________________
મૂલ-૮૪૦ થી ૮૪૫
માછીમાર માછલું તેમાં ફસાયેલું જાણી, તે બહાર કાઢે છે, તો કાંઈ હેતુ નથી. આ પ્રમાણે વારંવાર પેલું માછલું માંસ ખાઈ જાય છે, પણ ગલમાં સપડાતું નથી.
માછીમારને વિચારમાં પડેલ જોઈ માછલું તેને માછલું કહે છે કે હું એક વાર પ્રમાદમાં પડ્યો, બગલાએ મને પકડ્યો ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - આખું દૃષ્ટાંત પિંડ નિર્યુક્તિના ગ્રાઔષણામાં આવી ગયેલ છે, ત્યાં જોવું.
આ રીતે માછલો સાવધાનીથી આહાર મેળવતો હતો. તેથી ક્યાંય છેતરાતો ન હતો.
૨૩૧
• મૂલ-૮૪૬ થી ૮૪૮ -
૦ ભાવ ગ્રાતૈષણા :- આ પ્રમાણે કોઈ દોષોમાં ન છળાય તે રીતે નિર્દોષ આહા-પાણીની ગવેષણા કરી, સંયમના નિર્વાહ માટે જ આહાર વાપરવો. આહાર વાપરતાં પણ પોતાના આત્માને શાસિત કરે કે – હે જીવ ! તું બેંતાલીશ દોષ રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરવામાં મૂર્છાવશ થઈશ નહીં, રાગ-દ્વેષ કરીશ નહીં. આહાર વધુ પણ ન વાપરવો, તેમ ઓછો પણ ન વાપરવો. જેટલાં આહારથી
શરીર ટકી રહે તેટલાં પ્રમાણમાં આહાર વાપરવો.
- મૂલ-૮૪૯,૮૫૦ :
૦ ગૌચરી કોણ-કોણ જુદી વાપરે ? તે કહે છે :- (૧) આગાઢ યોગ વહન કરનાર જુદુ વાપરે - (૨) - માંડલી બહાર રાખેલા અમનોજ્ઞ જુદા વાપરે. - (3) - મહેમાન સાધુ આવેલા હોય, તેમને પહેલાંથી પૂરેપૂરુ આપવામાં આવે એટલે તેઓ જુદુ વાપરે છે. - (૪) - નવદીક્ષિત હોય, ઉપસ્થાપના ન થઈ હોય, ત્યારે તેમને જુદું વાપરવા આપે. - (૫) - દોષ શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત કરતાં હોય તે શબલ ભ્રષ્ટ ચાસ્ત્રિીઓ જુદા વાપરે. - (૬) - બાળ, વૃદ્ધ, અસહિષ્ણુ જુદુ વાપરે. આ રીતે જુદુ વાપરનારા અસમુદ્દેશિક કહેવાય છે. તદુપરાંત કોઢ આદિ રોગવાળા જુદુ વાપરે.
• મૂલ-૮૫૧ થી ૮૫૯ :૦ પ્રકાશની વ્યાખ્યા પ્રકારનો છે – (૧) દ્રવ્ય પ્રકાશ, (૨) ભાવ પ્રકાશ, (૧) દ્રવ્ય પ્રકાશ - દીપક, ત્ન આદિનો હોય છે.
- આહાર પ્રકાશમાં કરવો જોઈએ. આ પ્રકાશ બે
(૨) ભાવ પ્રકાશ - તે સાત પ્રકારે છે, સ્થાન, દિશા ઈત્યાદિ.
- (૧) સ્થાન :- માંડલીમાં સાધુને જવા આવવાનો માર્ગ મૂકીને તથા ગૃહસ્થ આવતા ન હોય તેવા સ્થાનમાં પર્યાયાનુસાર બેસીને આહાર કરે.
- (૨) દિશા :- આચાર્યની સામે, પાછળ કે પરાંડ્યુખ ન બેસવું, પણ માંડલી પ્રમાણે ગુરુથી અગ્નિ કે ઈશાન દિશામાં બેસીને આહાર કરવો.
- (૩) પ્રકાશ :- અજવાળું હોય તેવા સ્થાને બેસીને આહાર કરવો. જેથી માખી, કાંટો, વાળ આદિ હોય તો ખબર પડે. અંધારામાં આહાર કરતાં માખી આદિ આહાર સાથે પેટમાં જાય તો ઉલટી, વ્યાધિ આદિ થાય છે.
- (૪) ભાજન :- અંધારામાં ભોજન કરતાં જે દોષો લાગે, તે દોષો સાંકડા
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર મુખવાળા પાત્રમાં વાપરતા લાગે છે. નીચે આહાર વેરાય, વસ્ત્રાદિ બગડે ઈત્યાદિ
દોષો થાય. તેથી પહોળા પત્રમાં આહાર વાપરવો.
