ સાથે આવતું નથી.
(૫) અન્યત્વ ભાવના – સ્વજન, કુટુંબ, ધન ચાવત્ શરીર પણ પોતાનું નથી, મારું કોઈ નથી, સૌ પોત-પોતાના સ્વાર્થમાં ડૂબેલા છે. (૬) અશુચિત્વ ભાવનાશરીરની ઉત્પત્તિ, સ્વરૂપ, પરિણામ અપવિત્ર છે. તેમાંથી નિરંતર અશુચિ ઝર્યા કરે છે. તેમાં રહેલ માંસ, લોહી, મળ, મૂત્રાદિ બધું અશુચિ છે. (૩) આશ્રય ભાવના - ઈન્દ્રિયાદિ આશ્રવો આત્માને કર્મથી મલીન કરનારા છે. તેમાં અવ્રત, યોગ, કષાય, મિથ્યાત્વ, પ્રમાદની પરિણતિ માત્ર જ આશ્રવ છે. (૮) સંવર ભાવના – સભ્યષ્ટિત્વ, વિરતિ, જ્ઞાનાદિથી કર્મનો બંધ અટકવો તે.
(૯) નિર્જરા ભાવના - કર્મનું આત્માથી છૂટા પડવું તે. જો દેશથી કર્મ છૂટા પડે તો તે નિર્જરા છે, સર્વયા કર્મો ખરી જાય તો તેને મોક્ષ કહે છે. કર્મો સ્વકાળથી
કે તપ અને વ્રતથી છૂટા પડે છે. (૧૦) લોકસ્વરૂપ ભાવના-છ દ્રવ્યનો સમવાય કે ઉધો અધઃ અને મધ્ય એ ત્રણ ભેદથી આ લોક છે. જેમાં અશુભ ભાવાદિથી નક
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
કે તિર્યંચ ગતિ અને શુભ ભાવથી મનુષ્ય અને દેવલોકરૂપ ગતિ પ્રાપ્ત થાય છે. નિજશુદ્ધ ભાવથી સિદ્ધિ ગતિ પમાય છે. (૧૧) બોધિ દુર્લભ ભાવના - મોહ વ્યાધિવાળાને સĚજ્ઞાન દૃષ્ટિ અને બોધિ દુષ્પ્રાપ્ય છે. વિરતિરૂપ નિજભાવનું ચાસ્ત્રિ પણ દુષ્કર છે, ત્રણ રત્નોની પ્રાપ્તિ થવી તે બોધિ કહેવાય છે. (૧૨) ધર્મસ્વરૂપ ભાવના - અહો ! જિનેશ્વરોએ કેવો આ સુંદર ધર્મ ઉપદેશેલ છે. ઈત્યાદિ ચિંતવના. આ ધર્મ અાંગ અને સ્વભાવરામી છે.
૧૮૮
– (૪) પ્રતિમા - વિશિષ્ટ પ્રતિજ્ઞા, તે બાર પ્રકારે છે. આ બારે પ્રતિમાનું સ્વરૂપ દશાશ્રુત સ્કંધમાં સારી રીતે વર્ણવેલ છે, આવશ્યક નિયુક્તિ-વૃત્તિમાં પણ તેની સુંદર વિવેચના છે. જેમાં એક માસ, બે માસ ચાવત્ સાત માસની પ્રતિમા એ સાત, ત્રણ સપ્તઅહોરાગની, એક-એક અહોરાત્રની એમ બાર પ્રતિમા થાય છે. જો કે આ પ્રતિમાનું આરાધન, પ્રથમ સંઘયણવાળા, ધીરજ અને સત્વયુક્ત સાધુ ગુરુ મહારાજની આજ્ઞાથી કરાય છે.
– (૫) ઈન્દ્રિય નિરોધ - ઈન્દ્રિયો પાંચ ભેદે છે, તે આ – (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ઘ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય, (૫) શ્રોત્રેન્દ્રિય. આ પાંચે ઈન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પરત્વે રાગ કે દ્વેષનો ત્યાગ કરી, સમભાવ કેળવવામાં ઉધમશીલ રહેવું.
-૬- પડિલેહણા - પચીશ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે –
વિધિપૂર્વક, બોલ બોલવાપૂર્વક અને સોળ દોષોથી રહિત એવી પડિલેહણા કરવી જોઈએ. ૧૬ દોષો આ પ્રમાણે છે ઃ- (૧) નર્તન-વસ્ત્ર કે શરીરને નચાવવું, (૨) વલન-વસ્ત્ર કે શરીને સીધું ન રાખવું, (૩) અનુબંધ-અખોડા, ૫ખોડા વધારે કરાવવા, (૪) મોસલી - કપડાં જેમ-તેમ લેવાં કે મૂકવા. (૫) આભટ-ઉતાવળે પડિલેહણા કરવી. (૬) સંમર્દ - વસ્ત્ર પુરુ ખોલ્યા વિના પડિલેહણા કરવી, (૭) પ્રસ્ફોટન-વસ્ત્રને ઝાપટવા. (૮) નિક્ષેપ-વસ્ત્ર એક બાજુ ફેંકતા જવું અથવા કપડાંના છેડા અદ્ધર કરવા.
(૯) વેદિકા - બંને હાય ઢીંચણની ઉપર રાખવા કે નીચે રાખવા. (૧૦) પ્રશિથિલ - કપડું ઢીલું પકડવું. (૧૧) પ્રલંબ - કપડું લટકતું રાખવું, (૧૨) લોલ-કપડું જમીનને અડાડવું. (૧૩) એકામર્શ - એક બાજુથી પકડી હલાવીને કપડું નીચે મૂકી દેવું. (૧૪) અનેકરૂપ ધૂનન - અનેક કપડાં ભેગાં કરી ખંખેરવા. (૧૫) શક્તિગણના - અખોડા ૫ખોડા ભૂલી જવા. (૧૬) વિતથકરણ - પડિલેહણ કરતા વાતો કરવી, પચ્ચક્ખાણાદિ આપવા.
-૭- ગુપ્તિ ત્રણ પ્રકારે જાણવી. તે આ – મનની, વાતની, કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકવી.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને
-૮- અભિગ્રહ ચાર પ્રકારે છે, તે આ ભાવથી વિશિષ્ટ નિયમને ધારણ કરવા તે.
આ પ્રમાણે મુખ્ય આઠ ભેદોના પેટા ભેદો વડે ૭૦ પ્રકારોને કહ્યા. તેમાં ૪
-
Page #21
--------------------------------------------------------------------------
________________
મૂલ
+ ૫ + ૧૨ + ૧૨ + ૫ + ૨૫ + 3 + ૪ = ૭૦ ભેદો કરણ સિત્તરીના થયા. આ
કરણસિત્તરી સાધુના ઉત્તગુણરૂપ છે.
૦ ઘરĪ - હંમેશા જે કરવા કે પાળવાના હોય, તે મહાવ્રતાદિ.
૦ વર્ગ - પ્રયોજન પડે કરવાના ગૌચરી આદિ.
૧૮૯
– એ રીતે ઉક્ત ૭૦ + ૭૦ = ૧૪૦ માં વિતથ આચરવાથી અતિચાર લાગે
છે, માટે આ ૧૪૦માં કોઈ દોષ ન લાગે તે માટે સાવધ રહેવું. • મૂલ-૯ થી ૧૯ઃ
અહીં કહેવાયેલ છે કે ચરણકરણાનુયોગથીમાંથી હું ઓઘનિયુક્તિ કહીશ. આથી ચરણકરણાનુયોગ સિવાય બીજા અનુયોગો પણ હોય જ. તે બીજા ત્રણ અનુયોગો આ પ્રમાણે છે અને તે ચાસ્ત્રિની રક્ષા માટે છે.
(૧) ચરણ કરણાનુયોગ - સાધુના આચારરૂપ ‘આચાર' સૂત્રાદિ. (૨) ધર્મકથાનુયોગ - કથા સ્વરૂપ, જ્ઞાતાધર્મકથાદિ. (3) ગણિતાનુયોગ - ગણિતરૂપ સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ. (૪) દ્રવ્યાનુયોગ - જીવાજીવાદિ પદાર્યત્વચારણા.
આ ચારે અનુયોગ એક એકથી ચડિયાતા છે, તેનું દૃષ્ટાંત આપે છે - એક રાજાના દેશમાં ચાર ખાણો હતી. રત્નની, સોનાની, ચાંદીની, લોઢાની. ચારે ખાણો એક એક પુત્રને એક એક વહેંચી આપી. જેના ભાગે લોઢાની ખાણ આવી તેને ચિંતા થઈ કે મારા ભાઈઓને કિંમતી ખાણો મળી, મને નકામી ખાણ મળી. તે દુઃખી થવા લાગ્યો. સુબુદ્ધિપ્રધાને તેને સમજાવ્યો કે તને ચારેમાં કિંમતી ખાણ મળી છે, કેમકે બીજી ત્રણે ખાણો લોઢા ઉપર આધાર રાખે છે. લોઢા સિવાય તે રત્નો, સોનું, ચાંદી કાઢી શકાતા નથી. જ્યારે તારી પાસે બધાં લોઢું માંગવા આવે ત્યારે તું રત્નો આદિના બદલામાં લોઢું આપજે, જેથી સૌથી ધનવાન્ બની શકીશ.
આ રીતે ચરણકરણાનુયોગ હોય તો જ બીજા ત્રણ અનુયોગો છે. ચરણકરણાનુયોગમાં અક્ષરો અલ્પ હોવા છતાં અર્થથી મહાત્ છે. તે પહેલાં ભંગમાં છે, તેનું દૃષ્ટાંત ઓઘનિયુક્તિ છે.
ધર્મકથાનુયોગમાં અક્ષરો ઘણાં અને અર્થ થોડો, તે બીજા ભંગમાં છે. દ્રવ્યાનુયોગમાં અક્ષરો ઘણા અને અર્થ પણ ઘણો છે, તે ત્રીજા ભંગમાં છે. ગણિતાનુયોગમાં અક્ષરો થોડાં અને અર્થ પણ થોડો છે, તે ચોથા ભંગમાં છે.
સાધુ-સાધ્વીના અનુગ્રહને માટે ચૌદપૂર્વીશ્રી ભદ્રબાહુ સ્વામીએ ઓઘનિયુક્તિની રચના કરેલી છે. તેના મુખ્ય સાત દ્વારો છે –
• મૂલ-૨૦ :
(૧) પ્રતિલેખનાદ્વાર - પડિલેહણા કેમ કરવી તેનું નિરૂપણ.
(૨) પિંડદ્વાર - ગોચરીની શુદ્ધિ કેમ રાખવી તેનું નિરૂપણ.
(૩) ઉપધિ પ્રમાણદ્વાર - સંખ્યા અને માપથી કેટલી અને કેટલા પ્રમાણવાળી વસ્તુ રાખવી તેની નિરૂપણા.
(૪) અનાયતન વર્જનહાર - કેવી વસતિમાં ન રહેવું તેનું નિરૂપણ.
૧૯૦
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
(૫) પ્રતિસેવનાદ્વાર - સંયમની સાધનામાં પ્રમાદાદિ દોષો થાય તે નિરૂપણ. (૬) આલોચનાદ્વાર - થયેલા દોષોનું પ્રાયશ્ચિત નિરૂપણ.
(૭) વિશુદ્ધિદ્વાર - પ્રાયશ્ચિત્ત કરી દોષોની શુદ્ધિ કરવી, તેનું નિરૂપણ. બધી જ ક્રિયા પ્રતિલેખનાપૂર્વક કરવી જોઈએ. તેથી સૂત્રોક્ત વિધિ અનુસાર
ક્ષેત્ર આદિને જોવા તે માટે સર્વ પ્રથમ પ્રતિલેખના દ્વાર કહ્યું. પ્રતિલેખના કરવા માટે શરીર સામર્થ્ય જોઈશે, તે સાચવવા માટે પિંડ-આહાર દ્વાર કહ્યું. આહાર ગ્રહણ કરવા પાત્ર આદિ જોઈએ માટે ત્રીજું ઉપધિદ્વાર. આહાર લાવ્યા પછી વાપરવા માટે સ્થાનની જરૂર પડે, તેથી વ્યાઘાત રહિત પશુપંડકાદિ સહિત વસતિ જોઈએ માટે ચોથું અનાયતન
વર્જન દ્વાર.
આ બધું ગ્રહણ કરતાં અવિધિ આદિ થઈ હોય તો તપાસવા માટે પાંચમું પ્રતિસેવના દ્વાર. તેમાં લાગેલા દોષોની આલોચના કરવી, તે માટે ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત કરવું તે છઠ્ઠું આલોચના દ્વાર અને આલોચના અનુસાર તપશ્ચર્યાદિ કરી પાપદોષની શુદ્ધિરૂપ સાતમું વિશુદ્ધિદ્વાર.
મુનિ દીપરત્નસાગરે અનુવાદ કરેલ ઓઘનિયુક્તિ-સટીક-સંક્ષેપ-પરિચય-ભૂમિકા પૂર્ણ
Page #22
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧ થી ૨૩
$ હાર-૧-પ્રતિલેખના ૪
- x — X - X - X – મુલ- થી ૨૩ :
પ્રતિલેખનના એકાર્ચિક નામો આ પ્રમાણે છે - આભોગ, માર્ગણા, ગવેષણા, ઈહા, આપોહ, પ્રતિલેખના, પ્રેક્ષણા, નિરીક્ષણા, આલોકના, પ્રલોકના.
પ્રતિલેખના શબ્દશી પ્રતિલેખક : પડિલેહણ કરનાર, પ્રતિલેખના • જેનું સ્વરૂપ આગળ કહેવાશે તે બે ભેદે, પ્રતિલેખિતવ્ય - પડિલેહણ કસ્વાની વસ્તુ. ત્રણે બાબતો કહેવાની છે, જેમ ઘડો-શબ્દ કહેવાથી તેનો કત, કુંભાર અને માટી વગેરે બધું જ આવી જાય છે,
o પ્રતિલેખક - એક કે અનેક હોય. તે પડિલેહણા કરનાર કારખિક હોય અથવા નિકાણિક હોય, તે સાધર્મિક હોય કે વૈઘર્મિક હોય.
o કારખિક - અશિવાદિ કારણે એકલા થાય છે. o નિકારણિક - ધર્મચક, રૂપ, યાત્રા આદિ નેવાના નિમિતે એકલા. ૦ એક-એકલો હોય તે o અનેક - એકથી વધુ હોય છે. o સાધર્મિક - સમાન આયાસ્વાળા હોય છે. ૦ પૈઘર્મિક * અસમાન આચાર કે વ્યવહાQાળા હોય છે. • મૂલ-૨૪ થી ૪૫ -
આ કારણોથી એકલા થાય છે કારણિક કહેવાય. એવા અશિવાદિ દશ કારણો કલ્લ છે. તે આ પ્રમાણે -
- (૧) અશિવ - દેવતા આદિના ઉપદ્રવ થવાથી, બાર વર્ષ પૂર્વે એવી ખબર પડે કે આ પ્રદેશમાં કાળ આદિ થવાનો છે, તો સાધુઓ તે વખતે ત્યાંથી વિહાર કરી સુગપોરિતિ આદિ કરતાં સુકાળ પ્રદેશમાં જાય.
દુકાળ પડવાની ખબર આ રીતે પડી શકે છે - (૧) અવધિજ્ઞાન હોવાથી (૨) તપસ્વીના પ્રભાવથી કોઈ દેવતા આવીને કહી જાય. (3) આચાર્ય નિમિતતા ફાન વડે કહે અથવા કોઈ નૈમિત્તિક કહી દે.
બાર વર્ષ પૂર્વે દુકાળની ખબર પડે તો બાર વર્ષ પૂર્વે વિહાર કરી જાય, તે શોત્ર છોડી દે. કદાય બાર વર્ષ પૂર્વે ખબર ન પડે પણ અગિયાર વર્ષ પૂર્વે ખબર પડે તો ત્યારે વિહાર કરી જાય. એ રીતે યાવત્ દશ-નવ-આઠ-સાત-છ-પાંચ-ચા-ગણ-બેએક વર્ષ અગાઉ જાણ થાય તો તે વખતે પણ વિહાર કરી જાય, છેવટે અશિવાદિ ઉત્પન્ન થયા પછી ખબર પડે તો ત્યારે વિહાર કરી બીજા સારા ફોગમાં જાય. પણ રસ્તામાં જતાં સૂઝ પોરિસિ અને અર્થ પોરિસિ ન ચૂકે.
| ઉપદ્રવ મસ્તાર દેવતાદિની ચતુર્ભગી આ પ્રમાણે છે - (૧) સાધુને ઉપદ્રવ ન કરે, પણ ગૃહસ્થને કરે. (૨) ગૃહસ્થને ઉપદ્રવ ન કરે, પણ સાધુને કરે. (3) બંનેને ઉપદ્રવ ન કરે. (૪) બંનેને ઉપદ્રવ કરે. ઉક્ત ચારમાંથી ત્રીજા ભાંગામાં રહેવું.
૧૯૨
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર પણ બાકીના ત્રણે ભંગોમાં અવશ્ય વિહાર કરી જવો. પહેલાં ભાંગામાં સાધુને ઉપદ્રવ કરનાર નથી. પરંતુ ગૃહસ્થને ઉપદ્રવ કરતાં દેવતા કદાચ સાધુને પણ પદ્વવ કરનાર થઈ જાય. માટે તેમાં ત્યાં જ રહેવું.
ગામમાં ઉપદ્રવ થયા પછી નીકળવાનું થાય તો ઉપદ્રવ કરૂાર દેવતા આખા ગચછને ઉપદ્રવ કરે તેવું લાગે તો સાધુ અડધા-અડઘા થઈને વિહાર કરે, અડધા થયા પછી પણ ઉપદ્રવ કરે તો તેથી ઓછા થઈને વિહાર કરે યાવતુ છેવટે એક-એક થઈને વિહાર કરે.
જેવા પ્રકારના દેવતા હોય તેવા પ્રકારે સંકેત કરીને બધાં વિહાર કરે અને જ્યાં એકઠા થાય ત્યાં જે ગીતા હોય તેની પાસે આલોચના કરે.
જો સૌમ્યમુખી દેવતા હોય તો તે તે જ ફોનમાં ઉપલ્વ કરે. તેથી બીજા ક્ષેત્રમાં જવું. કાળમુખી દેવતા હોય તો ચારે દિશામાં બીજી કોબમાં પણ ઉપદ્રવ કરે. માટે બીજા ફોનમાં જવું. કતાણી દેવતા હોય તો ચારે દિશાના ત્રીજા ક્ષેત્રમાં પણ ઉપદ્રવ કરે, માટે ત્રણ ક્ષેત્રને મૂકીને ચોથા ક્ષેત્રમાં જવું.
જો નીકળતા પહેલાં કોઈ સાધુને મિથ્યાર્દષ્ટિ દેવતાએ ઉપદ્રવ કરેલો હોય તો તે સાધુને પૂછીને શક્ય હોય તો બીજા કોઈ કારણોસર રોકાયેલા સાધુને ભલામણ કરીને બીજા સાધુઓ ઉપદ્વવથી ત ઘેરાય એટલા માટે વિહાર કરી જાય.
હવે ઉપદ્રવવાળાની સાસ્વાર કેમ કરવી ? તે બતાવે છે - કોઈ કારણથી કોઈ ગ્લાનાદિની વૈયાવચ્ચના કામો નીકળી શકાય તેમ ન હોય અને સેવા માટે રોકાવું પડે તો વૈયાવચ્ચાર્યે રોકાયેલા સાધુએ – (૧) વિગઈ ન વાપસ્વી, (૨) મીઠું ના વાપર્યું, (3) દશીવાળું વસ્ય ન વાપરવું, (૪) લોઢાનો સ્પર્શ ન કસ્પો. (તથા]
(૫) જે ઘરમાં દેવતાનો ઉપદ્રવ હોય તે ઘરોમાં ગોચરી ન જવું. (૬) બધાં જ ઘરોમાં દેવતાનો ઉપદ્રવ હોય તો, આહાર ગ્રહણ કરતાં ગૃહસ્થ સામી એક નજર ન કપી, કેમકે દૈષ્ટિ એક થવાથી તેનો ઉપદ્રવ સાધુમાં સંક્રમવાની સંભાવના છે.
જે સાધુને દેવતાદિનો ઉપદ્રવ હોય, તેને બીજા ઓરડામાં રાખવો, બીજો ઓઢો ન હોય તો વચ્ચે પડદો રાખવો. અંદર જવા-આવવાનો રસ્તો જો રાખવો, એટલે જે બાજુથી જાય તેની બીજી બાજુથી બહાર આવે.
આહારદિ ત્રણ પરંપરાએ આપે, એક આપે, બીજો ગ્રહણ કરે અને ત્રીજો ઉપદ્રવવાળા સાધુને અનાદસ્વી આપે. આપ્યા પછી તેના દેખતાં માટીથી હાથ ધોઈ નાંખે કેમકે અનાદરથી ઉપદ્રવ કરનાર દેવતાદિ જદી ચાલ્યા જાય. સાધુને ઉંચાનીયા કસ્વા પડે કે ફેસ્વવા પડે તો વયમાં કપડું રાખીને સારવાર કરે.
સેવા કરનાર સાધુ (૧) બીકણ ન હોવા જોઈએ. (૨) તપદાયમાં વધારો કરે, નવકારશી વાળો પોરિસિ કરે, પોરિસિ વાળો સાદ્ધ પોરિસિ કરે એ પ્રમાણે જે તપ કરતો હોય તેમાં વૃદ્ધિ કરે,
ઉપદ્રવવાળો સાધુ કદાચ કાળ કરી જાય તો, તેની ઉપધિ, પાતરાં વગેરે પરઠવી દેવા. તેની કોઈ પણ વસ્તુ બીજી કોઈએ ન વાપરવી. કેમકે જે તે સાધુની
Page #23
--------------------------------------------------------------------------
________________
મૂલ-૨૪ થી ૪૫
૧૯૩
ઉપધિ, પાતરા આદિ કોઈપણ વસ્તુ બીજા સાધુ વાપરે, તો કદાચ દેવતાદિ તેને પણ ઉપદ્રવ કરે.
કોઈ કારણે તે લોબ છોડી જવાનો અવસર આવે તો, તે ઉપદ્રવવાળા સાધુને કોઈ બીજા સાધુને સોંપે, સાધુ ન હોય તો પાસત્યાદિ પાસે મૂકે, તે ન હોય તો ચૈત્યવાસી પાસે મૂકે, તે ન હોય તો શય્યાતરને સોપે, તે પણ ન હોય તો છેવટે કોઈ યોગ્ય ઉપાયપૂર્વક પોતે નીકળી જાય.
(૨) દુકાળ- બાર વર્ષ પૂર્વે ખબર પડે તો ત્યારે નીકળી જાય ચાવત દુકાળ પડે ત્યારે નીકળી જાય. જતાં આખા ગ9નો નિભાવ થાય તેમ હોય તો બધાં સાથે નીકળે, બધાંનું પૂરું થાય તેમ ન હોય તો અડધા-અડધા જાય. અથવા ત્રણ ભાગમાં કે ચાર ભાગમાં કે ચાવત એકલા વિહાર કરી જાય.
જેમ ગાયોનો ચારો એક સ્થાને પૂરો થાય તેમ ન હોય તો ગોવાળ ગાયોને થોડી થોડી જુદે જુદે સ્થાને ચરાવે છે, તેમ આચાર્ય પણ સાધુનો નિર્વાહ થાય તેમ ન હોય તો યાવત્ એક એક સાધુને વિહાર કરાવે. તેમાં ગ્લાન સાધુને એકલો ન મૂકે પણ સાથે લઈ લે.
(3) રાજભય- રાજા તરફથી ચાર પ્રકારે ભય થાય- (૧) વસતિન આપે. (૨) આહાર-પાણી ન આપે. (૩) વા-પાકાદિ લઈ લે, (૪) મારી નાંખે, તો આવા સંયોગોમાં રાજમાંથી નીકળી કોઈ નિરૂપદ્રવી-સારા ક્ષેત્રમાં જાય.
[શંકા સાધુઓને તો હાથ, પગ, જીભ કાબૂમાં હોય છે, ઈન્દ્રિયો પણ સ્વાધીન હોય છે, તો પછી રાજા તેમને શું કરે ?
(સમાધાન] (૧) કોઈ વખતે કોઈએ સાધુનો વેશ લઈ રાજકુળમાં પ્રવેશી કોઈનું ખૂન કર્યું હોય. તેથી કોપાયમાન થયેલો રાજા બધાં સાધુને બોલાવીને મારી નાંખે કે બીજા પાસે મરાવી નાંખે. (૨) કોઈ રાજા સાધુનું દર્શન અમંગલ માનતો હોય, (3) કોઈ રાજાને ચડાવે કે આ સાધુ તમારું બગાડવા માંગે છે. (૪) રાજાના નિષેધ છતાં કોઈને દીક્ષા આપી હોય, તેથી કોપાયમાન રાજા સાધુને હેરાન કરે. (૫) કોઈ સાધવેશધારીએ અંતઃપુરમાં જઈ અકૃત્ય કરેલ હોય. (૬) કોઈ વાદી સાધુએ અભિમાની રાજાનો પરાભવ કરેલ હોય, રાજા તેનાથી કોપાયમાન થઈ કંઈ ઉપદ્રવ કરતો હોય તો એકાકી થઈ વિહાર કરી જાય.
(૪) સુભિત - ક્ષભિત એટલે ભય પામવો કે ત્રાસ પામવો. જેમકે ઉજૈની નગરીમાં ઘણાં ચોર લોકો ગામમાં આવીને ઘણાં મનુષ્યોનું હરણ કરી જતા હતા. કોઈ વખતે કેટલાંક માણસો કોઈ ઝાડ નીચે બેઠા હતા, ત્યારે કોઈ માણસે 'પાના
તતા' એમ કહ્યું માળા પડી ગઈ તેમ અર્થ કરવાને બદલે ‘માળવાના ચોરો આવ્યા' એમ સમજી, ગભરાઈને ત્યાં બેઠેલા માણસોએ નાસભાગ કરી મૂકી. એવી રીતે અકસ્માતે કોઈ સાધુ ક્ષોભ થવાથી એકલો થઈ જાય.
(૫) અનશન – કોઈ સાધુને અનશન કરવું છે, આચાર્ય પાસે કોઈ નિયમિક સાધુ નથી, પણ બીજા સ્થાને છે, તેથી અનશન કરવા ઈચ્છુક સાધુ બીજે [35/13]
૧૯૪
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર સ્થાને જાય, ત્યારે રસ્તામાં એકલા થવું પડે અથવા કોઈ અનશન સ્વીકારેલ સાધુ, તે સાધુ પાસે અપૂર્વ શ્રુતજ્ઞાન છે, તેવું બીજા કોઈ પાસે નથી તો સૂ-અર્થ કે ઉભય સ્વીકારવા સંઘાટકના અભાવે એકલો જાય. અથવા અનશની સાધુની સેવા માટે સંઘાટકના અભાવે એકલો જાય.
(૬) સ્ફટિત- (૧) માર્ગે જઈ રહ્યા છે, રસ્તામાં બે ફાંટા આવે, ત્યાં ભૂલથી બીજા રસ્તે ચડી જાય, તેથી એકલા થઈ જાય. (૨) ધીમે ધીમે ચાલવાના કારણે પાછળ રહી જાય. (3) ડુંગર આદિ ચઢાવ આવે ત્યાં બીજા સામર્થ્યવાનું સાધુ ચડીને આગળ જાય. પણ ગ્લાન, બાળ, વૃદ્ધ આદિ સાધુ તેના ઉપર ચડી શકે તેમ ન હોય તેથી ફરીને જાય તેથી એકલા પડે.
() પ્લાન - બિમાર સાધુ માટે ઔષધાદિ લાવવા માટે કોઈ ન હોય તેવી એકલાં જવું પડે. અથવા બીજા કોઈ સ્થાને સાધુ બિમાર હોય, તેની સેવા કરનાર કોઈ નથી, તો તેની સેવાર્થે એકાકી જવું પડે.
(૮) અતિશય - કોઈ અતિશય સંપન્ન આત્મા જ્ઞાનથી જાણે અથવા તેને ખબર પડે કે ‘નવદીક્ષિત સાધુને પાછો લઈ જવા તેના સ્વજનો આવે છે' આવા કારણે સંઘાટકના અભાવે સાધુને એકલા વિહાર કરાવે. અહીં સાધુના રક્ષણ માટે એકાકી કરાય છે.
(૯) દેવતા - તેમના નિમિતે એકલા જવું પડે. તેનું દૃષ્ટાંત કહે છે –
કલિંગ દેશમાં કંચનપુર નામે નગર હતું ત્યાં ઘણાં જ્ઞાની આચાર્યો રહેતા હતા. કોઈ વખતે આચાર્યશ્રી શિષ્યોને પાઠ આપીને ગામ બહાર થંડિલ ભૂમિ જતાં હતા. રસ્તામાં ઝાડ નીચે કોઈ સ્ત્રી રૂદન કરી રહી હતી. આચાર્યએ તેણીને જોઈ. બીજે દિવસે પણ જોઈ. આચાર્ય ભગવંતે વિચાર્યુ - આ બી કેમ રૂદન કરતી હશે? પાછા વળતા તેણીને પૂછ્યું - કેમ રડે છે ?
તે સ્ત્રી બોલી - મારે થોડું રડવાથી શું થશે ? હું આ નગરની દેવતા છું. આ નગરી જળપ્રણયથી ડૂબી જવાની છે. વળી તમે ભૂમિમાં અહીં સ્વાધ્યાય કરો છો, તેનો વ્યાઘાત થશે, એટલે તમે પણ ચાલ્યા જશો.
- આચાર્યએ પૂછ્યું - નગરીમાં જળપ્રલય થશે એમ કઈ રીતે જાણવું ? દેવતાએ કહ્યું કે - કાલે નાના સાધુને ભિક્ષામાં દુધ મળશે. તે દુધ પાત્રમાં પડતાં જ લોહી થઈ જશે. તેનાથી તમે જાણજો કે જળપ્રલય થશે. તે દુધ બીજા સાધુઓને પાત્રમાં થોડું-થોડું આપજો અને તે પણ સાથે વિહાર કરાવજો જે ક્ષેત્રમાં દુધ સ્વાભાવિક થઈ જાય, ત્યાં જળપ્રલય નહીં થાય.
(૧૦) આચાર્ય- કોઈ કારણે આચાર્ય, સાધુને એકલા મોકલે, તેથી એકલા જવું પડે. જેમકે - અમુક કાર્ય માટે કોઈ સમર્થ સાધુને આજ્ઞા આપે, ત્યારે તે સાધુ કહે કે - “આપે મારા ઉપર મહાત્ ઉપકાર કર્યો." હવે તે સાધુને સવારમાં વહેલું જવાનું હોય તો. સૂગ પોરિસિ કરીને કે કર્યા વિના સૂઈ જાય. સૂતા પહેલા પણ આચાર્યશ્રીને કહેતો જાય કે “આપે કહેલા કામ માટે હું સવારે જઈશ.” તેમ ન
Page #24
--------------------------------------------------------------------------
________________
મૂલ-૨૪ થી ૪૫
૧૯૫
કહેવામાં દોષ અને પૂછતા લાભ છે.
જેમકે - (૧) કદાચ આચાર્યને યાદ આવે કે – મારે અમુક કાર્ય કહેવાનું હતું પણ બીજું કહ્યું. (૨) જે કામ માટે સાધુને મોકલવાના છે, તે પ્રયોજન સાર્થક થાય તેમ નથી કેમકે તે આચાર્ય ત્યાં નથી. (3) સંઘાટક આચાર્યને કહે કે- આપે અમુક સાધુને જવા માટે આજ્ઞા કરી, પણ તે સાધુ ગયછમાંથી નીકળી જવાની ઈચ્છાવાળો છે.
સાધુ પૂછવા આવે ત્યારે આચાર્યશ્રી કહે કે - “જવાની જરૂર નથી' અથવા જે કાર્યની ભલામણ કરવાની હોય તે કરીને, “જવાની આજ્ઞા આપો.”
સવારમાં જનારો સાધુ આચાર્ય પાસે આવે. જો આચાર્યશ્રી નિદ્રામાં હોય તો ગીતાર્થ સાધુ આચાર્યશ્રીને જગાડે કે પગે સંઘના કરે એટલે જાણે. સાધુ તેમને વંદના કરીને કહે - “આપે જે કામ બતાવ્યું તે માટે હું જઉં છું.”
જો આચાર્યશ્રી ધ્યાનાદિમાં હોય તો જનાર સાધુ ત્યાં ઉભો રહે. કેમકે દયાનાદિમાં કોઈ કાર્ય સિદ્ધ થવાનું હોય તો અટકી જાય. ધ્યાન પૂર્ણ કરે, ત્યારે વંદના કરીને કહે કે – “હું કાર્ય કરવા માટે જઉં છું.” જનાર સાધુ, રનાધિકાદિ બધાંને વંદના કરે.
આવા એકાકી સાધુ વિહારમાં શો વિધિ સાચવે ? • મૂલ-૪૬ થી ૫૭ :
(૧) વિહાર વિધિ :- ઘણે લાંબે જવાનું હોય તો વહેલો વિહાર કરે. નીકળતી વખતે ઘણું અંધારુ હોય કે કૂતરા કે શિકારી જનાવરનો ભય હોય તો, બીજો સાધુ તેની સાથે અજવાળુ હોય ત્યાં સુધી જાય. જનાર સાધુને લઘુનીતિ, વડીનીતિની શંકા હોય તો ગામની નજીક શંકા ટાળીને આગળ વિહાર કરે, બીજો સાધુ વસતિમાં પાછો જાય. વહેલા જવામાં ચોર આદિનો ભય હોય તો અજવાળું થયા પછી વિહાર કરે. - જનાર સાધુને આહાર કરીને જવાની ઈચ્છા હોય તો, ગીતાર્થ સાધુ સંખડી કે સ્થાપના કુળમાંથી યોગ્ય વસ્તુ લાવી આપે. તે સાધુને વસતિમાં વાપરવું હોય તો વાપરી લે, ન વાપરવું હોય તો સાથે લઈને વિહાર કરે અને બે કોસમાં વાપરી લે, કેમકે તેનાથી વધુ આહાર-પાણી લઈ જવાથી ક્ષેત્રાતિક્રમ દોષ લાગે.
ગામની હદ પૂરી થતાં રજોહરણથી પણ પૂંજી લે. જેથી મિશ્ર કે સચિત પૃથ્વીની વિરાધના ન થાય. જ્યાં જ્યાં જુદી ભૂમિ આવે ત્યાં ત્યાં અવશ્ય પણ પૂંજે. જો કોઈ ગૃહસ્થ જોતા હોય તો પણ પૂંજવામાં ભજના. પણ નિપધાથી પંજે, હરણયી નહીં. તે નિષધા શરીરશ્ન ન અડે તેમ હાથમાં લટકતી રાખીને થોડે સુધી જાય, ગૃહસ્થ ન દેખાય ત્યારે ફરી તેને બગલમાં મૂકી દે. પણ પૂંજતી વખતે ત્યાં રહેલ ગૃહસ્થ કોઈ ચાલતો હોય, કોઈ કાર્યમાં ચિતવાળો હોય તો હરણથી પણ પંજે. તેમાં આઠ ભાંગા થાય. તેમાં કયા ભંગમાં પણ પૂંજે અને કયા ભંગમાં ન પૂંજે તે કહે છે
જો ગૃહસ્થ (૧) ચલ, વ્યાક્ષિપ્ત કે અનુપયુક્ત હોય, (૨) ચલ, અવ્યાક્ષિપ્ત
૧૯૬
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર કે અનુપયુક્ત હોય, (3) સ્થિર, વ્યાક્ષિપ્ત કે અનુપયુક્ત હોય, (૪) સ્થિર, અવ્યાપ્તિ કે અનુપયુક્ત હોય તો પ્રમાર્જના કરે. પણ જો ગૃહસ્થ ઉપયુકત હોય તો ચલ, સ્થિર, વ્યાપ્તિ કે અત્યાક્ષિપ્ત એ ચારમાંથી એકે ભંગમાં પ્રમાર્જના ન કરે. અહીં સ્થિર ઉભો હોય. ૩rafક્ષપ્ત - કંઈ કામ કરતો ન હોય. ૩પયુવત - સાધુ શું કરે છે ? તે તરફ ધ્યાન હોય.
ઉપરોકત આઠ ભાંગામાં પહેલા ભંગમાં તો અવશ્ય પ્રમાર્જના કરે, બાકીના ભંગોમાં સાધુ તરફ ગૃહસ્થનો ઉપયોગ જ્યાં હોય ત્યાં ન પુંજે, પણ ઉપયોગ ન હોય ત્યાં પૂંજે. તેથી સૂરકારે ભજના શબ્દ કહેલ છે.
