________________
મૂલ-૨૪૭ થી ૨૮૦
૨૦૯ દોષો થાય, માટે વિધિપૂર્વક નીકળે.
જો નજીકના ગામમાં જવાનું હોય તો સૂત્ર કે અર્થ પોરિસિ કરીને વિહાર કરે. દૂર જવાનું હોય તો પણ પડિલેહણા કર્યા સિવાય વહેલા નીકળે. બાલ, વૃદ્ધ આદિ પોતાથી ઉપડે તેટલી ઉપધિ લે, બાકીની તરુણાદિ ઉપાડે. કોઈ ગુડ-પ્રમાદી જેવા વહેલા ન નીકળે તો તેમને ભેગા થવા માટે જતાં સંકેત કરીને જાય. વહેલાં જતી વેળા અવાજ ન કરે, કેમકે લોકો જાગી જાય તો અધિકરણાદિ દોષો લાગે. બધાં સાધુ સાથે જ નીકળે.
વિહાર સારી તિથિ, મુહૂર્ત, સારા શુકન જોઈને કરવો. ૦ અપશુકનો આ પ્રમાણે - મલીન શરીરી, ફાટેલા કપડાવાળો, શરીરે તેલ ચોળેલો, કુબડો, વામન, કૂતરો, પૂર્ણ ગર્ભવતી સ્ત્રી, મોટી ઉંમરની કન્યા, લકાડાનો ભારો, બાવા, પાંડુ રોગી ઇત્યાદિ. o સારા શુકનો - નંદી, વાજીંત્ર, પૂર્ણ ભરેલ ઘડો, શંખ કે પટનાદ, છત્ર, ચામર, ધ્વજા, શ્રમણ, પુષ્ય ઈત્યાદિ.
• મૂલ-૨૮૧ થી ૨૯૦ :
- હવે સંકેત આદિ દ્વારો કહે છે - (૧) સંકેત - પ્રદોષ કાળે આચાર્ય બધાં સાધુને ભેગા કરી કહે કે – “અમુક સમયે નીકળીશું” અમુક સ્થાને વિશ્રામ કરીશું - રોકાઈશું. અમુક ગામે ભિક્ષાર્થે જઈશું. કોઈ ખમ્મુડપ્રાયઃ આવવા તૈયાર ન થાય તો તેને પણ અમુક સ્થાને ભેગા થવાનો સંકેત આપે.
લોગ પ્રત્યુપ્રેક્ષકો કેટલાંક ગચ્છની આગળ, કેટલાંક મધ્યમો કેટલાંક પાછળ ચાલે. સતામાં સ્પંડિલ, મકાદિની જગ્યા બતાવે. જેથી કોઈને અતિ શંકા થઈ હોય તો ટાળી શકે. માર્ગમાં ગામ આવે ત્યાં ભિક્ષા મળી શકે તેમ હોય અને જ્યાં રોકાવાનું હોય તે ગામ નાનું હોય, તો તરુણ સાધુને ગામમાં ભિક્ષા લેવા મોકલે, તેની ઉપધિ બીજા સાધુ લઈ લે. જો કોઈ સાધુ અસહિષ્ણુ હોય તો ગૌચરી માટે ત્યાં મૂકતા જાય અને સાથે માર્ગજ્ઞ સાધુને મૂકે. જેથી જે ગામ જવાનું છે, ત્યાં સુખપૂર્વક આવી શકે.
મકામ કરવાના ગામમાં કોઈ કારણે ફેરફાર થઈ ગયો હોય તો પાછળ રહેલા સાધુ ભેગા થઈ શકે તે માટે ત્યાં બે સાધુને રોકતા જાય. જો બે સાધુ ન મળે તો એકને રોકે અથવા કોઈ ગૃહસ્થને કહે કે “અમે અમુક ગામ જઈએ છીએ.' પાછળ અમારા સાધુ આવે છે તેને કહેજો. જો તે ગામ શૂન્ય હોય તો જે માર્ગે જવાનું હોય તે માર્ગે લાંબી રેખા કરવી, જેથી પાછળ આવતાં સાધુને માર્ગની ખબર પડે.
ગામમાં પ્રવેશ કરે, તેમાં જે વસતિનો વ્યાઘાત થયો હોય તો બીજી વસતિની તપાસ કરીને ઉતરે. માર્ગમાં ભિક્ષાર્થે રોકેલા સાધુ ભિક્ષા લઈને આવે
ત્યાં ખબર પડે કે - ગચ્છા આગળ ગયેલો છે, તો જો તે ગામ બે ગાઉથી વધુ હોય, તો એક સાધુને ગચ્છ પાસે મોકલે, ભિક્ષા આવી ગયાના સમાચાર આપે. તેથી ભૂખ્યા થયેલા સાધુ પાછા ફરે અને ગૌચરી વાપરીને તે ગામમાં જાય. જો ગામમાં પહોંચેલા સાધુઓએ વાપરી લીધું હોય તો કહેવડાવે કે – તમે વાપરીને [35/14].
