________________
૨૧૬
મૂલ-૨૧ થી ૩૧૮ કે પડખું ફેરવતાં પ્રમાર્જના કરે.
રમે માગાદિ કારણે ઉઠે તો પહેલાં દ્રવ્યાદિ ઉપયોગ કરે, જેમકે – દ્રવ્યથી હું કોણ છું? દીક્ષિત છું કે અદીક્ષિત. ગયી - નીચે છું કે ઉપર ? કાળથી રાત્રિ છે કે દિવસ ? ભાવથી - કાયિકાદિની શંકા છે કે કેમ ? જો આંખમાં ઉંઘ હોય તો શ્વાસને રૂંધે, ઉંઘ ઉડે પછી સંથારામાં ઉભો થઈ પ્રમાર્જના કરતાં દ્વાર પાસે આવે. બહાર ચોર આદિનો ભય હોય તો એક સાધુને ઉઠાડે, તે દ્વાર પાસે ઉભો રહે, પોતે કાયિકાદિ શંકા ટાળીને આવે. કૂતારા આદિનો ભય હોય તો બે સાધુને ઉઠાડે. એક દ્વાર પાસે ઉભો રહે, પોતે કાયિકાદિ વોસિરાવે, બીજો રક્ષણ કરે પછી પાછા આવી ઈરિયાવહી કરે. સૂમ આન-પ્રાણવાળો હોય તો ચૌદે પૂર્વ ગણી જાય. લબ્ધિયુક્ત ન હોય તો ઘટતા-ઘટતા છેલ્લે ત્રણ ગાયા ગણી સુવે. આ વિધિથી નિદ્રાના પ્રમાદનો
દોષ દૂર થાય.
ઉર્ગથી શરીર ઉપર વસ્ત્ર ઓઢ્યા વિના સવે, ઠંડી આદિ લાગે તો એક, બે કે ત્રણ કપડાં ઓઢે. તો પણ ઠંડી દૂર ન થાય તો બહાર જઈ કાયોત્સર્ગ કરે, પછી અંદર આવે. છતાં ઠંડી લાગે તો બધાં કપડાં કાઢી નાંખે, પછી એક-એક વસ્ત્ર ઓઢે, સમાધિ રહે તેમ કરે.
• મૂલ-૩૧૯ થી ૩૩૧ -
(3) સંજ્ઞી - વિહાર કરતાં વચ્ચે કોઈ ગામ આવે. તે સાધુના વિહારવાળું હોય કે વિનાનું હોય, ત્યાં શ્રાવકોના ઘર હોય કે ન પણ હોય, જો સંવિજ્ઞ સાધના વિહારવાળું હોય તો ગામમાં પ્રવેશે. પાર્થસ્થ આદિનું હોય તો ન પ્રવેશે જિનાલય હોય તો દર્શન કરવા જાય.
ગામમાં સાંભોગિક સાધુ હોય તો પ્રાદુર્ણક માટે ગોચરી પાણી લાવી આપે. કોઈ શ્રાવક આગ્રહ કરે તો આગંતુક સાથે કોઈ એક સાધુને મોકલે. ઉપાશ્રય નાનો હોય તો આગંતુક સાધુ બીજા સ્થાને ઉતરે, ગામમાં રહેલા સાધુ તેમને ગૌચરી લાવી આપે. સાંભોગિક ન હોય તો આવેલા સાધુ ગૌચરી લાવી આચાર્યદિને પ્રાયોગ્ય આપી બાકીનું બીજા વાપરે.
• મૂલ-33૨ થી 33૬ :
(૪) સાધર્મિક - આહારદિનું કામ પતાવી, ઠલ્લાની શંકા ટાળીને સાંજે સાધર્મિક સાધુ પાસે જાય, જેથી તેમને ભિક્ષાદિ માટે આકુલત્ય ન થાય. સાધુને જોઈને ત્યાં રહેલા સાધુ ઉભા થાય, સામે જાય પાસાદિ લઈલે. - X- ગામ નાનું હોય, ભિક્ષા પ્રાપ્ત ન હોય, બપોરે જવામાં માર્ગમાં ચોર આદિનો ભય ન હોય તો સવારમાં જ બીજે ગામ જાય.
ઉપાશ્રયમાં પ્રવેશતા નિતીહિ કહે. ત્યાં રહેલા સાધુ તે સાંભળી સામા આવે. વાપરતા હોય તો કોળીયો મુખમાં હોય ને વાપરી લે, હાથમાં હોય તો પાત્રામાં મૂકી દે. સામે આવેલા સાધુનું સન્માન કરે. આવેલા સાધુ સંક્ષેપથી આલોચના કરી, તેમની સાથે આહાર વાપરે. જે તેઓએ વાપરી લીધું હોય તો તેમ કહે. જો વાપરવાનું બાકી
૨૧૨
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર હોય તો બધાં સાથે વાપરે આહાર ઓછો હોય તો, પોતાને માટે બીજો આહાર લાવીને વાપરે. આવેલા સાધુની ત્રણ દિવસ આહાર-પાણી આદિથી ભક્તિ કરે શક્તિ ન હોય તો બાલ-વૃદ્ધ આદિની ત્રણ દિવસ ભક્તિ કરે.