૦ વિહાર કરતા રસ્તો કઈ રીતે પૂછવો ? રસ્તો પૂછવામાં ત્રણ ત્રિક થાય છે. બે વ્યક્તિને રસ્તો પૂછવો, જેથી ભૂલા ન પડાય. મુખ્યતાએ બે તરુણ શ્રાવકને સ્તો પૂછવો, તે ન હોય તો બે તરુણ, અન્યધર્મીને પ્રીતિપૂર્વક સ્તો પૂછવો, બાકીના આઠ ભાંગામાં પૂછવાથી દોષ સંભવે છે. તે આઠ આ પ્રમાણે - (૧) વૃદ્ધ - વિસ્મૃતિથી રસ્તો બરાબર બતાવી ન શકે. (૨) બાળક - ક્રીડાપ્રિય હોવાથી ખોટો રસ્તો બતાવી દે. (૩ અને ૪) સ્ત્રી અને નપુંસક - જો મધ્યમ વયના હોય તો કોઈ શંકા કરે કે સાધુ આની સાથે શું વાત કરે છે ? અથવા બંનેમાં કંઈ અકાર્ય છે. (૫ થી ૮) વૃદ્ધ નપુંસક, બાળ નપુંસક, વૃદ્ધ સ્ત્રી, બાલિકા- આ ચારે માથિી અજાણ હોય અથવા બરાબર જાણતા ન હોય.
નજીકમાં રહેલાની પાસે જઈને રસ્તો પૂછે. જો તે માણસ મૂંગો રહે તો ન પૂછે, જો તે માણસ મૌન રહે તો ન પૂછે. જો દૂરથી બૂમ પાડીને પૂછે, તો કદાચ શંકા થાય કે - “આની પાસે દ્રવ્ય હશે કે બળદ દિને લઈ જનાર હશે ? અથવા તે દોડતો આવે તો રસ્તામાં વનસ્પતિ આદિની વિરાધના થાય. સાધુ જો દૂર સુધી તેની પાસે જાય તો પૃથ્વીકાયાદિ વિરાધના થાય, પગમાં કાંટો વાગવાનો સંભવ રહે. આથી સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. તેથી નજીકમાં રહેલાને પૂછે.
મધ્યમ વયના પુરુષ ન હોય તો દૈa સ્મૃતિવાળા વૃદ્ધને પૂછે. દંઢ સ્મૃતિવાળા વૃદ્ધ ન હોય તો ભવિક તરણને પૂછે, સ્ત્રી હોય તો પહેલાં મધ્યમ વયવાળી સ્ત્રીને પૂછે. તે ન હોય તો દેઢ મૃતિવાળી વૃદ્ધાને પૂછે તે ન હોય તો તરુણીને પૂછે, તે ન હોય તો સરળ બાળાને પૂછે.
નપુંસકમાં પહેલાં મધ્યમ વયના નપુંસકને પૂછે, ન હોય તો દેઢ સ્મૃતિવાળા વૃદ્ધ નપુંસકને પૂછે, તે ન હોય તો સરળ નપુંસકને પૂછે.
આ દરેકમાં પરસ્પર સંયોગી ભાંગા ૧૩૧ થાય છે. સાઘર્મિકમાં-૪પ અને અન્યધર્મીમાં ૪૫ ભંગો, ઉભયમાં-૮૧ ભાંગા એમ કુલ-૧૩૧ થાય.
• મૂલ-૫૮ થી ૮ :માર્ગે ચાલતા છકાયની જયણા પાળવી. તે આ પ્રમાણે -
(૧) પૃથ્વીકાયની જયણા - પૃથ્વીકાય સચિત, અચિત અને મિશ્ર એ ત્રણ ભેદે હોય છે. તેથી અચિત્ત પૃથ્વીમાં જાય. અચિત્તમાં પણ આદ્ધ અને શુક બંને હોય
Page #25
--------------------------------------------------------------------------
________________
મૂલ-૫૮ થી ૯૮
૧૯૩
તો શુકમાં ચાલે. શુકમાં પણ રેતીવાળો અને રેતી વિનાનો માર્ગ હોય તો રેતી વિનાના માર્ગે જાય. રેતી વિનાના માર્ગમાં પણ આકાંત અને અનાકાંત બે પ્રકારે માર્ગ હોય, તેમાં આકાંત માર્ગે જાય.
- આદ્ર માર્ગ પણ ત્રણ પ્રકારે હોય. મધુસિકથ-પગથી પાની સુધીનો કાદવ, પિંડક - પગે મોજા પહેર્યા હોય તેમ લાગે તેટલો કાદવ ચિકિખલ-ગથ્વી જવાય તેટલો કદાવ. શુક માર્ગ ન હોય તો જ આદ્ર માર્ગે જાય.
માર્ગમાં જતાં સંયમ વિરાધના અને આત્મવિરાઘના ન થાય તેવી પૃથ્વી ઉપર ચાલે. સંયમવિરાધના એટલે સજીવ પૃથ્વીકાયની વિરાધના થાય છે. આત્મવિરાધના - કાંય આદિ વાગતાં શરીરને પીડા થાય છે.
શિયાળા અને ઉનાળામાં હરણ (નિષધા)થી પણ પૂંજે અને ચોમાસામાં પાદલેખનિકાથી પૂંજે. પાદલેખનિકા-૧૨ આંગળ બી, એક આંગળ જાડી, બંને બાજુ નખની જેવી અણીયાળી કોમળ દરેક રાખવાની હોય. જેમાં એક તરફથી સચિત પૃથ્વી દૂર કરે, બીજી બાજુથી અચિત્ત પૃથ્વી દૂર કરે.
(૨) અકાયની જયણા - પાણી બે પ્રકારે હોય, (૨) આકાશથી પડતું, (૨) જમીનથી નીકળતું. આકાશમાંથી પડતું પાણી પણ બે પ્રકારે - (૧) ધુમ્મસનું (૨) વરસાદનું. ધુમ્મસ પડતું હોય ત્યારે મકાનના બારી-બારણાં બંધ કરી, કામળી
ઓઢીને મકાનમાં એક બાજુ બેસી રહે. પડિલેહણાદિ કિયા ન કરે, ઉમે અવાજે ના બોલે, જરૂર પડે પરસ્પર ઈશારાથી જ વાત કરે.
વરસાદ પડતો હોય ત્યારે મકાનમાંથી બહાર ન જાય, નીકળ્યા પછી જો વરસાદ પડે તો રસ્તામાં વૃક્ષ નીચે ઉભો રહે. ઘણો વરસાદ પડતો હોય તો સૂકા ઝાડ ઉપર ચડી જાય અથવા કોઈ એવા સ્થાને રહે કે જ્યાંથી શરીર ઉપર પાણી ના પડે. ભય હોય તો કામળી ઓઢીને જાય.
માર્ગમાં નદી આવે અને બીજો રસ્તો હોય તો ફરીને જાય. પુલ હોય તો પુલ ઉપચી જાય. ભયવાળો કે રેતી ખરતો પુલ હોય તો ન જાય. જે નદીમાં પાણી જંઘા જેટલું હોય તેને સંઘટ્ટ કહે છે. નાભિ પ્રમાણ પાણીને લેપ કહે છે. નાભિથી વધારે પાણી હોય તેને લેપોપરી કહે છે. સંઘ નદી ઉતરતાં એક પણ પાણીમાં અને બીજે પણ ખાણાથી અદ્ધર રાખવો. તેમાંથી પાણી નીતરી જાય એટલે તે પણ આગળ પાણીમાં મૂકે અને પાણીમાં રહેલ પણ બહાર કાઢે, પછી તે પગ નીતરી જાય એટલે આગળ મૂકે. સામે કિનારે પહોંચી ઉભો રહે, પાણી નીતર્યા પછી ઈરિયાવહી કરે.
નાભિ પ્રમાણ પાણીવાળી નદી નિર્ભય હોય તો, ગૃહસ્થાદિ ઉતરતાં હોય ત્યારે તેમની પાછળ પાછળ ઉતરે. જો ભય હોય તો ચોલપટ્ટાને ગાંઠવાળી માણસોની વચમાં ઉતરે કેમકે કદાચ પાણીમાં ખેંચાય તો લોકો બચાવી લે. સામે કિનારે પહોંચી ચોલપટ્ટાનું પાણી નીતરી જાય. ત્યાં સુધી ઉભો રહે. પછી ઈરિયાવહી કરી આગળ જાય. જો કાંઠે શિકારી પશુ કે ચોર આદિનો ભય ન હોય તો ચોલપો શરીરને ના અડે તેમ લટકતો રાખે.
૧૯૮
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર નદી ઉતરતી વેળા ગૃહસ્થ ન હોય તો નાસિકાથી પાણી માપે. જો ઘણું પાણી હોય તો ઉપકરણો ભેગા કરી બાંધી લે અને મોટું પાત્ર ઉંધુ શરીર સાથે બાંધીને તરીને સામે કાંઠે જાય. નાવમાં બેસીને ઉતરવું પડે તેમ હોય તો નાવમાં થોડા માણસો બેસે પછી ચડે. નાવના મધ્ય ભાગે બેસે, ઉતરતાં થોડા માણસો ઉતર્યા પછી ઉતરે, નાવમાં બેસતા સાગારિક અનશન કરે અને કાંઠે ઉતરી ઈરિયાવહી કરી આગળ જાય.
(3) તેઉકાયની જયણા - સ્તામાં જતા વનદવ આગળ હોય તો પાછળ જવું, સામે આવતો હોય તો સૂકી જમીનમાં ઉભા રહેવું. સૂકી જમીન ન હોય તો કામળી ભીની કરીને ઓઢી લે. જો ઘણો અગ્નિ હોય તો ચામડું ઓઢી લે અથવા ઉપનિહથી ચાલે.
(૪) વાયુકાયની જયણા - પવન ઘણો હોય તો પર્વતની ખીણમાં કે વૃક્ષના ઓયે ઉભા રહે ત્યાં ભય હોય તો નિછિદ્ર કામળી ઓઢી લે.
(૫) વનસ્પતિકાયની જયણા – પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાય. દરેકમાં અચિત, મિશ્ર, સયિત. તેમાં પ્રત્યેકમાં સ્થિર અને અસ્થિર. તે દરેકમાં પણ આકાંત નિપ્રત્યખાય, આકાંત સપ્રત્યપાય, અનાકાંત નિપ્રત્યપાય અને એનાકાંત સપ્રત્યપાય એ ચાર ભેદો જાણવા. તેમાં – આકાંત એટલે કચડાયેલી નિત્યપાય • ભય રહિત, અનાકાંત - ન કચડાયેલ, સપત્યપાય - ભયવાળી. સ્થિર - દેઢસંઘયણી આમાં જયણા કઈ રીતે ?
| મુખ્ય રીતે તો – (૧) અચિત, પ્રત્યેક, સ્થિર, આકાંત, ભય વિનાની વનજ્ઞાતિમાં જવું. તે ન હોય તો (૨) અયિત, પ્રત્યેક, સ્થિર, અનાકાંત, ભય વિનાની વનસ્પતિમાં જવું તે ન હોય તો (3) અચિત, પ્રત્યેક, અસ્થિર, આકાંત અને ભય વિનાની વનસ્પતિમાં જવું. તે ન હોય તો (૪) અચિત, પ્રત્યેક, અસ્થિર, અનાક્રાંત, ભય વિનાની વનસ્પતિમાં જવું.
આ જ રીતે ચાર ભંગ અનંતકાય વનસ્પતિના કહેવા. તે પણ ન હોય તો મિશ્ર, પ્રત્યક, સ્થિર, આકાંત અને ભયરહિત વનસ્પતિમાં જવું તે પણ ન હોય તો બાકીના સાત ચિત મુજબ સમજી લેવા. તે પણ ન હોય તો સચિત્ત, પ્રત્યેક, સ્થિર, આકાંત, ભયરહિત માર્ગે જવું. બાકીના સાત અચિત પ્રમાણે સમજી લેવા. આ રીતે કુલ-૨૪ ભંગ થાય.
છેવટે ભય વિનાની વનસ્પતિમાં જયણાપૂર્વક જવું.
(૬) ત્રસકાયની જયણા - બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. તે દરેકમાં સચિત, મિશ્ર અને અયિત. દરેકમાં સ્થિર સંઘયણ અને અસ્થિર સંઘયણવાળા. તે દરેકમાં આકાંત, અનાકાંત, સપત્યપાય, નિપ્રત્યપાય. વિત્ત - જીવતા બેઈન્દ્રિયાદિ જીવોથી વ્યાપ્ત ભૂમિ. વિત્ત • મૃત બેઈન્દ્રિય આદિ જીવોથી વ્યાપ્ત ભૂમિ. મિશ્ર - કેટલાંક જીવતા અને કેટલાંક મરેલા હોય તેવી. આ બધામાં મુખ્યતાએ અગિd વ્યાપ્ત ભૂમિમાં જવું.
Page #26
--------------------------------------------------------------------------
________________
મૂલ-૫૮ થી ૮
૧૯
સજાતીયમાં યતના કહીને પછી વિજાતીયમાં યતના કહે છે. તે આ - પૃથ્વીકાય અને અકાય હોય તો પૃથ્વીકાયમાં જવું ચાવતુ ત્રસકાય હોય તો બસ હિત ભૂમિમાં જવું. આ બધાં ભંગોમાં ઓછી વિરાધના થાય. તેવા માર્ગે જવું. આ રીતે જતાં જો આત્મવિરાધના થતી હોય તો સંયમ વિરાધનાને ગૌણ કરીને પણ આત્મરક્ષા કરવી. કેમકે બધે સંયમ રક્ષા કરવી. સંયમથી પણ આત્માની રક્ષા કરવી. કેમકે જીવતો હશે તો જીવ વિરાધનાદિથી આત્માની શુદ્ધિ, તપ વગેરે દ્વારા કરી શકાશે.
[શંકા] જીવની હિંસા થવાથી પહેલા મહાવતનું ખંડન થયું. વળી કહ્યું કે - એક વ્રતના ખંડનમાં બધાં વ્રતનું ખંડન થાય છે તેનું શું ? [સમાધાન] આશય શુદ્ધિ હોવાથી તથા ચિતના વિશદ્ધ પરિણામ હોવાથી તેને અવિરતિ થતી નથી. વિશુદ્ધ પરિણામ મોક્ષનો હેતુ છે.
[શંકા] “સાધુ શરીરને સાચવે” એમ કહ્યું તો પછી ગૃહસ્થ અને સાધુમાં ફેર શો ? કેમકે ગૃહસ્થ પણ કાદવ, શિકારી પશુ આદિ હોય તેવા રસ્તે જતાં નથી. [સમાધાન સાધુ અને ગૃહસ્થમાં ઘણો ફેર છે. કેમકે ગૃહસ્થો જયણા, અજયણા, સચિત, મિશ્ર આદિ જાણી શકતા નથી. તેને જીવવધના પચ્ચકખાણ નથી, તેથી ગમે તેમ ચાલતો જીવ વિરાધના કરે છે. સાધુ ઉપયોગપૂર્વક, દયાના પરિણામથી જયણા પાળતા ચાલે છે. કદાચ જીવ વિરાધના થઈ જાય તો પણ શુદ્ધ સાધુને હિંસાજન્ય કર્મબંધ થતો નથી. કેમકે જે અને જેટલા હેતુ સંસારના છે, તે અને તેટલા હેતુ મોક્ષના છે. રસ્તામાં જયણાપૂર્વક ચાલતા કિયા મોક્ષ માટેની થાય છે. જેમ તેમ ચાલે તો ક્રિયા કર્મબંધ માટે થાય છે. કર્મબંધ અને કર્મ નિર્જરામાં પણ સાધુ અને ગૃહસ્થને ઘણો ફર્ક પડે છે.
જિનેશ્વર ભગવંતે એકાંત નિષેધ કે એકાંત વિધિ કહેલ નથી. નિષેધ અને વિધિ વ્યક્તિ-વિશેષ છે. સાધુને આશ્રીને શારામાં ઉત્સર્ગ અને અપવાદ બંને કહેલાં છે, ગીતાર્થો જ તેનો નિર્ણય કરવા સમર્થ છે.
શંકા] બાહ્ય વસ્તુને આશ્રીને કર્મબંધ થતો નથી. પણ જેવો આત્માનો પરિણામ તે પ્રમાણે કર્મબંધ થાય છે. તો પછી પૃથ્વીકાય આદિની જયણા શું કામ કરવી ? માત્ર મન શુદ્ધ રાખવું.
(સમાધાન માત્ર બાહ્ય વસ્તુ જ કર્મબંધનું કારણ નથી, તો પણ મુનિઓ પરિણામની વિશદ્ધિ માટે પૃથ્વીકાયાદિની યતના કરે છે. જો પૃથ્વીકાય આદિની ચેતના ન કરે તો પરિણામની શુદ્ધિ રહી શકે નહીં. તેથી મનિઓએ અવશ્ય પૃથ્વીકાયાદિની યતના કરવી જોઈએ. જો મુનિ જયણા સહિત વર્તે તો જીવહિંસા ન થાય તો પણ હિસા પ્રત્યયિક કર્મબંધ થાય છે. પણ જો જયણા સહિત વર્તે તો કદાચ જીવહિંસા થાય તો પણ હેતુ કર્મબંધ થતો નથી. કેમકે તેને પરિણામની શુદ્ધિ રહેલી છે.
• મૂલ-૯ થી ૧૦૭ :o રસ્તામાં કોઈ ગામ વગેરે આવે તો તેમાં પ્રવેશવાની વિધિ સંબંધે સાત દ્વારા
૨oo
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર છે. ગ્લાન, ગ્લાનયતના વગેરે. તે આ પ્રમાણે –
(૧) ગ્લાનવિષયક પ્રથમ દ્વાર - શાસ્ત્રકાર પહેલાં શંકા દ્વાર જૂ કરી તેનો ઉત્તર આપે છે . [શંકા આયાયાદિના કાયર્થેિ જલ્દી જવાનું છે, તો પછી ગામમાં પ્રવેશનું શું પ્રયોજન ? (સમાધાન] પ્રવેશમાં ઘણાં ગુણો છે. જેમકે - (૧) ઈહલૌકિક ગુણો - જેમને માટે ગયેલ હોય તે આચાર્ય આદિ અમુક સ્થાને છે કે માસકાદિ કરી તે જ ગામમાં આવેલા છે, તો ત્યાં જ કાર્ય થઈ જાય આગળ વિચરવું ન પડે. અથવા ગામમાં આહા-પાણી લઈને જઈ શકે. (૨) પારલૌકિકગુણો - કદાચ ગામમાં કોઈ સાધુ-સાધ્વી બિમાર હોય તો તેની સેવાનો લાભ મળે. જિનમંદિર હોય તો દર્શનાદિ કરે. ઈત્યાદિ | પૃચ્છા - ગામમાં પ્રવેશતા પૃચ્છા બે પ્રકારે થાય. અવિધિ અને વિધિ. (૧) અવિધિ પૃચ્છા - ગામમાં સાધુ છે કે નહીં ? પ્રશ્ન સાધુ વિશે હોવાથી, ગામમાં સાવી હશે તો પણ પૂછનાર કહેશે કે – સાધુ નથી. ‘સાધ્વી છે કે નહીં ?' તેમ પૂછે તો સાધુ હોવા છતાં પ્રશ્ન સાધ્વીનો હોવાથી – “નથી” તેમ કહેશે. શ્રાવક છે કે નહીં • એમ પૂછે તો થશે કે આને આહાર કરવો હશે. જો શ્રાવિકા વિશે પૂછે તો તેને થશે કે આ ખરાબ આચારવાળો છે. ઈત્યાદિ કારણે વિધિપૂર્વક પૃચ્છા કરવી જોઈએ.
(૨) વિધિ પૃચ્છા - ગામમાં જવા આવવાને રસ્તે ઉભો રહીને કે ગામની નીકટ માણસોને પૂછે કે- ગામમાં અમારો પક્ષ છે ? સામેનો માણસ ન જાણતો હોય તો સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા છે ઈત્યાદિ પૂછે. જિનાલય હોય તો પહેલા દર્શન કરીને સાધુ પાસે જાય. વંદનાદિ કરે. પછી જો ત્યાં સાધુ એમ કહે કે- ‘અહીં સાધુ બિમાર છે તેના ઔષધાદિ વિશે અમે જાણતાં નથી, તો તે બતાવે, વ્યાધિ શાંત પડે પછી વિહાર કરે. જો કોઈ કારણ ન હોય તો દર્શન-વંદન કરી આગળ જાય.
• મૂલ-૧૦૮ થી ૧૧૮ :
ગ્લાન નામક પહેલાં દ્વારમાં જ સૂત્રકાર ગ્લાનની પરિચયદિ વિશે આગળ કહે છે - (૧) ગમન-બિમાર સાધુમાં શક્તિ હોય તો વૈધને ત્યાં લઈ જાય, જો શક્તિ ન હોય તો બીજા સાધુ ઔષધ માટે વૈધને ત્યાં જાય. (૨) પ્રમાણ - વૈધને ત્યાં એક સાધુ ન જાય, પણ ત્રણ, પાંચ કે સાત સાધુ જાય. (૩) ઉપકરણ - વૈધને ત્યાં જતાં ચોખા કાપ કાઢેલા કપડાં પહેરીને જવું. (૪) શુકન-સાસ શુકન જોઈને જવું. (૫) વ્યાપાર • વૈધ ભોજન કરતો કે ગડગુમડ કાપતો હોય ત્યારે ન પૂછવું. (૬) સ્થાન - વૈધ ઉકરડે કે ફોતરાદિના ઢગલા ઉપર હોય તો ન પૂછવું. (૭) ઉપદેશ - વૈધને યતનાપૂર્વક પૂછીને તે જે કહે તે બરાબર સાંભળી લેવું અને તે મુજબ બિમારની પરિચય કરવી. (૮) વૈધને લાવવા - જે વૈધ કહે કે બિમારને જેવો પડશે. તો બિમારને ઉપાડીને વૈધને ત્યાં ન લઈ જવા, પણ વૈધને ઉપાશ્રયમાં લાવવા. તે પહેલાં બિમારને ગંધોદકથી વાસિત કપડાં પહેરાવવા, માટી પાણી આદિ વૈધને ધોવા માટે રાખવું.
વૈધના આવવાના સમય પહેલાં આચાર્યએ ઉપાશ્રયમાં આટા માસ્વા કેમકે
Page #27
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૦૮ થી ૧૧૮
૨૦૧
વૈધ આવે ત્યારે આચાર્ય ઉભા થાય તો લાઘવતા થાય અને ન ઉઠે તો વૈધને કોપ થાય.
ગ્લાન સાધુ આહાર લાવતો કે બહાર સ્પંડિલાર્થે જતો થઈ જાય ત્યાં સુધી વૈયાવચ્ચ કરે. પછી ત્યાં રહેલ સાધુ સહાય આપે તો તેની સાથે, નહીં તો એકલા આગળ વિહાર કરે.
અન્ય સાંભોગિક સાધુ હોય તો બીજા સાધુને સામાચારી જોતાં વિપરીત પરિણામ ન થાય તે માટે પોતાના ઉપધિ આદિ ઉપાશ્રયની બહાર મૂકીને અંદર જાય. જો બિમાર માટે રોકાવું પડે તો બીજે રહે.
ગામમાં જતાં કોઈ એમ કહે કે “તમે ગ્લાનની સેવા કરશો ?” તો સાધુ ‘હા’ કહે. જે સાધુ કલ્લા-માત્રાથી લેપાયેલા છે, તેમ જાણે તો પાણી લઈને ગ્લાન સાધુ પાસે જાય અને લોકો જુએ તે રીતે બગડેલાં વસ્ત્રાદિ ધુવે. કોઈ પૂછે કે “કયા સંબંધથી આની સેવા કરો છો ?” તો કહે કે ધર્મ સંબંધથી. જેથી લોકોમાં “ધર્મ* વિશે અહોભાવ થાય.
સાધુ વૈદક જાણતો હોય તો તે રીતે ઔષધાદિ કરે, ન જાણતો હોય તો વૈદ્યની સલાહ મુજબ દ્રવ્ય, ફોગ, કાળ, ભાવથી વૈયાવચ્ચ કરે. ગ્લાન કાણે એકલો થયો હોય તો સાર થતા તેની અનુકૂળતા પ્રમાણે સાથે વિહાર કરે, નિકારણ એકલો થયો હોય તો શાસ્ત્રોક્ત રીતે ઠપકો આપે.
૦ સાળી સંબંધે વિધિ - ગામમાં સાધ્વી રહેલા હોય તો ઉપાશ્રય પાસે આવી બહારથી નિમીહિ કહે. જો સાદવી સ્વાધ્યાયાદિમાં લીન હોય તો બીજા દ્વારા કહેવડાવે કે- “સાધુ આવ્યા છે. તે સાંભળી મુખ્ય સાળી સ્થવિરા હોય તો બીજા એક સાળી સાથે બહાર આવે. સાધુને આસનાદિ નિમંત્રણા કરે. પછી સાધુ તે સાવીઓની સુખશાતા પૂછે. જો સાધ્વીજીને કોઈ બાધા હોય તો તે સાધુ તેનો નિગ્રહ કરે અથવા સમર્થ સાઘને ત્યાં મોકલે. કદાચ સાધવી એકલા હોય અને બિમાર હોય અને બીજા ઉપાશ્રયમાં રહીને સહન કરી શકે તેમ ન હોય તો તે જ સ્થાને વચ્ચે પડદો કરી શુશ્રુષા કરે. સારું થયા પછી કારણે એકલા પડેલ હોય તો યતનાપૂર્વક સ્થાને પહોંચાડે અને નિકારણે એકલા હોય તો ગચ્છમાં ભેગા કરાવે.
• મૂલ-૧૧૯ થી ૧૩૬ -
(૨) પ્લાન ચતના નામક બીજું દ્વાર હવે કહે છે – જો સાધુ જાણે કે બાજુના ગામમાં બિમાર સાધુ છે, તો ત્યાં જઈને બિમારની સેવા કરે. તે સાંભોગિક, અન્ય સાંભોગિક અને ગ્લાનની સેવા કરે. તે મુજબ પાસસ્થા, ઓસ, કુશીલ, સંસત, નિવાસી ગ્લાનની પણ સેવા કરે. પણ તેમની સેવા પ્રાસુક આહાર, પાણી, ઔષઘાદિથી કરે. જો કોઈ ગામમાં ગ્લાનને યોગ્ય વસ્તુ મળે. બીજે ગામ ગ્લાના સાધના સમાચાર મળે, તો તે ગામમાં જઈ આચાર્યદિને બતાવે. આચાર્ય કહે કેગ્લાનને યોગ્ય બીજું ઘણું છે. માટે તમે જ વાપરો, તો પોતે વાપરે. આચાર્યને શઠ જાણે તો વિહાર કરે.
૨૦૨
ઓઘનિર્યુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર જો કોઈ વેશધારી ગ્લાન હોય તો તે સાજો થાય એટલે કહે કે - ધર્મમાં ઉધમ કરો, જેથી સંયમમાં દોષ ન લાગે. ઈત્યાદિ.
આ રીતે ગ્લાનાદિ સેવા કરતાં વિહાર કરે. પ્રશ્ન :- આ રીતે બધે સેવા કરતો વચ્ચે રોકાય તો આચાર્યની આજ્ઞા ન લોપાય કેમકે આચાર્યએ જે કામે મોકલેલ છે,
ત્યાં ઘણાં કાળે પહોંચે. ઉત્તર : તીર્થંકરની આજ્ઞા આચાર્યની આજ્ઞા કરતાં બળવાનું છે. તીર્થંકરની આજ્ઞા છે - “પ્લાનની સેવા કQી.” તેથી આજ્ઞા ભંગ ન થાય. છતાં પ્રવચન વિરાધનાનો પ્રસંગ હોય તો વચ્ચે ન રોકાય, એ રીતે કાર્યના બલાબલનો વિવેક કરી વર્તે. આ વિષયમાં રાજા અને મુખીનું દષ્ટાંત છે –
કોઈ રાજા યાસાર્થે નીકળ્યો. સિપાઈને અમુક ગામે મુકામ કરીશું. તેવી આજ્ઞા કરી સિપાઈએ ગામમાં જઈ સજાને માટે એક આવાસ કરવાની સૂચના આપી. આ સાંભળી મુખીએ પણ ગામલોકોને પોતાના માટે એક આવાસ કરવા કહ્યું. ગામ લોકોએ વિચાર્યુ - રાજા એક દિવસ જ રહેશે અને મુખી તો કાયમ રહેવાના છે. એમ વિચારી રાજા માટે ઘાસના માંડવા જેવું મકાન બનાવ્યું, મુખી માટે સુંદર મહેલ જેવું મકાન બનાવ્યું. રાજાને સામાન્ય મકાનમાં ઉતારો આપ્યો. તેણે સુંદર મકાન જોઈને પૂછ્યું - આ કોનું મકાન છે ? લોકો બોલ્યા - મુખી માટે બનાવેલ છે. તે સાંભળી રાજાએ ગુસ્સે થઈ મુખીને કાઢી મૂક્યો અને લોકોનો દંડ કર્યો. અહીં મુખીના સ્થાને આચાર્ય અને રાજાના સ્થાને તીર્થકર છે. તીર્થકરની આજ્ઞાના લોપથી સંસાર વધે છે. - બીજા ગામના લોકોએ વિચાર્યું કે – સજા માટે સુંદરતમ મહેલ બનાવીએ, કેમકે સજાના ગયા પછી મુખીના કામમાં જ આવશે - એમ વિચારી તેનો અમલ કર્યો. રાજાએ ખુશ થઈ ગામનો કર માફ કર્યો, મુખીને બીજા ગામનો સ્વામી બનાવ્યો. આ રીતે તીર્થકરની આજ્ઞામાં વર્તનાર સંસાર સમુદ્ર તરી જાય છે. કેમકે તીર્થકર આજ્ઞામાં આચાર્યઆજ્ઞા સમાઈ જાય છે.
• મૂલ-૧૩ થી ૧૬૧ -
૩-થ્રાવકદ્વાર – ગ્લાનાર્થે રોકાય પણ ભિક્ષાર્થે વિહારમાં વિલંબ ન કરે, તેના દ્વારો કહે છે – (૧) ગોકુળ - રસ્તામાં ગોકુળ આવે ત્યાં દુધ વગેરે વાપરી તુરંત ચાલે તો માર્ગમાં વડીનીતિની શંકા થાય, કાંજી સાથે દુધ વિરુદ્ધાહાર છે, તેથી સંયમ વિરાધના થાય અને શંકા રોકે તો મરણ થાય. વળી ગોકુળમાં ગૌચરી જવામાં આત્મવિરાધના સાથે પ્રવચન વિરાધના થાય, આગળ જવામાં વિલંબ થાય. માટે ગોકુળમાં ભિક્ષાર્ગે ન જવું. (૨) ગામ :- સમૃદ્ધ હોય, પણ ભિક્ષાનો સમય ન થયો હોય અને દુધ આદિ ગ્રહણ કરે તો પૂર્વવત્ દોષ લાગે. (3) સંખડી:- જો રાહ જુએ તો આ આદિના સંઘાદિ દોષો થાય. સમય થતાં આહાર લાવી ઘણું વાપરે તો બિમારી આવે. વારંવાર ચંડિલ જવું પડે તો વિહારમાં વિલંબ થાય. (૪) સંજ્ઞી :શ્રાવક આગ્રહ કરે અને ગૌચરીનો સમય થયો ન હોય તો દોષો પૂર્વવત્ થાય. (૫) દાનશ્રાવક - ઘી વગેરે ઘણું વહોરાવી દે અને વાપરે તો બિમારી આદિ દોષ, પરઠવી
Page #28
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૩૭ થી ૧૬૧
દે તો સંયમ વિરાધના. (૬) ભદ્રક ઃ- ભદ્રક સ્વભાવી પાસે જવામાં વિલંબ કરે, પછી તે લાડવા આદિ વહોરાવે. તો પણ દાનશ્રાવક જેવા જ દોષ લાગે. (૭) મહાનિનાદ - વસતિવાળા પ્રસિદ્ધ ઘરોમાં જાય, સ્નિગ્ધાદિ આહાર મળે તો પૂર્વવત્ દોષો લાગે. વધારે વાપરે તો ઉંઘ આવે, સૂત્રપાઠ ન થાય, સૂત્રાર્થ વિસરાઈ જાય અને ઉંઘે તો અજીર્ણ થાય. તેથી ગોકુળાદિમાંથી માત્ર છાશ-ભાત ગ્રહણ કરે.
કારણિક સેવન ઃ- પોતે જે ગામે આવ્યો ત્યાં ભિક્ષાવેળા થઈ ન હોય, બીજું ગામ દૂર હોય અતવા નીકટનું ગામ નવું વસેલું કે ખાલી થઈ ગયેલું હોય, પ્રત્યનીક આદિ કારણો હોય તો, આવા કારણે ગામ બહાર રાહ જુએ. ભિક્ષાવેળા થતાં ઉક્ત ગોકુળ, સંખડી, શ્રાવકાદિથી દુધ લાવી, વાપરી આગળ ચાલે. સાધુના રૂક્ષપણાથી કોઠામાં દુધ-ઘી ક્ષીણ થઈ જાય છે. આ રીતે કારણે દુધ-ઘી સેવન ગુણરૂપ થાય. ગામમાં જઈને ખબર પડે કે ભિક્ષાવેળા થઈ નથી. તો રાહ જુએ, ઉદ્ગમાદિ દોષો તપાસે, બાળકોને પૂછી-તપાસીને ભિક્ષા ગ્રહણ કરે. ગામમાં ગૌચરી વપરાય તેવું સ્તાન ન હોય તો ગામ બહાર જાય અને દેવકુળ કે શુન્યગૃહાદિમાં જ્યાં ગૃહસ્થાદિ ન હોય ત્યાં ગૌચરી વાપરે.
૨૦૩
શુન્યગૃહાદિમાં પ્રવેશતા પૂર્વે લાકડી ઠપકારે. ખાંસી આદિ અવાજ કરે, જેથી કોઈ અંદર હોય તો નીકળી જાય, પછી ઈરિયાવહી કરી, ગૌચરી વાપરે. તે વેળા કદાચ કોઈ ગૃહસ્થ આવી જાય તો ગભરાયા વિના બોલવા માંડે કે – “સમાય પિંડ સ્વાહા'', “વણાય પિંડ સ્વાહા”, “ધનદાય પિંડ સ્વાહા'' ઈત્યાદિ આથી પે'લા માણસ ભય પામી ભાગી જાય.
કદાચ કોઈ માણસ બહારથી, છિદ્રમાંથી, ઉપરથી આદિથી ક્યાંક જોઈ જાય
અને તે બીજાને બૂમો પાડી ભેગા કરે અને કહે કે – જુઓ જુઓ આ સાધુ પાત્રમાં ભોજન કરે છે. તો ગૃહસ્થો દૂર હોય તો થોડું વાપરે. વધારાનું ત્યાં રહેલા ખાડા આદિમાં નાંખી દે કે ધૂળથી ઢાંકી દે. માણસો આવતા પહેલાં પાત્ર સ્વચ્છ કરી, સ્વાધ્યાય કરવા લાગે.
=
તે માણસો પૂછે કે – ગૌચરી ક્યાં કરી ? જો તેઓએ ગામમાં ગૌચરી ફરતા જોયેલ હોય તો કહે કે – શ્રાવકાદિના ઘેર વાપરીને આવ્યો છું જો ન જોયેલ હોય તો આખું પૂછે કે – ‘શું ભિક્ષા વેળા થઈ ગઈ ?' જો તેઓ પાત્ર જોવા આગ્રહ કરે તો પાત્ર બતાવે. પાત્ર ચોખ્યા જોઈ આવેલા માણસો કહેનારનો તિરસ્કાર કરે, જેથી શાસનનો ઉગ્રહ ન થાય.
ગામની નજીક સ્થાન ન મળે અને કદાય દૂર જવું પડે તો ત્યાં જઈને ઈરિયાવહી કરી, થોડીવાર સ્વાધ્યાય કરી, શાંત થઈ, ભિક્ષા વાપરે. જો કોઈ ભદ્રક વૈધ જાણે કે આ સાધુને ધાતુનું વૈષમ્ય થયેલ છે, જો આહાર તુરંત વાપરશે તો અવશ્ય મરણ થશે. તેમની પાછળ જાય, છુપાઈને જુએ કે સાધુ આહાર નહીં પણ કંઈક ક્રિયા કરે છે, તેનાથી શરીરમાં ધાતુ સજા થઈ જાય છે. માટે સાધુને આહારમાં વિપરિણમન થતું નથી. તો વૈધ આવીને સાધુને પૂછશે કે શું તમે વૈધક ભણ્યા
-
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
-
છો કે – જલ્દી ભિક્ષા ન વાપરી ? ત્યારે સાધુ કહેશે કે ના, આ તો અમારા સર્વજ્ઞ ભગવંતનો ઉપદેશ છે કે સ્વાધ્યાય કરીને વાપરવું. પછી સાધુ વૈધને ધર્મોપદેશ આપે, તેથી કદાચ વૈધ દીક્ષા લે કે શ્રાવક થાય. આમ વિધિ પાલનમાં ઘણાં લાભો થાય.
૨૦૪
ત્રણ ગાઉ જવા છતાં ગૌચરી વાપરવાનું સ્થાન ન મળે અને નજીકના ગામમાં આહાર મળે તેમ હોય તથા સમય પહોંચતો હોય તો લાવેલો આહાર પરઠવી દે, પણ સમય ન હોય તો ત્રણ ગાઉએ જ યતનાપૂર્વક આહાર વાપરી લે જેથી ક્ષેત્રાતિક્રમ દોષ ન લાગે.
