________________
મૂલ-૮
૧૮૩
• મૂલ-૮ :
આ ગાથામાં કરણસિત્તરીના સિત્તેર ભેદો જણાવે છે, તે આ – (૧) પિંડ વિશુદ્ધિ, (૨) સમિતિ, (૩) ભાવના, (૪) પ્રતિમા, (૫) ઈન્દ્રિય નિરોધ, (૬) પ્રતિલેખના, (૭) ગુપ્તિ, (૮) અભિગ્રહ.
– (૧) પિંડ વિશુદ્ધિ ચાર ભેદે છે – (૧) વસ્ત્ર, (૨) પાત્ર, (૩) વસતિ, (૪) આહાર અથવા સામાન્યથી એક ‘આહાર' જ, તે નિર્દોષ મેળવવા માટે ગવેષણા આદિ કરવી તે.
– (૨) સમિતિ પાંચ પ્રકારે છે, તે આ પ્રમાણે –
(૧) ઈસિમિતિ - સાડા ત્રણ હાથ પ્રમાણ ભૂમિ ઉપર દૃષ્ટ રાખી ચાલવું. (૨) ભાષા સમિતિ - નિરવધ, હિતકર, મિત અને ખપ પૂરતી સત્ય ભાષા બોલવી અથવા બોલવામાં સમ્યક્ ઉપયોગ રાખવો. (૩) એપણાસમિતિ – ફક્ત સંયમ યાત્રાના નિર્વાહ માટે બેંતાલીશ દોષરહિત અને યતનાપૂર્વક આહારાદિની ગવેષણા કરવી. (૪) આદાન ભાંડ માત્ર નિક્ષેપણા સમિતિ – વસ્ત્ર, પાત્ર આદિ કોઈપણ વસ્તુ લેતા કે મૂક્તા દૃષ્ટિથી જોઈ, પૂંજી, પ્રમાઈ, લેવું કે મૂકવું. (૫) પારિષ્ઠાપનિકા સમિતિ – મળ, મૂત્ર, કફ, મેલ, સંયમને અનુપયોગી થયેલા વસ્ત્ર, પાત્ર આદિને નિર્જીવ સ્થાનમાં અને વિધિપૂર્વક પરઠવવા તેમજ પ્રવચનનો ઉગ્રહ ન થાય તેમ પરઠવવામાં ઉપયુક્ત હોવું.
– (૩) ભાવના બાર પ્રકારે છે, તે આ પ્રમાણે –
(૧) અનિત્ય ભાવના - જગા પદાર્થો અનિત્ય-નાશવંત છે. (૨) અશરણ ભાવના - મરણ અથવા બહુ કષ્ટ કાળે કોઈ શરણભૂત થતું નથી. (૩) સંસાર ભાવના - ચાર ગતિરૂપ કે પંચવિધ ભવ સાગરરૂપ આ સંસાર ભયંકર છે. તેમાં શત્રુમિત્ર કે મિત્ર-શત્રુ બની જાય છે. (૪) એકત્વ ભાવના-જીવ એકલો જ જન્મે છે, મરીને પરલોકમાં એકલો જ જાય છે, પોતાના કર્મોનું વેદન એકલો જ કરે છે. કોઈ સાથે આવતું નથી.
(૫) અન્યત્વ ભાવના – સ્વજન, કુટુંબ, ધન ચાવત્ શરીર પણ પોતાનું નથી, મારું કોઈ નથી, સૌ પોત-પોતાના સ્વાર્થમાં ડૂબેલા છે. (૬) અશુચિત્વ ભાવનાશરીરની ઉત્પત્તિ, સ્વરૂપ, પરિણામ અપવિત્ર છે. તેમાંથી નિરંતર અશુચિ ઝર્યા કરે છે. તેમાં રહેલ માંસ, લોહી, મળ, મૂત્રાદિ બધું અશુચિ છે. (૩) આશ્રય ભાવના - ઈન્દ્રિયાદિ આશ્રવો આત્માને કર્મથી મલીન કરનારા છે. તેમાં અવ્રત, યોગ, કષાય, મિથ્યાત્વ, પ્રમાદની પરિણતિ માત્ર જ આશ્રવ છે. (૮) સંવર ભાવના – સભ્યષ્ટિત્વ, વિરતિ, જ્ઞાનાદિથી કર્મનો બંધ અટકવો તે.
