________________
મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩
ર૧
દિ તપમદ : તપસ્વી હોય, પોતે તપસ્વી છે તેવા અભિયાનમાં રાચતો હોય, ત્યારે તે એવું વિચારશે કે મારે તો તપથી જ શુદ્ધિ છે માટે વળી આલોચના કે પ્રાયશ્ચિતની શી જરૂર છે ?
[] ઐશ્વર્યમદ : મારે આટલા શિષ્યો છે, આવો મારો ભક્તવર્ગ છે, આવી પુન્યાઈ છે, એવા પ્રકારના ઐશ્વર્યના અભિમાનમાં રાચતો સાધુ મનમાં શલ્યવાળો થશે કે હવે મારાથી આલોચના કરાય જ કેમ ?
| [૮] જ્ઞાનમદ - જે જ્ઞાની છે, જ્ઞાનનું અભિમાન છે, તે તો એવું જ વિચાસ્વાનો કે - મને તો ખબર જ છે કે – કયા દોષનું શું પ્રાયશ્ચિત આવે છે ? હું મારી મેળે જ મારું પ્રાયશ્ચિત કરી લઈશ.
આ પ્રમાણે આઠે પ્રકારના મદો અંતરને શુદ્ધ થવા દેતા નથી. વળી આ મદ મોટા સાધુને કે મહા સામર્થ્યવાળાને જ થાય છે, તેવું પણ નથી, નાના સાધુને કે અલા બદ્ધિવાનને પણ મદ થઈ શકે છે.
ક્યારેક શરાવાન્ આત્મા એવું પણ વિચારે છે કે – જો હું હવે આલોચના કરે અને કટ્ટાચ આલોચના દેનારની દૃષ્ટિમાં હું ખરાબ દેખાઈશ તો ? પરંતુ આ માન્યતા ખોટી છે. કેમકે ગીતાર્થ મહાપુરુષો તો સાગરની જેમ ગંભીર હદયી અને ખૂબ ઉદાત હોય છે.
વળી સાધુ એવું પણ વિચારે કે – જો હું અંતરની મલિન વૃતિઓ, કષાય કે વિષયનાં આકર્ષણોની આલોચના ન કરું તો બીજાઓ મારા વિશે ઘારી લેશે કે - “આ સાધુ નિરતિચાર ચાત્રિ પાળનાર છે.” આવા ભ્રમમાં રાચતો તે શલ્યાંકિત થઈ આલોચના કરે, તો આ પણ ખોટી માન્યતા છે. કેમકે આત્મોન્નતિ કોઈના પ્રમાણ પગથી નહીં પણ આપણી નિર્મળતા અને શુદ્ધિને આધારે જ થાય છે.
જો શલ્ય રાખીને સાધુ આરાધના કરે તો કરોડો વર્ષોનો કરેલો તપ પણ નકામો થઈ જશે. માટે સંપૂર્ણપણે નિઃશલ્ય થઈ આલોચના કરવી. કશું જ ન છૂપાવી, અતિ લઘુરૂપ થઈ આલોચવું જોઈએ.
૦ કેવળજ્ઞાન પામેલાની ભાવના ભાવે – સાધુને ઉપદેશ આપતાં અહીં ભગવંત કહે છે - “જે ભાવોથી આલોચના કેવળી થાય તેને સાંભળો -
(૧) સંવેગથી આલોચના કરતાં કરતાં કેવલી થાય.
(૨) હમણાં જ હું ગુરુ ભગવંત પાસે જઈને મારું જ બધું દુકૃત કહી દઉં. એમ વિચારીને એક ડગલું માંડતા કેવલી થાય.
(3) કોઈ ગુરુ ભગવંત પાસે જઈને મોં ખોલે ત્યાં જ કેવલી થાય. (૪) કોઈ ગુર મુને પ્રાયશ્ચિત સાંભળતા-સાંભળતા જ કેવલી થાય.
(૫) કોઈ પ્રાયશ્ચિત ગ્રહણ બાદ મહા વૈરાગ્યોર્મિ જાગતાં અથવા આલોચના પૂર્વેના ઉકટ વૈરાગ્યથી કેવલી બને.
