________________
મૂલ-૫૮ થી ૯૮
૧૯૩
તો શુકમાં ચાલે. શુકમાં પણ રેતીવાળો અને રેતી વિનાનો માર્ગ હોય તો રેતી વિનાના માર્ગે જાય. રેતી વિનાના માર્ગમાં પણ આકાંત અને અનાકાંત બે પ્રકારે માર્ગ હોય, તેમાં આકાંત માર્ગે જાય.
- આદ્ર માર્ગ પણ ત્રણ પ્રકારે હોય. મધુસિકથ-પગથી પાની સુધીનો કાદવ, પિંડક - પગે મોજા પહેર્યા હોય તેમ લાગે તેટલો કાદવ ચિકિખલ-ગથ્વી જવાય તેટલો કદાવ. શુક માર્ગ ન હોય તો જ આદ્ર માર્ગે જાય.
માર્ગમાં જતાં સંયમ વિરાધના અને આત્મવિરાઘના ન થાય તેવી પૃથ્વી ઉપર ચાલે. સંયમવિરાધના એટલે સજીવ પૃથ્વીકાયની વિરાધના થાય છે. આત્મવિરાધના - કાંય આદિ વાગતાં શરીરને પીડા થાય છે.
શિયાળા અને ઉનાળામાં હરણ (નિષધા)થી પણ પૂંજે અને ચોમાસામાં પાદલેખનિકાથી પૂંજે. પાદલેખનિકા-૧૨ આંગળ બી, એક આંગળ જાડી, બંને બાજુ નખની જેવી અણીયાળી કોમળ દરેક રાખવાની હોય. જેમાં એક તરફથી સચિત પૃથ્વી દૂર કરે, બીજી બાજુથી અચિત્ત પૃથ્વી દૂર કરે.
(૨) અકાયની જયણા - પાણી બે પ્રકારે હોય, (૨) આકાશથી પડતું, (૨) જમીનથી નીકળતું. આકાશમાંથી પડતું પાણી પણ બે પ્રકારે - (૧) ધુમ્મસનું (૨) વરસાદનું. ધુમ્મસ પડતું હોય ત્યારે મકાનના બારી-બારણાં બંધ કરી, કામળી
ઓઢીને મકાનમાં એક બાજુ બેસી રહે. પડિલેહણાદિ કિયા ન કરે, ઉમે અવાજે ના બોલે, જરૂર પડે પરસ્પર ઈશારાથી જ વાત કરે.
વરસાદ પડતો હોય ત્યારે મકાનમાંથી બહાર ન જાય, નીકળ્યા પછી જો વરસાદ પડે તો રસ્તામાં વૃક્ષ નીચે ઉભો રહે. ઘણો વરસાદ પડતો હોય તો સૂકા ઝાડ ઉપર ચડી જાય અથવા કોઈ એવા સ્થાને રહે કે જ્યાંથી શરીર ઉપર પાણી ના પડે. ભય હોય તો કામળી ઓઢીને જાય.
માર્ગમાં નદી આવે અને બીજો રસ્તો હોય તો ફરીને જાય. પુલ હોય તો પુલ ઉપચી જાય. ભયવાળો કે રેતી ખરતો પુલ હોય તો ન જાય. જે નદીમાં પાણી જંઘા જેટલું હોય તેને સંઘટ્ટ કહે છે. નાભિ પ્રમાણ પાણીને લેપ કહે છે. નાભિથી વધારે પાણી હોય તેને લેપોપરી કહે છે. સંઘ નદી ઉતરતાં એક પણ પાણીમાં અને બીજે પણ ખાણાથી અદ્ધર રાખવો. તેમાંથી પાણી નીતરી જાય એટલે તે પણ આગળ પાણીમાં મૂકે અને પાણીમાં રહેલ પણ બહાર કાઢે, પછી તે પગ નીતરી જાય એટલે આગળ મૂકે. સામે કિનારે પહોંચી ઉભો રહે, પાણી નીતર્યા પછી ઈરિયાવહી કરે.
નાભિ પ્રમાણ પાણીવાળી નદી નિર્ભય હોય તો, ગૃહસ્થાદિ ઉતરતાં હોય ત્યારે તેમની પાછળ પાછળ ઉતરે. જો ભય હોય તો ચોલપટ્ટાને ગાંઠવાળી માણસોની વચમાં ઉતરે કેમકે કદાચ પાણીમાં ખેંચાય તો લોકો બચાવી લે. સામે કિનારે પહોંચી ચોલપટ્ટાનું પાણી નીતરી જાય. ત્યાં સુધી ઉભો રહે. પછી ઈરિયાવહી કરી આગળ જાય. જો કાંઠે શિકારી પશુ કે ચોર આદિનો ભય ન હોય તો ચોલપો શરીરને ના અડે તેમ લટકતો રાખે.