• મૂલ-૧૬૨ થી ૧૭૧ :
(૪) સાધુદ્વાર :- સાધુ બે પ્રકારે - જોયેલા અને ન જોયેલા. તેમાં પરિચયથી ગુણ જાણેલા અને ગુણ ન જાણેલા. ન જોયેલમાં સાંભળેલ ગુણવાળા અને ન સાંભળેલ ગુણવાળા. તેમાં પ્રશસ્ત ગુણવાળા અને અપ્રશસ્ત ગુણવાળા. તેમાં પણ સાંભોગિક અને અન્ય સાંભોગિક. જો સાધુ શુદ્ધ આચારવાળા હોય તો તેમની સાથે નિવાસ કરવો.
અપ્રશસ્ત સાધુની પરીક્ષા ચાર પ્રકારે – (૧) બાહ્ય દ્રવ્ય પરીક્ષા - જંઘા આદિ સાબુ વગેરેથી સાફ કરે, જોડાં રાખે, સાધ્વી માફક માથે કપડું ઓઢે, સાધુ પરસ્પર હાથ મીલાવી ચાલે, ડાફોળીયા મારતાં ચાલે, દિશા આદિના ઉપયોગ વિના સ્પંડિલ બેસે. ઘણાં પાણીથી પ્રક્ષાલન કરે આદિ.
(૨) બાહ્ય ભાવથી પરીક્ષા - વિકરા કરતાં ચાલે, રસ્તામાં ગાન કરતા કે મૈથુન સંબંધી વાતો કરતા ચાલે, મનુષ્ય કે તિર્યંચો આવતા હોય, ત્યાં માત્રુ, સ્થંડિલ જાય, આંગળી દર્શાવી કોઈ ચાળા આદિ કરતા હોય. કદાચ બાહ્ય પ્રેક્ષામાં અશુદ્ધ હોય તો પણ વસતિમાં જવું અને ગુરુની પરીક્ષા કરવી. કેમકે કદાચ સાધુ ગુરુની મનાઈ હોવા છતાં તેવું આચરણ કરતાં હોય. બાહ્ય પરીક્ષામાં શુદ્ધ હોય તો પણ અત્યંતર પરીક્ષા કરે,
(૩) અત્યંતર દ્રવ્ય પરીક્ષા – ભિક્ષા આદિ માટે ગયા હોય ત્યાં કોઈ ગૃહસ્થ આદિ નિમિત્ત વગેરે પૂછે તો ન કહેતો હોય. અશુદ્ધાહારાદિનો નિષેધ કરતો અને શુદ્ધાહાર ગ્રહણ કરતો હોય. તો તેવા સાધુ શુદ્ધ જાણવા. ઉપાશ્રયમાં શેષકાળમાં પીઠફલક-પાટ પાટલાં વાપરે છે કે કેમ ? માત્ર આદિ ગૃહસ્થથી જુદુ કરે છે કે કેમ ? શ્લેષ્મ, બળખા આદિ કઈ રીતે નાંખે છે ? આ બધું જુએ. તેના આધારે શુદ્ધતા
નક્કી કરે.
(૪) અત્યંતર ભાવ પરીક્ષા - બિભત્સ ગીત ગાન કે કથા કરતા હોય, પાસા-કોડી આદિ રમતા હોય તો અશુદ્ધ જાણવા.
ગુણયુક્ત સમનોજ્ઞ સાધુ સાથે રહેવું, તેવા ન હોય તો અમનોજ્ઞ ગુણવાળો સાથે રહેવું. ઉપાશ્રયમાં પ્રવેશી, વંદનાદિ કરીને ગૌચરી જાય.
• મૂલ-૧૩૨ થી ૧૭૮ :
(૫) વસતિદ્વાર – સંવિજ્ઞ સમનોજ્ઞ સાધુ સાથે વસતિ શોધવી, તેવી ન હોય
Page #29
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૭૨ થી ૧૮
૨૦૫
તો નિત્યવાસી, અમનોજ્ઞ, પાસત્યાદિ ત્યાં રહેલાં હોય તો તેમની સાથે ન વસવું પણ જુદા સ્થાનમાં રહેવું – પ્રી હિત શ્રાવકના ઘરમાં રહે, ન મળે તો સ્ત્રીરહિત ભદ્રકના ઘેર રહે, ન મળે તો સ્ત્રી સહિત ભદ્રકના ઘેર જુદા ઓરડા કે ડેલીમાં રહે, તે ન મળે તો સ્ત્રી સહિત ભદ્રકના ઘરમાં વચ્ચે પડદો કરીને રહે. તે ન મળે તો શૂન્યગૃહમાં રહેવું. તે ન મળે તો ઉક્ત કાલચારી નિત્યવાસી પાર્થસ્થાદિ હોય, ત્યાં તેમણે ન વાપરેલા પ્રદેશમાં ઉતરે. ઉપધિ આદિ પાસે રાખી પ્રતિકમણાદિ કરી કાયોત્સર્ગ કરે, જાગવાની શક્તિ ન હોય તો યતનાપૂર્વક સુવે, તે ન મળે તો યથાછંદ આદિની વસતિ ઉપયોગમાં લે. પણ ત્યાં તે ખોટી પ્રરૂપણા કરતો હોય તો તેનો વ્યાઘાત કરે, તેમ ન થાય તો ધ્યાન કરે, ઉંચેથી ભણવા માંડે. કાનમાં આંગળી ખોસી દે, નસકોરા બોલાવતો ઉંઘવાનો ડોળ કરે. જેથી પે'લો કંટાળી જાય. એમ ન થાય તો પોતાના ઉપકરણો પાસે રાખી ચતનાપૂર્વક સુવે.
• મૂલ-૧૭૯ થી ૧૯૦ :
(૬) સ્થાનસ્થિતદ્વાર – કારણે-વિહાર કરતા વણકાળ આવી જતાં વયમાં રોકાવું પડે છે તે જવાનું હોય તે ગામમાં અશિવાદિ ઉપદ્રવ વગેરે કારણે વયમાં રોકાવું પડે. જે કામે નીકળેલ હોય તે આચાર્ય વિહાર કરી ગયા છે, તેમ જાણી, જ્યાં સુધી આચાર્ય કયા ગામે ગયા છે, તે ખબર ન પડે ત્યાં સુધી રોકાવું પડે. તે આચાર્યશ્રીના કાળધર્મના સમાચાર જાણી, ચોક્કસ ન થાય ત્યાં સુધી વચ્ચેના ગામમાં રોકાવું પડે કે પોતે બિમાર પડતાં રોકાઈ જાય. ઈત્યાદિ • * * * *
આ રીતે કાણિક હોય તે પ્રમાદ છોડીને વિચરે, હવે અકારણિક સ્થાનસ્થિતને કહે છે - (૧) ગચ્છમાં સારણા, વારણાદિ થતાં હોય, તેથી દુભાઈને એકલો થઈ જાય, તો પોતાના આત્માને નુકસાન કરે છે. કેમકે * * * * * * * ગચ્છમાંથી કંટાળીને નીકળી જનાર સાધુ ઉલટો સાધુતાથી ભ્રષ્ટ થઈ જાય. પ્રતિકૂળતા છતાં ગચ્છમાં રહેવું જોઈએ. (૨) જે સાધુ ચક, સ્તૂપ, પ્રતિમા, કલ્યાણકાદિ ભૂમિ, સંખડી આદિ માટે વિહાર કરે. (3) પોતે જ્યાં રહ્યાં તે સ્થાન સારું ન હોય તેવી વિહાર કરે. (૪) સારા સારા ઉપધિ, વસ્ત્ર, પત્ર તથા ગોચરી ન મળવાથી વિહાર કરે.
આ નિકારણ વિહાર કહેવાય. પણ જો સાધુ સૂત્ર, અર્થ, ઉભયને કરતાં સમ્યગ્દર્શનાદિ સ્થિર કરવા માટે વિહાર કરે તો કારણિક વિહાર કહેવાય. પરંતુ જે
ગીતાર્થ એકલો વિચરે કે બધાં જ અગીતાર્થ વિચરતા હોય તો તે સંયમ અને આત્મ વિરાધના કરનાર થાય છે.
• મૂલ-૧૧ થી ૧૯ :
શારાકારે એક ગીતાર્થ અને બીજો ગીતાર્થ નિશ્રિત એવા બે વિહારની અનુજ્ઞા આપેલ છે. આ રીતે વિહાર કરનારા ચાર ભેદે છે - (૧) જયમાતા :- ત્રણ ભેદે – (૧) બીજા આચાયાદિ પાસે અપૂર્વ શ્રત જ્ઞાન હોય તે મેળવવા વિહાર કરે. (૨) જૈન શાસનની પ્રભાવનાર્થે વિહાર કરે, (3) વિહાર કરતી વેળા માર્ગમાં ઘણી વિરાધના થતી જાણી, બચવા માટે પાછો વિહાર કરે.
૨૦૬
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર - (૨) વિહરમાના - બે ભેદે છે (૧) ગચ્છમાં રહેલા સાધુ, આચાર્ય, સ્થવિર, વૃષભ-વૈયાવચ્ચ સમર્થ, ભિક્ષુ-ગોચરી લાવનારા, બાલ સાધુ. (૨) ગચ્છમાં ન રહેલા સાદુ-પ્રત્યેક બુદ્ધ, જિનકભી, પ્રતિમાઘારી.
- (3) અવધાવમાન - બે ભેદે છે. (૧) સાધુવેશ રાખવાપૂર્વક ગૃહસ્થ થયેલા. (૨) પાશ્વસ્થ, કુશીલાદિ થઈ ગયેલા.
– (૪) આહિંડકા - બે ભેદે (૧) ઉપદેશ આહિંડકા - આજ્ઞા મુજબ વિહાર કરનારા, સૂત્ર અને અર્થ ગ્રહણ કરીને પ્રામાદિનો અનુભવ લેવા માટે બાર વર્ષ વિચરે, (૨) અનુપદેશ આહિંડકા-સ્તુપાદિ જોવા માટે વિચરનારા.
• મૂલ-૨૦૦ થી ર૧૯ :
માસમક્ષ કે ચોમાસુ પૂર્ણ થયે આચાર્યાદિ બીજા ક્ષેત્રમાં જવાનું હોય ત્યારે ક્ષેત્ર પ્રત્યુપ્રેક્ષકો આવી ગયા પછી બધાં સાધુને ભેગા કરીને આચાર્ય પૂછે કે – કોને કયું ક્ષોત્ર યોગ્ય લાગ્યું ? બધાંનો મત લઈને સૂત્રાર્થની હાનિ ન થાય તે રીતે વિહાર કરે. ચારે દિશા શુદ્ધ હોય તો ચારે દિશામાં, ત્રણ દિશા શુદ્ધ હોય તો ત્રણ દિશામાં, બે દિશા શુદ્ધ હોય તો બે દિશામાં સાત, પાંચ કે ત્રણ એ રીતે સંઘાટક વિહાર કરાવે.
જયાં જવાનું હોય તે ક્ષેત્ર પહેલાં જાણી લે, જાણીને વિહાર કરે. જે તપાસ ન કરે તો કદાચ વસતિ ન મળે કે ભિક્ષા દુર્લભ હોય કે બાળ, ગ્લાન આદિને યોગ્ય ભિક્ષા ન મલે કે માંસ, લોહી આદિથી અસઝાય રહેવાથી સ્વાધ્યાય ન થાય. માટે તપાસ કરી યતનાપૂર્વક વિહાર કરે.
બની તપાસ માટે બધાંનો મત લે, ગણને પૂછીને કોઈને મોકલે. ખાસ અભિગ્રહવાળા સાધુ હોય તો તેમને મોક્લે, ન હોય તો બીજા સમર્થને મોકલે પણ બાળ, વૃદ્ધ, અગીતાર્થ, યોગી, વૈયાવચ્ચી આદિને ન મોકલે. કેમકે જો બાળને મોકલે તો સ્વેચ્છાદિ કોઈ ઉપાડી જાય અથવા માર્ગમાં રમવા લાગે, કર્તવ્ય-અકર્તવ્ય ન સમજે, લોકો અનુકંપાથી વધુ આપે ઈત્યાદિ દોષો લાગે. જો વૃદ્ધ સાધુને મોકલે તો તેમનું શરીર કંપતું હોય તેવી લાંબા કાળે યોગ્ય સ્થાને પહોંચે. ઈન્દ્રિયોની શિથિલતાથી તો બરાબર ન જોઈ શકે, ઍડિલ ભૂમિ બરાબર તપાસી ન શકે, લોકો અનુકંપાથી વધુ આપે ઈત્યાદિ દોષ લાગે. અગીતાર્યને મોકલે તો તે માસકા, વષકિત્પાદિ વિધિ જાણતો ન હોય તેથી વસતિની પરીક્ષા ન કરી શકે અથવા અવિધિથી ઉત્તર આપે. યોગીને મોક્લે તો જલ્દી કાર્ય પતાવવાની બુદ્ધિથી જલ્દી જદી જાય, માર્ગની બરાબર પ્રત્યુપેક્ષા ન થઈ શકે, સ્વાધ્યાયનો અર્થી હોવાથી ભિક્ષા માટે બહુ ફરે નહીં ઈત્યાદિ દોષો લાગે. વૃષભને મોકલે તો રોષથી સ્થાપના કુલો કહે નહીં, કહે તો પણ બીજાને જવા ન દે અથવા સ્થાપના કુલો તેના જ પરિચિત હોવાથી બીજા સાધુને પ્રાયોગ્ય આહારાદિ ન મળે ઈત્યાદિ દોષ લાગે. તપસ્વીને મોકલે તો તે દુઃખી થાય, લોકો તપસ્વી જાણીને તેને વધારે આહારાદિ આપે અથવા તે ત્રણ વાર ભિક્ષાર્થે જવા અસમર્થ હોય માટે તપસ્વીને પણ ન મોકલે.
બીજા કોઈ સમર્થ સાધુ જાય તેમ ન હોય તો અપવાદે ઉપર કહેલમાંથી કોઈ
Page #30
--------------------------------------------------------------------------
________________
મૂલ-૨૦૦ થી ૨૧૯
૨૦૩
૨૦૮
ઓઘનિર્યુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
સાધને યતનાપૂર્વક મોકલે. બાળ સાધુને મોકલે તો સાથે ગણાવચ્છેદકને મોકલે. તે ન હોય તો ગીતાર્થને મોકલે, તે ન હોય તો ગીતાર્થ સાધુને સામાચારી કહીને મોકલે. યોગીને મોકલે તો અનાગાઢ યોગી હોય તો યોગમાંથી કાઢીને મોકલે. તે ન હોય તો તપસ્વીને પારણું કરાવીને મોકલે. તે ન હોય તો વૈયાવચ્ચીને મોકલે છે. ન હોય તો વૃદ્ધ અને તરુણને કે બાલ અને વરુણને મોકલે.
• મૂલ-૨૨૦ થી ૪૪૩ :
માર્ગે જતાં ચાર પ્રકારની પ્રત્યુપેક્ષણા કરતા જાય. તે આ પ્રમાણે - (૧) દ્રવ્યથી પ્રત્યુપેક્ષણા - રસ્તામાં કાંટા, ચોર, શિકારી પશુ, પ્રત્યેનીક, કૂતરા આદિને જોવા. (૨) ક્ષેત્રથી પ્રત્યુપેક્ષણા - ઉંચી, નીચી, ખાડાં-ટેકરા, પાણીવાળા સ્થાનાદિ. (3) કાળથી પ્રત્યુપેક્ષણા - જવામાં રખે કે દિવસે જ્યાં આપત્તિ હોય તે જાણી લે. અથવા કાળથી રસ્તો ક્યારે ખરાબ છે, તે જાણી લે. (૪) ભાવથી પ્રત્યુપેક્ષણા - તે ક્ષેત્રમાં નિકૂવ, ચટક, પરિવ્રાજક આદિ વારંવાર આવતા હોય તેવી લોકોની દાનની રુચિ રહી છે કે નહીં તે તપાસે.
૦ ક્ષેત્ર જોવા કઈ રીતે જાય? જ્યાં સુધી ઈચ્છિત સ્થાને ન પહોંચે ત્યાં સુધી સગપોરિમિ, અર્થ પોરિસિ ન કરે, ક્ષેત્રની નજીક આવી જાય ત્યારે નજીકના ગામમાં કે ગામ બહાર ગૌચરી વાપરીને, સાંજના વખતે ગામમાં પ્રવેશ કરે અને વસતિ શોધે. વસતિ મળી જાય એટલે કાલગ્રહણ લઈ બીજે દિવસે કંઈક ન્યૂન પોરિસિ સુધી સ્વાધ્યાય કરે. પચી ગૌચરી જાય.
ક્ષેત્રના ત્રણ ભાગ કરે. એક ભાગમાં સવારે ગૌચરી જાય, બીજા ભાગમાં બપોરે ગૌચરી જાય, બીજા ભાગમાં સાંજે ગૌચરી જાય. બધેથી થોડું થોડું ગ્રહણ કરે.
ધ-દહીં-ઘી વગેરે માંગે જેથી લોકો દાનશીલ છે કે કેવા છે ? તે ખબર પડે. ત્રણે વખત ગૌચરી જઈને પરીક્ષા કરે.
આ રીતે નજીકમાં રહેલા આસપાસના ગામમાં પણ પરીક્ષા કરે બધું સારી રીતે મળતું હોય તો તે ક્ષેત્ર ઉત્તમ કહેવાય. કોઈ સાધુ કાળ કરે તો તેને પરઠવી શકાય તે માટે મહા સ્પંડિલ ભૂમિ પણ જોઈ રાખે.
વસતિ કયા સ્થાને કરવી અને કયા સ્થાને ન કરવી, તે માટે જે વસતિ હોય તેમાં ડાબે પડખે પવભિમુખ વૃષભ બેઠેલો હોય તેવી કલ્પના કરે. તેના દરેક અંગના લાભાલાભ આ પ્રમાણે :- શીંગડાના સ્થાને વસતિ કરે તો કલહ થાય. પગના સ્થાને વસતિ કરતા પેટના રોગ થાય. પુંછડાના સ્થાને વસતિ કરતાં નીકળી જવું પડે. મુખના સ્થાને વસતિ કરે તો ગૌચરી સારી મળે, શીંગડાના મધ્યભાગે વસતિ કરતાં પૂજ સકાર થાય. સ્કંધ અને પીઠના સ્થાને વસતિ કરે તો ભાર થાય. પેટના સ્થાને વસતિ કરે તો નિત્ય તૃપ્ત રહે.
• મૂલ-૨૪૪ થી ૨૪૬ -
- શય્યાતર પાસે અનુજ્ઞા લેવી અને સંવાદ કઈ રીતે કરવો ? શય્યાતર પાસેથી દ્રવ્યાદિ પ્રાયોગ્યની અનુજ્ઞા મેળવે, તે આ પ્રમાણે :- દ્રવ્યથી - ઘાસ, ડગલ,
રાખ આદિની. ક્ષેત્રથી - ક્ષેત્રની મર્યાદા આદિ. કાળથી - રાગે કે દિવસે સ્પંડિલ માગુ પરઠવવાની. ભાવચી - ગ્લાનાદિ માટે યોગ્ય પ્રદેશની.
શય્યાતર સાથે સંવાદ - જેમકે - હું તમને આટલું સ્થાન આપું છું, વધુ નહીં. ત્યારે સાધુ કહે - જે ભોજન આપે તે પાણી પણ આપે, એ રીતે અમોને વસતિ આપતા તમે ચૅડિલ-માત્રાદિ ભૂમિ આદિ પણ આપી જ છે.
શય્યાતર પૂછે - કેટલો સમય રહેશો ? સાધુ કહે - જ્યાં સુધી અનુકૂળ હશે ત્યાં સુધી. શય્યાતર પૂછે – કેટલાં સાધુ અહીં રહેશો ? સાધુ કહે કે “સાગરની, ઉપમાઓ'. જેમ સમુદ્રમાં કોઈ વખત ઘણું પાણી હોય, કોઈ વખત મર્યાદિત પાણી હોય, તેમ ગચ્છમાં સાધુની વધ-ઘટ થયા કરે..
શય્યાતર પૂછે – ક્યારે આવશો ? સાધુ કહે – અમારા બીજા સાધુ બીજે સ્થાને ફોન જોવા ગયેલા છે, તેથી વિચારીને ક્ષેત્ર યોગ્ય લાગે તો આવશું.
શય્યાતર એમ કહે કે - તમારે આટલાં જ ક્ષેત્રમાં અને આટલી સંખ્યામાં રહેવું તો તે ક્ષેત્રમાં સાધુને માણકા આદિ કરવો ન ભે. જો બીજે વસતિ મળે તો ત્યાં નિવાસ કરે.
જે વસતિમાં રહ્યા હોય, તે વસતિ જો પરિમિત હોય અને ત્યાં બીજા સાધુઓ આવે તો તેમને વંદનાદિ કવા, ઉભા થવું પાદ પાલન કરવું. ભિક્ષા લાવી આપવી, ઈત્યાદિ વિધિ સાચવવી. પછી તે સાધુને કહેવું કે અમને આ વસતિ પરિમિત મળી છે, એટલે બીજા વધુ રહી શકે એમ નથી.
• મૂલ-૨૪૭ થી ૨૮૦ :
બ તપાસ કર્યા પછીની વિધિ ક્ષેત્રની તપાસ કરી પાછા આવતા બીજા રસ્તે થઈને આવવું. કેમકે કદાચ બીજું સારું ક્ષેત્ર હોય તો ખબર પડે. પાછા વળતાં પણ સૂત્ર કે અર્થ પોરિસિ ન કરે. કેમકે જેટલાં મોડાં આવે તેટલો સમય આચાર્યને રોકાવું પડે. માસકાથી વધુ થાય તે નિત્યવાસ છે.
આચાર્યશ્રી પાસે આવી, ઈરિયાવહી આદિ કરી, આચાર્યને ક્ષેત્રના ગુણો વગેરે કહે. આચાર્ય બઘાં સાધુને ભેગા કરી ફોગની વાત કરે બધાંનો અભિપ્રાય લઈ યોગ્ય લાગે તે ફોગ તરફ વિહાર કરે. આયાર્યમત પ્રમાણ ગણાય.
તે ક્ષેત્રમાંથી વિહાર કરતાં વિધિપૂર્વક શય્યાતરને જણાવે. અવિધિથી કહેવામાં અનેક દોષો છે. શય્યાતરને કહ્યા. સિવાય વિહાર કરે તો તે એમ વિચારે કે આ ભિક્ષ લોકધર્મને જાણતા નથી. જે પ્રત્યક્ષ લોકધર્મને જાણતા નથી, તે અલ્દષ્ટને કેવી રીતે જાણતા હોય ? કદાચ જૈનધર્મ મૂકી દે. અથવા બીજી વાર કોઈ સાધુને વસતિ ન આપે.
કોઈ શ્રાવકાદિ આચાર્યને મળવા કે દીક્ષાર્થે આવ્યા હોય, તે શય્યાતરને પૂછે કે - આચાર્ય ક્યાં છે ? સેષિત થયેલો તે કહે કે – “અમને શી ખબર ?" કહ્યા વિના જતા રહ્યા છે. આવા જવાબો સાંભળી શ્રાવકાદિ વિચારે કે- લોક વ્યવહારનું પણ જ્ઞાન નથી તો પછી પરલોકનું શું જ્ઞાન હશે ? આથી દર્શનનો ત્યાગ કરે ઈત્યાદિ
Page #31
--------------------------------------------------------------------------
________________
મૂલ-૨૪૭ થી ૨૮૦
૨૦૯ દોષો થાય, માટે વિધિપૂર્વક નીકળે.
જો નજીકના ગામમાં જવાનું હોય તો સૂત્ર કે અર્થ પોરિસિ કરીને વિહાર કરે. દૂર જવાનું હોય તો પણ પડિલેહણા કર્યા સિવાય વહેલા નીકળે. બાલ, વૃદ્ધ આદિ પોતાથી ઉપડે તેટલી ઉપધિ લે, બાકીની તરુણાદિ ઉપાડે. કોઈ ગુડ-પ્રમાદી જેવા વહેલા ન નીકળે તો તેમને ભેગા થવા માટે જતાં સંકેત કરીને જાય. વહેલાં જતી વેળા અવાજ ન કરે, કેમકે લોકો જાગી જાય તો અધિકરણાદિ દોષો લાગે. બધાં સાધુ સાથે જ નીકળે.
વિહાર સારી તિથિ, મુહૂર્ત, સારા શુકન જોઈને કરવો. ૦ અપશુકનો આ પ્રમાણે - મલીન શરીરી, ફાટેલા કપડાવાળો, શરીરે તેલ ચોળેલો, કુબડો, વામન, કૂતરો, પૂર્ણ ગર્ભવતી સ્ત્રી, મોટી ઉંમરની કન્યા, લકાડાનો ભારો, બાવા, પાંડુ રોગી ઇત્યાદિ. o સારા શુકનો - નંદી, વાજીંત્ર, પૂર્ણ ભરેલ ઘડો, શંખ કે પટનાદ, છત્ર, ચામર, ધ્વજા, શ્રમણ, પુષ્ય ઈત્યાદિ.
• મૂલ-૨૮૧ થી ૨૯૦ :
- હવે સંકેત આદિ દ્વારો કહે છે - (૧) સંકેત - પ્રદોષ કાળે આચાર્ય બધાં સાધુને ભેગા કરી કહે કે – “અમુક સમયે નીકળીશું” અમુક સ્થાને વિશ્રામ કરીશું - રોકાઈશું. અમુક ગામે ભિક્ષાર્થે જઈશું. કોઈ ખમ્મુડપ્રાયઃ આવવા તૈયાર ન થાય તો તેને પણ અમુક સ્થાને ભેગા થવાનો સંકેત આપે.
લોગ પ્રત્યુપ્રેક્ષકો કેટલાંક ગચ્છની આગળ, કેટલાંક મધ્યમો કેટલાંક પાછળ ચાલે. સતામાં સ્પંડિલ, મકાદિની જગ્યા બતાવે. જેથી કોઈને અતિ શંકા થઈ હોય તો ટાળી શકે. માર્ગમાં ગામ આવે ત્યાં ભિક્ષા મળી શકે તેમ હોય અને જ્યાં રોકાવાનું હોય તે ગામ નાનું હોય, તો તરુણ સાધુને ગામમાં ભિક્ષા લેવા મોકલે, તેની ઉપધિ બીજા સાધુ લઈ લે. જો કોઈ સાધુ અસહિષ્ણુ હોય તો ગૌચરી માટે ત્યાં મૂકતા જાય અને સાથે માર્ગજ્ઞ સાધુને મૂકે. જેથી જે ગામ જવાનું છે, ત્યાં સુખપૂર્વક આવી શકે.
મકામ કરવાના ગામમાં કોઈ કારણે ફેરફાર થઈ ગયો હોય તો પાછળ રહેલા સાધુ ભેગા થઈ શકે તે માટે ત્યાં બે સાધુને રોકતા જાય. જો બે સાધુ ન મળે તો એકને રોકે અથવા કોઈ ગૃહસ્થને કહે કે “અમે અમુક ગામ જઈએ છીએ.' પાછળ અમારા સાધુ આવે છે તેને કહેજો. જો તે ગામ શૂન્ય હોય તો જે માર્ગે જવાનું હોય તે માર્ગે લાંબી રેખા કરવી, જેથી પાછળ આવતાં સાધુને માર્ગની ખબર પડે.
ગામમાં પ્રવેશ કરે, તેમાં જે વસતિનો વ્યાઘાત થયો હોય તો બીજી વસતિની તપાસ કરીને ઉતરે. માર્ગમાં ભિક્ષાર્થે રોકેલા સાધુ ભિક્ષા લઈને આવે
ત્યાં ખબર પડે કે - ગચ્છા આગળ ગયેલો છે, તો જો તે ગામ બે ગાઉથી વધુ હોય, તો એક સાધુને ગચ્છ પાસે મોકલે, ભિક્ષા આવી ગયાના સમાચાર આપે. તેથી ભૂખ્યા થયેલા સાધુ પાછા ફરે અને ગૌચરી વાપરીને તે ગામમાં જાય. જો ગામમાં પહોંચેલા સાધુઓએ વાપરી લીધું હોય તો કહેવડાવે કે – તમે વાપરીને [35/14].
૨૧૦
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર આવો, અમે ગૌચરી કરી લીધી છે.
• મૂલ-૨૯૧ થી ૩૧૮ :
(૨) વસતિગ્રહણ - ગામમાં પ્રવેશી ઉપાશ્રય પાસે આવે. પછી વૃષભ સાધુ વસતિમાં પ્રવેશી કાજો લે, ત્યાં સુધી બીજા સાધુ બહાર ઉભા રહે. કાજો લેવાઈ ગયા પછી બધાં સાધુ વસિતમાં પ્રવેશ કરે, જો ગોચરીવેળા થઈ ગઈ હોય તો એક સંઘાટક કાજો લે અને બીજા ગૌચરી જાય. પૂર્વે નક્કી કરેલ વસતિનો કોઈ કારણે વ્યાઘાત થયો હોય, તો બીજી વસતિ શોધીને, બધાં સાધુઓ તે વસતિમાં જાય. * * * * *
[શંકા] ગામ બહાર ગૌચરી વાપરીને વસતિમાં પ્રવેશે તો ?
[સમાધાન જો બહાર ગૌચરી કરે તો, ગૃહસ્થોને દૂર જવા કહેવું પડે, જો તે દૂર જાય તો સંયમ વિરાધના થાય. કદાચ ન જાય અને કલહ પણ કરે. મંડલીબદ્ધ રીતે સાધુ વાપરતા હોય, ત્યાં કૌતુકથી ગૃહસ્થો આવે તો ક્ષોભ થાય. આહાર ગળે ન ઉતરે ઈત્યાદિ દોષો થાય.
બીજા ગામમાં જઈને વાપરે તો ઉપધિ અને ભિક્ષાના ભારથી કે ક્ષધાને લીધે ઈપિથ જોઈ ન શકે, આદિ કારણે આત્મવિરાધના થાય. આહારદિ વેરાય તો છે કાય વિરાધના થાય..
વિકાલે પ્રવેશે તો વસતિ ન જોઈ હોય તો પ્રવેશમાં જ કૂતરા આદિ કરડી ખાય. ચોરો ઉપધિ લઈ જાય, કોટવાળ પકડે કે મારે, બળદ વગેરે શીંગડા મારે, ભૂલા પડાય, સિંઘ ગૃહોની ખબર ન પડે. કાંટા વાગે, સર્પ દંશ થાય આથી આત્મ વિરાધના થાય ન જોયેલ, ન પ્રમાર્જેલ વસતિમાં સંથારો કરવાથી કીડી આદિ મરતાં સંયમ વિરાધના થાય. ન જોયેલ વસતિમાં કાલગ્રહણ લીધા વિના સ્વાધ્યાય કરે તો દોષ લાગે અને સ્વાધ્યાય કરે તો સૂકાઈની હાનિ થાય.
સ્થંડિલ, માગુ ન જોયેલા સ્થાને પાઠવે તો સંયમ વિરાધના તથા આત્મ વિરાધના બંને થાય. સ્પંડિલ રોકે તો મરણ, માથુ રોકે તો ચક્ષુનું તેજ ઘટે, ઓડકાર રોકે તો કોઢ થાય. ઉક્ત દોષોને કારણે શક્યતઃ સવારમાં જાય. વસતિ ન મળે તો શJહાદિમાં રહે, વરો પડદો કરે. જો ગોશાળા કે સભા આદિ સ્થાન મળે તો કાલભૂમિ જોઈને ત્યાં કાલગ્રહણ કરે તથા ચંડિલ ભૂમિ જોઈ આવે.
અપવાદે વિકાલે પ્રવેશ કરે તે આ રીતે રસ્તામાં કોટવાલાદિ મળે તો કહે - “અમે સાધુ છીએ ચોર નથી.” જો શૂન્યગૃહ હોય તો વૃષભ સાધુ દાંડાથી ઉપરનીચે ઠપકારે જેથી સર્પ-મનુષ્યાદિ હોય તે જતાં રહે કે ખબર પડે. આચાર્ય માટે ત્રણ સંથારા ભૂમિ રાખે એક પવનવાળી, બીજી પવન વિનાની. ત્રીજી સંથારા માટેની વસતિ મોટી હોય તો છુટા-છુટા સંથારા કરે, વસતિ નાની હોય તો ક્રમવાર સંથારો કરી વચ્ચે પાત્રાદિ મૂકી દે સ્થવિર સાધુ, બીજા સાધુને સંથારાની જગ્યા વહેંચી આપે.
જો આવતાં રાત્રિ થઈ ગઈ હોય તો કાલગ્રહણ ન કરે, પણ નિર્યુક્તિ સંગ્રહણી આદિ મંદ સ્વરે બોલે ગુરુ પાસે કાળે સંથારા પોરિસિ ભણે. સંથારો પાથરીને શરીરને પડિલેહે, ગુરુ આજ્ઞા લઈ વિધિ પ્રમાણે સંથારો કરે પગ લાંબો-ટુંકો કરતાં
Page #32
--------------------------------------------------------------------------
________________
૨૧૬
મૂલ-૨૧ થી ૩૧૮ કે પડખું ફેરવતાં પ્રમાર્જના કરે.
રમે માગાદિ કારણે ઉઠે તો પહેલાં દ્રવ્યાદિ ઉપયોગ કરે, જેમકે – દ્રવ્યથી હું કોણ છું? દીક્ષિત છું કે અદીક્ષિત. ગયી - નીચે છું કે ઉપર ? કાળથી રાત્રિ છે કે દિવસ ? ભાવથી - કાયિકાદિની શંકા છે કે કેમ ? જો આંખમાં ઉંઘ હોય તો શ્વાસને રૂંધે, ઉંઘ ઉડે પછી સંથારામાં ઉભો થઈ પ્રમાર્જના કરતાં દ્વાર પાસે આવે. બહાર ચોર આદિનો ભય હોય તો એક સાધુને ઉઠાડે, તે દ્વાર પાસે ઉભો રહે, પોતે કાયિકાદિ શંકા ટાળીને આવે. કૂતારા આદિનો ભય હોય તો બે સાધુને ઉઠાડે. એક દ્વાર પાસે ઉભો રહે, પોતે કાયિકાદિ વોસિરાવે, બીજો રક્ષણ કરે પછી પાછા આવી ઈરિયાવહી કરે. સૂમ આન-પ્રાણવાળો હોય તો ચૌદે પૂર્વ ગણી જાય. લબ્ધિયુક્ત ન હોય તો ઘટતા-ઘટતા છેલ્લે ત્રણ ગાયા ગણી સુવે. આ વિધિથી નિદ્રાના પ્રમાદનો
દોષ દૂર થાય.
ઉર્ગથી શરીર ઉપર વસ્ત્ર ઓઢ્યા વિના સવે, ઠંડી આદિ લાગે તો એક, બે કે ત્રણ કપડાં ઓઢે. તો પણ ઠંડી દૂર ન થાય તો બહાર જઈ કાયોત્સર્ગ કરે, પછી અંદર આવે. છતાં ઠંડી લાગે તો બધાં કપડાં કાઢી નાંખે, પછી એક-એક વસ્ત્ર ઓઢે, સમાધિ રહે તેમ કરે.
• મૂલ-૩૧૯ થી ૩૩૧ -
(3) સંજ્ઞી - વિહાર કરતાં વચ્ચે કોઈ ગામ આવે. તે સાધુના વિહારવાળું હોય કે વિનાનું હોય, ત્યાં શ્રાવકોના ઘર હોય કે ન પણ હોય, જો સંવિજ્ઞ સાધના વિહારવાળું હોય તો ગામમાં પ્રવેશે. પાર્થસ્થ આદિનું હોય તો ન પ્રવેશે જિનાલય હોય તો દર્શન કરવા જાય.
ગામમાં સાંભોગિક સાધુ હોય તો પ્રાદુર્ણક માટે ગોચરી પાણી લાવી આપે. કોઈ શ્રાવક આગ્રહ કરે તો આગંતુક સાથે કોઈ એક સાધુને મોકલે. ઉપાશ્રય નાનો હોય તો આગંતુક સાધુ બીજા સ્થાને ઉતરે, ગામમાં રહેલા સાધુ તેમને ગૌચરી લાવી આપે. સાંભોગિક ન હોય તો આવેલા સાધુ ગૌચરી લાવી આચાર્યદિને પ્રાયોગ્ય આપી બાકીનું બીજા વાપરે.
• મૂલ-33૨ થી 33૬ :
(૪) સાધર્મિક - આહારદિનું કામ પતાવી, ઠલ્લાની શંકા ટાળીને સાંજે સાધર્મિક સાધુ પાસે જાય, જેથી તેમને ભિક્ષાદિ માટે આકુલત્ય ન થાય. સાધુને જોઈને ત્યાં રહેલા સાધુ ઉભા થાય, સામે જાય પાસાદિ લઈલે. - X- ગામ નાનું હોય, ભિક્ષા પ્રાપ્ત ન હોય, બપોરે જવામાં માર્ગમાં ચોર આદિનો ભય ન હોય તો સવારમાં જ બીજે ગામ જાય.
ઉપાશ્રયમાં પ્રવેશતા નિતીહિ કહે. ત્યાં રહેલા સાધુ તે સાંભળી સામા આવે. વાપરતા હોય તો કોળીયો મુખમાં હોય ને વાપરી લે, હાથમાં હોય તો પાત્રામાં મૂકી દે. સામે આવેલા સાધુનું સન્માન કરે. આવેલા સાધુ સંક્ષેપથી આલોચના કરી, તેમની સાથે આહાર વાપરે. જે તેઓએ વાપરી લીધું હોય તો તેમ કહે. જો વાપરવાનું બાકી
૨૧૨
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર હોય તો બધાં સાથે વાપરે આહાર ઓછો હોય તો, પોતાને માટે બીજો આહાર લાવીને વાપરે. આવેલા સાધુની ત્રણ દિવસ આહાર-પાણી આદિથી ભક્તિ કરે શક્તિ ન હોય તો બાલ-વૃદ્ધ આદિની ત્રણ દિવસ ભક્તિ કરે.