(૯) નિર્જરા ભાવના - કર્મનું આત્માથી છૂટા પડવું તે. જો દેશથી કર્મ છૂટા પડે તો તે નિર્જરા છે, સર્વયા કર્મો ખરી જાય તો તેને મોક્ષ કહે છે. કર્મો સ્વકાળથી
કે તપ અને વ્રતથી છૂટા પડે છે. (૧૦) લોકસ્વરૂપ ભાવના-છ દ્રવ્યનો સમવાય કે ઉધો અધઃ અને મધ્ય એ ત્રણ ભેદથી આ લોક છે. જેમાં અશુભ ભાવાદિથી નક
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
કે તિર્યંચ ગતિ અને શુભ ભાવથી મનુષ્ય અને દેવલોકરૂપ ગતિ પ્રાપ્ત થાય છે. નિજશુદ્ધ ભાવથી સિદ્ધિ ગતિ પમાય છે. (૧૧) બોધિ દુર્લભ ભાવના - મોહ વ્યાધિવાળાને સĚજ્ઞાન દૃષ્ટિ અને બોધિ દુષ્પ્રાપ્ય છે. વિરતિરૂપ નિજભાવનું ચાસ્ત્રિ પણ દુષ્કર છે, ત્રણ રત્નોની પ્રાપ્તિ થવી તે બોધિ કહેવાય છે. (૧૨) ધર્મસ્વરૂપ ભાવના - અહો ! જિનેશ્વરોએ કેવો આ સુંદર ધર્મ ઉપદેશેલ છે. ઈત્યાદિ ચિંતવના. આ ધર્મ અાંગ અને સ્વભાવરામી છે.
૧૮૮
– (૪) પ્રતિમા - વિશિષ્ટ પ્રતિજ્ઞા, તે બાર પ્રકારે છે. આ બારે પ્રતિમાનું સ્વરૂપ દશાશ્રુત સ્કંધમાં સારી રીતે વર્ણવેલ છે, આવશ્યક નિયુક્તિ-વૃત્તિમાં પણ તેની સુંદર વિવેચના છે. જેમાં એક માસ, બે માસ ચાવત્ સાત માસની પ્રતિમા એ સાત, ત્રણ સપ્તઅહોરાગની, એક-એક અહોરાત્રની એમ બાર પ્રતિમા થાય છે. જો કે આ પ્રતિમાનું આરાધન, પ્રથમ સંઘયણવાળા, ધીરજ અને સત્વયુક્ત સાધુ ગુરુ મહારાજની આજ્ઞાથી કરાય છે.
– (૫) ઈન્દ્રિય નિરોધ - ઈન્દ્રિયો પાંચ ભેદે છે, તે આ – (૧) સ્પર્શનેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ઘ્રાણેન્દ્રિય, (૪) ચક્ષુરિન્દ્રિય, (૫) શ્રોત્રેન્દ્રિય. આ પાંચે ઈન્દ્રિયોના વિષયભૂત સ્પર્શ, રસ, ગંધ, રૂપ અને શબ્દ પરત્વે રાગ કે દ્વેષનો ત્યાગ કરી, સમભાવ કેળવવામાં ઉધમશીલ રહેવું.
-૬- પડિલેહણા - પચીશ પ્રકારે કહેલ છે, તે આ પ્રમાણે –
વિધિપૂર્વક, બોલ બોલવાપૂર્વક અને સોળ દોષોથી રહિત એવી પડિલેહણા કરવી જોઈએ. ૧૬ દોષો આ પ્રમાણે છે ઃ- (૧) નર્તન-વસ્ત્ર કે શરીરને નચાવવું, (૨) વલન-વસ્ત્ર કે શરીને સીધું ન રાખવું, (૩) અનુબંધ-અખોડા, ૫ખોડા વધારે કરાવવા, (૪) મોસલી - કપડાં જેમ-તેમ લેવાં કે મૂકવા. (૫) આભટ-ઉતાવળે પડિલેહણા કરવી. (૬) સંમર્દ - વસ્ત્ર પુરુ ખોલ્યા વિના પડિલેહણા કરવી, (૭) પ્રસ્ફોટન-વસ્ત્રને ઝાપટવા. (૮) નિક્ષેપ-વસ્ત્ર એક બાજુ ફેંકતા જવું અથવા કપડાંના છેડા અદ્ધર કરવા.
(૯) વેદિકા - બંને હાય ઢીંચણની ઉપર રાખવા કે નીચે રાખવા. (૧૦) પ્રશિથિલ - કપડું ઢીલું પકડવું. (૧૧) પ્રલંબ - કપડું લટકતું રાખવું, (૧૨) લોલ-કપડું જમીનને અડાડવું. (૧૩) એકામર્શ - એક બાજુથી પકડી હલાવીને કપડું નીચે મૂકી દેવું. (૧૪) અનેકરૂપ ધૂનન - અનેક કપડાં ભેગાં કરી ખંખેરવા. (૧૫) શક્તિગણના - અખોડા ૫ખોડા ભૂલી જવા. (૧૬) વિતથકરણ - પડિલેહણ કરતા વાતો કરવી, પચ્ચક્ખાણાદિ આપવા.
-૭- ગુપ્તિ ત્રણ પ્રકારે જાણવી. તે આ – મનની, વાતની, કાયાની અશુભ પ્રવૃત્તિઓને રોકવી.
દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને
-૮- અભિગ્રહ ચાર પ્રકારે છે, તે આ ભાવથી વિશિષ્ટ નિયમને ધારણ કરવા તે.
આ પ્રમાણે મુખ્ય આઠ ભેદોના પેટા ભેદો વડે ૭૦ પ્રકારોને કહ્યા. તેમાં ૪
-