________________
મૂલ-૨૪ થી ૪૫
૧૯૫
કહેવામાં દોષ અને પૂછતા લાભ છે.
જેમકે - (૧) કદાચ આચાર્યને યાદ આવે કે – મારે અમુક કાર્ય કહેવાનું હતું પણ બીજું કહ્યું. (૨) જે કામ માટે સાધુને મોકલવાના છે, તે પ્રયોજન સાર્થક થાય તેમ નથી કેમકે તે આચાર્ય ત્યાં નથી. (3) સંઘાટક આચાર્યને કહે કે- આપે અમુક સાધુને જવા માટે આજ્ઞા કરી, પણ તે સાધુ ગયછમાંથી નીકળી જવાની ઈચ્છાવાળો છે.
સાધુ પૂછવા આવે ત્યારે આચાર્યશ્રી કહે કે - “જવાની જરૂર નથી' અથવા જે કાર્યની ભલામણ કરવાની હોય તે કરીને, “જવાની આજ્ઞા આપો.”
સવારમાં જનારો સાધુ આચાર્ય પાસે આવે. જો આચાર્યશ્રી નિદ્રામાં હોય તો ગીતાર્થ સાધુ આચાર્યશ્રીને જગાડે કે પગે સંઘના કરે એટલે જાણે. સાધુ તેમને વંદના કરીને કહે - “આપે જે કામ બતાવ્યું તે માટે હું જઉં છું.”
જો આચાર્યશ્રી ધ્યાનાદિમાં હોય તો જનાર સાધુ ત્યાં ઉભો રહે. કેમકે દયાનાદિમાં કોઈ કાર્ય સિદ્ધ થવાનું હોય તો અટકી જાય. ધ્યાન પૂર્ણ કરે, ત્યારે વંદના કરીને કહે કે – “હું કાર્ય કરવા માટે જઉં છું.” જનાર સાધુ, રનાધિકાદિ બધાંને વંદના કરે.
આવા એકાકી સાધુ વિહારમાં શો વિધિ સાચવે ? • મૂલ-૪૬ થી ૫૭ :
(૧) વિહાર વિધિ :- ઘણે લાંબે જવાનું હોય તો વહેલો વિહાર કરે. નીકળતી વખતે ઘણું અંધારુ હોય કે કૂતરા કે શિકારી જનાવરનો ભય હોય તો, બીજો સાધુ તેની સાથે અજવાળુ હોય ત્યાં સુધી જાય. જનાર સાધુને લઘુનીતિ, વડીનીતિની શંકા હોય તો ગામની નજીક શંકા ટાળીને આગળ વિહાર કરે, બીજો સાધુ વસતિમાં પાછો જાય. વહેલા જવામાં ચોર આદિનો ભય હોય તો અજવાળું થયા પછી વિહાર કરે. - જનાર સાધુને આહાર કરીને જવાની ઈચ્છા હોય તો, ગીતાર્થ સાધુ સંખડી કે સ્થાપના કુળમાંથી યોગ્ય વસ્તુ લાવી આપે. તે સાધુને વસતિમાં વાપરવું હોય તો વાપરી લે, ન વાપરવું હોય તો સાથે લઈને વિહાર કરે અને બે કોસમાં વાપરી લે, કેમકે તેનાથી વધુ આહાર-પાણી લઈ જવાથી ક્ષેત્રાતિક્રમ દોષ લાગે.
ગામની હદ પૂરી થતાં રજોહરણથી પણ પૂંજી લે. જેથી મિશ્ર કે સચિત પૃથ્વીની વિરાધના ન થાય. જ્યાં જ્યાં જુદી ભૂમિ આવે ત્યાં ત્યાં અવશ્ય પણ પૂંજે. જો કોઈ ગૃહસ્થ જોતા હોય તો પણ પૂંજવામાં ભજના. પણ નિપધાથી પંજે, હરણયી નહીં. તે નિષધા શરીરશ્ન ન અડે તેમ હાથમાં લટકતી રાખીને થોડે સુધી જાય, ગૃહસ્થ ન દેખાય ત્યારે ફરી તેને બગલમાં મૂકી દે. પણ પૂંજતી વખતે ત્યાં રહેલ ગૃહસ્થ કોઈ ચાલતો હોય, કોઈ કાર્યમાં ચિતવાળો હોય તો હરણથી પણ પંજે. તેમાં આઠ ભાંગા થાય. તેમાં કયા ભંગમાં પણ પૂંજે અને કયા ભંગમાં ન પૂંજે તે કહે છે
જો ગૃહસ્થ (૧) ચલ, વ્યાક્ષિપ્ત કે અનુપયુક્ત હોય, (૨) ચલ, અવ્યાક્ષિપ્ત
૧૯૬
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર કે અનુપયુક્ત હોય, (3) સ્થિર, વ્યાક્ષિપ્ત કે અનુપયુક્ત હોય, (૪) સ્થિર, અવ્યાપ્તિ કે અનુપયુક્ત હોય તો પ્રમાર્જના કરે. પણ જો ગૃહસ્થ ઉપયુકત હોય તો ચલ, સ્થિર, વ્યાપ્તિ કે અત્યાક્ષિપ્ત એ ચારમાંથી એકે ભંગમાં પ્રમાર્જના ન કરે. અહીં સ્થિર ઉભો હોય. ૩rafક્ષપ્ત - કંઈ કામ કરતો ન હોય. ૩પયુવત - સાધુ શું કરે છે ? તે તરફ ધ્યાન હોય.