• મૂલ-૩૩૩ થી ૫૫ -
(૫) વસતિ - ત્રણ પ્રકારે, મોટી-નાની-પ્રમાણયુક્ત. પહેલાં પ્રમાણયુક્ત વસતિ ગ્રહણ કરે, તે ન હોય તો નાની વસતિ ગ્રહણ કરે, તે પણ ન હોય તો મોટી વસતિ ગ્રહણ કરવી. મોટી વસતિમાં બીજા લોકો, પારદારિકો, બાવા આદિ આવીને સુવે છે, તેથી ત્યાં સૂત્ર-અર્થ પોરિસિ કરતાં કે જતા આવતાં, કોઈ અસહિષ્ણુ હોય તો બૂમાબૂમ કરી મૂકે, ઝઘડો થાય પરિણામે આત્મવિરાધના કે સંયમ વિરાધના થાય વળી બધાના દેખતાં શંકા ટાળે તો પ્રવયનની લઘુતા થાય. રાત્રે વસતિમાં પંજતા પંજતા જાય તો કોઈને ચોરની શંકા થાય અને કદાચ મારી નાંખે સાગારિક ગૃહસ્થને સ્પર્શ થતાં તે સાધુને નપુંસક સમજે. સ્ત્રીનો સ્પર્શ થઈ જાય તો સ્ત્રી સમજે છે કે - આ સાધુ મને ઈચ્છે છે, તેમાં મારપીટ થાય. દિવસે સાધુ ઉપર સગી થયેલ કોઈ
શ્રી રામે સાધુની પાસે આવીને સૂઈ જાય, સાધુને બળાત્કારે ગ્રહણ કરે તેથી મોટી વસતિમાં ન ઉતરવું.
નાની વસતિમાં બે જતાં-આવતાં કોઈના ઉપર પડી જવાય. જાગી જતાં ચોરની શંકા થાય ઈત્યાદિથી આત્મ અને સંયમ વિરાધના થાય.
પ્રમાણયુક્ત વસતિમાં કેવી રીતે ઉતરવું ? એક એક સાધુ માટે ત્રણ હાથ પહોળી જગ્યા રાખવી, એક હાથ-ચાર આંગળ પહોળો સંથારો, પછી વીસ આગળ ખાલી જગ્યા રાખવી, પછી એક હાથ જગ્યામાં પાગાદિ મુકવા, પછી બીજા સાધુના આસનાદિ રાખવા. પગાદિ બહુ દૂર મૂકે તો બિલાડી, ઉંદર આદિથી રક્ષણ ન થાય. બહુ નીકટ રાખે તો પાગાદિ તુટવાનો ભય રહે. માટે ૨૦ આંગળ પાંતર રાખવું.
જો બે હાથથી વધુ અંતર હોય તો, કોઈ ગૃહસ્થ વચ્ચે સૂઈ જશે. તેથી બીજા દોષો લાગશે. ત્યાં બે સાધુ વચ્ચે બે હાથની જગ્યા રાખે. જો હાથથી ઓછું આંતરું હોય તો, બીજા સાધુનો સ્પર્શ થઈ જાય તો ભક્ત ભોગીને પૂર્વકીડાનું સ્મરણ થઈ આવે. કુમારપણામાં દીક્ષા લીધી હોય તેને સાધુના સ્પર્શથી સ્ત્રીનો સ્પર્શ કેવો હશે ? તેવું મતહલ થશે. વચ્ચે બે હાથનું અંતર રાખે, તેથી પરસ્પર કલહ આદિ ન થાય. ભીંતથી એક હાથ દૂર સંથારો કરવો. પગ નીચે પણ જવા આવવાનો માર્ગ રાખવો. મોટી વસતિ હોય તો ભીંતથી ત્રણ હાથ દૂર સંથારો રાખવો.
પ્રમાણયુકત વસતિ ન હોય તો નાની વસતિમાં રાત્રે જયણા પૂર્વક જવું-આવવું હાથથી પરમાર્થ કરી બહાર નીકળવું. પત્રાદિને ખાડામાં મૂકવા અને ખાડો ન હોય તો દોરી બાંધી ઉંચે લટકાવવા.
મોટી વસતિમાં ઉતરવું પડે તો સાધુ છુટા છુટા થઈ સુવે. કોઈ આવીને એક બાજુ થઈ જવા કહે તો તેમ કરી પડદો કરી લે. ત્યાં બીજા ગૃહસ્થો આદિ હોય તો જતાં આવતાં પ્રમાર્જનાદિ ન કરે.
Page #33
--------------------------------------------------------------------------
________________
મૂલ-૩૫૬ થી ૩૮
• મૂલ-૩૫૬ થી ૩૮૭ :
(૬) સ્થાનસ્થિત - પ્રવેશના દિને પ્રાતઃકાલીન પ્રતિકમણાદિ કરી, સ્થાપના કુળ, પ્રાંત કુલાદિનો વિભાણ કરે એટલે અમુક ઘરોમાં ગૌચરી જવું, અમુકમાં ન જવું. પછી સારા શુકન જોઈને ગામમાં પ્રવેશ કરે. પ્રવેશતા પહેલાં કથાલબ્ધિસંપન્ન સાધને મોકલે. તે સાધ ગામમાં જઈ શય્યાતર પાસે કથા કરે. પછી આચાર્યશ્રી પધારે ત્યારે ઉભા થઈ વિનય સાચવે અને શય્યાતરને કહે કે - આ અમારા આચાર્યશ્રી છે. આચાર્યને કહે કે આ મહાનુભવે આપણને વસતિ આપે છે. આચાર્ય પછી શય્યાતર સાથે વાતચીત કરો, જેથી તેને એમ ન થાય કે આ લોકો ઉચિત જાણતા નથી.
વસતિમાં આચાર્ય માટે ત્રણ જગ્યા રાખી સ્થવિર સાધુ બીજા માટે રત્નાધિકના ક્રમે યોગ્ય જગ્યા વહેંચી આપે. ત્ર પ્રત્યુપ્રેક્ષકો આવેલા સાધુને અંડિત ભૂમિ, સ્વાધ્યાય ભૂમિ આદિ બતાવે. સાધુમાં કોઈ તપસ્વી હોય, કોઈને વાપરવાનું હોય તો સ્થાપનાકુળ આદિ બતાવે છે.
- જિનાલયે જતાં આચાર્ય સાથે એક-બે સાધુ પાકા લઈને જાય કેમકે ત્યાં કોઈ ગૃહસ્થને ગૌચરી આપવાની ભાવના થાય તો લઈ શકાય. પાકા લઈને આવીશું કહે અને શ્રાવક વસ્તુ રાખી મૂકે તો સ્થાપના દોષ લાગે. બધાં સાધુએ સાથે ન જવું કેમકે તો ગૃહસ્થને એ થશે કે કોને આપું અને કોને ન આપું. સાધુને જોઈને ભય પામે અથવા આ બધાં ખાઉઘરા છે તેમ વિચારે. તેથી આચાર્ય સાથે બે-ત્રણ સાધુ જ પાત્ર લઈને જાય.
જે તે ક્ષેત્રમાં પહેલાં માસકતા ન કરેલ હોય કે પહેલાં આવ્યા હોય, તો જાણકાર સાધુ દર્શન કે ગૌચરી અર્થે જાય, ત્યારે દાન આપનાર આદિના કુળો બતાવે કાં તો પ્રતિક્રમણ કર્યા પછી દાનાદિ કુલો કહે. આચાર્ય પણ પ્રતિક્રમણ કર્યા બાદ ક્ષેત્ર પ્રત્યપેક્ષકોને બોલાવી સ્થાપનાદિ કુળો પૂછે. હોમ પ્રત્યુપ્રેક્ષકો તે જમાવે તેમને પૂછ્યા વિના સાધુ સ્થાપનાદિ કુળોમાં જાય, તો સંયમ કે આત્મ વિરાધનાદિ દોષ લાગે.
૦ સ્થાપનાદિ કુળોનું પ્રયોજન - સ્થાપનાદિ કુળો સ્થાપવાનું કારણ એ છે કે, આચાર્ય ગ્લાન પ્રાપર્ણકાદિને યોગ્ય ભિક્ષા મળી રહે. જે બધાં જ સાધુ ત્યાં ભિક્ષા લેવા જાય તો ગૃહસ્થોને કદર્ચના થાય અને આચાર્ય આદિના પ્રાયોગ્ય દ્રવ્યનો ક્ષય થવાથી જોઈએ ત્યારે વસ્તુ ન મળે. કેમકે તેણે ઘણાં સાધુને ધૃતાદિ આપ્યા. હોવાથી ધૃતાદિ ખલાસ થઈ જાય.
પ્રાંત-વિરોધી ગૃહસ્થો હોય તો સ્ત્રીને માર મારે કે મારી પણ નાંખે અથવા ઠપકો આપે કે- તેં સાધુઓને ધૃતાદિ આપ્યું એટલે ખલાસ થઈ ગયું. ભદ્રક હોય તો નવું લાવે કે કરાવે.
સ્થાપના કુળો રાખવાથી ગ્લાન, આચાર્ય, બાળ, વૃદ્ધાદિની યથાયોગ્ય ભક્તિ કરી શકાય છે, તેથી સ્થાપના કુળો રાખવા જોઈએ. ત્યાં અમુક ગીતાર્થ સિવાય બધાં
૨૧૪
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર સાધુઓએ ન જવું. કહ્યું છે કે – આચાર્યની ભક્તિથી ગચ્છની અનુકંપા થાય, ગચ્છાનુકંપાથી તીર્થ પરંપરા ચાલે છે. આ કુળોમાં વિના કારણે પણ થોડાં થોડાં દિવસે જવાનું ચાલુ રાખું કેમકે તેમને ખ્યાલ રહે કે અહીં સાધુ આદિ રહેલાં છે.
• મૂલ-૩૮૮ થી ૪૨૮ :
- આચાર્યની વૈયાવર માટે આ દશ પ્રકારના સાધુ અયોગ્ય છે – (૧) આળસુ-પ્રમાદથી સમયે ગૌચરી ન જાય, (૨) ઘસિર - બહુ ખાનારો હોય તો પોતાનો જ આહાર પહેલાં પૂરો કરે ત્યાં ભિક્ષાનો સમય થઈ જાય. (3) ઉંઘણશી • ઉંધ્યા કરે, ત્યાં ગૌચરીનો સમય પૂરો થઈ જાય. (૪) તપસ્વી-તેને ગૌચરીમાં વધુ સમય લાગે, તેથી આચાર્યને પરિતાપનાદિ થાય, જો તપસ્વી પહેલાં આચાર્યની ગૌચરી લાવે તો તેને પરિતાપનાદિ થાય. (૫) ક્રોધી-ગૌચરીમાં ક્રોધ કરે. (૬) માની - સકાર ન મળે તો ગૌચરી ન જાય, (9) માયી - સારું સારું એકાંતમાં વાપરી, રૂક્ષ આહાર વસતિમાં લાવે. (૮) લોભી - મળે તેટલું બધું લઈ લે, (૯) કુતુહલી - માર્ગમાં નટ આદિને રમતાં જોવો ઉભો રહી જાય. (૧૦) પ્રતિબદ્ધ - સૂગાર્યની તલ્લીનતાવાળો હોય.
ઉપર બતાવ્યા સિવાયના ગીતાર્થ, પ્રિયધર્મી સાધુ હોય તે આચાર્યની ભક્તિ માટે યોગ્ય છે, તેમને ગૌચરી મોકલવા. કેમકે તેઓ વિવેકથી ભિક્ષા ગ્રહણ કરશે. પરિણામે તાદિ દ્રવ્યોની નિરંતર પ્રાપ્તિ કરીને ભાવની વૃદ્ધિ કરનારા થાય છે.
સ્થાપના કુળોમાં એક સંઘાટક જાય, બીજા કુળોમાં બાળ, વૃદ્ધ, તપસ્વી આદિ જાય. તરણ બીજે ગામ ગૌચરી જાય. તેમના બહારગામ જવાથી ગામના ગૃહસ્યોને ખ્યાલ આવે કે આ સાધુ બહારગામ ગૌચરીએ જાય છે, નવા સાધુ આવે ત્યારે જ આપણે ત્યાં આવે છે, તેથી બાળ, વૃદ્ધાદિને ઘણું આપે.
આ પ્રમાણે ગૌચરી જતાં આચાર્યાદિને ન પૂછતાં આવા પ્રકારના દોષો થાય છે – (૧) સ્તામાં ચોર આદિ ઉપધિને કે તેને ઉપાડી જાય તો તેમને શોધવા મુશ્કેલ પડે. (૨) પ્રાદુર્ણક આવ્યા હોય તેમને યોગ્ય કંઈ લાવવાનું હોય તો ખબર ન પડે. (૪) રસ્તામાં કૂતરા આદિનો ભય હોય તો કરડે. (૫) સ્ત્રી કે નપુંસકના દોષો હોય તેની ખબર ન પડે, કદાચ ભિક્ષાએ ગયા ત્યાં મૂછ આવી તો શોધવા ક્યાં ? તેથી જતી વેળા આચાર્યને કહે કે – હું અમુક ગામમાં ગૌચરી જઉ છું. * * * * *
કદાચ નીકળતી વખતે કહેવાનું ભૂલી જાય, પછી યાદ આવે તો પાછો આવીને કહી જાય, તેટલો સમય ન હોય તો માર્ગમાં ચંડિલ કે આહારદિ માટે નીકળેલા સાધુને કહે કે – હું અમુક ગામે ગૌચરી જાઉં છું, તમે આચાર્યને કહી દેજો. જ્યાં જાય તે ગામ કોઈ કારણે દૂર હોય, નાનું હોય કે ખાલી થઈ ગયું હોય, તો કોઈ સાથે કહેવડાવે અને બીજા ગામે ગૌચરી જાય.
ચોર આદિ સાધુને ઉપાડી જાય, તો સાધુ રસ્તામાં અક્ષરો લખતો જાય અથવા વસ્ત્ર ફાડીને ટુકડા રસ્તામાં નાંખતો જાય, જેથી તપાસ કરનારને ખબર પડે કે સાધુને કઈ દિશામાં લઈ ગયા છે. ગૌચરી આદિ ગયેલા સાધુને ઘણી વાર લાગે તો
Page #34
--------------------------------------------------------------------------
________________
મૂલ-૩૮૮ થી ૪૨૮
૨૧૫
૨૧૬
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
વસતિમાં રહેલાં સાધુ, ન આવેલા સાધુ માટે વિશિષ્ટ વસ્તુ રાખીને બીજું વાપરી લે. પછી સાધુ જે દિશામાં ગયા હોય તે દિશામાં તપાસ કરે. કોઈ ચિહ્ન ન મળે તો ગામમાં જઈને પૂછે, ઈત્યાદિ તપાસ કરે.
બીજા ગામ ગૌચરી જવાથી - આધાકમદિ દોષથી બચાય. આહારદિ વધુ મળે, અપમાન આદિ ન થાય. મોહ ન થાય. વીચારનું પાલન થાય.
o સંઘાટક ગૌચરી આદિ કઈ રીતે ગ્રહણ કરે ? એક પાત્રમાં આહાર, બીજા પાત્રમાં પાણી, એકમાં આયાદિને પ્રાયોગ્ય આહાર, બીજામાં જીવ સંસૂટાદિ હોય તેવા આહાર કે પાણી ગ્રહણ કરે.
• મૂલ-૪૨૯ થી ૪૩૫ :
- પડિલેહણા દ્વાર - બે પ્રકારે છે. (૧) કેવળીની, (૨) છઠાસ્થની. બંને બાહાથી અને આત્યંતરથી. બાહ્ય - દ્રવ્ય, અત્યંત-ભાવ. કેવળીની પડિલેહણા પ્રાણીથી સંસક્ત દ્રવ્ય વિષયક છે. છાની પડિલેહણા પાણીથી સંસક્ત કે સંસક્ત દ્રવ્ય વિષયક છે.
o કેવળીની દ્રવ્ય પડિલેહણા - વસ્ત્રાદિથી જીવાદિથી સંસક્ત હોય તો પડિલેહણા કરે તથા જયારે તે વગ વાપરવાનું હોય ત્યારે જો સંસક્ત હોય તો જ પડિલેહણા કરે -- કેવળીની ભાવ પડિલેહણા-વેદનીય કર્મ ઘણું ભોગવવાનું હોય અને આયુકર્મ ઓછું હોય તો કેવળી ભગવંતો કેવળી સમુદ્ઘાત કરે છે, તે ભાવપડિલેહણા.
o છવાસ્થની દ્રવ્ય પડિલેહણા - સંસક્ત કે અસંસક્ત વા આદિની પડિલેહણા કરવી તે. -૦- છાસ્યની ભાવ પડિલેહણા - રાત્રે જાગે ત્યારે વિચારે કે – મેં શું કર્યું ? મારે શું કરવાનું છે ? ઈત્યાદિ.
• મૂલ-૪૩૬ થી ૪૯૬ - - પડિલેહણા શેની શેની કરે? સ્થાનાદિ પાંચની, આ પ્રમાણે -
(૧) સ્થાપના પડિલેહણા:- સ્થાન ત્રણ પ્રકારે છે - (૧) કાયોત્સર્ગ, (૨) બેસવું, (3) સૂવું. તેમાં કાયોત્સર્ગ - સ્થંડિલાદિ જઈને ગુરુ પાસે આવી ઈરિયાવહી કરતાં કાયોત્સર્ગ કરે. યોગ્ય સ્થાને ચક્ષુથી પ્રમાર્જના કરે અને જવા-આવવાનો માર્ગ રોકીને કાયોત્સર્ગ ન કરે. બેસતી વખતે- જંઘા અને સાથળનો વચલો ભાગ પ્રમાર્જી, જમીનની પ્રમાર્જના કરીને બેસે સૂતી વખતે પડખું ફેરવતાં પ્રમાર્જના કરીને બેસે. સૂતી વખતે પડખું ફેરવતા પ્રમાર્જના કરે, સુવે પણ પૂંજીને.
() ઉપકરણ પડિલેહણા - વસા અને પાક સંબંધી પડિલેહણા સવાર, બપોર બે વખતે કરે. મુહસ્પતિ પડિલેહીને પછી બીજા વદિ પડિલેહે.
o વસ્ત્રની પડિલેહણા કઈ રીતે કરે ? વમના ત્રણ ભાગ બુદ્ધિથી કરીને જોવા, પછી પાછળની બાજુ ત્રણ ભાગ કરીને જોયા. ત્રણ વાર છ પુરિમા કરવા. ઉકટક આસને બેસી વિધિપૂર્વક પડિલેહણા કરે, તેમાં આ વિધિ છે -
(૧) પડિલેહણ કરતાં વસ્ત્ર કે શરીરને ન નચાવે. (૨) સાંબેલા માફક વયા
ઉંચુ ન કરે. (3) વસ્ત્રના નવ અખોડા-પખોડા અને છ વાર પ્રફોટન કરવું. (૪) પડિલેહણ કરતાં વસ્ત્ર કે શરીરને ઉંચે છતને, ભીંતને કે જમીનને ન લગાડવું. (૫) પડિલેહણ કરતાં ઉતાવળ ન કરે. (૬) વેદિકા દોષ વર્જવો :- ઉદdવેદિકા-ઢીંચણ ઉપર હાથ રાખવા. અધો વેદિકા-ઢીંચણ નીચે હાથ રાખવા. તિછી વેદિકા-સંડાસાની વચ્ચે હાથ રાખવા. એગતો વેદિકા - એક હાથ, બે પગની અંદર અને બીજો હાથ બહાર રાખવો. દ્વિધાતો વેદિકા - બે હાથની વચ્ચે પણ રાખવો.
(9) વસ્ત્ર અને શરીર બરાબર સીધા રાખવા. (૮) વસ્ત્ર લાંબુ ન રાખવું. (૯) વઅને લટકતું ન રાખવું. (૧૦) વસ્ત્રના બરાબર ત્રણ ભાગ કરવા. (૧૧) એક પછી એક વાની પડિલેહણા કરવી. એક સાથે વધારે વા ન જોવા. (૧૨) ઉપયોગપૂર્વક પડિલેહણા કરવી.
o સવારે પડિલેહણા કરવાનો કાળ :- (૧) અરુણોદયે પડિલેહણા કરવી. (૨) અરુણોદય થતાં આવશ્યક કરી પછી પડિલેહણા કરવી. (3) એકબીજાના મુખ જોઈ શકાય, ત્યારે પડિલેહણા કરવી. (૪) હાથની રેખા દેખાય ત્યારે પડિલેહણા કરવી. આવા ચાર અલગ-અલગ મતો છે. પણ સિદ્ધાંતવાદી કહે છે કે – આ બધાં આદેશો બરાબર નથી. ઉત્સર્ગથી પ્રતિક્રમણ પૂરું થયા પછી મુહપતિ, જોહરણ, બે નિપધા, ચોલપક, ત્રણ કપડાં, સંચારો અને ઉત્તર પટ્ટો - આ દશની પડિલેહણી પૂરી થતાં સૂર્યોદય થાય. તે રીતે પડિલેહણા શરૂ કરવી. અપવાદે સમયાનુસાર પડિલેહણ કરે.
પડિલેહણમાં ઉત્સ વિપર્યાસ ન કરે. તે વિષયસ બે ભેદે છે – (૧) પુરુષ વિપર્યાસ :- મુખ્યતાએ આચાર્યાદિની પડિલેહણા કરનાર અભિગ્રહી સાધુ પહોંચી વળે, તેમ હોય તો ગુરુને પૂછીને પોતાની કે ગ્લાનાદિની ઉપધિપડિલેહે. જો અભિગ્રહી ન હોય અને પોતાની ઉપાધિ પડિલેહે તો અનાચાર થાય. પડિલેહણ કરતાં પરસ્પર વિકથા કરે, શ્રાવકાદિને પચ્ચકખાણ કરાવે, સાધુને પાઠ આપે કે પોતે પાઠ લે, તો પણ અનાયાર થાય. છ કાય જીવની વિરાધનાનો દોષ લાગે. તેથી ઉપયોગપર્વક પડિલેહણા કરે.
(૨) ઉપધિ વિપર્ધાસ - કોઈ ચોર આદિ આવેલ હોય તો પહેલાં પણ પડિલેહણા કરે, પછી વઆ પડિલેહણા કરે. આ પ્રમાણે વિકાલે સાગારિક આવી જાય તો પણ પડિલેહણામાં વિપર્યાસ કરે. પડિલેહણાદિ બધાં જ અનુષ્ઠાનો ભગવંતે કહ્યા મુજબ કરવાથી કર્મ નિર્જરા થાય છે. ચિનોક્ત પ્રત્યેક યોગની સમ્યક્ આરાધના કરતાં અનંતા આત્મા કેવળી થયા છે. એ પ્રમાણમાં પડિલેહણથી પણ આત્માઓ કેવળી થઈ મોક્ષે ગયેલ છે.
શંકા-પડિલેહણ કરતાં અનેક આત્મા મોક્ષે જતાં હોય તો પછી અમે એકલી જ પડિલેહણા કરીએ, બીજા અનુષ્ઠાનો શા માટે કરવા ?
સમાધાન - આમ કરવું બરાબર નથી. કેમકે બીજા અનુષ્ઠાનો ન કરે અને માત્ર પડિલેહણા કર્યા કરે, તો તે સંપૂર્ણ આરાધક થઈ શકતો નથી. માત્ર દેશ
Page #35
--------------------------------------------------------------------------
________________
મૂલ-૪૩૬ થી ૪૯૬
૨૧૭ આરાધક થાય, માટે બધાં અનુષ્ઠાનો કરવા જોઈએ.
o સર્વ આરાધકની વ્યાખ્યા - પાંચ ઈન્દ્રિયોથી ગુપ્ત, મન આદિ ત્રિવિધ કરણથી યુક્ત, તપ-નિયમ-સંયમમાં જોડાયેલ સંપૂર્ણ આરાધક થાય.
- પાંચ ઈન્દ્રિયના વિષયો શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શની ઈચ્છા ન કરવી તથા પ્રાપ્ત થયેલા વિષયો અનુકૂળ હોય તો રાગ ન કરે, પ્રતિકૂળ હોય તો વેષ ન કરે.
- મન, વચન, કાયાને અશુભ કર્મબંધ થાય તેવા વ્યાપાથી રોકવા અને શુભ કર્મબંધ થાય તેમાં પ્રવૃત્ત કરવા.
- છ બાહ્ય અને છ અત્યંતર એ ૧૨ ભેદે તપ કરવો. - ઈન્દ્રિય અને મનને કાબુમાં રાખવા, તથા ક્રોધાદિ ન કસ્વા.
- ૧૭ પ્રકારનો સંયમ પાળવો. જેમાં જીવ સંયમને પૃથ્વીકાયથી પંચેન્દ્રિય પર્યન્ત નવ પ્રકારના જીવની વિરાધના ન થાય તેમ વર્તવું. રાજીવ સંયમ તે લાકડું, વસ્ત્ર આદિમાં લીલ ફૂગ હોય તો ગ્રહણ ન કરવું. પ્રેક્ષા સંયમ તે • વસ્તુ પંજી. પ્રમાજીને લેવી, ઈત્યાદિ. ઉપેક્ષા સંયમમાં - સાધુને સંયમમાં વર્તવા પ્રેરવા અને ગૃહસ્યને પાપકાર્ય માટે ન પેવા તે.
ઉક્ત બધી આરાધના કરનાર સંપૂર્ણ આરાધક થાય.
સવારે પડિલેહણા કરી, પછી સ્વાધ્યાય કરવો, પાદોન પોરિસિ થાય ત્યારે પાબાની પડિલેહણા કરવી. પછી સાંજે પાદોન પોરિસિ રહેતા બીજી વખત પડિલેહણા કરવી.
પોરિસિનું માપ ગણવા માટે શાપ્રિય વિધિ આવી છે - સૂર્યના પ્રકાશમાં ઉભા રહેતાં જે પડછાયો પડે તેની લંબાઈના માપ ઉપરથી કયા મહિનામાં ક્યારે સવાની અને સાંજની પોરિસિ ગણવી તેના માપને આધારે પોરિસિ સમયનો નિર્ણય થઈ શકે છે. જેમકે :- અષાડ સુદ પૂનમે બે પગલાં-શૂન્ય આગળ પોરિસ અને ચરમ પોરિસિબે પગલાં અને છ આંગળ એ રીતે શ્રાવણમાં પોરિસિ - ૨૪ અને ચરમ પોરિસિ - ૨/૧૦ છે. એ પ્રમાણે મહાસુદ પૂનમ સુધી ચાર-ચાર આંગળ વધે અને પછી ચારચાર આંગળ ઘટતાં જેઠ સુદ પૂનમે પોરિસિ-૨/૪, ચરમ પોરિસિ ૨/૧૦ થશે.
૦ પગ પડિલેહણાં - તેમાં પાંચે ઈન્દ્રિયોનો ઉપયોગ બરાબર રાખવો. પાક જમીનથી ચાર આંગળ ઉંચા રાખવા. પત્રાદિ ઉપર ભ્રમરાદિ હોય તો જયણાપૂર્વક દૂર કરવા. પહેલાં પાત્રા, પછી ગુચ્છા, પછી પલ્લાની પડિલેહણા કરવી. જો પડિલેહણા મોડી થાય તો કલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે.
જો પાત્રને ગૃહકોકિલાદિનું ઘર લાગ્યું હોય તો પાકાને ત્રણ પ્રહર સુધી એક બાજુ રાખી મૂકવું. એટલામાં ઘર ન ખરી પડે તો બીજું પણ લેવું. બીજું પાત્ર ન હોય તો પામનો તેટલો ભાગ કાપીને બાજુમાં મૂકી દે. જો સૂકી માટીનું ઘર હોય અને તેમાં જો કીડા ન હોય તો માટી દૂર કરવી.
શિયાળા, ઉનાળામાં પાસાદિ પડિલેહણ કરી, બાંધીને રાખવા. કેમકે અગ્નિ, ચોરાદિના ભય વખતે, બધી ઉપાધિ લઈને સુખેથી નીકલી શકાય. જો ન બાંધે તો
૨૧૮
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર બળી જાય કે ઉતાવળે લેતાં તુટી જાય છે.
• મૂલ-૪૯૮ થી પ૩ર :
(3) સ્થંડિલ - અનાપાત અને અસંતોક શુદ્ધ છે. નાપાત - સ્વપક્ષ કે પરપક્ષમાંથી કોઈનું ત્યાં આવાગમન ન હોય. અસંતો - સ્થંડિલ બેઠા હોય, ત્યાં કોઈ જોઈ ન શકે. સ્પંડિલભૂમિ આ પ્રકારે હોય -
(૧) અનાપાત અસંલોક - કોઈની અવર-જવર નહીં, તેમ કોઈ જુએ નહીં. (૨) અનાપાત સંલોક - કોઈની અવર જવર ન હોય, પણ જોઈ શકાતું હોય. (3) આપાત અસંલોક - અવર જવર ન હોય, પણ જોઈ શકાતું હોય. (૪) આપાત સંલોક - અવર જવર પણ હોય અને જોઈ પણ શકાતું હોય.
આપાત - બે પ્રકારે છે. સ્વપક્ષ સંયત વર્ગ, પપક્ષ ગૃહસ્થાદિ. સ્વપણા આપાત બે પ્રકારે છે - સાધુ અને સાધ્વી. સાધુમાં સંવિજ્ઞ અને અસંવિજ્ઞ. સંવિજ્ઞમાં ધર્મી અને નિધર્મી. પરપક્ષ આપાત બે ભેદે - મનુષ્યઆપાત અને તિર્યંચ આપાત. મનુષ્ય આપાત ત્રણ ભેદે - પરષ, સ્ત્રી અને નપુંસક. તિર્યંચ આપાતના ત્રણ ભેદ – પુષ, સ્ત્રી, નપુંસક. પુરુષ આપાત ત્રણ પ્રકારે - રાજા, શ્રેષ્ઠી, સામાન્ય. વળી તે શૌચવાદી અને અશૌચવાદી. આ જે ત્રણ ભેદો સ્ત્રી અને નપુંસકમાં પણ જાણવા. તિથિ આપાત બે ભેદે - મારકણાં અને ન મારકણાં. તે પણ જઘન્ય, મધ્યમ અને ઉકૃષ્ટ આદિ.
| મુખ્યતાએ અનાપાત અને અસંલોકમાં સ્પંડિત જવું. મનોજ્ઞના પાતમાં સ્પંડિલ જઈ શકાય. સાળીનો આપાત એકાંતે વર્જવો.
o પરસ્પક્ષ આપાતમાં થતા દોષો – (૧) લોકો વિચારે કે - આ સાધુ અમે જ્યાં જઈએ છીએ ત્યાં જ થંડિલ આવે છે, તે અમારું અપમાન છે. અથવા અમારી સ્ત્રીની અભિલાષાવાળા છે અથવા કોઈ સ્ત્રીએ સંકેત કરી રાખેલ હશે, માટે જાય છે. આનાથી શાસનની ઉઝુહણા થાય. - (૨) ઓછા પાણીથી પણ ઉલ્લાહણા થાય. - (૩) કોઈ મોટો માણસ સાધને તે દિશામાં જતા જોઈ ભિક્ષાદિનો નિષેધ કરે. - (૪) શ્રાવકાદિને સાધુના ચાસ્ત્રિમાં શંકા થાય. - (૫) કદાચ બી ધરાર ગ્રહણ કરે.
o તિર્યંચ આપાતમાં થતા દોષો – (૧) શીંગડું મારે, કરડે. • (૨) હિંસક હોય તો ખાઈ જાય. - (3) ગધેડી આદિમાં મૈથુનની શંકા થાય.
૦ સંલોકમાં થતા દોષો :- તિર્યંચના સંલોકમાં કોઈ દોષ થતા નથી, મનુષ્ય સંલોકમાં ઉગ્રુહ આદિ દોષો થાય. સ્ત્રી આદિના સંલોકમાં મૂછ કે અનુરાગ થાય, તેથી સ્ત્રી સંલોકમાં તો ન જ જવું.
આપાત અને સંલોકના દોષો ન થાય ત્યાં સ્પંડિત જવું. સાધવીજીઓએ આપાત હોય પણ સંલોક ન હોય ત્યાં સ્પંડિત જવું.
• અંડિલ માટેની કાળ અને અકાળ સંજ્ઞા - તેમાં રાત્રÍસા - ત્રીજી પોરિસિમાં ચંડિલ જવું છે. માત્ર સંતા - ત્રીજી પોરિસિ સિવાયના વખતે સ્પંડિલ જવું તે અથવા ગૌચરી વાપર્યા પછી ચંડિત જવું તે કાળ સંજ્ઞા અથવા અર્થ પોરિસિ
Page #36
--------------------------------------------------------------------------
________________
મૂલ-૪૯૮ થી પ૩ર
૨૬
૨૨૦
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર તો કોઈ વસ્તુ કે પાટીયા આદિથી ઢાંકેલ ભીંત વગેરે હોય તો ત્યાં પંજીને ટેકો દેવો.
• મૂલ-પ૩૮ થી પ૪૭ :
(૫) માર્ચ - રસ્તામાં ચાલતા સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિ જોઈને ચાલવું કેમકે તેટલા પ્રમાણમાં દષ્ટિ રાખી હોય તો જીવ આદિ જોતાં એકદમ પણ મૂકાતો રોકી શકાય છે. તે પ્રમાણથી દૂર નજર રાખી હોય તો નજીક રહેલા જીવોની રક્ષા થઈ શકે નહીં, જોયા વિના ચાલે તો રસ્તામાં ખાડો આદિ આવે તો પડી જવાય. જેથી પગમાં કાંટા આદિ વાગે તયા જીવોની વિરાધના પણ થાય છે. માટે 3 હાથ પ્રમાણ ભૂમિમાં ઉપયોગ રાખી ચાલવું.
આ પ્રમાણે પડિલેહણ વિધિ શ્રી ગણધર ભગવંતોએ કહેલી છે. આ પડિલેહણ વિધિને આચરતા ચરણકરણાનુયોગવાળા સાધુઓ અનેક ભવના સંચિત અનંતા કર્મોને ખપાવે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ પડિલેહણ દ્વારનો સટીક સંક્ષિપ્ત પરિચય પૂર્ણ
કર્યા પછી ચંડિત જવું તે કાલ સંજ્ઞા.
ચોમાસા સિવાયના કાળમાં ડગલ લઈ તેનાથી સાફ કરી પછી ત્રણ વાર પાણીથી આચમન કરવું.
સાપ, વીંછી આદિના દર ન હોય, કીડા, જીવજંતુ કે વનસ્પતિ ન હોય તથા પ્રાસુક સમ ભૂમિમાં છાયો હોય ત્યાં સ્પંડિત જવું. આ પ્રાસુક ભૂમિ ઉત્કૃષ્ટથી બાર યોજન, જઘન્યથી એક હાથ લાંબી-પહોળી, આગાઢ કારણે જઘન્યથી ચાર આંગળ લાંબી-પહોળી અને દશ દોષ હિત જાયાનો ઉપયોગ કરવો.
આ દશ દોષ આ પ્રમાણે છે :
(૧) આત્મ ઉપઘાત-બગીચા આદિમાં જતા. - (૨) - પ્રવચન ઉપઘાત - ખરાબ સ્થાન - વિણા આદિ હોય ત્યાં જતાં. - (3) - સંયમ ઉપઘાત - અગ્નિ, વનસ્પતિ આદિ હોય, જયાં જવાથી છ કાય જીવોની વિરાધના થાય. - (૪) - વિષય સ્થાનમાં - જ્યાં જવાથી પડી જવાય, કેવી આત્મ વિરાધના થાય, માતૃ આદિનો રેલો ઉતરે તેમાં ત્રસ આદિ જીવોની વિરાધનાથી સંયમવિરાધના થાય. -(૫) - પોલાણવાળી જીયા- ત્યાં જતાં વીંછી આદિ કરડવાનો સંભવ છે, તેથી આત્મ વિરાધના. પોલાણમાં પાણી આદિ જવાથી બસ આદિ જીવોની વિરાધના થવાથી સંયમવિરાધના થાય.
- (૬) - મકાનોની નીકટમાં - ત્યાં જતાં સંયમ અને આત્મવિરાધના થાય. - () - બિલવાળી જગ્યામાં - ત્યાં જતાં પણ સંયમ અને આત્મ વિરાધના થાય. - (૮) - બીજ, ત્રસાદિ જીવો હોય - ત્યાં પણ ઉક્ત વિરાધના થાય છે. - (૯) સચિત્ત ભૂમિમાં - ત્યાં પણ ઉક્ત વિરાધના થાય છે. - (૧૦) - એક હાથથી ઓછી ચિત ભૂમિમાં જાય - ત્યાં પણ ઉક્ત સંયમ અને આત્મ વિરાધના થાય.
આ દશ દોષોના એકાદિ સાંયોગિક-૧૦૨૪ ભંગો થાય છે.