૨૩૨
--
- (૫) પ્રોપ :- કૂકડીના ઇંડા પ્રમાણ કોળીયો લઈને મુખમાં મૂક્યો અથવા મુખ વિકૃત ન થાય તેટલા પ્રમાણનો કોળીયો મુખમાં મૂકે.
- (૬) ગુરુ :- ગુરુ જોઈ શકે તેમ વાપરવું. કેમકે તેમ ન કરતાં સાધુ જો ઘણું વાપરે કે અપથ્ય વગેરે તો રોગાદિ થાય અથવા ગૌચરીમાં સ્નિગ્ધ દ્રવ્ય મળેલ હોય, તો તે ગુરુને બતાવ્યા સિવાય વાપરી લે.
- (૭) ભાવ :- જ્ઞાન, દર્શન, ચાસ્ત્રિની આરાધના સારી રીતે થઈ શકે તે માટે વાપરવું પણ વર્ણ, બળ, રૂપ આદિ માટે આહાર ન વાપરવો.
જે સાધુ ગુરુને બતાવીને વિધિપૂર્વક વાપરે છે, તે સાધુ ગવેષણા, ગ્રહતૈષણા અને ગ્રાસેષણાથી શુદ્ધ વાપરે છે.
• મૂલ-૮૬૦ ઃ
ઉપસંહાર – આ રીતે વાપરવાનો વિધિ સંક્ષેપથી કહ્યો. તે બધાં સાધુ માટે સમજી લેવો. પણ અનેક સાધુ હોય તો માંડલીબદ્ધ વાપરે. • મૂલ-૮૬૧ થી ૮૬૮ :
૦ માંડલી શા માટે કરવી? માંડલી કરવાના કારણો આ પ્રમાણે છે –
(૧) ગ્લાન સાધુની કોઈ એક સાધુ વૈયાવચ્ચ કરે તો તેને સૂત્ર, અર્થની હાનિ થાય. જો મંડલીબદ્ધ હોય તો જુદા જુદા સાધુ કાર્યો સંભાળી લે તેથી કોઈને સૂમાર્થની હાનિ ન થાય, ગ્લાનની સેવા સારી થાય.
(૨) બાળ સાધુ - ભિક્ષા લાવવા સમર્થ નથી, તેથી જો માંડલીબદ્ધ હોય તો બીજા સાધુ ગૌચરી આદિ લાવી આપે, બાળ સાધુ સુખે સચવાઈ જાય. (૩) વૃદ્ધ સાધુ - બાળ સાધુ પ્રમાણે જ સમજી લેવું.
(૪) નવદીક્ષિત ગોચરીની શુદ્ધિ ન જાણે, તેથી બીજા સાધુ લાવી આપે. (૫) પ્રાથૂર્ણાંક આવે ત્યારે સાથે મળીને ભક્તિ કરી શકાય તે માટે. (૬) અસમર્થ એવા રાજપુત્રાદિને દીક્ષામાં સંયમની હાનિ ન થાય. (૭) બધાં સાધુઓને આહારાદિની ભક્તિનો લાભ લઈ શકાય. (૮) કોઈ અલબ્ધિક સાધુને આહારાદિ ન મળે તો સીદાય નહીં. ઉક્ત કારણોથી માંડલી કરવામાં આવે છે, જેથી સંયમારાધના સુખે થાય.
૦ ભિક્ષાર્થે ગયેલ સાધુ ઉપાશ્રય/વસતિમાં આવે ત્યારે વસતિપાલક સાધુએ કરવાની વિધિ - ભિક્ષાર્થે ગયેલ સાધુને આવવાનો સમય થાય એટલે વસતિપાલક નંદી પત્ર પડિલેહણ કરીને તૈયાર રાખે. સાધુ આવીને તેમાં પાણી નાંખે. પચી પાણી સ્વચ્છ થઈ જતાં બીજા પાત્રમાં ગાળી લેવાય. ગચ્છમાં સાધુની સંખ્યાનુસાર પાત્ર-સંખ્યા રાખે. વસતિપાલક નંદીપાત્ર રાખવા સમર્થ ન હોય કે નંદીપત્ર ન હોય, તો સાધુ પોતાના પાત્રમાં ચાર આંગળ ઓછું પાણી લાવે. જેથી એકબીજામાં નાંખીને પાણી સ્વચ્છ કરી શકાય. પાણીમાં કચરો કે કીડી આદિ હોય તો જયણાપૂર્વક