________________
મૂલ-૨૦૦ થી ૨૧૯
૨૦૩
૨૦૮
ઓઘનિર્યુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
સાધને યતનાપૂર્વક મોકલે. બાળ સાધુને મોકલે તો સાથે ગણાવચ્છેદકને મોકલે. તે ન હોય તો ગીતાર્થને મોકલે, તે ન હોય તો ગીતાર્થ સાધુને સામાચારી કહીને મોકલે. યોગીને મોકલે તો અનાગાઢ યોગી હોય તો યોગમાંથી કાઢીને મોકલે. તે ન હોય તો તપસ્વીને પારણું કરાવીને મોકલે. તે ન હોય તો વૈયાવચ્ચીને મોકલે છે. ન હોય તો વૃદ્ધ અને તરુણને કે બાલ અને વરુણને મોકલે.
• મૂલ-૨૨૦ થી ૪૪૩ :
માર્ગે જતાં ચાર પ્રકારની પ્રત્યુપેક્ષણા કરતા જાય. તે આ પ્રમાણે - (૧) દ્રવ્યથી પ્રત્યુપેક્ષણા - રસ્તામાં કાંટા, ચોર, શિકારી પશુ, પ્રત્યેનીક, કૂતરા આદિને જોવા. (૨) ક્ષેત્રથી પ્રત્યુપેક્ષણા - ઉંચી, નીચી, ખાડાં-ટેકરા, પાણીવાળા સ્થાનાદિ. (3) કાળથી પ્રત્યુપેક્ષણા - જવામાં રખે કે દિવસે જ્યાં આપત્તિ હોય તે જાણી લે. અથવા કાળથી રસ્તો ક્યારે ખરાબ છે, તે જાણી લે. (૪) ભાવથી પ્રત્યુપેક્ષણા - તે ક્ષેત્રમાં નિકૂવ, ચટક, પરિવ્રાજક આદિ વારંવાર આવતા હોય તેવી લોકોની દાનની રુચિ રહી છે કે નહીં તે તપાસે.
૦ ક્ષેત્ર જોવા કઈ રીતે જાય? જ્યાં સુધી ઈચ્છિત સ્થાને ન પહોંચે ત્યાં સુધી સગપોરિમિ, અર્થ પોરિસિ ન કરે, ક્ષેત્રની નજીક આવી જાય ત્યારે નજીકના ગામમાં કે ગામ બહાર ગૌચરી વાપરીને, સાંજના વખતે ગામમાં પ્રવેશ કરે અને વસતિ શોધે. વસતિ મળી જાય એટલે કાલગ્રહણ લઈ બીજે દિવસે કંઈક ન્યૂન પોરિસિ સુધી સ્વાધ્યાય કરે. પચી ગૌચરી જાય.
ક્ષેત્રના ત્રણ ભાગ કરે. એક ભાગમાં સવારે ગૌચરી જાય, બીજા ભાગમાં બપોરે ગૌચરી જાય, બીજા ભાગમાં સાંજે ગૌચરી જાય. બધેથી થોડું થોડું ગ્રહણ કરે.
ધ-દહીં-ઘી વગેરે માંગે જેથી લોકો દાનશીલ છે કે કેવા છે ? તે ખબર પડે. ત્રણે વખત ગૌચરી જઈને પરીક્ષા કરે.
આ રીતે નજીકમાં રહેલા આસપાસના ગામમાં પણ પરીક્ષા કરે બધું સારી રીતે મળતું હોય તો તે ક્ષેત્ર ઉત્તમ કહેવાય. કોઈ સાધુ કાળ કરે તો તેને પરઠવી શકાય તે માટે મહા સ્પંડિલ ભૂમિ પણ જોઈ રાખે.
વસતિ કયા સ્થાને કરવી અને કયા સ્થાને ન કરવી, તે માટે જે વસતિ હોય તેમાં ડાબે પડખે પવભિમુખ વૃષભ બેઠેલો હોય તેવી કલ્પના કરે. તેના દરેક અંગના લાભાલાભ આ પ્રમાણે :- શીંગડાના સ્થાને વસતિ કરે તો કલહ થાય. પગના સ્થાને વસતિ કરતા પેટના રોગ થાય. પુંછડાના સ્થાને વસતિ કરતાં નીકળી જવું પડે. મુખના સ્થાને વસતિ કરે તો ગૌચરી સારી મળે, શીંગડાના મધ્યભાગે વસતિ કરતાં પૂજ સકાર થાય. સ્કંધ અને પીઠના સ્થાને વસતિ કરે તો ભાર થાય. પેટના સ્થાને વસતિ કરે તો નિત્ય તૃપ્ત રહે.