અંડિલ બેસતાં પૂર્વે “પ્રભુના દ નમુનો અને ઉડ્યા પછી ત્રણ વાર વોશિરૂ - ‘વોસિરે' કહેવું.
પૂર્વ દિશા અને ઉત્તર દિશાને પીઠ કરીને ન બેસવું. કેમકે તે બંને દિશાઓ પૂજ્ય ગણાય છે. રાત્રે દક્ષિણ દિશા પ્રતિ પીઠ કરવી નહીં, કેમકે એ પિશાયાદિ આવતા હોય છે.
પવનને પીઠ ન કરવી, કેમકે દુર્ગધ નાકમાં જાય તો તેથી મસા થાય. સૂર્ય તથા ગામને પીઠ ન કરવી. કેમકે તેવી અપયશ થાય.
પેટમાં કૃમિ થયેલાં હોય અને છાંયો ન મળે તો વોસિરાવીને બે ઘડી સુધી ત્યાં શરીરની છાયા કરીને ઉભા રહેવું. જેથી બે ઘડીમાં કૃમિ સ્વયં પરિણમન પામે.
જોહરણ અને દંડ ડાબા સાથળ ઉપર રાખવા. પાત્ર જમણાં હાથમાં રાખી ત્રણ વાર આચમન કરી શુદ્ધિ કરવી.
• મૂલ-૫૩૩ થી પ૩s :
(૪) અવટુંભ - લીધેલી ભીંત, થાંભલા આદિને ટેકો ન દેવો. કેમકે ત્યાં નિરંતર ત્રસ જીવો રહેલા હોય છે. પંજીને પણ ટેકો ન દેવો. ટેકો દેવાની જરૂર પડે
Page #37
--------------------------------------------------------------------------
________________
મૂલ-૫૪૮ થી ૫૫૩
છે દ્વાર-૨-“પિંડ” છે.
-x -x -x -xહવે પિંડ અને એષણાનું સ્વરૂપ કહેQામાં આવે છે. • મુલ-૫૪૮ થી પ૫૩ - • પિંડની એષણા ત્રણ પ્રકારે - ગવેષણા, ગ્રહઔષણા, ગ્રામૈષણા.
૦ પિંડ ત્રણ પ્રકારે - સચિવ, અયિત, મિશ્ર. તેમાં અમિત પિંડ દશ પ્રકારે છે - પૃથ્વીકાય રાવત વનસ્પતિકાય પિંડ, બેઈન્દ્રિય ચાવતુ પંચેન્દ્રિય પિંડ અને લેપપિંડ, સચિત અને મિશ્ર પિંડ :- લેપ પિંડ સિવાયના નવ નવ પ્રકારે જાણવો. પૃવીકાયમી પંચેન્દ્રિય સુધીનો પિંડ ત્રણ ભેદે છે - વત્ત - જીવવાળો. %િ - જીવસહિત અને હિત. વિત્ત - જીવરહિ.
• મૂલ-પ૫૪ થી પ૫૯ -
(૧) પૃથ્વીકાય પિંડ :- સયિત, અયિત, મિશ્ર. સચિત બે ભેદે છે - (૧) નિશયથી સચિત • રત્નપ્રભા, શર્કર પ્રભાદિ, હિમવેતાદિ મહાપર્વતોના મધ્યભાગાદિ, (૨) વ્યવહારથી સચિત • જ્યાં છાણ આદિ ન હોય, સૂર્યનો તાપ કે મનુષ્યાદિની અવર-જવર ન હોય તેવા જંગલ આદિ
મિશ્ર પૃથ્વીકાય - ક્ષીવૃક્ષ, વડ, ઉદ્બાદિનો નીચેનો છાયાવાળો બેસવાનો ભાંગ. હળથી ખેડેલ જમીન આઈ હોય ત્યાં સુધી, ભીની માટી એક, બે, ત્રણ પ્રહર સુધી મિશ્ર હોય છે, ઇંઘણ ઘણું હોય, પૃથ્વી થોડી હોય તો એક પ્રહર સુધી મિશ્ર. ઇંઘણ થોડું પૃથ્વી ઘણી હોય તો ત્રણ પ્રહર સુધી મિશ્ર. બંને સરખા હોય તો બે પ્રહર સુધી મિશ્ર.
અચિત પૃથ્વીકાય - શીત શરુ, ઉષ્ણ શરુ, તેલ, ક્ષાર, બકરીની લીંડી, અનિ, લવણ, કાંજી, ધી આદિથી હણાયેલ પૃથ્વી અચિત થાય છે. આ અયિત પૃથ્વીકાયનો ઉપયોગ- દાહને શમાવવા, સર્પદંશ ઉપર લગાડવા, બિમારીમાં, કાયોત્સર્ગ કરવામાં, સુવા-બેસવા-ચાલવામાં ઉપયોગી થાય છે.
• મૂલ-૫૬૦ થી ૫૪ -
(૨) અકાયપિંડ - સરિતાદિ ત્રણ ભેદે. સચિત બે પ્રકારે (૧) નિશ્ચય સચિત્ત • ઘનોદધિ આદિ, કરા, દ્રહ-સમુદ્રના મધ્યભાગનું પાણી. (૨) વ્યવહાર સચિત - કૂવા, તળાવ, વસાદ આદિનું પાણી.
મિશ્ર અકાય • બરાબર ન ઉકેળલ પાણી, વસાદનું પાણી પહેલી વાર ભૂમિ ઉપર પડે ત્યારે - આ બંને મિશ્ર અપકાય છે.
અયિત અકાય - બાણ ઉકાળાવાળું પાણી તથા બીન શરુદિયી હણાયેલું પાણી અયિત થાય છે. અયિત અકાયનો ઉપયોગ - તૃષા છીપાવવા, શેક કસ્વા, હાથ-પગ-વાદિના પ્રક્ષાલન માટે થાય છે.
વષત્રિતુના આભે વસ્ત્રનો કાપ કાઢવો. તે સિવાય ઋતુબદ્ધ કાળમાં કાપ
૨૨૨
ઓઘનિયુકિત-વિશિષ્ટ સૂત્રસાર કાઢે તો બકુશ ચાીિ, વિભૂષણશીલ થાય અને તેથી વાહ્મચર્યનો વિનાશ થાય. લોકો પણ તેને કામી સમજે છે. કપડાં ધોવામાં સંપાતિમ જીવો તથા વાયુકાય જીવોની વિરાધના થાય છે.
વષકાળ પહેલાં કાપ કાઢવો જોઈએ. ન કાઢે તો દોષો થાય. કપડાં મેલા થવાથી ભારે થાય, લીલ-ફગ થાય, જુ આદિ પડે, મેલાં કપડાંથી અજીર્ણ આદિ થાય. વષબિકતુના આરંભે ૧૫ દિવસ પૂર્વે અવશ્ય કાપ કાઢવો. બધાંનો કાપ બાર મહિને કાઢવો તેમ નહીં, આચાર્ય અને પ્લાનાદિના મેલાં વસ્ત્રો ધોઈ નાંખવો, જેથી લોકમાં નિંદા ન થાય, ગ્લાનાદિને વ્યાધિ ન થાય.
o કાપ કેવી રીતે કાઢવો ? કપડામાં ૬ આદિની પરીક્ષા કર્યા બાદ કાપ કાઢવો. જુ આદિને જયણાપૂર્વક દૂર કરીને પછી કાપ કાઢવો. કપડાં ધોબીની માફક પછાડીને ન ધોવા. ધોકા મારીને ન ધોવે પણ જયણાપૂર્વક બે હાથેથી મસળીને કાપ કાઢે. છાયામાં સૂકવે, તડકે નહીં.
• મૂલ-૫૫ થી ૫૮ :
(3) અગ્નિકાય પિંડ :- સચિતાદિ ત્રણ ભેદે છે, સયિત બે ભેદે - નિશ્ચય સચિવ • ઇંટના નિભાડાના મધ્ય ભાગનો અને વીજળી આદિનો અનિ. વ્યવહાર સચિત-અંગારા આદિનો અMિ. મિશ્રઅગ્નિકાય * તણખા, મુમુર આદિનો અMિ. અયિતાનિ - ભાત, કૂર, શાક, ઓસામણ, ઉકાળેલું પાણી આદિ અનિથી પરિપક્વ થયેલ. આ અચિત અગ્નિકાય આહાપાણી આદિ વાપરવામાં અને ઇંટની ટુકડા આદિ અન્યાન્ય ઉપયોગ થાય છે.
અગ્નિકાયના શરીર બે પ્રકારના હોય છે. (૧) બઢેલક - અગ્નિ સાથે સંબંધિત હોય તેવા. (૨) મુશ્કેલક - અગ્નિરૂપ બનીને છૂટાં પડી ગયેલ હોય તેવા. આહારદિ મુશ્કેલક અનિકાય કહેવાય છે અને તેનો ઉપયોગ વાપસ્વામાં થાય છે.
• મૂલ-પ૩૯ :
(૪) વાયુકાયપિંડ :- સચિતાદિ ત્રણ ભેદે છે. તેમાં (૧) નિશ્ચય સચિવ • રત્નપ્રભાદિ પૃથ્વીની નીચે વલયાકારે રહેલ ઘનવાત, તનુવાત, અતિ ઠંડીમાં વાતો વાયુ, અતિ દુર્દિનમાં વાતો વાયુ આદિ. (૨) વ્યવહાર સચિવ • પૂવાદિ દિશાનો પવન અતિ ઠંડી અને અતિ દુર્દિન સિવાયનો વાતો વાયુ. મિશ્રવાયુકાય • મરાકાદિમાં ભરેલો વાયુ અમુક સમય પછી મિશ્ર થાય. અચિત વાયુકાય - તે પાંચ પ્રકારે છે. (૧) આકાંત - કાદવાદિ દબાવાથી નીકળતો વાયુ, (૨) મસકાદિનો વાય, (3) ધમણ આદિનો વાયુ, (૪) શરીરમાં રહેલો વાયુ, (૫) સંમૂર્ણિમ • પંખા આદિતો વાયુ.
આ અચિત વાયુકાયનો ઉપયોગ • મસક તવાના કામમાં આવે તયા ગ્લાતાદિના ઉપયોગમાં લેવાય છે. અચિત વાય ક્યાં સુધી અચિત રહે? અચિત વાયુ ભરેલી મશક - ક્ષેત્રથી ૧૦૦ હાય સુધી તેને ત્યાં સુધી અચિત. બીન ૧૦૦ હાય સુધી મિશ્ર અને ૨૦૦ હાથ પછી સયિત થાય. આ અંગે વિશેષ જાણવા
Page #38
--------------------------------------------------------------------------
________________
મૂલ-પ૩૯
પિંડનિર્યુક્તિ ટીકાનુવાદ' જુઓ.
• મૂલ-૫૮૦,૫૮૧ -
(૫) વનસ્પતિકાયપિંડ - સચિતાદિ ત્રણ ભેદે છે. તેમાં (૧) નિશ્ચય સચિવ - અનંતકાય વનસ્પતિ. (૨) વ્યવહાર સયિત - પ્રત્યેક વનસ્પતિ.
મિશ્ર • ચીમળાયેલા ફ્લાદિ, ચાળ્યા વિનાનો લોટ, ખાંડેલ ડાંગરદિ.
અચિત - શયાદિથી પરિણત વનસ્પતિ. તેનો ઉપયોગ સંથારામાં, કપડામાં અને ઔષધાદિમાં થાય છે.
• મૂલ-૫૮૨ થી ૫૮૭ :
(૬ થી ૮) બે-ત્રણ-ચાર ઈન્દ્રિય પિંડ - આ બધાં એક સાથે પોત-પોતાના સમૂહરૂપે હોય ત્યારે પિંડ કહેવાય છે. તે પણ સરિતાદિ ત્રણ ભેદે હોય છે. તેમાં અચિત વિકલેન્દ્રિયનું પ્રયોજન આ પ્રમાણે છે - બેઈન્દ્રિયમાં – ચંદનક, શંખ, છીપ આદિ સ્થાપનામાં, ઔષધાદિ કાર્યોમાં આવે. તેઈન્દ્રિયમાં - ઉઘેહીની માટી આદિ ઔષધરૂપ છે. ચઉરિન્દ્રિયમાં - શરીર, આરોગ્ય માટે ઉલટી આદિમાં માખીની આગાર કામ આવે છે.
(૯) પંચેન્દ્રિય પિંડ - ચાર પ્રકારે છે, નારકી - તિર્યંચ - મનુષ્ય - દેવતા. તેમાં નારકીનો વ્યવહાર કોઈ રીતે ન થઈ શકે. તિર્યંચ પંચેન્દ્રિયનો ઉપયોગ - ચામડા, હાડકા, વાળ, દાંત, નખ, રોમ, શીંગડા, વિષ્ટા, મૂત્ર આદિનો કારણે ઉપયોગ કરાય છે તથા વસ્ત્ર, દુધ આદિ ઉપયોગી છે. મનુષ્યનો ઉપયોગ - સચિત મનુષ્યને દીક્ષા અપાય કે માર્ગ પૂછવા કામ આવે. અચિત મનુષ્યની ખોપરી વેશ પરિવર્તનાદિ કરવા માટે કામ આવે તથા ઘસીને ઉપદ્રવ શાંત કરી શકાય. દેવનો ઉપયોગ - તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યુ પૂછવાને, શુભાશુભ પૂછવા કે સંઘકાર્ય માટે ઉપયોગી થાય.
• મૂલ-૫૮૮ થી ૬૪૪ :
(૧૦) લેપ પિંડ :- પૃથ્વીકાયથી મનુષ્ય સુધી આ નવેના સંયોગ વડે ઉત્પન્ન થયેલ લેપ પિંડ હોય છે. કેવી રીતે ? ગાડાંના અક્ષમાં પૃથ્વીની જ લાગેલ હોય, તેથી પૃથ્વીકાય. ગાડું નદી ઉતરતાં પાણી લાગેલું હોવાથી અકાય. ગાડાંનું લોઢું ઘસાતાં અગ્નિ ઉત્પન્ન થવાથી તેઉકાય. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુકાય હોવાથી વાયુકાય. અક્ષ લાકડાનો હોવાથી વનસ્પતિકાય. મળીમાં સંપાતિમ જીવ પડેલા હોવાથી બેઈન્દ્રિય આદિ અને દોરડું ઘસાવાથી પંચેન્દ્રિય. એ પ્રમાણે લેપપિંડ કહ્યો છે.
આ લેપપિંડનો ઉપયોગ - રંગવામાં થાય છે. લેપ યતનાપૂર્વક ગ્રહણ કરવો. ગાડાં પાસે જઈ તેના માલિકને પૂછીને લેપ ગ્રહણ કરવો. શય્યાતરના ગાડાંનો લેપ લેવામાં શય્યાતર પિંડનો દોષ ન લાગે.
લેપને દૂરથી સૂંધીને પરીક્ષા કરવી. મીઠો હયો તો ગ્રહણ કરવો. લેપ લેવા જતાં ગુરુજીને વંદન કરીને પૂછીને જવું. પહેલાં નવા પાનાનો લેપ કરવો, પછી જૂનાં
૨૨૪
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર પણાનો લેપ કરવો. જૂના પાના ગુરુને બતાવીને પછી લેપ કરવો. કેમકે કોઈ નવા સાધુ સણ-અર્ય ગ્રહણ કરવાને આવવાના હોય તો પણાને લેપ કરવાનો નિષેધ કરી શકે. અથવા માયાવીની વારણા થઈ શકે.
- સવારમાં લેપ લગાવી પાત્રને સૂકાવા દેવું. શક્તિ હોય તો ઉપવાસ કરીને લેપ લેવો. શક્તિ ન હોય તો લેપ કરેલ પાત્ર બીજાને સોંપીને આહાર કરવા જાય. તેમ ન કરે તો સંપાતિમ જીવોની વિરાધના થાય. લેપની પોટલી બનાવી પણ રંગે, પછી આંગળીથી સુંવાળા કરે, લેપ બે, ત્રણ કે પાંચ વાર લગાવે. લેપ વિભૂષા માટે નહીં પણ સંયમ માટે કરે.
લેપ બે પ્રકારે છે - યુકિત લેપ અને ખંજન લેપ. અનેક વસ્તુ મેળવીને થતો યુક્તિલેપ નિષિદ્ધ છે. શિયાળામાં લેપકૃત પાત્રને પહેલા અને છેલ્લા પ્રહરમાં તાપમાં ન સૂકવે. ઉનાળામાં પહેલો અને છેલ્લો અર્ધ પ્રહર લેપકૃતુ પાત્ર તડકામાં ન સૂકવે. કેમકે ઉક્ત કાળ સ્નિગ્ધ હોવાથી લેપનો વિનાશ થાય, માટે ન સૂકવે. ઘણાં તાપમાં માત્ર સૂકવતા લેપ જલ્દી સૂકાઈ જાય છે.
પણ તુટેલું હોય તો મુદ્રિકા બંધથી તથા નાવા બંધથી સાંધવું. પણ તેના બંધથી ન સાંધવું. કેમકે સ્તનબંધમાં બંને બાજુ સાંધા ન દેખાય તે રીતે પાકને અંદરથી સંઘાય છે, તેથી પાત્ર નિર્બળ બને છે.
• મૂલ-૬૪૫ થી ૬૪૮ :
૦ પિંડના એકાર્યક નામો- પિંડ, નિકાય, સમૂહ, સંપિંડન, પિંડના, સમવાય, સમવસરણ, નિચય, ઉપચય, ચય, જુમ્મ, શશિ.
આ રીતે દ્રવ્યપિંડ કહ્યો, હવે ભાવપિંડ કહે છે : ભાવપિંડ બે ભેદે છે – પ્રશસ્ત અને અપ્રશસ0, 0 પ્રશસ્ત ભાવપિંડ બે, સાત, આઠ અને ચાર એમ ચાર ભેદે કહેવાયેલ છે. તે આ રીતે છે - બે ભેદે - રાગથી અને દ્વેષથી.
(૨) સાત પ્રકારે - ઈહલોક ભય, પરલોક ભય, આદાન ભય, અકસ્માતું ભય, આજીવિકા ભય, મરણ ભય અને અપયશ ભય.
(3) આઠ પ્રકારે – જાતિ, કુળ, બળ, રૂપ, તપ, સત્તા, શ્રુત અને લાભ એ આઠ મદના સ્થાનોથી. તથા - આઠ કર્મોના ઉદયથી.
(૪) ચાર પ્રકારે - ક્રોધ, માન, માયા, લોભથી પિંડ ગ્રહણ કરવો તે.
૦ પ્રશસ્ત ભાવ પિંડ ત્રણ ભેદે છે :- (૧) જ્ઞાનપિંડ - જે પિંડથી જ્ઞાનની વૃદ્ધિ થાય. (૨) દર્શન પિંડ - જે પિંડથી દર્શનની વૃદ્ધિ થાય. (3) ચાસ્ત્રિ પિંડ - જે પિંડથી ચારિત્રની વૃદ્ધિ થાય. આ ત્રણે માટે શુદ્ધ આહારદિ ગ્રહણ કરવા. લેપકૃતુ પગમાં આહારદિ ગ્રહણ કરાય છે. તે એષણા યુક્ત હોવો જોઈએ.
તેથી એષણાનું સ્વરૂપ કહે છે – • મૂલ-૬૪૯ થી ૬૭૯ :૦ એષણા :- ત્રણ ભેદે છે, ગવેષણા ગ્રહમૈષણા ગ્રામૈષણા. (૧) ગવેષણા - તેના આઠ દ્વારો છે. પ્રમાણ, કાળ ઈત્યાદિ.
Page #39
--------------------------------------------------------------------------
________________
મૂલ-૬૪૯ થી ૬૯
૨૨૫
-૧- પ્રમાણ :- ભિક્ષાર્થે ગૃહસ્થોના ઘેર બે વાર જવું - અકાળે ઘંડિલની શંકા થઈ હોય તો પાણી લેવા. ભિક્ષા વખતે આહારાદિ લેવા.
૨- કાળ :- જે ગામમાં ભિક્ષાનો જે કાળ હોય ત્યારે જવું. સમય પહેલાં જાય તો જ પ્રાંત હેક્ષવાળા ગૃહસ્યો હોય તો આ પ્રમાણે દોષો થાય :- (૧) જો તે સાધુનું દર્શન અમંગલ માનતો હોય તો સાધુને જોતાં જ પરાભવ કરે, નિંદે કે મારે, (૨) આ સાધુ માત્ર પેટભરા છે, અત્યારમાં નીકળી પડ્યા છે આદિ. (3) ભિક્ષા સમય પછી ગૌચરી જાય તો જો ગૃહસ્થ સરળ હોય તો ઘરમાં કહે કે હવેથી અમુક સમયે રસોઈ બનાવજો, આથી ઉદ્ગમાદિ દોષ થાય અથવા સાધુ માટે આહારાદિ રાખી મૂકે. (૪) ગૃહસ્થ પ્રાંત હોય તો નિંદા કરે કે, શું આ ભિક્ષાનો સમય છે ? ન સવારનો, ન બપોરનો. (૫) સમય સિવાય ભિક્ષાર્થે જતાં ઘણું કરવું પડે, તેથી શરીરને કલેશ થાય છે. (૬) આ રીતે ભિક્ષાના સમય પૂર્વે જતાં જો ભદ્રક હોય તો વહેલા આહારદિ કરાવશે, પ્રાંત હોય તો હીલનાદિ કરશે.
•૩- આવશ્યક :- ઠલ્લા, મામાદિની શંકા દૂર કરીને ભિક્ષાર્થે જવું. ઉપાશ્રયની બહાર નીકળતાં ‘આવસહિ' કહેતું.
-૪- સંઘાક બે સાધુ સાથે ભિક્ષાર્થે જાય. એકલા જવામાં અનેક દોષોનો સંભવ છે. સ્ત્રીનો ઉપદ્રવ થાય કે કૂતરા, પ્રત્યનીકાદિથી ઉપઘાત થવાનો સંભવ રહે.
o સાધુ એકલો ભિક્ષાર્થે જાય તેના કારણો :- (૧) હું લબ્ધિમાન છું માનીને જાય. (૨) ભિક્ષાર્થે જાય ત્યાં ધર્મકથા કરવા માંડે, તેથી બીજા સાધુ સાથે ન જાય. (3) માયાવી હોવાથી એકલો જાય. સારું સારું બહાર વાપરીને સામાન્ય ગૌચરી વસતિમાં લાવે. (૪) આળસુ-હોવાથી એકલો ગૌચરી લાવે. (૫) લુબ્ધ હોવાથી - બીજો સાધુ સાથે હોય તો વિગઈ આદિ માંગી ન શકે. (૬) નિધર્મી હોવાથી અષણીય ગ્રહણ કરવા એકલોજાય, (૩) દુકાળ-આદિ કારણે ભિક્ષા મેળવવા જુદા જુદા જાય. (૮) આભાધિષ્ઠિત - પોતાને જે મળે તે જ વાપરવા માટે. (૯) વઢકણો હોવાથી કોઈ સાથે ન જાય.
-પ- ઉપકરણ :- ઉત્સથી સર્વે ઉપકરણો સાથે લઈને ભિક્ષાએ જાય. તો તેમ કરવા સમર્થ ન હોય તો પાત્રા, પલા, રજોહરણ, બે વરા અને દંડ સાથે લઈને ગૌચરીએ જાય.
-૬- માત્રક :- પાત્રની સાથે બીજું માનક ભિક્ષાએ લઈ જાય.
-- કાયોત્સર્ગ :- ઉપયોગ કરાવણિયનો આઠ શાસોચ્છવાસ કાયોત્સર્ગ કરીને આદેશ માંગે. “સંદિસહ’ આચાર્ય કહે ‘લાભ' સાધુ કહે ‘કહલેસુ” આચાર્ય કહે – “જહા ગહિયં પુર્વ સાહિ.'
-૮- યોગ:- પછી કહે ‘આવસ્સિયાએ જસ્ટ જેગો' જે-જે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ.
અપવાદો કહે છે – (૧) આચાર્ય, ગ્લાન, બળ, તપસ્વી આદિ માટે બે થી વધુ વખત ગૌચરી જાય. ગયા પછી લઘુનીતિ-વડીનીતિ શંકા થાય તો યતનાપૂર્વક [35/15
૨૨૬
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર ગૃહસ્થની રજા લઈને શંકા દૂર કરે. (૨) સાથે ગૌચરી ફરતાં સમય પહોંચે એમ ન હોય તો બંને જુદા જુદા થઈ જાય. (3) એકાકી ગૌચરી ગયા હોય અને કદાચ
સ્ત્રી ભોગ માટે પ્રાર્થે તો તેને સમજાવે કે મૈથુન સેવનથી આત્મા નરકમાં જાય છે, ઈત્યાદિ. છતાં ન છોડે તો કહે કે – મારા મહાવતો ગુરુ પાસે મૂકીને આવું, આમ કહીને ઘરમાંથી નીકળી જાય. તો પણ ન જવા દે તો કહે કે - ઓરડામાં તારા વ્રતો મૂકી દઉં. પછી ઓરડામાં જઈ ગળે ફાંસો નાંખે. તે જોઈ ભયથી તે સ્ત્રીનો મોહોદય શમી જાય અને છોડી મૂકે. આમ કરવા છતાં ન શમે તો ગળે ફાંસો ખાઈને મરી જાય, પણ વ્રત ન ખંડે. (૫) કૂતરા, ગાય આદિની દાંડા વતી યતના કરે. (૫) પ્રત્યેનીકના ઘેર ન જવું. કદાચ પ્રવેશ થઈ જાય તો પણ ગમે તેમ કરી નીકળી જવું.
મૂલ-૬૮૦ થી ૬૮૮ :
• ભિક્ષા ગ્રહણ કરતી વેળા પાંચ મહાવ્રતની યતના :- (૧) ભિક્ષા ગ્રહણ કરતાં કોઈ જીવની વિરાધના ન થાય તેનો ઉપયોગ રાખવો. - (૨) - કોઈ નિમિત્તાદિ પૂછે તો ‘હું જાણતો નથી’ તેમ કહે. - (3) - હિરણ્ય, ધન આદિ રહેલ હોય ત્યાં ન જવું. - (૪) • ઉપર કહ્યા મુજબ બ્રહ્મચર્ય વ્રતનું રક્ષણ કરવું. - (૫) - ઉદ્ગમાદિ દોષોથી રહિત આહારદિની ગવેષણા કરવી. અશુદ્ધ સંસક્ત આહાર-પાણી આવી જય તો તુરંત પરઠવી દેવા.
• મૂલ-૬૮૯ થી ૦૮ :
o બીજા ગામ ગૌચરી જાય ત્યાં ભિક્ષાવેળા થઈ છે કે નહીં? તે કેવી રીતે અને કોને પૂછે ? તરણ, મધ્યમ, સ્થવિર આદિ ભેદથી પૂર્વે માર્ગ પૃચ્છામાં કહ્યું તેમ જયણાપૂર્વક પૂછે. ભિક્ષા વેળા થઈ ગઈ હોય તો પણ પંજીને ગામમાં પ્રવેશ કરે. ગામમાં એક સામાચારીવાળા સાધુ હોય તો ઉપકરણ બહાર મૂકી, અંદર જઈ, વંદન કરી, સ્થાપનાદિ મૂળો પૂછી ગૌચરી જાય, ભિન્ન સામાચારીવાળા સાધુ સામે મળે તો થોભનંદજ્ઞ કરે.
છ જીવનિકાય રક્ષક સાધુ પણ જો અયતનાથી આહાર, વિહાર કરે કે પ્લેચ્છ, જુગુણિત, ચંડાલાદિ કુળમાંથી ભિક્ષા લે તો બોધિદુર્લભ કરે. નિષિદ્ધ સ્થાને વસતિ ન કરે. નિષિદ્ધ કુળથી ભિક્ષા ન લે.
જે સાધુ જેમ મળે તેમ, જે મળે તે દોષિત આહાર, ઉપાધિ આદિ ગ્રહણ કરે છે, તે શ્રમણ ગુણથી રહિત થઈને સંસાર વધારે છે. જે પ્રવચનથી નિરપેક્ષ, આહારાદિમાં નિ:શક, લુબ્ધ અને મોહિત થાય છે, તેનો અનંત સંસાર શ્રી જિનેશ્વર ભગવંતે કહ્યો છે, માટે વિધિપૂર્વક નિદોંષ મહારાદિ ગવેષણા કરે. આ ગવેષણા બે ભેદે છે – (૧) દ્રવ્યથી (૨) ભાવથી.
• મૂલ-૭૦૯ થી ૨૪ :
દ્રવ્ય ગવેષણાનું દટાંત :- વસંતપુર નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામે સણી હતી. તેણીએ વિકસભામાં સુવર્ણની પીઠવાળું હરણ જોયું. તે સણી ગર્ભવતી
Page #40
--------------------------------------------------------------------------
________________
મૂલ-૭૦૯ થી ૭૨૪
હતી. તેને આવા હરણનું માંસ ખાવાની ઈચ્છા થઈ. રાજાએ પોતાના માણસોને સુવર્ણમૃગ પકડી લાવવા હુકમ કર્યો. ઈત્યાદિ કથા પિંડનિયુક્તિ દ્રવ્ય ગવેષણામાં આપેલ છે. ત્યાંથી જોઈ લેવી. આ જ રીતે ત્યાં અશ્વનું પણ દૃષ્ટાંત છે.
ભાવ ગવેષણાનું દૃષ્ટાંત - કોઈ સંખડીમાં ઘણાં સાધુને આવેલા જોઈને કોઈ શ્રાવકે કે ભદ્રિકે સાધુ માટે જ ભોજન તૈયાર કરાવ્યું. બીજા અનેકને બોલાવીને ભોજન આપ્યું. તેને થયું કે આ જોઈને સાધુઓ આહાર લેવા આવશે. આચાર્યને કોઈ રીતે આ વાતની ખબર પડી જતાં તેણે સાધુઓને કહ્યું કે – ત્યાં આહાર લેવા
ન જશો. તે આધાકર્મી છે.
કેટલાંક સાધુ ત્યાં આહાર લેવા ન ગયાં. પણ અન્યત્ર જઈ ગૌચરી લાવ્યા. કેટલાંક સાથે આચાર્યના વચનને ન ગણકાર્યુ. તે આહાર લાવીને વાપર્યો. જેઓએ આચાર્યનું વચન પાળ્યું. તેઓ તીર્થંકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં સુખને પામ્યા. જેમણે આધાકર્મી આહાર લાવીને વાપર્યો, તેઓ જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થઈ સંસાર વધારનારા થયા.
ઉક્ત કારણે સાધુઓએ નિર્દોષ આહાર-પાણીની ગવેષણા કરવી જોઈએ.
દોષિત આહાર-પાણીનો ત્યાગ કરવો જોઈએ.
• મૂલ-૭૨૫ થી ૭૨૮ :
૦ ગ્રહણૈષણા :- તે બે ભેદે છે - દ્રવ્યથી અને ભાવથી.
૨૨૭
દ્રવ્ય ગ્રહણૈષણાનું દૃષ્ટાંત ઃ- એક વનમાં કેટલાંક વાનરો રહેતાં હતાં. કોઈ વખતે ઉનાળામાં તે વનમાં ફળ, પાન આદિ સૂકાઈ ગયેલાં જોઈ મુખ્ય વાનરે વિચાર્યુ કે – “બીજા વનમાં જઈએ'. બીજા સારા વનની તપાસ કરવા જુદી જુદી દિશામાં કેટલાંક વાનરોનો મોકલ્યો. તે વાનરો તપાસ કરીને મળ્યા. પછી એક સુંદર વનમાં બધાં વાનરો ગયા. ઈત્યાદિ આખું દૃષ્ટાંત - “પિંડનિયુક્તિ''માં ગ્રહણૈષણામાં છે, ત્યાં જોવું.
ભાવ ગ્રહણૈષણાનું દૃષ્ટાંત – તે પણ પિંડનિર્યુક્તિમાં જોવું.
• મૂલ-૭૨૯ થી ૭૮૨ -
૦ ભાવ ગ્રહણૈષણાના દ્વારો
-
સ્થાન, દાયક આદિ ૧૧ છે –
(૧) સ્થાન :- ત્રણ ભેદે છે (૧) આત્મ ઉપઘાતિક સ્થાન – ગાય, ભેંસ આદિ જ્યાં હોય, ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરવામાં તે ગાય, ભેંસ આદિ શીંગડુ કે લાત મારે, તેથી પડી જવાય. વાગે કે પાત્ર ભાંગી જાય. તેથી છકાય જીવ વિરાધના થાય. તેથી તેવા સ્થાનો તથા જ્યાં જીર્ણ ભીંત, કાંટા, દર આદિ હોય ત્યાં પણ ઉભા રહીને ભિક્ષા ન ગ્રહણ કરવી.
(૨) પ્રવચન ઉપઘાતિક સ્થાન :- ઠલ્લા-માત્રાનાં સ્થાન, ગૃહસ્થને સ્નાન કરવામાં સ્થાન, ખાળ આદિ અશુયિવાળા સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ કરતાં પ્રવચનની હીલના થાય, આવા સ્થાને રહી ભિક્ષા ન લેવી.
(૩) સંયમ ઉપઘાતિક સ્થાન ઃ- પૃથ્વી, પાણી, અગ્નિ, બીજ, આદિ જ્યાં
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
હોય ત્યાં ઉભા રહીને ભિક્ષા ગ્રહણ કરતાં તે જીવોની વિરાધના થાય, માટે તેવા સ્થાને ઉભા રહી ભિક્ષા ગ્રહણ ન કરવી.
૨૨૮
(૨) દાયક :- આઠ વર્ષથી ઓછી ઉંમરનું બાળક, નોકર, વૃદ્ધ, નપુંસક, મત્ત, ગાંડો, ક્રોધી, વળગાળવાળો, હાથ વિનાનો, પગ વિનાનો, આંધળો, બેડીવાળો, કોઢ રોગી, ગર્ભવાળી સ્ત્રી, ખાંડતી, દળતી, પીંજતી આદિ સ્ત્રી પાસેથી ભિક્ષા ગ્રહણ ન કરવી. અપવાદે-કોઈ જાતનો દોષ ન થાય તેમ હોય તો ઉપયોગપૂર્વક ભિક્ષા ગ્રહણ કરે.
(૩) ગમન :- ભિક્ષા આપનાર, ભિક્ષા લેવા અંદર જાય તો તેની ઉપર નીચેની જમીન તથા આસપાસ પણ જોવું. જો તે જતાં પૃથ્વી, પાણી, અગ્નિ આદિનો સંઘટ્ટો કરતાં હોય તો ભિક્ષા ગ્રહણ ન કરવી. કેમકે તેવી ભિક્ષા ગ્રહણ કરતાં સંયમ વિરાધના થાય અથવા આપનારને અંદરના ભાગમાં જતા કદાચ સર્પ આદિ કરડે, તો ગૃહસ્થાદિ મિથ્યાત્વ પામે.
(૪) ગ્રહણ :- નીચું દ્વાર હોય, જ્યાં બરાબર જોઈ શકાતું ન હોય, કમાડ વાસેલ હોય, ઘણાં માણસો આવ-જા કરતાં હોય, ગાડાં વગેરે આડાં પડેલા હોય, ત્યાં ભિક્ષા ગ્રહણ ન કરવી. જો બરાબર ઉપયોગ રહી શકે તેમ હોય તો ભિક્ષા ગ્રહણ કરવી.
(૫) આગમન :- ભિક્ષા લઈને આવતા ગૃહસ્થ, પૃથ્વી આદિની વિરાધના કરતો આવતો હોય તો ભિક્ષા ગ્રહણ ન કરવી.
(૬) પ્રાપ્ત ઃ- આપનારનો હાથ કાચા પાણીવાળો છે કે કેમ? તે જોવું. આહાર આદિ સંસક્ત છે કે કેમ ? તે જોવું. ભાજન ભીનું છે કે કેમ ? ઈત્યાદિ જોવું. આવું હોય તો ભિક્ષા ગ્રહણ ન કરવી.
-
(૭) પરાવર્ત :- આહાર આદિ બીજા વાસણમાં નાંખે તો તે વાસણમાં સચિત્ત પાણી આદિ સંસક્ત હોય તો તે વાસણમાંનો આહાર ન લેવો.
(૮) પતિત :- આહાર પાત્રમાં ગ્રહણ કર્યા પછી તપાસવો. પિંડ યોગવાળો છે કે સ્વાભાવિક તે જોવું. જો યોગવાળો કે ભેળસેળ લાગે તો તોડીને તપાસવો. કદાચ તેમાં ઝેર ભેળવેલું હોય કે કંઈ કાર્મણ કરેલું હોય અથવા સુવર્ણ આદિ નાંખેલ હોય, કાંટા આદિ હોય તો સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય.
(૯) ગુરુક ઃ- મોટા પત્થર વગેરેથી ઢાંકેલું હોય, તે ખસેડવા જતાં ગૃહસ્થને કદાચ ઈજા થાય, આપવાનું ભાજન ઘણું મોટું હોય કે ભારે વજનદાર હોય, તે ઉપાડીને આપવા જતાં કદાચ હાથમાંથી પડી જાય, તો ગૃહસ્થ દાઝી જાય અથવા પગે ઈજા થાય, તેમાં રહેલ આહાર નીચે ઢોળાય તો છ કાય જીવની વિરાધના થાય. માટે તેવા મોટા કે ભારે ભાજનથી ભિક્ષા ગ્રહણ ન કરવી.