• મૂલ-૩૩૩ થી ૫૫ -
(૫) વસતિ - ત્રણ પ્રકારે, મોટી-નાની-પ્રમાણયુક્ત. પહેલાં પ્રમાણયુક્ત વસતિ ગ્રહણ કરે, તે ન હોય તો નાની વસતિ ગ્રહણ કરે, તે પણ ન હોય તો મોટી વસતિ ગ્રહણ કરવી. મોટી વસતિમાં બીજા લોકો, પારદારિકો, બાવા આદિ આવીને સુવે છે, તેથી ત્યાં સૂત્ર-અર્થ પોરિસિ કરતાં કે જતા આવતાં, કોઈ અસહિષ્ણુ હોય તો બૂમાબૂમ કરી મૂકે, ઝઘડો થાય પરિણામે આત્મવિરાધના કે સંયમ વિરાધના થાય વળી બધાના દેખતાં શંકા ટાળે તો પ્રવયનની લઘુતા થાય. રાત્રે વસતિમાં પંજતા પંજતા જાય તો કોઈને ચોરની શંકા થાય અને કદાચ મારી નાંખે સાગારિક ગૃહસ્થને સ્પર્શ થતાં તે સાધુને નપુંસક સમજે. સ્ત્રીનો સ્પર્શ થઈ જાય તો સ્ત્રી સમજે છે કે - આ સાધુ મને ઈચ્છે છે, તેમાં મારપીટ થાય. દિવસે સાધુ ઉપર સગી થયેલ કોઈ
શ્રી રામે સાધુની પાસે આવીને સૂઈ જાય, સાધુને બળાત્કારે ગ્રહણ કરે તેથી મોટી વસતિમાં ન ઉતરવું.
નાની વસતિમાં બે જતાં-આવતાં કોઈના ઉપર પડી જવાય. જાગી જતાં ચોરની શંકા થાય ઈત્યાદિથી આત્મ અને સંયમ વિરાધના થાય.
પ્રમાણયુક્ત વસતિમાં કેવી રીતે ઉતરવું ? એક એક સાધુ માટે ત્રણ હાથ પહોળી જગ્યા રાખવી, એક હાથ-ચાર આંગળ પહોળો સંથારો, પછી વીસ આગળ ખાલી જગ્યા રાખવી, પછી એક હાથ જગ્યામાં પાગાદિ મુકવા, પછી બીજા સાધુના આસનાદિ રાખવા. પગાદિ બહુ દૂર મૂકે તો બિલાડી, ઉંદર આદિથી રક્ષણ ન થાય. બહુ નીકટ રાખે તો પાગાદિ તુટવાનો ભય રહે. માટે ૨૦ આંગળ પાંતર રાખવું.
જો બે હાથથી વધુ અંતર હોય તો, કોઈ ગૃહસ્થ વચ્ચે સૂઈ જશે. તેથી બીજા દોષો લાગશે. ત્યાં બે સાધુ વચ્ચે બે હાથની જગ્યા રાખે. જો હાથથી ઓછું આંતરું હોય તો, બીજા સાધુનો સ્પર્શ થઈ જાય તો ભક્ત ભોગીને પૂર્વકીડાનું સ્મરણ થઈ આવે. કુમારપણામાં દીક્ષા લીધી હોય તેને સાધુના સ્પર્શથી સ્ત્રીનો સ્પર્શ કેવો હશે ? તેવું મતહલ થશે. વચ્ચે બે હાથનું અંતર રાખે, તેથી પરસ્પર કલહ આદિ ન થાય. ભીંતથી એક હાથ દૂર સંથારો કરવો. પગ નીચે પણ જવા આવવાનો માર્ગ રાખવો. મોટી વસતિ હોય તો ભીંતથી ત્રણ હાથ દૂર સંથારો રાખવો.
પ્રમાણયુકત વસતિ ન હોય તો નાની વસતિમાં રાત્રે જયણા પૂર્વક જવું-આવવું હાથથી પરમાર્થ કરી બહાર નીકળવું. પત્રાદિને ખાડામાં મૂકવા અને ખાડો ન હોય તો દોરી બાંધી ઉંચે લટકાવવા.
મોટી વસતિમાં ઉતરવું પડે તો સાધુ છુટા છુટા થઈ સુવે. કોઈ આવીને એક બાજુ થઈ જવા કહે તો તેમ કરી પડદો કરી લે. ત્યાં બીજા ગૃહસ્થો આદિ હોય તો જતાં આવતાં પ્રમાર્જનાદિ ન કરે.