________________
મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩
૨૪૯
ભડકો થઈ નગરને પણ બાળી દેવા સમર્થ ચે.
- અલ પણ વ્યાધિ સમગ્ર શરીરને રોગાનંકમય કરી શકે છે.
એ પ્રમાણે નાનું પણ શચ જો સેવ્યું હોય અને તેનો તકાળ ઉદ્ધાર ન કરેલ હોય તો કરોડો ભવ ભવાંતરમાં સંતાપનું સ્થાન બને છે.
ગુરુ ગૌતમસ્વામી ભગવંતને પૂછે છે કે – - ભગવાન ! આ જે પાપશલ્ય છે, તે ઉદ્ધરવા અત્યંત મુશ્કેલ છે, સુફદ્ધર છે. કેમકે ઘણાં લોકો એવા છે કે – “પોતાના ધારેલા ઘોર તપથી પોતે શલ્યને ઉદ્ધર્યું માનતા હોવા છતાં જાણી શકતા નથી કે હજું શલ્ય ઉદ્ધરાયું છે કે નથી • • •
••• અતિ પોતે શલ્ય સેવન કર્યા પછી પોતાની કલાના વડે તેનું પ્રાયશ્ચિત કરી લે. • - - અથવા - - -
તેનું જે પ્રાયશ્ચિત્ત હોય તેનાથી દશગણું પ્રાયશ્ચિત કરે.
પરંતુ આ પ્રમાણે વાસ્તવિક રીતે શચોદ્ધાર થતો નથી. કેમકે તેણે વિધિપૂર્વક ગુર સમક્ષ પ્રગટ કરેલ નથી. આ કારણે હે ભગવન્! તે શલ્યોદ્ધાર ઘણો દુષ્કર છે, તે કચન યોગ્ય છે ?.
હે ગૌતમ! જે શલ્ય ભવાંતરમાં સર્વે અંગોપાંગોને ભેદી નાખે તેવા અત્યંત દકર પણ શબ્દનો ઉદ્ધાર કરવો હોય તો તેનો પણ માર્ગ કહેલો જ છે. શાસ્ત્રોક્ત મા તે શલ્યોદ્ધાર થઈ શકે છે - તે કેવી રીતે? કયો માર્ગ છે?
૦ શત્રોદ્ધારનો ઉપાય -
સમ્યગદર્શન, સમગ્ગજ્ઞાન, સમ્યગુચારિ. આ કમેનું એકીકરણ તે શલ્યના ઉદ્ધરણનો ઉપાય છે.
o દષ્ટાંત દ્વારા આ વાતને સમજાવતા કહે છે – જેમ કોઈ ક્ષત્રિય યોદ્ધો હોય, તે લડાઈમાં જાય, લડાઈ જીતી જાય, પરંતુ લડાઈમાં તીણ બાણોના ઘા વાગ્યા હોય. તેમાં કોઈ કોઈ બાણ ઝેરી પણ હોય, તેના શલ્યો શરીરમાં ગૂઢ બની ગયા હોય, વળી કેટલાંક શલ્યો છૂપાઈ ગયાં હોય, કેટલાંક બહાર દેખાતાં હોય, ત્યારે કેટલાંક શલ્યો હાડકામાં પ્રવેશી ગયા હોય, કેટલાંક શલ્યો શરીરનાં છેક અંદરના ભાગમાં પ્રવેશી ગયેલા પણ હોય, તેવું બની શકે છે.
તે ક્ષત્રિય છે, જીતેલો પણ છે, પરંતુ અંદરના શત્રોનું શું ?
તે પ્રમાણે સાધુ સંસાર ઉપર વિજય મેળવી લે. પરંતુ જે શલ્યો અંદર પ્રવેશી ગયા છે, તેનું શું ? દષ્ટાંતમાંના ક્ષત્રિયને જે શલ્યો બહાર છે, તે શક્ય તરીકેની ગરજ સારતાં નથી. પણ જે અંદર છે, તેનો નિર્મૂળ ઉદ્ધાર કરવો પડે છે. તેવી જ રીતે સાધુને શલ્યોદ્ધાર કરવા માટે સમ્યગ્દર્શન, સમ્યગ્રજ્ઞાન અને સમ્યગ્રખ્યાત્રિને એકમેક કરતાં શસ્ત્રોદ્ધાર થાય.
નિષ્કર્ષ :- શલ્ય એટલે છુપાવેલ પાપકર્મ. જેનું પ્રાયશ્ચિત લેવાનું મન થતું નથી અથવા માત્ર બચાવ કરતો સાધુ કહે કે – “આમાં કંઈ વિશેષ પાપ જેવું છે નહીં.