(૧૦) ત્રિવિધ :- કાળ ત્રણ પ્રકારે છે (૧) ગ્રીષ્મ, (૨) હેમંત, (3) વર્ષાકાળ આપનાર પણ ત્રણ પ્રકારે છે. (૧) સ્ત્રી, (૨) પુરુષ, (૩) નપુંસક. તે દરેકના પણ ત્રણ ભેદ છે – (૧) તરુણ, (૨) મધ્યમ, (૩) સ્થવિર.
Page #41
--------------------------------------------------------------------------
________________
મૂલ-૭૨૯ થી ૩૮ર
૨૨૯
નપુંસક શીત હોય છે, સ્ત્રી ઉમાવાળી હોય છે, પરષ શીતોષ્ણ હોય છે. તેઓમાં પુરકર્મ, ઉદકાદ્ધ, સનિષ્પ ત્રણ હોય છે. તેના પણ પ્રત્યેકના સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ ભેદો છે.
સસ્નિગ્ધમાં એટલે મિશ્ર અને સચિત પાણીવાળા હાથ હોય તે હાથના આંગળા, રેખા, હથેળીને આશ્રીને સાત ભાગ કરવા. તેમાં કાળ અને વ્યક્તિ ભેદે જો સૂકાયેલા હાથ હોય તો ભિક્ષા ગ્રહણ કરાય.
• મૂલ-૭૮૩ થી ૮૧૧ -
o ભાવ- તે લૌકિક અને લોકોતર બે ભેદે છે. લૌકિક એટલે સામાન્ય જન સમુદાય પ્રસિદ્ધ, લોકોત્તર - જિનેશ્વરના શાસનમાં પ્રચલિત પ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક, અપશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક નહીં.
0 લૌકિક દષ્ટાંત :- કોઈ ગામમાં બે ભાઈઓ જુદા રહેતા, ખેતી કરીને નિર્વાહ કરતા હતા. એકની સ્ત્રી સારી હતી. બીજાની સ્ત્રી બેદરકાર હતી. તેણી સવારમાં વહેલી ઉઠી હાથ-મોં ધોઈને પોતાની જ કાળજી રાખવી. નોકરોની ખબર ન રાખતી, તેમની સાથે કલહ કરતી. ક્રમશઃ નોકરો આદિ બધાં ચાલ્યા ગયા, દ્રવ્ય પણ ખલાસ થઈ ગયું. આ લૌકિક અપ્રશસ્ત ભાવ.
બીજાની સ્ત્રી હતી તે નોકરોની ખબર રાખતી, સમયસર ભોજન આદિ આપતી. કામકાજમાં પ્રેરણા કરતી. આથી નોકરો સારી રીતે કામ કરતાં અનાજ પણ ઘણું પાક્યું, ઘર ધન-ધાન્યથી સમૃદ્ધ થયું. આ લૌકિક પ્રશસ્ત ભાવ.
0 લોકોત્તર પ્રાંત - જે સાધુ સંયમના પાલનાર્થે આહારાદિ ગ્રહણ કરે છે, પણ પોતાના રૂપ, બળ કે શરીરની પુષ્ટિ માટે આહાર કરતા નથી, આહારાદિ લાવી આચાર્યાદિને આપીને વાપરે છે. તે દર્શન-જ્ઞાન-ચારિત્રનો આરાધક થાય છે. આ લોકોત્તર પ્રશસ્તભાવ.
જે સાધુ સ્વ વર્ણ, બલ, શરીરાદિ પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે છે. આચાર્યાદિની ભકિત ન કરે. તે આરાધક ન થાય. તે લોકોત્તર અપશd.
૪ર-દોષરહિત શ્રદ્ધાહાર ગ્રહણ કરીને, તે આહાર તપાસી લેવો. તેમાં કાંટા, સંસકતાદિ આદિ હોય તો તે કાઢી-પાઠવીને આવે. ઉપાશ્રયમાં પ્રવેશતા પણ પૂંજી ત્રણ વાર નિસીહિ કહીં માથું નમાવીને નમસ્કરા કરે. જે ઇલા-મામાની શંકા હોય તો પાકા બીજાને સોંપી શંકા તિવારી, આવીને કાયોત્સર્ગ કરે, કાયોત્સર્ગમાં ગૌચરીમાં લાગેલા દોષો ચિંતવે, ગર સમક્ષ આલોચના કરે. જો ગુર સ્વાધ્યાયમાં, વિશ્રામમાં કે વ્યાક્ષિપ્ત ચિત હોય તો આલોચના ન કરે, પણ શાંત, અવ્યાક્ષિત ચિતાદિ હોય તો આલોચે.
• મૂલ-૮૧૨ થી ૨૨ :
આલોચના કરતી વેળા ટાળવાના દોષો :- (૧) નટ્ટ - ગોચરી આલોચતા હાથ, પગ, ભૃકુટી, માથું, આંખ આદિના વિકાર ન કરે. (૨) વર્લ્સ - હાથ અને શરીર ન વાળે. (૩) ઘર્ત - આળસ મરડતા ન આલોચવું. (૪) "NTH - ગૃહસ્થ ભાષામાં
૨૩૦
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર ન આલોચે. (૫) પૂ - મુંગા મુંગા આલોચના ન કરે. (૬) જન • મોટા અવાજે આલોચના ન કરે.
આ છ પ્રકારના દોષો ન લાગે એ રીતે આચાર્યાદિ પાસે આલોચના કરવી. થોડો કાળ હોય તો સંક્ષેપથી આલોચના કરે. પછી ગૌચરી બતાવી, પહેલાં પોતાનું મુખ અને મસ્તક પ્રમાશેં. ઉપર-નીચે આસ-પાસ નજર કરીને પછી ગૌચરી બતાવે. - X - X -
ગૌચરી બતાવીને અજાણતાં લાગેલા દોષોની શુદ્ધિ માટે આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે અને અહીં નિnf૬ મસાવ ના ગાથા ચિંતવે. જો કે પૂર્વે બે અલગ ગાથા ચિંતવાતી હતી.]
• મૂલ-૮૨૩ થી ૮૩૯ :
૦ આલોચના કરીને શું કરે ? ગોચરી આલોવ્યા પછી મુહર્ત માત્ર સ્વાધ્યાય કરીને ગુરુ પાસે જઈને કહે કે – પ્રાપૂર્ણક, તપસ્વી, બાળ આદિને આપ ગૌચરી આપો. ગુરુ મહારાજ આપે અથવા આજ્ઞા કરે કે - “તમે જ તે આપી દો." પોતે પ્રાદુર્ણક આદિને તથા બીજા સાધુને નિમંત્રણા કરે. જો તેઓ ગ્રહણ કરશે તો નિર્જરા થશે. અવજ્ઞાથી નિમંત્રે તો કર્મબધ થાય.
કહ્યું છે કે – પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ ફોગો. આ પંદર કર્મભૂમિમાં રહેલાં સાધુમાંથી એક સાધુની પણ હીલના કરવાથી બધાં સાધુની હીલના થાય છે. એક સાધુની પણ ભક્તિ કરવાથી (જો બધાં પરત્વેનું બહુમાન હોય તો બધા સાધુની ભક્તિ થાય છે.
[શંકા એકની હીલનાથી બધાંની હીલના અને એકની ભક્તિથી બધાંની ભકિત કેમ થાય? યજ્ઞદત્ત ખાય તેમાં દેવદત્તનું પેટ કેમ ભરાય ?
[સમાધાન જ્ઞાન, દર્શન, તપ અને સંયમ - એ સાધુના ગુણો છે. આ ગુણો જેમ એક સાધુમાં છે, તેમ બધાં સાધુમાં છે. તેમ એક સાધુની નિંદા કરવાથી બધાં સાધુના ગુણોની નિંદા થાય છે. યોકની ભક્તિ, પૂજા, બહુમાન કરવાથી પંદરે કર્મભૂમિમાં રહેલાં બધાંની ભક્તિ, પૂજાદિ થાય છે.
ઉત્તમ ગુણવાનું સાધુની હંમેશાં વૈયાવચ્ચાદિ કરવાથી, પોતાને બધાં પ્રકારે સમાધિ મળે છે. વૈયાવચ્ચ કરનારને એકાંતે કર્મનિર્જરા થાય.
સાધુ બે પ્રકારે હોય. કેટલાંક માંડલીમાં આહાર કરનારા, કેટલાંક જુદા વાપરનારા. જે માંડલીમાં આહાર કરનારા હોય, તે ભિક્ષા ગયેલા સાધુ આવી જાય એટલે બધાં સાથે વાપરે. તપસ્વી આદિ ગુવાિાથી જુદુ વાપરે.
• મૂલ-૮૪૦ થી ૮૪૫ - ૦ ગ્રામૈષણા - બે ભેદે છે - (૧) દ્રવ્ય ગ્રામૈયાણા, (૨) ભાવ ગ્રામૈષણા.
• દ્રવ્યગ્રાસ એષણા - એક માછીમાર માછલાં પકડવા માટેના કાંટામાં માંસપિંડ ભરાવીને દ્રહમાં નાખતો હતો, તે વાત એક માછલો જાણતો હતો. તેથી તે માછલું કાંટા ઉપરનું માંસપિંડ આજુબાજુથી ખાઈ જાય છે, પછી ગલ હલાવે છે. તેથી
Page #42
--------------------------------------------------------------------------
________________
મૂલ-૮૪૦ થી ૮૪૫
માછીમાર માછલું તેમાં ફસાયેલું જાણી, તે બહાર કાઢે છે, તો કાંઈ હેતુ નથી. આ પ્રમાણે વારંવાર પેલું માછલું માંસ ખાઈ જાય છે, પણ ગલમાં સપડાતું નથી.
માછીમારને વિચારમાં પડેલ જોઈ માછલું તેને માછલું કહે છે કે હું એક વાર પ્રમાદમાં પડ્યો, બગલાએ મને પકડ્યો ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - આખું દૃષ્ટાંત પિંડ નિર્યુક્તિના ગ્રાઔષણામાં આવી ગયેલ છે, ત્યાં જોવું.
આ રીતે માછલો સાવધાનીથી આહાર મેળવતો હતો. તેથી ક્યાંય છેતરાતો ન હતો.
૨૩૧
• મૂલ-૮૪૬ થી ૮૪૮ -
૦ ભાવ ગ્રાતૈષણા :- આ પ્રમાણે કોઈ દોષોમાં ન છળાય તે રીતે નિર્દોષ આહા-પાણીની ગવેષણા કરી, સંયમના નિર્વાહ માટે જ આહાર વાપરવો. આહાર વાપરતાં પણ પોતાના આત્માને શાસિત કરે કે – હે જીવ ! તું બેંતાલીશ દોષ રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરવામાં મૂર્છાવશ થઈશ નહીં, રાગ-દ્વેષ કરીશ નહીં. આહાર વધુ પણ ન વાપરવો, તેમ ઓછો પણ ન વાપરવો. જેટલાં આહારથી
શરીર ટકી રહે તેટલાં પ્રમાણમાં આહાર વાપરવો.
- મૂલ-૮૪૯,૮૫૦ :
૦ ગૌચરી કોણ-કોણ જુદી વાપરે ? તે કહે છે :- (૧) આગાઢ યોગ વહન કરનાર જુદુ વાપરે - (૨) - માંડલી બહાર રાખેલા અમનોજ્ઞ જુદા વાપરે. - (3) - મહેમાન સાધુ આવેલા હોય, તેમને પહેલાંથી પૂરેપૂરુ આપવામાં આવે એટલે તેઓ જુદુ વાપરે છે. - (૪) - નવદીક્ષિત હોય, ઉપસ્થાપના ન થઈ હોય, ત્યારે તેમને જુદું વાપરવા આપે. - (૫) - દોષ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરતાં હોય તે શબલ ભ્રષ્ટ ચાસ્ત્રિીઓ જુદા વાપરે. - (૬) - બાળ, વૃદ્ધ, અસહિષ્ણુ જુદુ વાપરે. આ રીતે જુદુ વાપરનારા અસમુદ્દેશિક કહેવાય છે. તદુપરાંત કોઢ આદિ રોગવાળા જુદુ વાપરે.
• મૂલ-૮૫૧ થી ૮૫૯ :૦ પ્રકાશની વ્યાખ્યા પ્રકારનો છે – (૧) દ્રવ્ય પ્રકાશ, (૨) ભાવ પ્રકાશ, (૧) દ્રવ્ય પ્રકાશ - દીપક, ત્ન આદિનો હોય છે.
- આહાર પ્રકાશમાં કરવો જોઈએ. આ પ્રકાશ બે
(૨) ભાવ પ્રકાશ - તે સાત પ્રકારે છે, સ્થાન, દિશા ઈત્યાદિ.
- (૧) સ્થાન :- માંડલીમાં સાધુને જવા આવવાનો માર્ગ મૂકીને તથા ગૃહસ્થ આવતા ન હોય તેવા સ્થાનમાં પર્યાયાનુસાર બેસીને આહાર કરે.
- (૨) દિશા :- આચાર્યની સામે, પાછળ કે પરાંડ્યુખ ન બેસવું, પણ માંડલી પ્રમાણે ગુરુથી અગ્નિ કે ઈશાન દિશામાં બેસીને આહાર કરવો.
- (૩) પ્રકાશ :- અજવાળું હોય તેવા સ્થાને બેસીને આહાર કરવો. જેથી માખી, કાંટો, વાળ આદિ હોય તો ખબર પડે. અંધારામાં આહાર કરતાં માખી આદિ આહાર સાથે પેટમાં જાય તો ઉલટી, વ્યાધિ આદિ થાય છે.
- (૪) ભાજન :- અંધારામાં ભોજન કરતાં જે દોષો લાગે, તે દોષો સાંકડા
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર મુખવાળા પાત્રમાં વાપરતા લાગે છે. નીચે આહાર વેરાય, વસ્ત્રાદિ બગડે ઈત્યાદિ
દોષો થાય. તેથી પહોળા પત્રમાં આહાર વાપરવો.
૨૩૨
--
- (૫) પ્રોપ :- કૂકડીના ઇંડા પ્રમાણ કોળીયો લઈને મુખમાં મૂક્યો અથવા મુખ વિકૃત ન થાય તેટલા પ્રમાણનો કોળીયો મુખમાં મૂકે.
- (૬) ગુરુ :- ગુરુ જોઈ શકે તેમ વાપરવું. કેમકે તેમ ન કરતાં સાધુ જો ઘણું વાપરે કે અપથ્ય વગેરે તો રોગાદિ થાય અથવા ગૌચરીમાં સ્નિગ્ધ દ્રવ્ય મળેલ હોય, તો તે ગુરુને બતાવ્યા સિવાય વાપરી લે.
- (૭) ભાવ :- જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિની આરાધના સારી રીતે થઈ શકે તે માટે વાપરવું પણ વર્ણ, બળ, રૂપ આદિ માટે આહાર ન વાપરવો.
જે સાધુ ગુરુને બતાવીને વિધિપૂર્વક વાપરે છે, તે સાધુ ગવેષણા, ગ્રહતૈષણા અને ગ્રાસેષણાથી શુદ્ધ વાપરે છે.
• મૂલ-૮૬૦ ઃ
ઉપસંહાર – આ રીતે વાપરવાનો વિધિ સંક્ષેપથી કહ્યો. તે બધાં સાધુ માટે સમજી લેવો. પણ અનેક સાધુ હોય તો માંડલીબદ્ધ વાપરે. • મૂલ-૮૬૧ થી ૮૬૮ :
૦ માંડલી શા માટે કરવી? માંડલી કરવાના કારણો આ પ્રમાણે છે –
(૧) ગ્લાન સાધુની કોઈ એક સાધુ વૈયાવચ્ચ કરે તો તેને સૂત્ર, અર્થની હાનિ થાય. જો મંડલીબદ્ધ હોય તો જુદા જુદા સાધુ કાર્યો સંભાળી લે તેથી કોઈને સૂમાર્થની હાનિ ન થાય, ગ્લાનની સેવા સારી થાય.
(૨) બાળ સાધુ - ભિક્ષા લાવવા સમર્થ નથી, તેથી જો માંડલીબદ્ધ હોય તો બીજા સાધુ ગૌચરી આદિ લાવી આપે, બાળ સાધુ સુખે સચવાઈ જાય. (૩) વૃદ્ધ સાધુ - બાળ સાધુ પ્રમાણે જ સમજી લેવું.
(૪) નવદીક્ષિત ગોચરીની શુદ્ધિ ન જાણે, તેથી બીજા સાધુ લાવી આપે. (૫) પ્રાથૂર્ણાંક આવે ત્યારે સાથે મળીને ભક્તિ કરી શકાય તે માટે. (૬) અસમર્થ એવા રાજપુત્રાદિને દીક્ષામાં સંયમની હાનિ ન થાય. (૭) બધાં સાધુઓને આહારાદિની ભક્તિનો લાભ લઈ શકાય. (૮) કોઈ અલબ્ધિક સાધુને આહારાદિ ન મળે તો સીદાય નહીં. ઉક્ત કારણોથી માંડલી કરવામાં આવે છે, જેથી સંયમારાધના સુખે થાય.
૦ ભિક્ષાર્થે ગયેલ સાધુ ઉપાશ્રય/વસતિમાં આવે ત્યારે વસતિપાલક સાધુએ કરવાની વિધિ - ભિક્ષાર્થે ગયેલ સાધુને આવવાનો સમય થાય એટલે વસતિપાલક નંદી પત્ર પડિલેહણ કરીને તૈયાર રાખે. સાધુ આવીને તેમાં પાણી નાંખે. પચી પાણી સ્વચ્છ થઈ જતાં બીજા પાત્રમાં ગાળી લેવાય. ગચ્છમાં સાધુની સંખ્યાનુસાર પાત્ર-સંખ્યા રાખે. વસતિપાલક નંદીપાત્ર રાખવા સમર્થ ન હોય કે નંદીપત્ર ન હોય, તો સાધુ પોતાના પાત્રમાં ચાર આંગળ ઓછું પાણી લાવે. જેથી એકબીજામાં નાંખીને પાણી સ્વચ્છ કરી શકાય. પાણીમાં કચરો કે કીડી આદિ હોય તો જયણાપૂર્વક
Page #43
--------------------------------------------------------------------------
________________
મૂલ-૮૬૧ થી ૮૬૮
૨૩૩ પાણીને ગાળે અને કીડી આદિને દૂર કરે.
સાધુઓ માંડલીમાં યથાસ્થાને બેસીને બધાં સાધુ આવી ન જાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. અસહિષ્ણુ હોય તો તેને વાપરવા આપી દે.
૦ ગૌચરી-આહારની વહેંચણી કોણ કરે ?
ગીતાર્થ, રત્નાધિક, અલબબ્ધ એવા મંડલી સ્થવિર આચાર્યશ્રીની જા લઈને માંડલીમાં આવે. આ ગીતાર્ય, રત્નાધિક અને અલુબ્ધ એ ત્રણ પદના આઠ અંગો થાય છે. તે આ પ્રમાણે- (૧) ગીતાર્ય, રત્નાધિક, અલુબ્ધ, (૨) ગીતાર્થ, રત્નાધિક, લુબ્ધ, (3) ગીતાર્થ, લધુપર્યાય, અલુબ્ધ, (૪) ગીતાર્થ, લઘુપચય, લુબ્ધ. (૫) અગીતાર્થ, રત્નાધિક, અલુબ્ધ. (૬) અગીતાર્થ, રત્નાધિક, લુબ્ધ. (૩) અગીતાર્થ, લઘુપર્યાય, અલુબ્ધ. (૮) અગીતાર્થ, લઘુ પર્યાય, લુબ્ધ. ઉક્ત આઠ ભંગોમાં લબ્ધવાળા ચારે ભંગો દુષ્ટ છે. પચી અલુબ્ધમાં પણ પાંચમો અને સાતમો અપવાદે શુદ્ધ, માત્ર પહેલો અને ત્રીજો ભંગ શુદ્ધ છે. આ શુદ્ધ મંડલી સ્થવિર બધાં સાધુને આહાર વહેંચી આપે.
રાધિક સાધુ પૂર્વાભિમુખ બેસે, બાકીના સાધુ યથાયોગ્ય પયય પ્રમાણે માંડલીબદ્ધ બેસે. ગૌચરી વાપરવા બેસતી વખતે દરેક સાધુ રાખની કુંડી સાથે રાખે. કેમકે વાપરતાં કદાચ ઠળીયો, કાંટો આદિ આવે તો કુંડીમાં નાંખી શકાય. વાપરતી વખતે ગૃહસ્થાદિ આવી ન જાય તે માટે એક સાધુ નાકા ઉપર બેસે.
• મૂલ-૮૭૬ થી ૮૫ :
૦ આહાર કેવી રીતે વાપરવો ? પહેલાં સ્નિગ્ધ અને મધુર આહાર વાપરે. કેમકે તેનાથી બુદ્ધિ અને બળ વધે તથા પિત્તનું શમન થાય. વળી સ્નિગ્ધ આહાર છેલ્લો રાખે તો પરઠવવો પડે ત્યારે અસંયમ થાય. આ આહાર કટક છેદ, પ્રતર છેદ કે સિંહભક્ષિત રીતે વાપરે. તેમાં વટાછેર - કટકા કરી કરીને વાપરવો. પ્રતા છે - ઉપરથી વાપરતા જવું fighત - એક બાજુથી શરૂ કરી બધો આહાર ક્રમસર વાપરે.
આહાર વાપરતાં - સબડકાં ન બોલાવે, ચબયબ ન કરે, ઉતાવળ ન કરે, બહુ ધીમે પણ ન વાપરે, વાપરતાં નીચે ન વેરે. સગદ્વેષ ન કરે. મન-વચન-કાયાથી ગુપ્ત થઈ શાંત ચિતે આહાર વાપરે.
ઉદ્ગમ ઉત્પાદના દોષોથી શુદ્ધ, એપણા દોષરહિત એવો પણ ગોળ આદિ આહાર દુષ્ટભાવથી અધિક ગ્રહણ કરવાથી સાધુ જ્ઞાન-દર્શન-ચારિત્રથી અસાર થાય છે. જ્યારે શુદ્ધ ભાવથી પ્રમાણસર આહાર ગ્રહણ કરવાથી સાધુ જ્ઞાન-દર્શનચાસ્ત્રિના સારરૂપ થાય છે.
• મૂલ-૮૯૬ થી ૦૮ :
હવે આહાર વાપરવા કે ન વાપરવાના છ-છ-કારણો કહે છે - સાધુ સુધાવેદના શમાવવા, વૈયાવચ્ચાર્યે, ઈયપથ શોધવા માટે, સંયમ અર્થે, શરીર ટકાવવાને, સ્વાધ્યાય કરવા માટે, આ જ કારણે આહાર કરે. - તથા - છ કારણે આહાર ન
૨૩૪
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર કરે, તે આ - તાવ કે બિમારી હોય, રાજા કે સ્વજનાદિનો ઉપદ્રવ હોય, બ્રહ્મચર્ય રક્ષાર્થે, જીવદયાર્થે, વિશિષ્ટ તપશ્ચર્યા નિમિતે અને શરીરના ત્યાગ માટે અનશન કરે ત્યારે. આ જ કારણો છે.]
આહાર વાપર્યા બાદ પાત્ર ત્રણ વાર પાણીથી ધોવાં જોઈએ. • મૂલ-૦૯ થી ૧૩ :
આહાર વધે ત્યારની વિધિઃ- આહાર વાપર્યા છતાં વધ્યો હોય તો નાધિક સાધુ વધેલો આહાર આચાર્યને બતાવે. આચાર્ય કહે કે આયંબિલ, ઉપવાસવાળા સાધુને બોલાવો. ત્યારે મોહની ચિકિત્સ માટે જેમણે ઉપવાસ કર્યો હોય, જેમણે અક્રમાદિ કર્યા હોય, ગ્લાન કે આત્મ લબ્ધિક હોય તે સિવાયના સાધુને રત્નાધિક સાધુ કહે કે - “તમને આચાર્ય ભગવંત બોલાવે છે.” તે સાધુઓ આચાર્યશ્રી પાસે ઉપસ્થિત થાય. આચાર્ય કહે કે - “આ આહાર વધ્યો છે, તે વાપરી જાઓ.” ત્યારે સાધુ કહેશે કે - વપરાશે એટલું વાપરીશું. વપરાયા છતાં આહાર વધે તો જેનું પાત્ર હોય તે સાધુ આહાર પરઠવી દે. જો સાધુ “વપરાશે તેટલું વાપરીશું” એમ ન બોલ્યા હોય તો વધેલું તે પોતે પરઠવી દે.
• મૂલ-૧૪,૯૧૫ -
૦ પાત્રમાંથી બીજાને કેવો આહાર આપવો ? વિધિપૂર્વક લાવેલો અને વિધિપૂર્વક વાપરેલો આહાર બીજાને આપી શકાય, તેના ચાર ભાંગા થાય. તે આ પ્રમાણે- (૧) વિધિથી ગૃહીત-વિધિથી વાપરેલ. (૨) વિધિ વડે ગૃહીત - અવિધિથી વાપરેલ. (3) અવિધિથી ગૃહીત - વિધિથી વાપરેલ. (૪) અવિધિથી ગૃહીત - અવિધિથી વાપરેલ.
વિધિગૃહીત એટલે ઉદ્ગમાદિ દોષરહિત અને ગૃહસ્થ જેવો આપ્યો હોય તેવો જ ગ્રહણ કરેલ. તે સિવાયનો અવિધિપૃહીત છે.
• મૂલ-૯૧૬ થી ૯૨૩ :
વિધિ અવિધિ ભોજનનું સ્વરૂપ કહે છે – (૧) અવિધિ ભોજનના ચાર ભેદો છે : (૧) • કાકભુક્ત - જેમ કાગડો વિષ્ટા આદિમાંથી વાલ, ચણા આદિ કાઢીને ખાય છે, તેમ પાત્રમાંથી સારી-સારી કે અમુક-અમુક વસ્તુ કાઢીને વાપરે તે અથવા ખાતા ખાતા વેરે તથા મુખમાં કોળીયો નાંખી કાગડાની માફક આસપાસ જુએ - (૨) - મૃગાલ ભુક્ત - શિયાળની જેમ જુદે જુદેથી લઈને ખાય. - (3) - દ્રાવિત રસ - ભાત ઓસામણ ભેગા કરેલમાં પાણી કે પ્રવાહી નાંખીને એક રસરૂપ થયેલું પી જાય. • (૪) - પરાકૃષ્ટ - ફેરફાર, ઉંધુ-ચતુ, તળનું ઉપર અને ઉપનું તળે કરીને વાપરે.
(૨) વિધિ ભોજન - પહેલાં ઉત્કૃષ્ટ દ્રવ્ય, પચી અનુવૃષ્ટ દ્રવ્ય, પછી સમીકૃતસ વાપરવું એ વિધિ ભોજન.
વિધિથી ગ્રહણ કરે અને અવિધિથી વાપરેલું બીજાને આપે કે ગ્રહણ કરે તો આચાર્ય બંનેને એક કલ્યાણક પ્રાયશ્ચિત્ત આપે.
Page #44
--------------------------------------------------------------------------
________________
મૂલ-૯૨૪ થી ૯૪૨
૨૩૫
૨૩૬
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
• મૂલ-૯૨૪ થી ૪ર :
આહાર વધે તો પારિષ્ઠાપન કરવાની વિધિ - પરિષ્ઠાપના બે પ્રકારે છે - (૧) જાત પરિષ્ઠાપના - પ્રાણાતિપાત દોષોથી યુક્ત અથવા આઘાકમિિદ દોષવાળું અથવા લોભથી લીધેલું તથા અભિયોગકૃત, વશીકરણ કૃતુ, મંગ-ચૂણાદિ મિશ્રકૃત તથા વિષમિશ્રિત આહારો પણ અશુદ્ધ હોવાથી પરઠવવામાં ‘નાત' ભેદ કહેવાય છે.
(૨) અજાત પરિઠાપના - શુદ્ધ આહાર વધેલો હોય તેને પરઠવવો તે * ૩ નીતિ' કહેવાય છે. તે આહાર સાધુઓને ખબર પડે તે રીતે ત્રણ ઢગલી કરી પરઠવવો પરઠવીને ત્રણ વખત વોસિર- વોસિરે કહેવું. આ પ્રમાણે વિધિ પરિઠાપનાથી સાધુ કર્મબંધ કરતો નથી.
[શંકા શુદ્ધ અને વિધિપૂર્વક લાવેલો આહાર કઈ રીતે વધે?
સમાધાન] જે ક્ષેત્રમાં રહેલા હોય ત્યાં આચાર્યાદિને પ્રાયોગ્ય દ્રવ્ય દુર્લભ હોવાથી આહાર બીજે ગામ ગૌચરી ગયેલા બધાં સાધુ આચાર્ય પ્રાયોગ્ય દ્રવ્ય મળી જતાં ગ્રહણ કરે. અથવા ગૃહસ્થ વધારે વહોરાવી દે, તેથી વધે. આ કારણે શુદ્ધ આહાર પણ પરઠવવો પડે.
• મૂલ-૯૪૩ થી ૯૪૯ :
૦ આચાર્યને પ્રાયોગ્ય ગ્રહણ કરવાથી થતાં લાભો :- આચાર્ય પ્રાયોગ્યની ગ્રહણથી ગુરુને સૂત્ર અને અર્થ સ્થિર થાય છે. મનોજ્ઞાહારથી સૂત્ર અને અર્થનું સુખપૂર્વક ચિંતન કરી શકે છે. આથી આચાર્યનો વિનય થાય, નવદીક્ષિતને આચાર્ય પ્રત્યે બહુમાન થાય, પ્રાયોગ્ય આપનાર ગૃહસ્થને શ્રદ્ધાની વૃદ્ધિ થાય. શિષ્યને નિર્જનનું કારણ થાય છે. ઉક્ત કારણે આચાર્ય પ્રાયોગ્ય ગ્રહણ કરવાથી આચાર્યની અનુકંપા થાય છે. આચાર્યની અનુકંપાથી ગચ્છની અનુકંપા થાય છે. ગચ્છ અનુકંપાવી, તીર્થની ભક્તિ થાય છે. માટે આ પ્રાયોગ્ય ગ્રહણ કરવું.
આચાર્ય પ્રાયોગ્ય જો મળતું હોય તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ઉત્કૃષ્ટ દ્રવ્ય પ્રથમ ગ્રહણ કર્યું. ઉત્કૃષ્ટ ન મળે તો યથાયોગ્ય ગ્રહણ કર્યું. પરંતુ પ્લાન માટે નિયમા પ્રાયોગ્ય ગ્રહણ કરવું.
• મૂલ-૫૦ થી ૯૬૨ :
૦ પરઠવતાં એક, બે, ત્રણ ઢગલી કરવાનું કારણ - ગૌચરી આદિ ગયેલા, વિહારમાં રહેલા સાધુઓને શુદ્ધ-અશુદ્ધ આદિ આહારની ખબર પડી શકે અથવા કદાયિત ગામમાં રહેલા સાધુને જરૂર પડે, તે માટે એક-બે-ત્રણ ઢગલી કરવી. વાપર્યા પછી ઠલ્લા આદિની શંકા હોય તો દર અનાપાતાદિ સ્પંડિલમાં જઈને વોસિરાવે.
પછી પડિલેહણનો સમય થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. • મૂલ-૯૬૩,૯૬૪ -
૦ પડિલેહણની વિધિ ચોથો પ્રહર શરૂ થાય, એટલે ઉપવાસી પહેલાં મુહપતિ અને શરીરને પડિલેહીને આચાર્યની ઉપાધિ પડિલેહે. પછી અનશન કરેલાની,
નવદીક્ષિતની, વૃદ્ધ આદિની ક્રમશઃ પડિલેહણા કરે.
પછી આચાર્ય પાસે જઈને “ઉપધિપડિલેહું” આદેશ માંગીને પાત્રાની પડિલેહણા કરે. પછી મમક અને પોતાની ઉપધિ પડિલૈહી છેલ્લે ચોલપટ્ટો પડિલેહે. ગૌયરી વાપરી હોય તે પહેલાં મુહપતિ, પછી શરીર, પછી ચોલપટ્ટો પડિલેહે. પછી ક્રમશ: ગુચ્છા, ઝોળી, ૫ડલાં, જસ્માણ, પછી માત્રા પડિલેહે. પછી આચાર્યની ઉપધિપડિલેહે. પછી આદેશ માંગી ગચ્છ સાધારણના પાત્રા, પરિભોગ્ય વર પડિલેહે. પછી પોતાની ઉપાધિ પડિલેહે. છેલ્લે જોહરણ પડિલેહે.
પડિલેહણ કર્યા પછી સ્વાધ્યાય કરવો અથવા સીવવા આદિ કાર્ય હોય તો તે કરવું. એ પ્રમાણે સ્વાધ્યાયાદિથી છેલ્લી પોરિસિનો ચતુર્થ ભાગ બાકી રહે ત્યાં સુધી કરે. પછી કાળ પ્રતિક્રમીને ૨૪-માંડલા કરે. સૂર્ય અસ્ત થતાં બધાં પ્રતિક્રમણ કરે. આચાર્યશ્રી ધર્મકથાદિ કરતા હોય, તો બધા સાધુ આવશ્યકભૂમિ માંડલીમાં પોતપોતાના યથાયોગ્ય સ્થાને કાયોત્સર્ગમાં રહી સ્વાધ્યાય કરે.
કોઈ કહે છે કે - સાધુઓ સામાયિક સૂત્ર કહી કાયોત્સર્ગમાં અર્થપાઠ કરે. આચાર્ય ન આવે ત્યાં સુધી ચિંતવના કરે. આચાર્ય આવી સામાયિક સૂણ કહી, દૈવસિક અતિયાર ચિંતવે ત્યારે સાધુઓ પણ મનમાં દૈવસિક અતિયાર ચિંતવે.
બીજા વળી એમ કહે છે કે – આચાર્ય આવે એટલે સ્વાધ્યાય કરતાં સાધુ પણ આચાર્ય સાથે સામાયિક સૂત્ર ચિંતવી, અતિચાર ચિંતવે. આચાર્ય બે વાર અતિચાર ચિંતવે, સાધુ એક વાર ચિંતવે.
એ રીતે આવશ્યક પૂર્ણ કર્યા પછી ઉંચા વધતા સ્વી ત્રણ સ્તુતિ મંગલ માટે બોલે. કાલગ્રહણ વેળા થઈ કે નહીં તે તપાસે.
• મૂલ-૯૭૫ થી ૧૦૫ - કાલગ્રહણની વિધિ-સંક્ષેપથી :- કાળ બે ભેદે છે. તે આ પ્રમાણે –
(૧) વ્યાઘાત - થાંભલા કે વૈદેશિકો સાથે જતાં - આવતાં સંઘટ્ટો થાય તથા આચાર્ય શ્રાવકાદિ સાથે ધર્મકથા કરતા હોય તો કાલગ્રહે નહીં.
(૨) અત્યાઘાત - કોઈ જ વાઘાત ન હોય તો કાલગ્રહી અને દાંડીધર આચાર્ય મહારાજ પાસે જઈ આજ્ઞા માંગે કે અમે કાલગ્રહણ કરીએ ? પછી પણ જો આવો વ્યાઘાત હોય તો કાલ ન ગ્રહે - આચાર્યને પૂછેલ ન હોય, અવિનયથી પૂછેલ હોય, વંદન ન કરેલ હોય, આવસહી ન કહી હોય, અવિનયથી કહેલ હોય, પડી જાય, ઈન્દ્રિયના વિષયો પ્રતિકૂળ હોય, દિમોહ થાય, તારા ખરે, અસ્વાધ્યાય થાય, છીંક થાય, ઉજ્જુહી લાગે ઈત્યાદિ તો કાલગ્રહણ ન લે.
કાલગ્રહી કેવો હોય ? પિયધર્મી, દ્વધર્મી, મોક્ષસુખાભિલાષી, પાપભીરુ, ગીતાર્થ, સવશીલ એવો સાધુ કાલગ્રહણ લે.
કાળ ચાર પ્રકારે છે - (૧) પ્રાદોષિક, (૨) અર્ધસમિક, (3) વૈરાઝિક, (૪) પ્રાભાતિક. પ્રાદોષિક કાળમાં બધાં સજઝાય સાથે સ્થાપે. બાકીના ત્રણમાં સાથે અથવા જુદા જુદા સ્થાપે.
Page #45
--------------------------------------------------------------------------
________________
મૂલ-૯૭૫ થી ૧૦૦૫
૨૩૩
પ્રાદોષિક અને અર્ધાગિક કાળ ઉત્તર દિશામાં લેવાય. વૈરામિક કાળ ઉત્તર કે પૂર્વમાં ફેરવાય. પ્રભાતિક કાળ પૂર્વમાં લેવાય.
પ્રાદોષિક કાળ શુદ્ધ હોય તો સ્વાધ્યાય કરીને પહેલી, બીજી પોરિસિ જાગરણ કરે. કાળ શુદ્ધ ન આવે તો ઉત્કાલિક સૂત્રનો સ્વાધ્યાય કરે. [કાળ ગ્રહણ વિષયક ઘણી જ વિશેષ હકીકતોનું કથન જોવા મળે છે, તે ટીકા ગ્રંથથી કે ભાગ્યથી જાણી શકાય છે. અમે તેનું અવતરણ કરેલ નથી, કેમકે તે સૂરની સાથે ક્રિયારૂપે પ્રત્યક્ષ જ સમજાય તેવું છે.]
