________________
મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩
(૩૪) તે-તે શલ્યોને હું રોકું એવી ભાવના કરતાં કેવલી. (૩૫) હું કેવું પ્રાયશ્ચિત્ત કરું એવી ઉગ્ર ભાવનાથી કેવલી, (૩૬) જિનાજ્ઞા ભંગ કરતાં પ્રાણત્યાગ સારો-વિચારતા કેવલી.
(૩૭) શરીર તો બીજું મળશે, પણ બોધિ નહીં મળે - વિચારતા કેવલી. (૩૮) શરીર સમર્થ છે, તો પાપોને બાળી નાંખુ - વિચારતા કેવલી. (૩૯) અનાદિ પાપમલને ધોઈ નાંખુ - એમ વિચારતા કેવલી. (૪૦) પ્રમાદાચારણ નહીં જ કરું એમ વિચારતા કેવલી. (૪૧) દેહની ક્ષણિકતા વિચારતા કર્મનિર્જરાથી કેવલી થાય.
(૪૨) “શરીર ધારણ કરવાનો સાર-નિષ્કલંક સમય છે' એવી ભાવના ભાવતો-ભાવતો કેવલી થાય.
૨૫૩
(૪૩) મનથી પણ શીલને ન ખંડુ, ખંડિત થાય તો પ્રાણને ધારણ કરીશ નહીં
- એવી ભાવના ભાવતો કેવી થાય.
અનાદિકાળમાં આવી રીતે અનંતા કેવલી થયા છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ
આલોચના દ્વારનો સટીક સંક્ષેપ પરિચય પૂર્ણ
૨૫૪
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
જ દ્વાર-૭-“વિશુદ્ધિ' છે
— x — x — x — x —
૦ આલોચના દ્વાર કહીને હવે વિશુદ્ધિ દ્વાર કહે છે – - મૂલ-૧૧૪૬ થી ૧૧૫૩ :
ધીરપુરુષોએ, જ્ઞાની ભગવંતોએ શલ્યોદ્ધાર કરવાનું ફરમાવેલ છે, તે જાણીને સુવિહિત લોકો તેનું આચરણ કરીને પોતાના આત્માની શુદ્ધિ કરે છે. આવી શુદ્ધિ બે ભેદે છે – (૧) દ્રવ્યથી, (૨) ભાવથી.
(૧) દ્રવ્યશુદ્ધિ - વસ્ત્ર આદિને ચોખ્યા કરવા તે.
(૨) ભાવશુદ્ધિ - મૂલ ગુણ અને ઉત્તર ગુણોમાં જે દોષો લાગ્યા હોય તેની આલોચના પ્રાયશ્ચિત્ત દ્વારા શુદ્ધિ કરવી.
જાતિ, કુળ, બળ, રૂપાદિ છત્રીશ ગુણોથી યુક્ત એવા આચાર્યને પણ શુદ્ધિ કરવાનો અવસર આવે તો બીજાની સાક્ષીએ કરવી જોઈએ.
જેમ હોશિયાર વૈધને પણ પોતાની જાત માટેની ચિકિત્સા કરવી હોય તો બીજા પાસે લેવી પડે છે. અર્થાત્ બીજો વૈધ તપાસીને તેને રોગ નિવારવા માટેની ચિકિત્સા આરંભે છે.
આ પ્રમાણે પોતે પ્રાયશ્ચિતની વિધિ જાણતા હોય તો પણ અવશ્ય બીજાની
પાસે આલોચના કરી શુદ્ધિ કરવી જોઈએ.
જો આવા ગુણવાન્ આચાર્યને પણ બીજા સમક્ષ આલોચના કરવી આવશ્યક છે, તો પછી સામાન્ય સાધુની તો વાત જ શું કરવી ? તેથી સર્વ કોઈએ ગુરુ સમક્ષ વિનયપૂર્વક અંજલી જોડીને પોતપોતાના આત્માની શુદ્ધિ કરવી જોઈએ.
શુદ્ધિ માટેનું સારભૂત કથન કરતાં કહે છે કે –
જેમણે આત્માનો સર્વ રજ્જાલ દૂર કરેલો છે તેવા શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં ફરમાવેલ છે કે –
“જે આત્મા સશલ્ય છે, તેની શુદ્ધ થતી નથી.’’
સર્વે શલ્યોનો જે ઉદ્ધાર કરે છે, તે જ આત્મા શુદ્ધ બને છે.
૦ દોષો લાગવાના કારણો બતાવે છે –
આત્માને સહસા, અજ્ઞાનતા આદિ આઠ કારણો અત્રે બતાવેલ છે, જેનાથી
દોષો લાગતા હોય છે, તે આ પ્રમાણે –
(૧) સહસા - પગલું જોઈને ઉપાડ્યું, ત્યાં સુધી નીચે કંઈ ન હતું. પણ પગ મૂકતાં જ નીચે કોઈ જીવ આવી જાય ઈત્યાદિ કારણે.
(૨) અજ્ઞાનતાથી - લાકડાં ઉપર નિગોદ આદિ હોય, પણ તેનું જ્ઞાન ન હોવાથી, તેને લુછી નાંખે.
(૩) ભયથી - જૂઠું બોલે કે, પ્રશ્નનો જૂઠો ઉત્તર આપે.