ઉપરોકત આઠ ભાંગામાં પહેલા ભંગમાં તો અવશ્ય પ્રમાર્જના કરે, બાકીના ભંગોમાં સાધુ તરફ ગૃહસ્થનો ઉપયોગ જ્યાં હોય ત્યાં ન પુંજે, પણ ઉપયોગ ન હોય ત્યાં પૂંજે. તેથી સૂરકારે ભજના શબ્દ કહેલ છે.
૦ વિહાર કરતા રસ્તો કઈ રીતે પૂછવો ? રસ્તો પૂછવામાં ત્રણ ત્રિક થાય છે. બે વ્યક્તિને રસ્તો પૂછવો, જેથી ભૂલા ન પડાય. મુખ્યતાએ બે તરુણ શ્રાવકને સ્તો પૂછવો, તે ન હોય તો બે તરુણ, અન્યધર્મીને પ્રીતિપૂર્વક સ્તો પૂછવો, બાકીના આઠ ભાંગામાં પૂછવાથી દોષ સંભવે છે. તે આઠ આ પ્રમાણે - (૧) વૃદ્ધ - વિસ્મૃતિથી રસ્તો બરાબર બતાવી ન શકે. (૨) બાળક - ક્રીડાપ્રિય હોવાથી ખોટો રસ્તો બતાવી દે. (૩ અને ૪) સ્ત્રી અને નપુંસક - જો મધ્યમ વયના હોય તો કોઈ શંકા કરે કે સાધુ આની સાથે શું વાત કરે છે ? અથવા બંનેમાં કંઈ અકાર્ય છે. (૫ થી ૮) વૃદ્ધ નપુંસક, બાળ નપુંસક, વૃદ્ધ સ્ત્રી, બાલિકા- આ ચારે માથિી અજાણ હોય અથવા બરાબર જાણતા ન હોય.
નજીકમાં રહેલાની પાસે જઈને રસ્તો પૂછે. જો તે માણસ મૂંગો રહે તો ન પૂછે, જો તે માણસ મૌન રહે તો ન પૂછે. જો દૂરથી બૂમ પાડીને પૂછે, તો કદાચ શંકા થાય કે - “આની પાસે દ્રવ્ય હશે કે બળદ દિને લઈ જનાર હશે ? અથવા તે દોડતો આવે તો રસ્તામાં વનસ્પતિ આદિની વિરાધના થાય. સાધુ જો દૂર સુધી તેની પાસે જાય તો પૃથ્વીકાયાદિ વિરાધના થાય, પગમાં કાંટો વાગવાનો સંભવ રહે. આથી સંયમ વિરાધના અને આત્મ વિરાધના થાય. તેથી નજીકમાં રહેલાને પૂછે.
મધ્યમ વયના પુરુષ ન હોય તો દૈa સ્મૃતિવાળા વૃદ્ધને પૂછે. દંઢ સ્મૃતિવાળા વૃદ્ધ ન હોય તો ભવિક તરણને પૂછે, સ્ત્રી હોય તો પહેલાં મધ્યમ વયવાળી સ્ત્રીને પૂછે. તે ન હોય તો દેઢ મૃતિવાળી વૃદ્ધાને પૂછે તે ન હોય તો તરુણીને પૂછે, તે ન હોય તો સરળ બાળાને પૂછે.
નપુંસકમાં પહેલાં મધ્યમ વયના નપુંસકને પૂછે, ન હોય તો દેઢ સ્મૃતિવાળા વૃદ્ધ નપુંસકને પૂછે, તે ન હોય તો સરળ નપુંસકને પૂછે.
આ દરેકમાં પરસ્પર સંયોગી ભાંગા ૧૩૧ થાય છે. સાઘર્મિકમાં-૪પ અને અન્યધર્મીમાં ૪૫ ભંગો, ઉભયમાં-૮૧ ભાંગા એમ કુલ-૧૩૧ થાય.
• મૂલ-૫૮ થી ૮ :માર્ગે ચાલતા છકાયની જયણા પાળવી. તે આ પ્રમાણે -
(૧) પૃથ્વીકાયની જયણા - પૃથ્વીકાય સચિત, અચિત અને મિશ્ર એ ત્રણ ભેદે હોય છે. તેથી અચિત્ત પૃથ્વીમાં જાય. અચિત્તમાં પણ આદ્ધ અને શુક બંને હોય