મુનિ દીપરત્નસાગરે કરેલા પિંડ દ્વારનો સટીક સંક્ષિપ્ત પરિચય પૂર્ણ
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર © દ્વાર-૩-ઉપધિ ઉછે
- X - X - X - હવે ઓઘનિર્યુક્તિનું ત્રીજું “ઉપધિ” નામે દ્વાર કહે છે – • મૂલ-૧૦૦૬ થી ૧૦૨૬ :
ઉપકાર કરે તે ઉપધિ કહેવાય છે. તે દ્રવ્યથી શરીરને ઉપકારક છે અને ભાવથી જ્ઞાન-દર્શન-ચાત્રિને ઉપકાક છે.
આ ઉપધિ બે પ્રકારે છે - (૧) ઓઘ ઉપધિ, (૨) ઉપગ્રહ ઉપધિ. આ બંને પણ સંખ્યા પ્રમાણ અને માપ પ્રમાણથી બબે ભેદે છે.
૦ ઓઘ ઉપધિ - નિત્ય ધારણ કરાય છે. ૦ ઉપગ્રહ ઉપધિ - કારણે સંયમના માટે ધારણ કરાય છે.
• જિનકપીની ઓઘ ઉપધિ - તે ઉત્કૃષ્ટ બાર પ્રકારે કહેલી છે. તે આ પ્રમાણે :(૧) પાના, (૨) ઝોળી, (3) નીચેનો ગુચ્છો, (૪) પાત્ર કેસરિકા અર્થાત્ પાત્ર પડિલેહણનું વસ્ત્ર વિશેષ, (૫) પગલાં, (૬) રજઆણ, (૭) ઉપરનો ગુચ્છો, (૮ થી ૧૦) મણ કપડાં, (૧૧) ઓઘો, (૧૨) મુહપતિ.
આ બાર ભેદ ઉત્કૃષ્ટથી કહ્યા. બાકી ૧૧, ૧૦, ૯, ૫, ૪, 3 અને જઘન્યથી બે પ્રકારે પણ હોય છે. બે પ્રકારમાં ઓઘો અને મુહપતિ તો અવશ્ય દરેકને હોય જ છે. ત્રણ પ્રકારમાં ઓઘો, મુહપતિ અને એક વસ્ત્ર હોય. ચાર પ્રકારમાં ઓઘો, મુહપત્તિ અને બે વર હોય. પાંચ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ અને ત્રણ વસ્ત્ર હોય. નવ પ્રકારમાં ઓઘો, મહાપત્તિ, પગ, ઝોળી, નીચેનો ગુછો, પત્ર કેસરિકા, પડલાં, રજમણ અને ઉપરનો ગુચ્છો હોય. દશ પ્રકારની ઉપધિમાં ઉક્ત નવ ઉપધિ ઉપરાંત એક વસ્ત્ર હોય અને અગિયાર પ્રકારની ઉપધિમાં ઉક્ત નવ ઉપધિ ઉપરાંત બે વસ્ત્રો હોય છે. જ્યારે બાર પ્રકારની ઉપધિમાં ઉક્ત બારે હોય છે.
૦ સ્થવિકલ્પોની ઓઘ ઉપધિ :
- સાધુ માટે ચૌદ પ્રકારની ઉપાધિ હોય છે :- ઉક્ત ૧૨ પ્રકારની ઉપધિ ઉપરાંત (૧૩) માત્રક, (૧૪) ચોલપટ્ટો.
- સાધ્વી માટે પચ્ચીશ પ્રકારે ઉપધિ કહેલી છે કેમકે સાધ્વીને જિનકલા સ્વીકારવાનો હોતો નથી. તે ૨૫-ઉપાધિ આ પ્રમાણે :
પત્ર, કોળી, નીચેનો ગુચ્છો, પાકેસસ્કિા, પડલાં, રજણ, ઉપરનો ગુચ્છો, ત્રણ કપડાં, ઓઘો, મુહપતિ, માનક એ તેર [તથા
(૧૪) કમંઢક - વાપરવા માટેનું જુદું પણ. (૧૫) અવાહનંતક - ગુલ ભાવના રક્ષણ માટે કોમળ અને મજબૂત ન નાવ સમાન વા. (૧૬) પટ્ટો - શરીર પ્રમાણ કરી બંધ. (૧૭) અદ્ધોગ - અર્ધ સાથળ સુધીનું સીવ્યા વિનાનું ચ જેવું વસ્ત્ર, (૧૮) ચલણી - જાનું પ્રમાણ સાડો. (૧૯ અને ૨૦) બે નિવસની - અંતનિવસની, જે અર્ધ સાથળ સુધી લાંબી હોય અને બહિર્નિવસની - ઘુંટી સુધીની લાંબી હોય.
Page #46
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૦૦૬ થી ૧૦૨૬
૨૩૯
(૨૧) કંચુક • છાતી ઢાંકવા માટે, (૨૨) ઉપકક્ષિકા- જમણી બાજુથી કંચક ઢાંકવા માટે, (૨૩) વેકક્ષિકા - ઉક્ત ૧,૨૨ને ઢાંકવા માટે.
(૨૪) સંઘાટી ચાર - (૧) બે હાથ પહોળી-ઉપાશ્રય માટે, (૨) ત્રણ હાથ પહોળી-ગૌચરી જવામાં, (3) ત્રણ હાથ પહોળી - સ્થંડિત જવામાં, (૪) ચાર હાથ પહોળી-સમવસરણમાં વ્યાખ્યાન ઉભા રહેતાં, માથાથી પગ સુધીના આચ્છાદન માટે.
(૫) સ્કંધકરણી - સ્વરૂપસાવીને ખુંધી બનાવવા માટે. ઉક્ત ઉપધિઓમાં ઉત્તમ, મધ્યમ, જઘન્ય ત્રણ ભેદ છે – • મૂલ-૧૦૨૮ થી ૧૦૩૦ :
o જિનકભીની ઉત્તમાદિ ઉપધિ :- (૧) ઉતમ ચાર- પ્રણ વસ્ત્ર અને પાત્ર, (૨) મધ્યમ ચાર - ઝોળી, ૫ડલાં, જસ્માણ, ઓઘો, (3) જઘન્ય ચાર - ગુચ્છો, નીચેનો ગુચ્છો, મુહપત્તિ, પાત્ર કેસરિકા.
o સ્થવિર કલપીની ઉત્તમાદિ ઉપધિ:- (૧) ઉત્તમચાર - ત્રણ વા અને પાત્ર, (૨) મધ્યમ છ - ૫ડલાં, પ્રાણ, ઝોળી, ચોલપટ્ટો, ઓઘો, માત્રક, (3) જઘન્ય ચાર - બંને ગુચ્છા, મુહપતિ, પાત્ર કેસરિકા.
o સાળીની ઉત્તમાદિ ઉપધિ:- (૧) ઉત્તમ આઠ - ચાર સંઘાટિકા, પાત્ર, સ્કંધ કરણી, અંતર્નિવસની, બહિર્નિવસની, (૨) મધ્યમ ઉપાધિ તેર ભેદે - ઝોળી, પડલાં, જમણ, ઓઘો, મામક, અવગ્રહાનંતક, પટ્ટો, ઓબ્દોરૂક, ચલણી, કંચુક, કિક્ષિકા, વૈકલિકા, કમઢક. (3) જઘન્યચાર ભેદે - બંને ગુચ્છા, મુહપતિ, પાત્ર કેસરિકા.
• મૂલ-૧૦૩૧ થી ૧૦૭૬ :ઓઘ ઉપધિનું પ્રમાણ :- પાત્ર આદિનું પ્રમાણ ક્રમશઃ બતાવે છે.
(૧) પાણ- સરખું અને ગોળ હોય, ગોળાઈમાં પોતાની ત્રણ વેંત અને ચાર આગળ, તેથી ઓછું હોય તો જઘન્ય, વધુ હોય તો ઉત્કૃષ્ટ પ્રમાણ ગણાય અથવા આહાર પ્રમાણ પત્ર લેવું.
વૈયાવચ્ચ કરનાર આચાર્યએ આપેલું કે પોતાનું નંદી પાર રાખે. નગરનો રોધ કે અટવી ઉતરતાં આદિ કારણે તેનો ઉપયોગ થાય.
પાત્ર મજબૂત, નિષ્પવર્ણી, બરોબર ગોળ, લક્ષણયુક્ત ગ્રહણ કરવું, બળેલું, છિદ્રવાળું કે વળી ગયેલ પાત્ર ન રાખે. પણ છ કાય જીવની રક્ષાને માટે રાખવાનું હોય છે.
૦ પાનના ગુણ-દોષ • અવસર પ્રાપ્ત હોવાથી પાત્રના ગુણ-દોષ જણાવતા લક્ષણવાળું, લક્ષણ વિનાનું, તેના લાભો જણાવે છે –
-o- લક્ષણવંત પાત્ર - ચોતરફ સરખું, ગોળ, મજબૂત, પોતાનું, સ્નિગ્ધ વર્ણવાળું પાત્ર ગ્રહણ કરવું.
-o- લક્ષણરહિત પત્ર - ઉંચુ-નીચું, વળી ગયેલું, છિદ્રવાળું, આવા પાત્ર રાખવા નહીં.
-0• લક્ષણવંત પાત્રના લાભ - (૧) સખા ગોળ પાકથી લાભ થાય, (૨)
૪૦
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર મજબૂત પાત્રથી ગચ્છની પ્રતિષ્ઠા થાય. (3) વ્રણરહિત પાત્રથી કીર્તિ અને આરોગ્ય મળે. (૪) સ્નિગ્ધવર્ણ પાત્રથી જ્ઞાન સંપત્તિ થાય.
•0- કુલક્ષણ પારથી દોષ - (૧) ઉંચા-નીચા પગથી ચાસ્મિનો વિનાશ થાય. (૨) દોષવાળા પાત્રથી ગાંડપણ થાય. (3) પડઘી વિનાના પાકાથી ગચ્છ અને ચાસ્ત્રિમાં સ્થિરતા ન રહે, (૪) ખીલા જેવા ઉંચા પાત્રયી પણ પડગ્ધીરહિતવતુ દોષ (૫) કમળ જેવા પહોળા પાકથી અકુશળ થાય. (૬) છિદ્રવાળા પાનાથી શરીરે ગુમડાં આદિ થાય.
(૨) ઝોળી - પાત્ર બંધાય, છેડા ચાર આંગળ વધે તેવી રાખવી.
૩ થી ૫) બંને ગુચ્છા અને પાત્ર કેસરિકા - આ ત્રણે એક વેંત અને ચાર આંગળ રાખવા. બંને ગુચ્છા ઉનના રાખવા અને ઝીણા, સુંવાળા સુતરાઈ કપડાંની પણ કેસરિકા રાખવી.
(૬) પડતાં - કોમળ અને મજબૂત રાખવા. ઋતુભેદે ત્રણ, પાંચ કે સાત રાખવા. ભેગાં કરતાં સૂર્યના કિરણો ન દેખાય તેવા, અઢી હાથ લાંબા અને 36આંગળ પહોળા રાખવા. ઋતુભેદ પ્રમાણે સંખ્યા-ઉનાળે ત્રણ, શિયાળે ચાર, ચોમાસે પાંચ હોય પણ જીર્ણ કે વિશેષ જીર્ણ પગલાં હોય તો ચોક-એકની સંખ્યા વધાસ્વી. ભિક્ષાર્થે જતાં ફૂલ, પત્ર આદિથી રક્ષણાર્થે પાટા ઢાંકવા. તથા લિંગ પણ ઢંકાય તે જોવું.
(9) રજઆણ - રજ આદિથી રક્ષણ માટે પાત્રના પ્રમાણમાં રાખવું.
(૮ થી ૧૦) ત્રણ વસ્ત્રો - શરીર પ્રમાણ, ઓઢતાં ખભે રહે, અઢી હાથ પહોળાં, લંબાઈ શરીર પ્રમાણ, બે સુતરાઉ અને એક ઉનનું વસ્ત્ર હોય. ઘાસ, અગ્નિ ન લેવા પડે. ઠંડી આદિથી રક્ષણ થાય તે માટે વસ્ત્ર છે.
(૧૧) જોહરણ - મૂળમાં ધન, મધ્યમાં સ્થિર, દશી પાસે કોમળ. અંગુઠાના પર્વમાં પાસેની આંગળી મૂકતાં જેટલો ખાડો થાય તેટલી જાડાઈવાળું જોહરણ રાખવું. મધ્યમાં દોરાથી ત્રણ આંટા મારી બાંધવું. તે કુલ ૩૨-આંગળ લાંબુ હોય. જોહરણનું પ્રયોજન પૂંજવા - પ્રમાર્જવા માટે છે. તથા સાધુનું ચિહ્ન ગણાય છે.
(૧૨) મુહપત્તિ * સુતરાઉં, એક વેંત અને ચાર આંગળની એક અને બીજી ત્રિકોણ કરીને મુખ ઉપર ઢાંકી, પાછળથી ગાંઠ બંધાય, તેટલા પ્રમાણની વસતિ પ્રમાર્જના વખતે બાંધવા માટે હોય. મુહપત્તિનું પ્રયોજન - સંપાતિમ જીવોના રક્ષણ માટે, બોલતી વખતે મુખ આગળ રાખવા, કાજો લેતી વખતે જ આદિ મુખમાં ન પ્રવેશ માટે બીજી, એમ બે રાખવી.
(૧૩) માત્રક - પ્રસ્થ પ્રમાણ. આચાર્ય આદિને પ્રાયોગ્ય લેવાને અથવા ઓદન અને સુપથી ભરેલું, બે ગાઉ ચાલીને આવેલો સાધુ વાપરી શકે તેટલાં પ્રમાણવાળું હોય.
(૧૪) ચોલપટ્ટ - સ્થવિર માટે કોમળ, બે હાથ લાંબુ, યુવાન માટે સ્થૂળ ચાર હાય પ્રમાણ હોય. ગુલેન્દ્રિય ઢાંકવા ચોલપટ્ટો રાખવો.
Page #47
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૦૭૭ થી ૧૧૧૫
૨૪૧
- મૂલ-૧૦૭૭ થી ૧૧૧૫ -
ઉપગ્રહ ઉપધિનું પ્રમાણ - આ પ્રમાણે જણાવે છે :
(૧,૨) સંથારો, ઉત્તરપટ્ટો - જીવ અને ધૂળથી રક્ષણાર્થે અઢી હાથ લાંબો અને એક હાય ચાર આંગળ પહોળો રાખવો. સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથરવો સંચારો ઉનનો, ઉત્તરપટ્ટો સુતરાઉ રાખવો.
(૩,૪) ઓઘારીયું, નિસીથિયું - જીવ રક્ષા માટે ઓઘારીયું ગરમ, નિશીથિયું સુતરાઉ રાખવું. એક હાથ પહોળું, જોહરણ પ્રમાણ લાંબુ હોય.
ઔપગ્રહિક ઉપધિમાં કામળી અને પડલાં આત્મરક્ષા તથા સંયમ રક્ષાર્થે, ગૌચરી આદિ માટે બહાર જતા હોય તેણે વર્ષાવાસમાં બબ્બે રાખવા [?] વર્ષાકાળે એક જ રાખે તો ભીના થયેલા ઓઢી રાખવાથી બિમારી થાય. અતિ મલીન વસ્ત્રો
ઉપર પાણી પડતાં અકાય જીવોની વિરાધના થાય. ગૌચરી આદિ માટે ગયા હોય ત્યાં વરસાદથી ભીના થતાં આવીને બીજી ઉપધિનો ઉપયોગ કરી શકાય. બાકીની ઉપધિ એક જ રાખવી.
વસ્ત્રો શરીર પ્રમાણ કરતાં લાંબા કે ટૂંકા જેવા મળે તેવા ગ્રહણ કરવાં, પણ લાંબા હોય તો ફાડવા નહીં, ટૂંકા હોય તો સાંધવા નહીં.
ઔપગ્રહિક ઉપધિમાં સાધુને દાંડો, યષ્ટિ, વિયષ્ટિ રાખવાની હોય છે. તથા ચર્મ, ચર્મકોશ, ચપ્પુ, અસ્ત્રો, નેરણી, યોગપટ્ટક, પડદો વગેરે ગુરુ-આચાર્ય જ રાખે. સાધુ ન રાખે. આ ઓઘ ઉપધિ કહી.
શાસ્ત્રમાં દંડ પાંચ પ્રકારે કહ્યાં છે – (૧) યષ્ટિ - શરીર પ્રમાણ, પડદો બાંધવા માટે. (૨) વિયષ્ટિ - શરીર પ્રમાણથી ચાર આંગળ ન્યૂન - નાસિકા પ્રમાણની. ઉપશ્ચાયના દ્વારની આડે રાખવા માટે. (૩) દંડ - ખભા સુધીનો - ઋતુબદ્ધ કાળમાં ઉપાશ્રયની બહાર ભિક્ષાર્થે ભમતાં હોય ત્યારે હાથમાં રાખવા માટે (૪) વિદંડ - કાળ પ્રમાણ, વર્ષાકાળમાં ભિક્ષાર્થે ભમતાં ગ્રહણ કરાય છે. (૫) નાલિકા - પાણીની ઉંડાઈ માપવા માટે શરીર પ્રમાણથી ચાર આંગળ અધિક.
૦ યષ્ટિના લક્ષણ - પર્વને આશ્રીને કહે છે, તે આ પ્રમાણે :
એક પર્વની યષ્ટિ પ્રશંસાવાળી છે, બે પર્વની યષ્ટિ કલહકારી છે, ત્રણ પર્વની યષ્ટિ હોય તો લાભકારી છે, ચાર પર્વની યષ્ટિ મૃત્યુકારી છે, પાંચ પર્વની યષ્ટિ હોય તો શાંતિકારી અને માર્ગમાં કલહ નિવારનારી છે, છ પર્વની યષ્ટિ કષ્ટકારી છે, સાત પર્વની યષ્ટિથી નિરોગી રહે. આઠ પ્રવની યષ્ટિ હોય તો સંપત્તિ દૂર રહે. નવ પર્વની યષ્ટિ યશને કરનારી છે અને દશ પર્વની યષ્ટિ સર્વ રીતે સંપદાકારી છે.
નીચેથી ચાર આંગળ જાડી, ઉપર પકડવાનો ભાગ આઠ આંગળ ઉંચાઈનો રાખવો. દુષ્ટ પશુ, કૂતરા, કાદવ તથા વિષમ સ્થાનથી રક્ષાર્થે યષ્ટિ રખાય છે. તે તપ અને સંયમને પણ વધારે છે. કઈ રીતે ? મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન મેળવાય છે, જ્ઞાન માટે શરીર, શરીરના રક્ષણ માટે યષ્ટિ આદિ ઉપકરણો છે.
પાત્ર આદિ જે જ્ઞાન વગેરેના ઉપકાર માટે થાય, તે ઉપકરણ કહેવાય અને
35/16
૨૪૨
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
જે જ્ઞાનાદિના ઉપકાર માટે ન થાય તે સર્વે અધિકરણ કહેવાય.
ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાદિ દોષોથી રહિત તેમજ પ્રગટ જેની પડિલેહણા કરી શકાય એવી ઉપધિ સાધુએ રાખવી જોઈએ.
સંયમની સાધના માટે ઉપધિ રાખવી. પરંતુ તે ઉપધિ ઉપર મૂર્છા ન રાખવી, કેમકે મૂર્છા એ પરિગ્રહ છે.
આત્મ ભાવની વિશુદ્ધિ ધરતો સાધુ વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય ઉપકરણોને સેવતો છતા પણ અપરિગ્રહી છે, એમ ત્રૈલોક્ય દર્શી જિનેશ્વર ભગવંતોએ કહેલું છે.
અહીં કોઈ દિગંબર મતાવલંબી શંકા કરે કે – “ઉપકરણ હોવા છતાં નિગ્રન્થ કહેવાય તો ગૃહસ્થો પણ ઉપકરણ રાખે છે, તેથી ગૃહસ્થોને પણ શું નિગ્રન્થ કહેવા?
ના, અધ્યાત્મની વિશુદ્ધિથી સાધુ ઉપકરણયુક્ત હોવા છતાં નિર્પ્રન્થ કહેવાય છે. જો અધ્યાત્મ વિશુદ્ધિ ન માનો તો આખો લોક જીવોથી વ્યાપ્ત છે, તેમાં નગ્ન પણે ફરતાં એવા તમોને પણ હિંસકપણું કેમ ન આવે? આવશે જ. તેથી તમારે આત્મબાવની વિશુદ્ધિથી જ અહિંસકપણું માનવાનું રહેશે.
તે પ્રમાણે અહીં આત્મભાવ વિશુદ્ધિથી સાધુને નિષ્પરિંગ્રહત્વ છે. ગૃહસ્થને એ ભાવ આવી શકતો નથી, માટે તે નિર્ગુન્થ ન કહેવાય.
અહિંસકપણું પણ શ્રી જિનેશ્વર ભગવંતો, આત્માની વિશુદ્ધિમાં કહે છે. જેમકે – ઈસિમિતિયુક્ત વા સાધુના પગ નીચે કદાચ બેઈન્દ્રિયાદિ જીવની વિરાધના થઈ જાય તો પણ મન-વચન-કાયા નિર્દોષ હોવાથી તે નિમિત્તનો સૂક્ષ્મ પણ પાપબંધ તે સાધુને લાગતો નથી. યોગપ્રત્યયિક બંધ તો પહેલા સમયે બંધાય અને બીજા સમયે ભોગવાઈ જાય છે.
જ્યારે પ્રમત્તપુરુષથી જે હિંસા થાય, તેનો હિંસાજન્ય કર્મબંધ તે પુરુષને અવશ્ય થાય છે. ઉપરાંત હિંસા ન થાય તો પણ હિંસાજન્ય પાપકર્મથી તે બંધાય છે, એટલે પ્રમાદી હિંસક જ ગણાય છે.
કહ્યું પણ છે કે – નિશ્ચયથી આત્મા એ જ હિંસક છે અને આત્મા એ જ અહિંસક છે. જે અપ્રમત્ત આત્મા છે તે અહિંસક છે. જે પ્રમત આત્મા છે, તે હિંસક છે.
શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં પરિણામ એ પ્રધાન વસ્તુ છે. આ ઉપરથી જેઓ બાહ્ય ક્રિયાને છોડી દઈને કેવળ પરિણામનું જ ગ્રહણ કરે છે, તેઓએ ધ્યાનમાં રાખવું કે –
બાહ્ય ક્રિયાની શુદ્ધિ વિના પરિણામની શુદ્ધિ પણ જીવમાં આવી શકતી નથી.
તેથી વ્યવહાર અને નિશ્વય એ જ મોક્ષનો માર્ગ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ ઉપધિ દ્વારનો સટીક સંક્ષિપ્ત પરીચય પૂર્ણ
Page #48
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૧૧૬ થી ૧૧૩૮
૨૪૪
ઓઘનિર્યુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
જાણો. તેવા પ્રકારના સાધુઓ બાહ્યથી માત્ર વેશને ધારણ કરે છે, તેમને અનાયતના જાણવા.
૦ આયતન - બે ભેદે છે. (૧) દ્રવ્ય આયતન - જિનમંદિર, ઉપાશ્રય આદિ. (૨) ભાવ આયતન - ત્રણ ભેદે છે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ.
જ્યાં સાધુઓ ઘણાં શીલવાનું બહુશ્રુત, ચાસ્ત્રિાચાર પાલક હોય તેને આયતન જાણો. આવા સાધુ સાથે વસવું જોઈએ.
સારા જનોનો સંસર્ગ એ શીલગુણોથી દરિદ્ર હોય તો પણ શીલ આદિ ગુણવાળો બનાવે છે. જેમ મેરુ પર્વત ઉગેલ ઘાસ પણ સોનાપણાને પામે છે, તેમ સારા ગુણવાળાનો સંસર્ગ કરવાથી પોતાને પણ તેવા ગુણો પ્રાપ્ત થાય છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ અનાયતન વર્જન દ્વારનો સંક્ષિપ્ત પરિચય પૂર્ણ
છે હાર-જ-“અનાયતન વર્જન છે
- X - X - X - X - X - X – • મૂલ-૧૧૧૬ થી ૧૧૩૮ :
વિધિપૂર્વક ઉપકરણને ધારણ કરતો સાધુ સર્વદોષ રહિત આયતન એટલે ગુણોના સ્થાનભૂત બને છે. જે અવિધિથી ગૃહીત ઉપધિ આદિ ધારણ કરનાર અનાયતન - ગુણોના અસ્થાનરૂપ થાય છે.
અનાયતન, સાવધ, અશોધિસ્યાન, કુશીલસંસર્ગ આ શબ્દો એકાઈક છે. અને આયતન, નિરવધ, શોધિસ્થાન, સુશીલ સંસર્ગ એકાઈક છે.
૦ સાધુએ અનાયતનના સ્થાન છોડીને આયતન સ્થાનો સેવવા. આ અનાયતન સ્થાન બે ભેદે છે – (૧) દ્રવ્ય અનાયતન સ્થાન-રૂદ્ધ આદિનાં ઘર વગેરે. (૨) ભાવ અનાયતન સ્થાન - લૌકિક અને લોકોતર.
લૌકિક ભાવ અનાયતન સ્થાન - વૈશ્યા, દાસી, તિર્યંચો, શાક્યાદિ રહેલા હોય. તથા શ્મશાન, શિકારી, સિપાઈ, ભીલ, માછીમારાદિ હોય તથા લોકમાં દુર્ગછાપાત્ર નિંદનીય સ્થાન હોય તો તે બધાં કહેવા. આવા સ્થાનોમાં સાધુ-સાધ્વીએ ક્ષણવાર પણ ન રહેવું, ત્યાં સંસર્ગ દોષ લાગે છે.
લોકોત્તર ભાવ અનાયતન સ્થાન - જેમણે દીક્ષા લીધી છે અને સમર્થ હોવા છતાં સંયમ યોગોની હાનિ કરતાં હોય, તેવા સાદુની સાથે ન વસવું, સંસર્ગ પણ ન કરવો. કેમકે લીમડાના મૂળીયા ભેગા થતાં આંબો જેમ મધુરતા ગુમાવે છે, તેમ સારા સાધુના ગુણો પણ સંસર્ગદોષથી નાશ પામે છે અને દુર્ગુણો સંકમતા વાર લાગતી નગી.
(શંકા શું સંસર્ગથી દોષ જ થાય, એવું એકાંત છે. તો પછી શેરડી સાથે રહેલ નલતંબ કેમ મધુર ન થાય?
[સમાધાન] જગત્માં દ્રવ્યો બે પ્રકારના છે (૧) ભાવુક - સંસર્ગમાં આવે તેના જેવા બની જાય. (૨) અભાવુક - સંસર્ગમાં આવવા છતાં જેવા છે તેવા જ રહે. વૈર્ય, મણિ આદિ અભાવુક છે, આમવૃક્ષાદિ ભાવુક છે. જેમ ભાવુક દ્રવ્યમાં તેના સોમા ભાગ પ્રમાણ લવણ આદિ વ્યાપ્ત થાય, તો તે આખું દ્રવ્ય લવણભાવને પામે છે. ચર્મ-કાષ્ઠાદિમાં વ્યાપ્ત લવણ તેનો નાશ કરી દે છે, તેમ કુશીલનો સંસર્ગ ઘણાં સાધને દુષિત કરે છે, માટે કશીલ સંસર્ગ ન કરવો. જ્યાં જ્યાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઉપઘાત થાય એમ હોય તેવા અનાયતન સ્થાનોનો પાપભીરુ સાધુએ તુરંત ત્યાગ કરવો જોઈએ.
૦ અનાયતન સ્થાનો - ત્રણ ગાયામાં કહે છે. તે આ પ્રમાણે છે –
જ્યાં ઘણાં સાધુઓ શ્રદ્ધા સંવેગ વિનાના અનાર્ય હોય, મૂલગુણ થતુ પ્રાણાતિપાતાદિને સેવતા હોય તેને અનાયતન જાણવો. જ્યાં ઘણાં સાધુ શ્રદ્ધા સંવેગ વિનાના અનાર્ય હોય, ઉત્તરગુણ પિંડવિશુદ્ધિ આદિ દોષો કરતાં હોય તેને અનાયતન
Page #49
--------------------------------------------------------------------------
________________
ર૪૬
મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩
@ દ્વાર-૫-પ્રતિસેવના છે
-x -x -X - X - X - • મૂલ-૧૧૩૯ થી ૧૧૪ -
આયતનનું સેવન કરતાં અર્થાત્ સારા શીલ-જ્ઞાન-ગાસ્ટિવાળા સાધુઓ સાથે રહેતાં પણ સાધુને કંટક પંચની જેમ કદાય રાગ-દ્વેષ આવી જાય અને તેથી વિશુદ્ધ આચરણ થઈ જાય તે આ પ્રમાણે છે -
૦ મૂવગુણમાં છ પ્રકારે - પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, સબિભોજન સંબંધી કોઈ ોષ લણે.
૦ ઉત્તગુણમાં ત્રણ પ્રકારે - ઉદ્ગમ, ઉત્પાદન અને એષણા સંબંધી કોઈ દોષો લાગી જાય. તે પ્રતિસેવન • દોષોનું સેવવું તે કહેવાય.
એકાર્મિક નામો - પ્રતિસેવના, મલિન, ભંગ, વિમાના, ખલના, ઉપઘાત, શુદ્ધ અને શબલીકરણ.
૦ પ્રતિસેવનાથી બચવાના માર્ગો - ક્ષમાશીલ, ઉપશાંત, દાંત બનવું. બાણ વિષયોમાં દોષનું દર્શન કર્યું. જિતેન્દ્રિય બને • ઈન્દ્રિયોને આંતરમાં દોરે અથ વિષયને ન સેવવામાં તૃતિવાળા, નિસ્પૃહી, સત્યભાષી, ગિવિધે છ કાય જીવ હિંસાચી અટકવું. મન-વચન-કાયાની અશુભ પ્રવૃત્તિને રોકવી. આ કથા અને સ્ત્રી સંસર્ગથી દૂર રહેવું. આના અંગોપાંગ ન નીરખવા. ઉપાંગ એટલે ગૂઠો પણ ન જોવે.
જેમ સતી, તેના ૧૦૦ વર્ષના આયુમાં એક પણ વખત શીલનો ભંગ થવા ન દે, તેમ સાધુ જીવનપર્યત્ત એકપણ વખત શીલનો ભંગ ન થવા દે. એટલે કે સાધુને માટેની અયોગ્ય પ્રવૃતિનું લેશમાત્ર સ્થાન સાધુ જીવનમાં ન હોય. તે સમજતો જ હોય કે “આ આપણી દિશા જ નથી.” સાધુ વિચારે કે- આપણે ઉચ્ચ-કુલીન છીએ. આપણા શરીર કે મનને આ શોભે જ નહીં. આવા વિચાસ્વાળા સાધુની આંખ સ્ત્રીની સામે ઉંચી પણ ન થાય અને આ પાપ છૂટે ત્યારે જ ઉચ્ચ તત્વોની રમણતા અંતરમાં ચાલે, પણ જો ઇન્દ્રિયના વિષયો મગજમાં રમતા હોય તો પરમતત્વના વિચારો મગજમાં રમી ન શકે.
વળી સાધુ સ્વ શરીરમાં પણ નિર્મમવ ભાવવાળા હોય છે એટલું જ નહીં પણ દ્રવ્ય, ક્ષોત્રાદિથી પણ અપ્રતિબદ્ધ હોય. પ્રતિબંધ આ રીતે -
દ્રવ્ય પ્રતિબંધ ;- મારે તો આવું દ્રવ્ય હોય તો જ ચાલે. વઅ-પાગ-આહાર મારો મન માનેલ ન હોય તો ન જ ચાલે. ઈત્યાદિ દ્રવ્ય પ્રતિબંધ છે. ગર્ભવાસ અને ભવ ભ્રમણાથી ભય પામેલા આમાએ આવા દ્રવ્ય પ્રતિબંધથી હિત બનવું જોઈએ.
૦ ક્ષેત્ર પ્રતિબંધ - મારે તો આવી જ વસતિ જોઈએ. અભ્યાસ તો અમુક સ્થાનમાં જ થઈ શકે. વિહાર તો માસથી આટલો જ થાય અથવા અમુક રાજ્યમાં જ ફાવે, તો આ ક્ષેત્ર પ્રતિબંધ છે, તે પણ ન રાખવો.
0 કાળ પ્રતિબંધ ;- મારાથી તો સાંજનો જ વિહાર થઈ શકે કે શિયાળામાં
ઓઘનિર્યુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર જ વિહાર થાય. અમુક કાળે તો ગૌચી જોઈએ જ. અમુક કાળ તો વિવા જોઈએ જ આ કાળ પ્રતિબંધ છે, આવો પ્રતિબંધ ન રાખવો.
૦ ભાવ પ્રતિબંધ - મને તો ખામોશ સાધુ સાચે જ ફાવે. કલહકારી સાધુ તો ન જ ચાલે. ગુરુ મહારાજ તો અમુક પ્રકાસ્વા જ જોઈએ. વારંવાર કચકચ કરે તો ન ફાવે અથવા ગુરુ વિચારે કે શિષ્ય વિનિત જ જોઈએ, સામે જવાબ આપે તેવા ન જોઈએ ઈત્યાદિ. તો આવા બઘાં ભાવ પ્રતિબંધ કહેવાય. આવો પ્રતિબંધ આત્માને વિરાઘક ભાવમાં લઈ જાય.
પ્રતિબંધ એટલે આસક્તિ, માનસિક પરાધીનતા. • પ્રતિબંધોથી બચવા સાધુ કેવી વિચારણા કરે? તે કહે છે -
(૧) જે દ્રવ્ય-ઢોદિ પ્રતિબંધ મારા આત્માને ગળિયો બનાવે છે, જેનું ટણ માનસમાં ઉકાપાત મચાવે છે, તેની ઝંખના શું કાપી જેમની પાસે આવો પુજ્યોદય નથી, જેમની પાસે દ્રવ્ય-રોગાદિ તેવા અનુકૂળ સંયોગો નથી, તો કેવી રીતે ચલાવે છે ?
જેઓ નારકીમાં પરાધીનતા સેવે છે, તેવો જીવો પરમાધામીના ઘમાં માઝૂંડને સહે છે, નકના ભૂમિગત દુ:ખોને સહે છે, ક્ષણવાર પણ સુખ પામતા નથી, તો પણ ચલાવવું જ પડે છે ને?
વળી તિર્યંચગતિમાં જે પરાધીનતા અને પ્રતિકૂળતા છે, તેને વિચારે. તો આહાર-પાણી, શીત-ઉણાદિ પરિતાપો બધું જ સહેવું પડે છે તેની સામે મારે શું પ્રતિકૂળતા છે કે શો ત્રાસ છે ?
(૨) આત્મામાં જ્ઞાનાદિ ગુણોની સ્થિરતા અને ગુણસ્થાનકનું આરોહણ ઈત્યાદિ સમભાવે સહેવાથી આવશે કે મન ધાર્યું કરવાથી આવશે ? આ પ્રમાણે વિયાતા દ્રવ્ય-ક્ષેગાદિની પ્રતિકૂળતા પણ સંયમ પોષક લાગશે. ચાલો, કર્મ ખપાવવાનો અવસર મળ્યો, સારું થયું.
(3) કર્મની નિર્જરા અનુકૂળતાઓ વધાવી લેવામાં નથી, પણ પ્રતિકૂળતાઓ વધાવી લેવામાં છે.
(૪) ધર્મની કસોટી પણ પ્રતિકૂળતા સQામાં છે, તેથી જેવા દ્રણાદિ પ્રાપ્ત થયા હોય તેને યોગ્ય માતે.
(૫) મારે સાધના શેની કસ્વાની છે ? આ દ્રવ્ય - ક્ષેત્રાદિની અનુકૂળતા મેળવવાની કે મોક્ષની ? અહોનિશ શાસ્ત્ર ચિંતવવા કે આનુકૂલ્ય?
(૬) ઉકત દ્રવ્યાદિની અનુકુળતાની વિચારણા, અધ્યાત્મ ચિંતન કે તવ વિચારણા છોડાવી જડપુદ્ગલની ગડમથલમાં પાડે છે.
૦ અસંયમ - પપ છે, તે અનેક પ્રકારે છે, તે આ પ્રમાણે :- હિંસાદિ પાપ, શબ્દાદિ વિષયો, ઈન્દ્રિયોની પસ્વશતા, કષાયોની પસ્વશતા, મન-વચન-કાયાનો દંડ ઈત્યાદિ છે.
-o- હિંસા-પૃથ્વી આદિ છ માં થાય.
Page #50
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩
-૦- મૃષા - પારમાર્થિક અને સર્વોત્તમ જે પરમાર્થ મોક્ષ, તેની સાથે સંબંધ રાખનાર તાત્ત્વિક ધર્મનો ઉપદેશ છોડીને મૃષાવાદ કરવો.
-૦- ચોરી - ઉદ્ગમ, ઉત્પાદના, એષણા અને માંડલીના દોષયુક્ત ગૌચરી વાપરે તે ચોરી છે. તે રીતે ઉપધિ, ઉપકરણાદિ અશુદ્ધ વાપરે તે પણ ચોરી છે. તીર્થંકર આજ્ઞા વિરુદ્ધ વર્તતા તીર્થંકર અદત્ત લાગે. એ રીતે સ્વામી અદત્ત, જીવ અદત્ત, ગુરુ દત્ત પણ સમજવું.