૨૫૦
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર સામાન્યથી કષાયો અને સંજ્ઞાઓ, તેની લાગણીઓ, વિષયોનો પક્ષપાત વગેરે જે હદયમાં ઘર કરી ગયા હોય છે, તેનાથી કેટલાંકનો મન બગાડવાનો સ્વભાવ હોય છે. કેટલાંકની વૃત્તિઓ જ પાપી રહ્યા કરતી હોય છે. જે ત્યાગ અને વૈરાગ્યની વૃત્તિ સાધુમાં રહેવી જોઈએ, તે રહેતી નથી. આ બધાં શલ્યો આત્મ સ્વભાવમાં ઘર કરી ગયા છે, તેનો ઉદ્ધાર કરવાનો છે, તે શલ્યોદ્ધારનો ભગવંતે (એક) ઉપાય બતાવેલ છે, તે છે - સમ્યગ એવા દર્શન, જ્ઞાન, ચાઅિને એકીભૂત કરી દેવાં.
0 શલ્ય એટલે શું?
પ્રચ્છન્ન પાપોની વિધિપૂર્વક આલોચના, પ્રાયશ્ચિત્ત ન કરવું છે. તેવું જ બીજું મહાશલ્ય આપણી સ્વભાવગત બની ચૂકેલી કેટલીક મોટી ભાવનાઓ, પાપવૃતિઓ અને અન્યતમ કપાયો છે. જેમકે - પ્રત્યેક વાતમાં કંઈક વાંકુ પડવું. કોઈક પણ સારી વસ્તુ જોઈ કે તેમાં લોભાઈ જવું. જેમાં કંઈ જ લેવા-દેવાનું ન હોય, તો પણ સહેજે આકષઈ જાય. આવા જે કોઈ પણ શલ્યો છે, તેનો ઉદ્ધાર કરવાનો છે, તેના માટે સમ્યમ્ દર્શન-જ્ઞાન-ચાસ્ત્રિનું એકીકરણ જોઈએ.
• મદના આઠ સ્થાનો પણ શલ્યને કોઈને કોઈ રીતે આત્મામાં સુરક્ષિત રાખે છે, પણ શલ્યોદ્ધાર થવા દેતા નથી.
૦ મદના આઠ સ્થાનો કયા છે ? - તે કઈ રીતે શવ્યરૂપ બને છે ?
મદના આઠ સ્થાનો તે (૧) કુળ, (૨) જાતિ, (3) રૂ૫, (૪) બળ, (૫) લાભ, (૬) તપ, (૩) ઐશ્વર્ય અને (૮) જ્ઞાન એ સુપ્રસિદ્ધ છે.
અહીં આ આઠ સ્થાનો વડે શલ્ય કઈ રીતે પ્રવેશે તે જણાવે છે -
[૧, કુળમદ અને જાતિમદ - આત્મા વિચારે કે લોકો મને ઉચ્ચ જાતિમાં અને ઉચ્ચ કુળમાં જન્મેલા તરીકે જાણે છે, ઓળખાવે છે અને જો હું મારા આ ગુપ્ત પાપકાર્યોને જાહેર કરી દઈશ, તો લોકો મારા વિશે શું ધારશે ? અરેરે ! ઉચ્ચકુળ અને ઉચ્ચ જાતિમાં જન્મેલો અને આવો પાપી ?
[3] રૂપમદ - પોતાના રૂપનો મદ હોય, તેથી મનમાં આવું શલ્ય રહે કે - આલોચના કરીશ તો શક્ય છે કે મને પ્રાયશ્ચિત્તમાં ઘણાં આયંબિલ, નીપિ વગેરે આપશે. તે આયંબિલાદિ કરવાથી મારું આવું સુંદર રૂપ છે તે ક્યાંક ખરાબ કે કુપપણે પરિણમશે.
[૪] બળમદ - પોતાના બળનો મદ કરતો સાધુ હોય, તો મનમાં એવું શલ્ય રાખશે કે - “જો તને છ માસી તપ રૂપ પ્રાયશ્ચિત આવશે.” તો મારું શરીર સૂકાઈ જશે અને આ બધું બળ ખતમ થઈ જશે.
[૫] લાભમદ - જો કોઈ સાધુને લાંભાતરાયનો ઘણો જ ક્ષયોપશમ થયેલો હોય, જ્યાં જાય ત્યાં જે જોઈએ તે મળી રહેતું હોય ત્યારે તેને એવો મદ થશે કે - જુઓ મારે લીધે આ સમુદાય સુખેથી નભે છે. હું આવો લબ્ધિવાનું છું. જો હવે હું આલોચના કરું અને મારા પ્રચ્છન્ન પાપો - દોષોને નહેર કરીશ તો લોકો મારે વિશે શું ધારશે ?