• મૂલ-૨૪૪ થી ૨૪૬ -
- શય્યાતર પાસે અનુજ્ઞા લેવી અને સંવાદ કઈ રીતે કરવો ? શય્યાતર પાસેથી દ્રવ્યાદિ પ્રાયોગ્યની અનુજ્ઞા મેળવે, તે આ પ્રમાણે :- દ્રવ્યથી - ઘાસ, ડગલ,
રાખ આદિની. ક્ષેત્રથી - ક્ષેત્રની મર્યાદા આદિ. કાળથી - રાગે કે દિવસે સ્પંડિલ માગુ પરઠવવાની. ભાવચી - ગ્લાનાદિ માટે યોગ્ય પ્રદેશની.
શય્યાતર સાથે સંવાદ - જેમકે - હું તમને આટલું સ્થાન આપું છું, વધુ નહીં. ત્યારે સાધુ કહે - જે ભોજન આપે તે પાણી પણ આપે, એ રીતે અમોને વસતિ આપતા તમે ચૅડિલ-માત્રાદિ ભૂમિ આદિ પણ આપી જ છે.
શય્યાતર પૂછે - કેટલો સમય રહેશો ? સાધુ કહે - જ્યાં સુધી અનુકૂળ હશે ત્યાં સુધી. શય્યાતર પૂછે – કેટલાં સાધુ અહીં રહેશો ? સાધુ કહે કે “સાગરની, ઉપમાઓ'. જેમ સમુદ્રમાં કોઈ વખત ઘણું પાણી હોય, કોઈ વખત મર્યાદિત પાણી હોય, તેમ ગચ્છમાં સાધુની વધ-ઘટ થયા કરે..
શય્યાતર પૂછે – ક્યારે આવશો ? સાધુ કહે – અમારા બીજા સાધુ બીજે સ્થાને ફોન જોવા ગયેલા છે, તેથી વિચારીને ક્ષેત્ર યોગ્ય લાગે તો આવશું.
શય્યાતર એમ કહે કે - તમારે આટલાં જ ક્ષેત્રમાં અને આટલી સંખ્યામાં રહેવું તો તે ક્ષેત્રમાં સાધુને માણકા આદિ કરવો ન ભે. જો બીજે વસતિ મળે તો ત્યાં નિવાસ કરે.
જે વસતિમાં રહ્યા હોય, તે વસતિ જો પરિમિત હોય અને ત્યાં બીજા સાધુઓ આવે તો તેમને વંદનાદિ કવા, ઉભા થવું પાદ પાલન કરવું. ભિક્ષા લાવી આપવી, ઈત્યાદિ વિધિ સાચવવી. પછી તે સાધુને કહેવું કે અમને આ વસતિ પરિમિત મળી છે, એટલે બીજા વધુ રહી શકે એમ નથી.
• મૂલ-૨૪૭ થી ૨૮૦ :
બ તપાસ કર્યા પછીની વિધિ ક્ષેત્રની તપાસ કરી પાછા આવતા બીજા રસ્તે થઈને આવવું. કેમકે કદાચ બીજું સારું ક્ષેત્ર હોય તો ખબર પડે. પાછા વળતાં પણ સૂત્ર કે અર્થ પોરિસિ ન કરે. કેમકે જેટલાં મોડાં આવે તેટલો સમય આચાર્યને રોકાવું પડે. માસકાથી વધુ થાય તે નિત્યવાસ છે.
આચાર્યશ્રી પાસે આવી, ઈરિયાવહી આદિ કરી, આચાર્યને ક્ષેત્રના ગુણો વગેરે કહે. આચાર્ય બઘાં સાધુને ભેગા કરી ફોગની વાત કરે બધાંનો અભિપ્રાય લઈ યોગ્ય લાગે તે ફોગ તરફ વિહાર કરે. આયાર્યમત પ્રમાણ ગણાય.
તે ક્ષેત્રમાંથી વિહાર કરતાં વિધિપૂર્વક શય્યાતરને જણાવે. અવિધિથી કહેવામાં અનેક દોષો છે. શય્યાતરને કહ્યા. સિવાય વિહાર કરે તો તે એમ વિચારે કે આ ભિક્ષ લોકધર્મને જાણતા નથી. જે પ્રત્યક્ષ લોકધર્મને જાણતા નથી, તે અલ્દષ્ટને કેવી રીતે જાણતા હોય ? કદાચ જૈનધર્મ મૂકી દે. અથવા બીજી વાર કોઈ સાધુને વસતિ ન આપે.
કોઈ શ્રાવકાદિ આચાર્યને મળવા કે દીક્ષાર્થે આવ્યા હોય, તે શય્યાતરને પૂછે કે - આચાર્ય ક્યાં છે ? સેષિત થયેલો તે કહે કે – “અમને શી ખબર ?" કહ્યા વિના જતા રહ્યા છે. આવા જવાબો સાંભળી શ્રાવકાદિ વિચારે કે- લોક વ્યવહારનું પણ જ્ઞાન નથી તો પછી પરલોકનું શું જ્ઞાન હશે ? આથી દર્શનનો ત્યાગ કરે ઈત્યાદિ