(૬) કેટલાંક આલોચના કરીને પછી કેવલી થાય. (૭) કેટલાંક - “પાપાત્મા છું' એટલો વિચાર કરતાં કેવળી થાય. જેમકે
૫૨
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર - ઝાંઝરીયા મુનિના ઘાતક રાજા કેવલી થયા.
(૮) કેટલાંકને થાય કે – “અરેરે ! “હું જ્ઞાનીની આજ્ઞા વિરુદ્ધ ચાલ્યો". તેના પશ્ચાત્તાપમાં કેવલી થાય.
(૯) હું સાવધ યોગ જરા પણ નહીં લેવું, એમ વિચારતા કેવલી થાય. (૧૦) “હું મારા તપ-સંયમ-વ્રતની રક્ષા કરું” એવું વિચારતા કેવલી. (૧૧) પોતાનાથી થયેલા પાપોની નિંદા-ગઈ કરતાં કેવલી થાય.
(૧૨) કોટીપૂરક તપ વડે લગાતાર પ્રાયશ્ચિત્તને વહન કરું અને મારા શીલને સર્વથા રહ્યું - એમ વિચારી કેવલી થાય.
(૧૩) “શરીર અને વસ્ત્રાદિનું કંઈ જ પરિકર્મ ન કરું” એવી નિષકિમ બનીને ભાવનામાં આરૂઢ થતાં કેવલી થાય.
(૧૪) આહાર -દોહારથી પાપબંધ થાય, માટે મૌન રહું એવા પ્રકારની ભાવના ભાવતા કેવલી થાય.
(૧૫) સંયમને દુરારાધ્ય જાણી, દીર્ધકાળ પાળવાની તૈયારીના અભાવે અનશન કરી લઉં - એવી ભાવનાથી કેવલી થાય.
(૧૬) સ્વ દુકૃત્યો જોઈ – “મારું શું થશે ?” એવી નિત્ય આલોચના કરતાં માત્ર નવકાર ગણતાં કેવલી થાય છે.
(૧૭) શલ્ય રહિત થયા પછી કેવલી બને. (૧૮) શચોદ્ધાર કરતાં-કરતાં કેવળી બને.
(૧૯) આવી શક્યોદ્ધારની સામગ્રી મળતાં પોતાની જાતને ધન્ય માનતો માત્ર અનુમોદનાથી કેવળી થાય.
(૨૦) હવે સશલ્ય અવસ્થામાં રહેવું નથી, હું કેમ સંપૂર્ણ જ્ઞાનવાળો, ઉન્નતિવાળો અને દોષહિત ન બનું? એમ વિચારતા કેવલી થાય.
(૨૧) ગુરુ મુખે પ્રાયશ્ચિત્ત કથન સાંભળતો જ કેવલી થાય. (૨૨) અનિત્યભાવના ભાવતો કેવલી થાય. (૨૩) આલોચના, નિંદાદિ કરી, દુકર પ્રાયશ્ચિત્તથી કેવલી થાય. (૨૪) પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરી એક હાથ પાછો ફરે ત્યાં કેવલી થાય. (૫) પ્રાયશ્ચિત લઈને આસને જાય ત્યાં કેવલી થાય. (૨૬) આઠ કવળનું પ્રાયશ્ચિત કરતો કરતો કેવલી થાય. (૨૭) કેટલાંકને દાણાનું પ્રાયશ્ચિત્ત આપે, તે સાંભળતા કેવલી થાય. (૨૮) પ્રાયશ્ચિત્ત વહનનો આરંભ કરે ત્યાં કેવલી થાય. (૨૯) પ્રાયશ્ચિત્ત વહન કરવામાં કાળમાં કેવલી થાય. (30) પ્રાયશ્ચિત સમાપ્તિ કરતાં કેવલી થાય. (૩૧) સ્વશુદ્ધિ થતી નથી, કોઈ પ્રાયશ્ચિત દાતા નથી, તેમ ભાવતા કેવલી. (૩૨) એકે પ્રાયશ્ચિત્ત વહ્યું નથી, બીજો વહે છે ત્યાં કેવળી બને. (33) આત્મા નિ:શલ્ય બને તેવું પ્રાયશ્ચિત્ત વધું તેમ ભાવાતા કેવલી.