૧૯૮
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર નદી ઉતરતી વેળા ગૃહસ્થ ન હોય તો નાસિકાથી પાણી માપે. જો ઘણું પાણી હોય તો ઉપકરણો ભેગા કરી બાંધી લે અને મોટું પાત્ર ઉંધુ શરીર સાથે બાંધીને તરીને સામે કાંઠે જાય. નાવમાં બેસીને ઉતરવું પડે તેમ હોય તો નાવમાં થોડા માણસો બેસે પછી ચડે. નાવના મધ્ય ભાગે બેસે, ઉતરતાં થોડા માણસો ઉતર્યા પછી ઉતરે, નાવમાં બેસતા સાગારિક અનશન કરે અને કાંઠે ઉતરી ઈરિયાવહી કરી આગળ જાય.
(3) તેઉકાયની જયણા - સ્તામાં જતા વનદવ આગળ હોય તો પાછળ જવું, સામે આવતો હોય તો સૂકી જમીનમાં ઉભા રહેવું. સૂકી જમીન ન હોય તો કામળી ભીની કરીને ઓઢી લે. જો ઘણો અગ્નિ હોય તો ચામડું ઓઢી લે અથવા ઉપનિહથી ચાલે.
(૪) વાયુકાયની જયણા - પવન ઘણો હોય તો પર્વતની ખીણમાં કે વૃક્ષના ઓયે ઉભા રહે ત્યાં ભય હોય તો નિછિદ્ર કામળી ઓઢી લે.
(૫) વનસ્પતિકાયની જયણા – પ્રત્યેક અને સાધારણ વનસ્પતિકાય. દરેકમાં અચિત, મિશ્ર, સયિત. તેમાં પ્રત્યેકમાં સ્થિર અને અસ્થિર. તે દરેકમાં પણ આકાંત નિપ્રત્યખાય, આકાંત સપ્રત્યપાય, અનાકાંત નિપ્રત્યપાય અને એનાકાંત સપ્રત્યપાય એ ચાર ભેદો જાણવા. તેમાં – આકાંત એટલે કચડાયેલી નિત્યપાય • ભય રહિત, અનાકાંત - ન કચડાયેલ, સપત્યપાય - ભયવાળી. સ્થિર - દેઢસંઘયણી આમાં જયણા કઈ રીતે ?
| મુખ્ય રીતે તો – (૧) અચિત, પ્રત્યેક, સ્થિર, આકાંત, ભય વિનાની વનજ્ઞાતિમાં જવું. તે ન હોય તો (૨) અયિત, પ્રત્યેક, સ્થિર, અનાકાંત, ભય વિનાની વનસ્પતિમાં જવું તે ન હોય તો (3) અચિત, પ્રત્યેક, અસ્થિર, આકાંત અને ભય વિનાની વનસ્પતિમાં જવું. તે ન હોય તો (૪) અચિત, પ્રત્યેક, અસ્થિર, અનાક્રાંત, ભય વિનાની વનસ્પતિમાં જવું.
આ જ રીતે ચાર ભંગ અનંતકાય વનસ્પતિના કહેવા. તે પણ ન હોય તો મિશ્ર, પ્રત્યક, સ્થિર, આકાંત અને ભયરહિત વનસ્પતિમાં જવું તે પણ ન હોય તો બાકીના સાત ચિત મુજબ સમજી લેવા. તે પણ ન હોય તો સચિત્ત, પ્રત્યેક, સ્થિર, આકાંત, ભયરહિત માર્ગે જવું. બાકીના સાત અચિત પ્રમાણે સમજી લેવા. આ રીતે કુલ-૨૪ ભંગ થાય.
છેવટે ભય વિનાની વનસ્પતિમાં જયણાપૂર્વક જવું.
(૬) ત્રસકાયની જયણા - બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય. તે દરેકમાં સચિત, મિશ્ર અને અયિત. દરેકમાં સ્થિર સંઘયણ અને અસ્થિર સંઘયણવાળા. તે દરેકમાં આકાંત, અનાકાંત, સપત્યપાય, નિપ્રત્યપાય. વિત્ત - જીવતા બેઈન્દ્રિયાદિ જીવોથી વ્યાપ્ત ભૂમિ. વિત્ત • મૃત બેઈન્દ્રિય આદિ જીવોથી વ્યાપ્ત ભૂમિ. મિશ્ર - કેટલાંક જીવતા અને કેટલાંક મરેલા હોય તેવી. આ બધામાં મુખ્યતાએ અગિd વ્યાપ્ત ભૂમિમાં જવું.