-૦- મૈથુન - માત્ર મનથી પણ દિવ્ય કામ રતિના સુખને કે ઔદારિક રતિ સુખને ચિંતવે તેને અબ્રહ્મચારી માનવો. કદાચ અબ્રહ્મ ન સેવે તો પણ સ્ત્રી કયા કરે,
સ્ત્રીની વસતિમાં રહે. એ રીતે બ્રહ્મચર્યની વાડ વિરાધી. સરાગદૃષ્ટિ કરે તો પણ બ્રહ્મચર્ય ભંજક છે.
-૦- પરિગ્રહ - સંખ્યા અને પ્રમાણથી વધારે એવું જે ધર્મોપકરણ તે પરિગ્રહ પાપ છે. આગળ વધીને કહીએ તો મૂર્છા જ પરિગ્રહ છે.
પ્રશસ્તયોગોનું આચરણ તે હિંસા, થોડો પણ આરંભ તે હિંસા.
કષાય કે કુરભાવથી કલુષિત વાણી અને સાવધ વચન - મૃષાવાદ. એક તણખલું પણ માલિકની રજા વિના લે તે ચોરી. હસ્તકર્મ, શબ્દાદિ વિષયમાં આસક્તિ હોવી તે મૈથુન. જ્યાં મૂર્છા, લોભ, કાંક્ષા, મમત્વ હોય તે પરિગ્રહ. ઉણોદરી ન રાખે અને આકંઠ વાપરે તે રાત્રિ ભોજન.
૨૪૭
-૦- શબ્દાદિ વિષયો - ઈષ્ટ હોય કે અનિષ્ટ, પરંતુ તેના ઉપર ન રાગ કરવો
કે ન દ્વેષ ન કરવો. રાગદ્વેષથી આત્માને કર્મબંધ થાય.
ન
-૦- કપાયો - ક્રોધ, માન, માયા, લોભથી કર્મ બંધાય છે.
-૦- યોગો - મન, વચન, કાયાનો ખોટો પ્રયોગ, તેથી કર્મ બંધાય.
-૦- પ્રતિસેવના - ચાસ્ત્રિ પાલનમાં જે-જે વિરુદ્ધ આચરણ થાય તે.
મુનિ દીપરત્નસાગરે કરેલ
પ્રતિસેવના દ્વારનો સટીક સંક્ષેપ પરિચય પૂર્ણ
૨૪૮
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
જ દ્વાર-૬-“આલોચના" -x-x - x - x-x
૦ [આ દ્વારનો અહીં તો અતિ સંક્ષેપ જ રજૂ કરેલ છે, પણ જિજ્ઞાસુ, ભવભીરુ, આત્માર્થી, મોક્ષાર્થી કે સંયમના ખપી સાધુ-સાધ્વીને નમ્ર પ્રાર્થના છે કે મૂળ નિયુક્તિ પાઠટીકા સહિત ખાસ વાંચવો - સમજવો - ચિંતવવો
૦ આલોચના બે ભેદે છે - મૂળગુણ સંબંધી, ઉત્તરગુણ સંબંધી. આ બંને આલોચના સાધુ, સાધ્વી વર્ગમાં ચાર કાનવાળી કહી છે. કેવી રીતે ?
સાધુમાં એક આચાર્ય અને બીજા આલોચના કરનાર સાધુ. એ બંનેના થઈને ચાર કાન થશે. એ પ્રમાણે સાધ્વીમાં પણ એક પ્રવર્તિની અને બીજી સાધ્વી એમ
બંનેના થઈને ચાર કાનો થશે.
તેઓ આચાર્ય પાસે મૂલગુણ અને ઉત્તરગુણની આલોચના કરે. એ રીતે બંનેની મળીને આઠ કાનવાળા આલોચના થાય છે.
આચાર્ય વૃદ્ધ હોય તો છ કાનવાળી આલોચના પણ થાય.
સાધ્વીજીએ આચાર્ય પાસે આલોચના લેતી વખતે સાથે બીજા સાધ્વી અવશ્ય રાખવા, પણ એકલા સાધ્વીએ કદી આલોચના ન કરવી.
૦ ઉત્સર્ગ માર્ગે આલોયના આચાર્ય ભગવંત પાસે જ કરવી જોઈએ. જો આચાર્ય ભગવંત ન હોય તો –
– બીજા દેશ કે ગામમાં તપાસ કરીને આચાર્ય પાસે આલોચના કરે. – આચાર્ય મહારાજ ન હોય તો ગીતાર્થ પાસે આલોચના કરવી.
ગીતાર્થ પણ ન મળે તો યાવત્ છેલ્લે સિદ્ધ ભગવંતની સાક્ષીએ પણ અવશ્ય આલોચના કરી આત્મશુદ્ધિ કરવી.
આચાર્ય જે રીતે આલોચના આપે તેને તે રીતે પૂર્ણ કરવી જોઈએ. ૦ આલોચનાના એકાર્થિક નામો આલોચના, વિકટના, શુદ્ધિ, સદ્ભાવદાપના, નિંદા, ગર્ભા, વિટ્ટણં, સલ્લુદ્ધરણ.
૦ શલ્ય – બે પ્રકારના છે, (૧) સૂક્ષ્મ અને બાદર. - તે બંને પણ ત્રણ ત્રણ
પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે – (૧) ઘોર (૨) ઉગ્રઘોર, (૩) ઉગ્રહરઘોર.
-
(૧) ઘોર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન માયા. (૨) ઉગ્રઘોર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, સંજ્વલની માનયુક્ત માયા. (૩) ઉગ્રતરઘોર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલની ચારેથી ક્રોધ-લોભ અને માનયુક્ત એવી માયા.
૦ સૂક્ષ્મ કે બાદર કોઈ પણ શલ્ય હોય, તો તેનો તત્કાળ અને જલ્દી ઉદ્ધાર કરવો જોઈએ. તે વિશે શ્રી મહાનિશીય સૂત્રમાં જોવું.
૦ ક્ષણવાર પણ શલ્ય સહિત ન રહેવું જોઈએ.
-
જેમ નાના સાપોલીયાની ઉપેક્ષા પણ ઝેર ફેલાવી શકે છે.
-
– જેમ નાનો અગ્નિનો કણીયો પણ જો બુઝાવવામાં ન આવે તો થોડીવારમાં
Page #51
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩
૨૪૯
ભડકો થઈ નગરને પણ બાળી દેવા સમર્થ ચે.
- અલ પણ વ્યાધિ સમગ્ર શરીરને રોગાનંકમય કરી શકે છે.
એ પ્રમાણે નાનું પણ શચ જો સેવ્યું હોય અને તેનો તકાળ ઉદ્ધાર ન કરેલ હોય તો કરોડો ભવ ભવાંતરમાં સંતાપનું સ્થાન બને છે.
ગુરુ ગૌતમસ્વામી ભગવંતને પૂછે છે કે – - ભગવાન ! આ જે પાપશલ્ય છે, તે ઉદ્ધરવા અત્યંત મુશ્કેલ છે, સુફદ્ધર છે. કેમકે ઘણાં લોકો એવા છે કે – “પોતાના ધારેલા ઘોર તપથી પોતે શલ્યને ઉદ્ધર્યું માનતા હોવા છતાં જાણી શકતા નથી કે હજું શલ્ય ઉદ્ધરાયું છે કે નથી • • •
••• અતિ પોતે શલ્ય સેવન કર્યા પછી પોતાની કલાના વડે તેનું પ્રાયશ્ચિત કરી લે. • - - અથવા - - -
તેનું જે પ્રાયશ્ચિત્ત હોય તેનાથી દશગણું પ્રાયશ્ચિત કરે.
પરંતુ આ પ્રમાણે વાસ્તવિક રીતે શચોદ્ધાર થતો નથી. કેમકે તેણે વિધિપૂર્વક ગુર સમક્ષ પ્રગટ કરેલ નથી. આ કારણે હે ભગવન્! તે શલ્યોદ્ધાર ઘણો દુષ્કર છે, તે કચન યોગ્ય છે ?.
હે ગૌતમ! જે શલ્ય ભવાંતરમાં સર્વે અંગોપાંગોને ભેદી નાખે તેવા અત્યંત દકર પણ શબ્દનો ઉદ્ધાર કરવો હોય તો તેનો પણ માર્ગ કહેલો જ છે. શાસ્ત્રોક્ત મા તે શલ્યોદ્ધાર થઈ શકે છે - તે કેવી રીતે? કયો માર્ગ છે?
૦ શત્રોદ્ધારનો ઉપાય -
સમ્યગદર્શન, સમગ્ગજ્ઞાન, સમ્યગુચારિ. આ કમેનું એકીકરણ તે શલ્યના ઉદ્ધરણનો ઉપાય છે.
o દષ્ટાંત દ્વારા આ વાતને સમજાવતા કહે છે – જેમ કોઈ ક્ષત્રિય યોદ્ધો હોય, તે લડાઈમાં જાય, લડાઈ જીતી જાય, પરંતુ લડાઈમાં તીણ બાણોના ઘા વાગ્યા હોય. તેમાં કોઈ કોઈ બાણ ઝેરી પણ હોય, તેના શલ્યો શરીરમાં ગૂઢ બની ગયા હોય, વળી કેટલાંક શલ્યો છૂપાઈ ગયાં હોય, કેટલાંક બહાર દેખાતાં હોય, ત્યારે કેટલાંક શલ્યો હાડકામાં પ્રવેશી ગયા હોય, કેટલાંક શલ્યો શરીરનાં છેક અંદરના ભાગમાં પ્રવેશી ગયેલા પણ હોય, તેવું બની શકે છે.
તે ક્ષત્રિય છે, જીતેલો પણ છે, પરંતુ અંદરના શત્રોનું શું ?
તે પ્રમાણે સાધુ સંસાર ઉપર વિજય મેળવી લે. પરંતુ જે શલ્યો અંદર પ્રવેશી ગયા છે, તેનું શું ? દષ્ટાંતમાંના ક્ષત્રિયને જે શલ્યો બહાર છે, તે શક્ય તરીકેની ગરજ સારતાં નથી. પણ જે અંદર છે, તેનો નિર્મૂળ ઉદ્ધાર કરવો પડે છે. તેવી જ રીતે સાધુને શલ્યોદ્ધાર કરવા માટે સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રખ્યાત્રિને એકમેક કરતાં શસ્ત્રોદ્ધાર થાય.
નિષ્કર્ષ :- શલ્ય એટલે છુપાવેલ પાપકર્મ. જેનું પ્રાયશ્ચિત લેવાનું મન થતું નથી અથવા માત્ર બચાવ કરતો સાધુ કહે કે – “આમાં કંઈ વિશેષ પાપ જેવું છે નહીં.
૨૫૦
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર સામાન્યથી કષાયો અને સંજ્ઞાઓ, તેની લાગણીઓ, વિષયોનો પક્ષપાત વગેરે જે હદયમાં ઘર કરી ગયા હોય છે, તેનાથી કેટલાંકનો મન બગાડવાનો સ્વભાવ હોય છે. કેટલાંકની વૃત્તિઓ જ પાપી રહ્યા કરતી હોય છે. જે ત્યાગ અને વૈરાગ્યની વૃત્તિ સાધુમાં રહેવી જોઈએ, તે રહેતી નથી. આ બધાં શલ્યો આત્મ સ્વભાવમાં ઘર કરી ગયા છે, તેનો ઉદ્ધાર કરવાનો છે, તે શલ્યોદ્ધારનો ભગવંતે (એક) ઉપાય બતાવેલ છે, તે છે - સમ્યગ એવા દર્શન, જ્ઞાન, ચાઅિને એકીભૂત કરી દેવાં.
0 શલ્ય એટલે શું?
પ્રચ્છન્ન પાપોની વિધિપૂર્વક આલોચના, પ્રાયશ્ચિત્ત ન કરવું છે. તેવું જ બીજું મહાશલ્ય આપણી સ્વભાવગત બની ચૂકેલી કેટલીક મોટી ભાવનાઓ, પાપવૃતિઓ અને અન્યતમ કપાયો છે. જેમકે - પ્રત્યેક વાતમાં કંઈક વાંકુ પડવું. કોઈક પણ સારી વસ્તુ જોઈ કે તેમાં લોભાઈ જવું. જેમાં કંઈ જ લેવા-દેવાનું ન હોય, તો પણ સહેજે આકષઈ જાય. આવા જે કોઈ પણ શલ્યો છે, તેનો ઉદ્ધાર કરવાનો છે, તેના માટે સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિનું એકીકરણ જોઈએ.
• મદના આઠ સ્થાનો પણ શલ્યને કોઈને કોઈ રીતે આત્મામાં સુરક્ષિત રાખે છે, પણ શલ્યોદ્ધાર થવા દેતા નથી.
૦ મદના આઠ સ્થાનો કયા છે ? - તે કઈ રીતે શવ્યરૂપ બને છે ?
મદના આઠ સ્થાનો તે (૧) કુળ, (૨) જાતિ, (3) રૂ૫, (૪) બળ, (૫) લાભ, (૬) તપ, (૩) ઐશ્વર્ય અને (૮) જ્ઞાન એ સુપ્રસિદ્ધ છે.
અહીં આ આઠ સ્થાનો વડે શલ્ય કઈ રીતે પ્રવેશે તે જણાવે છે -
[૧, કુળમદ અને જાતિમદ - આત્મા વિચારે કે લોકો મને ઉચ્ચ જાતિમાં અને ઉચ્ચ કુળમાં જન્મેલા તરીકે જાણે છે, ઓળખાવે છે અને જો હું મારા આ ગુપ્ત પાપકાર્યોને જાહેર કરી દઈશ, તો લોકો મારા વિશે શું ધારશે ? અરેરે ! ઉચ્ચકુળ અને ઉચ્ચ જાતિમાં જન્મેલો અને આવો પાપી ?
[3] રૂપમદ - પોતાના રૂપનો મદ હોય, તેથી મનમાં આવું શલ્ય રહે કે - આલોચના કરીશ તો શક્ય છે કે મને પ્રાયશ્ચિત્તમાં ઘણાં આયંબિલ, નીપિ વગેરે આપશે. તે આયંબિલાદિ કરવાથી મારું આવું સુંદર રૂપ છે તે ક્યાંક ખરાબ કે કુપપણે પરિણમશે.
[૪] બળમદ - પોતાના બળનો મદ કરતો સાધુ હોય, તો મનમાં એવું શલ્ય રાખશે કે - “જો તને છ માસી તપ રૂપ પ્રાયશ્ચિત આવશે.” તો મારું શરીર સૂકાઈ જશે અને આ બધું બળ ખતમ થઈ જશે.
[૫] લાભમદ - જો કોઈ સાધુને લાંભાતરાયનો ઘણો જ ક્ષયોપશમ થયેલો હોય, જ્યાં જાય ત્યાં જે જોઈએ તે મળી રહેતું હોય ત્યારે તેને એવો મદ થશે કે - જુઓ મારે લીધે આ સમુદાય સુખેથી નભે છે. હું આવો લબ્ધિવાનું છું. જો હવે હું આલોચના કરું અને મારા પ્રચ્છન્ન પાપો - દોષોને નહેર કરીશ તો લોકો મારે વિશે શું ધારશે ?
Page #52
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩
ર૧
દિ તપમદ : તપસ્વી હોય, પોતે તપસ્વી છે તેવા અભિયાનમાં રાચતો હોય, ત્યારે તે એવું વિચારશે કે મારે તો તપથી જ શુદ્ધિ છે માટે વળી આલોચના કે પ્રાયશ્ચિતની શી જરૂર છે ?
[] ઐશ્વર્યમદ : મારે આટલા શિષ્યો છે, આવો મારો ભક્તવર્ગ છે, આવી પુન્યાઈ છે, એવા પ્રકારના ઐશ્વર્યના અભિમાનમાં રાચતો સાધુ મનમાં શલ્યવાળો થશે કે હવે મારાથી આલોચના કરાય જ કેમ ?
| [૮] જ્ઞાનમદ - જે જ્ઞાની છે, જ્ઞાનનું અભિમાન છે, તે તો એવું જ વિચાસ્વાનો કે - મને તો ખબર જ છે કે – કયા દોષનું શું પ્રાયશ્ચિત આવે છે ? હું મારી મેળે જ મારું પ્રાયશ્ચિત કરી લઈશ.
આ પ્રમાણે આઠે પ્રકારના મદો અંતરને શુદ્ધ થવા દેતા નથી. વળી આ મદ મોટા સાધુને કે મહા સામર્થ્યવાળાને જ થાય છે, તેવું પણ નથી, નાના સાધુને કે અલા બદ્ધિવાનને પણ મદ થઈ શકે છે.
ક્યારેક શરાવાન્ આત્મા એવું પણ વિચારે છે કે – જો હું હવે આલોચના કરે અને કટ્ટાચ આલોચના દેનારની દૃષ્ટિમાં હું ખરાબ દેખાઈશ તો ? પરંતુ આ માન્યતા ખોટી છે. કેમકે ગીતાર્થ મહાપુરુષો તો સાગરની જેમ ગંભીર હદયી અને ખૂબ ઉદાત હોય છે.
વળી સાધુ એવું પણ વિચારે કે – જો હું અંતરની મલિન વૃતિઓ, કષાય કે વિષયનાં આકર્ષણોની આલોચના ન કરું તો બીજાઓ મારા વિશે ઘારી લેશે કે - “આ સાધુ નિરતિચાર ચાત્રિ પાળનાર છે.” આવા ભ્રમમાં રાચતો તે શલ્યાંકિત થઈ આલોચના કરે, તો આ પણ ખોટી માન્યતા છે. કેમકે આત્મોન્નતિ કોઈના પ્રમાણ પગથી નહીં પણ આપણી નિર્મળતા અને શુદ્ધિને આધારે જ થાય છે.
જો શલ્ય રાખીને સાધુ આરાધના કરે તો કરોડો વર્ષોનો કરેલો તપ પણ નકામો થઈ જશે. માટે સંપૂર્ણપણે નિઃશલ્ય થઈ આલોચના કરવી. કશું જ ન છૂપાવી, અતિ લઘુરૂપ થઈ આલોચવું જોઈએ.
૦ કેવળજ્ઞાન પામેલાની ભાવના ભાવે – સાધુને ઉપદેશ આપતાં અહીં ભગવંત કહે છે - “જે ભાવોથી આલોચના કેવળી થાય તેને સાંભળો -
(૧) સંવેગથી આલોચના કરતાં કરતાં કેવલી થાય.
(૨) હમણાં જ હું ગુરુ ભગવંત પાસે જઈને મારું જ બધું દુકૃત કહી દઉં. એમ વિચારીને એક ડગલું માંડતા કેવલી થાય.
(3) કોઈ ગુરુ ભગવંત પાસે જઈને મોં ખોલે ત્યાં જ કેવલી થાય. (૪) કોઈ ગુર મુને પ્રાયશ્ચિત સાંભળતા-સાંભળતા જ કેવલી થાય.
(૫) કોઈ પ્રાયશ્ચિત ગ્રહણ બાદ મહા વૈરાગ્યોર્મિ જાગતાં અથવા આલોચના પૂર્વેના ઉકટ વૈરાગ્યથી કેવલી બને.
(૬) કેટલાંક આલોચના કરીને પછી કેવલી થાય. (૭) કેટલાંક - “પાપાત્મા છું' એટલો વિચાર કરતાં કેવળી થાય. જેમકે
૫૨
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર - ઝાંઝરીયા મુનિના ઘાતક રાજા કેવલી થયા.
(૮) કેટલાંકને થાય કે – “અરેરે ! “હું જ્ઞાનીની આજ્ઞા વિરુદ્ધ ચાલ્યો". તેના પશ્ચાત્તાપમાં કેવલી થાય.
(૯) હું સાવધ યોગ જરા પણ નહીં લેવું, એમ વિચારતા કેવલી થાય. (૧૦) “હું મારા તપ-સંયમ-વ્રતની રક્ષા કરું” એવું વિચારતા કેવલી. (૧૧) પોતાનાથી થયેલા પાપોની નિંદા-ગઈ કરતાં કેવલી થાય.
(૧૨) કોટીપૂરક તપ વડે લગાતાર પ્રાયશ્ચિત્તને વહન કરું અને મારા શીલને સર્વથા રહ્યું - એમ વિચારી કેવલી થાય.
(૧૩) “શરીર અને વસ્ત્રાદિનું કંઈ જ પરિકર્મ ન કરું” એવી નિષકિમ બનીને ભાવનામાં આરૂઢ થતાં કેવલી થાય.
(૧૪) આહાર -દોહારથી પાપબંધ થાય, માટે મૌન રહું એવા પ્રકારની ભાવના ભાવતા કેવલી થાય.
(૧૫) સંયમને દુરારાધ્ય જાણી, દીર્ધકાળ પાળવાની તૈયારીના અભાવે અનશન કરી લઉં - એવી ભાવનાથી કેવલી થાય.
(૧૬) સ્વ દુકૃત્યો જોઈ – “મારું શું થશે ?” એવી નિત્ય આલોચના કરતાં માત્ર નવકાર ગણતાં કેવલી થાય છે.
(૧૭) શલ્ય રહિત થયા પછી કેવલી બને. (૧૮) શચોદ્ધાર કરતાં-કરતાં કેવળી બને.
(૧૯) આવી શક્યોદ્ધારની સામગ્રી મળતાં પોતાની જાતને ધન્ય માનતો માત્ર અનુમોદનાથી કેવળી થાય.
(૨૦) હવે સશલ્ય અવસ્થામાં રહેવું નથી, હું કેમ સંપૂર્ણ જ્ઞાનવાળો, ઉન્નતિવાળો અને દોષહિત ન બનું? એમ વિચારતા કેવલી થાય.
(૨૧) ગુરુ મુખે પ્રાયશ્ચિત્ત કથન સાંભળતો જ કેવલી થાય. (૨૨) અનિત્યભાવના ભાવતો કેવલી થાય. (૨૩) આલોચના, નિંદાદિ કરી, દુકર પ્રાયશ્ચિત્તથી કેવલી થાય. (૨૪) પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી એક હાથ પાછો ફરે ત્યાં કેવલી થાય. (૫) પ્રાયશ્ચિત લઈને આસને જાય ત્યાં કેવલી થાય. (૨૬) આઠ કવળનું પ્રાયશ્ચિત કરતો કરતો કેવલી થાય. (૨૭) કેટલાંકને દાણાનું પ્રાયશ્ચિત્ત આપે, તે સાંભળતા કેવલી થાય. (૨૮) પ્રાયશ્ચિત્ત વહનનો આરંભ કરે ત્યાં કેવલી થાય. (૨૯) પ્રાયશ્ચિત્ત વહન કરવામાં કાળમાં કેવલી થાય. (30) પ્રાયશ્ચિત સમાપ્તિ કરતાં કેવલી થાય. (૩૧) સ્વશુદ્ધિ થતી નથી, કોઈ પ્રાયશ્ચિત દાતા નથી, તેમ ભાવતા કેવલી. (૩૨) એકે પ્રાયશ્ચિત્ત વહ્યું નથી, બીજો વહે છે ત્યાં કેવળી બને. (33) આત્મા નિ:શલ્ય બને તેવું પ્રાયશ્ચિત્ત વધું તેમ ભાવાતા કેવલી.
Page #53
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩
(૩૪) તે-તે શલ્યોને હું રોકું એવી ભાવના કરતાં કેવલી. (૩૫) હું કેવું પ્રાયશ્ચિત્ત કરું એવી ઉગ્ર ભાવનાથી કેવલી, (૩૬) જિનાજ્ઞા ભંગ કરતાં પ્રાણત્યાગ સારો-વિચારતા કેવલી.
(૩૭) શરીર તો બીજું મળશે, પણ બોધિ નહીં મળે - વિચારતા કેવલી. (૩૮) શરીર સમર્થ છે, તો પાપોને બાળી નાંખુ - વિચારતા કેવલી. (૩૯) અનાદિ પાપમલને ધોઈ નાંખુ - એમ વિચારતા કેવલી. (૪૦) પ્રમાદાચારણ નહીં જ કરું એમ વિચારતા કેવલી. (૪૧) દેહની ક્ષણિકતા વિચારતા કર્મનિર્જરાથી કેવલી થાય.
(૪૨) “શરીર ધારણ કરવાનો સાર-નિષ્કલંક સમય છે' એવી ભાવના ભાવતો-ભાવતો કેવલી થાય.
૨૫૩
(૪૩) મનથી પણ શીલને ન ખંડુ, ખંડિત થાય તો પ્રાણને ધારણ કરીશ નહીં
- એવી ભાવના ભાવતો કેવી થાય.
અનાદિકાળમાં આવી રીતે અનંતા કેવલી થયા છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ
આલોચના દ્વારનો સટીક સંક્ષેપ પરિચય પૂર્ણ
૨૫૪
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
જ દ્વાર-૭-“વિશુદ્ધિ' છે
— x — x — x — x —
૦ આલોચના દ્વાર કહીને હવે વિશુદ્ધિ દ્વાર કહે છે – - મૂલ-૧૧૪૬ થી ૧૧૫૩ :
ધીરપુરુષોએ, જ્ઞાની ભગવંતોએ શલ્યોદ્ધાર કરવાનું ફરમાવેલ છે, તે જાણીને સુવિહિત લોકો તેનું આચરણ કરીને પોતાના આત્માની શુદ્ધિ કરે છે. આવી શુદ્ધિ બે ભેદે છે – (૧) દ્રવ્યથી, (૨) ભાવથી.
(૧) દ્રવ્યશુદ્ધિ - વસ્ત્ર આદિને ચોખ્યા કરવા તે.
(૨) ભાવશુદ્ધિ - મૂલ ગુણ અને ઉત્તર ગુણોમાં જે દોષો લાગ્યા હોય તેની આલોચના પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરવી.
જાતિ, કુળ, બળ, રૂપાદિ છત્રીશ ગુણોથી યુક્ત એવા આચાર્યને પણ શુદ્ધિ કરવાનો અવસર આવે તો બીજાની સાક્ષીએ કરવી જોઈએ.
જેમ હોશિયાર વૈધને પણ પોતાની જાત માટેની ચિકિત્સા કરવી હોય તો બીજા પાસે લેવી પડે છે. અર્થાત્ બીજો વૈધ તપાસીને તેને રોગ નિવારવા માટેની ચિકિત્સા આરંભે છે.
આ પ્રમાણે પોતે પ્રાયશ્ચિતની વિધિ જાણતા હોય તો પણ અવશ્ય બીજાની
પાસે આલોચના કરી શુદ્ધિ કરવી જોઈએ.
જો આવા ગુણવાન્ આચાર્યને પણ બીજા સમક્ષ આલોચના કરવી આવશ્યક છે, તો પછી સામાન્ય સાધુની તો વાત જ શું કરવી ? તેથી સર્વ કોઈએ ગુરુ સમક્ષ વિનયપૂર્વક અંજલી જોડીને પોતપોતાના આત્માની શુદ્ધિ કરવી જોઈએ.
શુદ્ધિ માટેનું સારભૂત કથન કરતાં કહે છે કે –
જેમણે આત્માનો સર્વ રજ્જાલ દૂર કરેલો છે તેવા શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં ફરમાવેલ છે કે –
“જે આત્મા સશલ્ય છે, તેની શુદ્ધ થતી નથી.’’
સર્વે શલ્યોનો જે ઉદ્ધાર કરે છે, તે જ આત્મા શુદ્ધ બને છે.
૦ દોષો લાગવાના કારણો બતાવે છે –
આત્માને સહસા, અજ્ઞાનતા આદિ આઠ કારણો અત્રે બતાવેલ છે, જેનાથી
દોષો લાગતા હોય છે, તે આ પ્રમાણે –
(૧) સહસા - પગલું જોઈને ઉપાડ્યું, ત્યાં સુધી નીચે કંઈ ન હતું. પણ પગ મૂકતાં જ નીચે કોઈ જીવ આવી જાય ઈત્યાદિ કારણે.
(૨) અજ્ઞાનતાથી - લાકડાં ઉપર નિગોદ આદિ હોય, પણ તેનું જ્ઞાન ન હોવાથી, તેને લુછી નાંખે.
(૩) ભયથી - જૂઠું બોલે કે, પ્રશ્નનો જૂઠો ઉત્તર આપે.
Page #54
--------------------------------------------------------------------------
________________
મૂલ-૧૧૪૬ થી ૧૧૫૩
(૪) બીજાની પ્રેરણાથી - બીજાએ કંઈક માયાપૂર્વક જૂઠું જ સમજાવેલ હોય અને તે મુજબ માનીને અકાર્ય કરે.
(૫) સંકટમાં - વિહાર આદિમાં ભૂખ કે તરસ લાગી હોય, ત્યારે આહારાદિની શુદ્ધિ ન તપાસીને વાપરી લે.
(૬) રોગપીડામાં - આધાકર્મી આદિ વાપરી લે.
(૭) મૂઢતાથી - મૂઢતાને લીધે ખ્યાલ ન રહેવાથી દોષ સેવે.
(૮) રાગદ્વેષથી - રાગ કે દ્વેષને કારણે દોષ સેવે કે લાગે.
• હવે આલોચના કઈ રીતે કરવી ? તે જણાવે છે –
૨૫૫
- મૂલ-૧૧૫૪ થી ૧૧૫૬ :
સાધુ ગુરુ પાસે જઈને વિનયપૂર્વક બે હાથ જોડીને જે રીતે દોષો થયા હોય, તે બધાં દોષો શલ્યરહિત થઈને, જેમ નાનું બાળક પોતાની માતા પાસે જેવું હોય તેવું બધું સરળ રીતે બોલી જાય છે, તે પ્રમાણે ગુરુની સમીપે જઈને માયા અને મદથી રહિત થયેલો સાધુ પોતાના દોષો જણાવી પોતાની આત્મશુદ્ધિ કરે.
હે જીવ! જો તું સ્પષ્ટપણે તારા પાપ કાર્યો ગુરુ સમીપે જઈને પ્રગટ કરીશ, તો તારો નિશ્ચે ઉદ્ધાર થશે. અરે ! માત્ર “હું કહેવા જઉં છું.'' એવી અવસ્થામાં પણ ઘણાં પાપ તો ખત્મ થઈ જાય છે. તથા પાપનું પ્રગટીકરણ કરીશ કે, જેથી ગુરુ મહારાજની કૃપા તારી ઉપર ઉતરશે અને તારું નક્કર સ્થાન તે પૂજ્ય ભગવંતના હૃદયમાં નિશ્ચિત થસે તો હે મુમુક્ષુ ! તેના જેવો મોટો લાભ બીજો કયો થશે ?
અવસરે ગુરુજી એવી સારણાં-વારણાં આદિ કરશે કે જેનાથી હે સાધો ! તારું જીવન ધન્ય બની જશે.
પણ આ બધું ક્યારે બની શકે ? જો હૃદય તદ્દન સ્પષ્ટ, શુદ્ધ અને સાફ કરેલું હોય તો, ગુરુની ભવ્ય પ્રેરણાથી બને.
શલ્યોદ્ધાર કર્યા પછી માર્ગજ્ઞ આચાર્ય ભગવંત જે પ્રાયશ્ચિત આપે, તે પ્રાયશ્ચિતને વિધિપૂર્વક પૂર્ણ કરી આપવું જોઈએ. જેથી અનવસ્થાને પ્રસંગ ન આવે.
અનવસ્થા એટલે અકાર્યની આલોચના ન કરે અથવા આલોચના લઈને તેને પૂર્ણ ન કરે. આવા અનવસ્થા કરવાથી બીજા સાધુને થશે કે – પ્રાણી હિંસા આદિમાં કંઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી, તેથી પ્રાણી હિંસા આદિ કરવામાં કોઈ દોષ લાગતો નથી. પરિણામે બીજા સાધુ પણ પાપકાર્ય કરતાં થઈ જશે. તેથી અનવસ્થા ન થાય તે માટે સાધુએ પ્રાયશ્ચિત્ત આચરવું જોઈએ.
• હવે આત્મશુદ્ધિ ન કરવાથી થતાં નુકસાનને જણાવે છે – - મૂલ-૧૧૫૭ થી ૧૧૬૧ :
શસ્ત્ર કે વિશ્વ જે નુકસાન કરતાં નથી, દુષ્ટપ્રયુક્ત દ્વૈતાલ પણ પ્રતિકૂળ થઈને જે દુઃખ આપતો નથી, [ઉલટું ચાલેલું યંત્ર પણ જે નુકસાન કરતું નથી] ક્રોધાયમાન સર્પ પણ જે કરી શકતો નથી, તેનાથી અનેકગણું દુઃખ શલ્યનો ઉદ્ધાર ન કરવાથી થાય છે.
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
શસ્ત્ર આદિના દુઃખથી વધુમાં વધુ એક ભવનું જ મરણ અથવા કષ્ટ આપે છે, પણ શલ્ય ન ઉદ્ધરેલ આત્માને દુર્લભ બોધિત્વ અને અનંત સંસારીપણારૂપ ભયંકર નુકસાન થાય છે.
તેથી સાધુએ સર્વે અકાર્યોની આલોચના કરી આત્મશુદ્ધિ કરવી. ગારવરહિતપણે આલોચના કરવાથી મુનિ ભવ સંસારરૂપ લતાના મૂલને છેદી નાંખે છે. તથા માયાદિ શલ્યોને દૂર કરે છે.
જેમ માથે ભાર ઉપાડેલો મજૂર, ભાર મૂકવાથી હળવો થાય છે, તેમ સાધુ શરહિત પાપોની આલોચના, નિંદા, ગર્હા ગુરુ સન્મુખ કરવાથી કર્મરૂપી ભારથી
હળવો થાય છે.
૨૫૬
સર્વશલ્યથી શુદ્ધ બનેલો સાધુ ભક્તપ્રત્યાખ્યાન અનશનમાં અત્યંત ઉપયોગવાળો થઈ મરણાંતિક આરાધનો કસ્તો રાધાવેધને સાધે છે. અર્થાત્ સમાધિપૂર્વક કાળ કરી ઉત્તમાર્ગને સાધે છે.
• ઉપસંહાર - કરતાં હવે જણાવે છે કે –
- મૂળ-૧૧૬૨ થી ૧૧૬૪ :
આરાધનામાં તત્પર સાધુ સારી રીતે આરાધના કરી, સમાધિપૂર્વક કાળ કરે તો અવશ્ય ત્રીજા ભવે મોક્ષને પામે છે.
[શંકા] સર્વવિરતિ સામાયિક પ્રાપ્ત આત્મા ઉત્કૃષ્ટથી આઠમા ભવે અને જઘન્યથી તે જ ભવે મોક્ષ પામે છે એમ કહેલું છે, તમે ત્રીજા ભવે મોક્ષને પામે તેમ કહો છો? તો તત્ત્વ શું છે ?
[સમાધાન] “જઘન્યથી તે જ ભવે અને ઉત્કૃષ્ટથી આઠમા ભવે મોક્ષ પામે’ આ વચન વઋષભનારાય સંઘયણીને આશ્રીને કહેલું છે. અહીં જે ‘ત્રીજે ભવે મોક્ષ પામે' તેમ કહ્યું તે છેલ્લા સંઘયણવાળાને આશ્રીને છે. છેલ્લા સંઘયણવાળો પણ અતિશય આરાધનાના બળથી ત્રીજે ભવે અવશ્ય મોક્ષ પામનારો થાય છે.
ચરણકરણમાં આયુક્ત સાધુ, આ પ્રમાણે સામાચારીનું પાલન કરતાં અનેક ભવમાં સંચિત કરેલા અનંતા કર્મોને ખપાવે છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ
વિશુદ્ધિ દ્વારનો સટીક સંક્ષિપ્ત પરિચય પૂર્ણ
ઓધનિયુક્તિ સટીક સંક્ષેપ પરિચય પૂર્ણ
- ભાગ-૩૫-સમાપ્ત
Page #55
--------------------------------------------------------------------------
________________ આગમ સટીક અનુવાદનું વિભાગીકરણ 15 - 16 | 17 | આગમનું નામ ભાગ ક્રમાંક આચારાંગ | | 1 અને 2 સૂત્રકૃતાંગ 3 અને 4 સ્થાનાંગ 5 થી 7 સમવાયાંગ ભગવતી 9 થી 13 જ્ઞાતાધર્મકથા 14 ઉપાસકદશા, અંતકૃતદશા, અનુત્તરોપપાતિકદશા, પ્રશ્નવ્યાકરણ વિપાકશ્રુત, ઔપપાતિક રાજપ્રશ્નીયા જીવાજીવાભિગમ 17 થી 19 પ્રજ્ઞાપના 20 થી 22 સૂર્ય/ચંદ્ર-પ્રજ્ઞપ્તિ 23,24 જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ 25 થી 27 નિરયાવલિકા પંચક અને પયન્નાસૂત્રો-૧૦+૧ | 28 નિશીથ, વ્યવહાર, બૃહત્કલ્પ દશાશ્રુતસ્કંધ અને જીતકલ્પ મહાનિશીથા આવશ્યક 31 થી 34 પિંડનિર્યુક્તિ, ઓઘનિર્યુક્તિ | 35 | દશવૈકાલિક 36 ઉત્તરાધ્યયન 37 થી 39 નંદીસૂત્ર | 40 અનુયોગદ્વારા કલ્પ (બારસા) સૂત્ર | 42. 29 30 ] 41.