૨૧૦
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર આવો, અમે ગૌચરી કરી લીધી છે.
• મૂલ-૨૯૧ થી ૩૧૮ :
(૨) વસતિગ્રહણ - ગામમાં પ્રવેશી ઉપાશ્રય પાસે આવે. પછી વૃષભ સાધુ વસતિમાં પ્રવેશી કાજો લે, ત્યાં સુધી બીજા સાધુ બહાર ઉભા રહે. કાજો લેવાઈ ગયા પછી બધાં સાધુ વસિતમાં પ્રવેશ કરે, જો ગોચરીવેળા થઈ ગઈ હોય તો એક સંઘાટક કાજો લે અને બીજા ગૌચરી જાય. પૂર્વે નક્કી કરેલ વસતિનો કોઈ કારણે વ્યાઘાત થયો હોય, તો બીજી વસતિ શોધીને, બધાં સાધુઓ તે વસતિમાં જાય. * * * * *
[શંકા] ગામ બહાર ગૌચરી વાપરીને વસતિમાં પ્રવેશે તો ?
[સમાધાન જો બહાર ગૌચરી કરે તો, ગૃહસ્થોને દૂર જવા કહેવું પડે, જો તે દૂર જાય તો સંયમ વિરાધના થાય. કદાચ ન જાય અને કલહ પણ કરે. મંડલીબદ્ધ રીતે સાધુ વાપરતા હોય, ત્યાં કૌતુકથી ગૃહસ્થો આવે તો ક્ષોભ થાય. આહાર ગળે ન ઉતરે ઈત્યાદિ દોષો થાય.
બીજા ગામમાં જઈને વાપરે તો ઉપધિ અને ભિક્ષાના ભારથી કે ક્ષધાને લીધે ઈપિથ જોઈ ન શકે, આદિ કારણે આત્મવિરાધના થાય. આહારદિ વેરાય તો છે કાય વિરાધના થાય..
વિકાલે પ્રવેશે તો વસતિ ન જોઈ હોય તો પ્રવેશમાં જ કૂતરા આદિ કરડી ખાય. ચોરો ઉપધિ લઈ જાય, કોટવાળ પકડે કે મારે, બળદ વગેરે શીંગડા મારે, ભૂલા પડાય, સિંઘ ગૃહોની ખબર ન પડે. કાંટા વાગે, સર્પ દંશ થાય આથી આત્મ વિરાધના થાય ન જોયેલ, ન પ્રમાર્જેલ વસતિમાં સંથારો કરવાથી કીડી આદિ મરતાં સંયમ વિરાધના થાય. ન જોયેલ વસતિમાં કાલગ્રહણ લીધા વિના સ્વાધ્યાય કરે તો દોષ લાગે અને સ્વાધ્યાય કરે તો સૂકાઈની હાનિ થાય.
સ્થંડિલ, માગુ ન જોયેલા સ્થાને પાઠવે તો સંયમ વિરાધના તથા આત્મ વિરાધના બંને થાય. સ્પંડિલ રોકે તો મરણ, માથુ રોકે તો ચક્ષુનું તેજ ઘટે, ઓડકાર રોકે તો કોઢ થાય. ઉક્ત દોષોને કારણે શક્યતઃ સવારમાં જાય. વસતિ ન મળે તો શJહાદિમાં રહે, વરો પડદો કરે. જો ગોશાળા કે સભા આદિ સ્થાન મળે તો કાલભૂમિ જોઈને ત્યાં કાલગ્રહણ કરે તથા ચંડિલ ભૂમિ જોઈ આવે.
અપવાદે વિકાલે પ્રવેશ કરે તે આ રીતે રસ્તામાં કોટવાલાદિ મળે તો કહે - “અમે સાધુ છીએ ચોર નથી.” જો શૂન્યગૃહ હોય તો વૃષભ સાધુ દાંડાથી ઉપરનીચે ઠપકારે જેથી સર્પ-મનુષ્યાદિ હોય તે જતાં રહે કે ખબર પડે. આચાર્ય માટે ત્રણ સંથારા ભૂમિ રાખે એક પવનવાળી, બીજી પવન વિનાની. ત્રીજી સંથારા માટેની વસતિ મોટી હોય તો છુટા-છુટા સંથારા કરે, વસતિ નાની હોય તો ક્રમવાર સંથારો કરી વચ્ચે પાત્રાદિ મૂકી દે સ્થવિર સાધુ, બીજા સાધુને સંથારાની જગ્યા વહેંચી આપે.
જો આવતાં રાત્રિ થઈ ગઈ હોય તો કાલગ્રહણ ન કરે, પણ નિર્યુક્તિ સંગ્રહણી આદિ મંદ સ્વરે બોલે ગુરુ પાસે કાળે સંથારા પોરિસિ ભણે. સંથારો પાથરીને શરીરને પડિલેહે, ગુરુ આજ્ઞા લઈ વિધિ પ્રમાણે સંથારો કરે પગ લાંબો-ટુંકો કરતાં