Book Title: Agam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 50
________________ મૂલ-૧૧૩૯ થી ૧૧૪૩ -૦- મૃષા - પારમાર્થિક અને સર્વોત્તમ જે પરમાર્થ મોક્ષ, તેની સાથે સંબંધ રાખનાર તાત્ત્વિક ધર્મનો ઉપદેશ છોડીને મૃષાવાદ કરવો. -૦- ચોરી - ઉદ્ગમ, ઉત્પાદના, એષણા અને માંડલીના દોષયુક્ત ગૌચરી વાપરે તે ચોરી છે. તે રીતે ઉપધિ, ઉપકરણાદિ અશુદ્ધ વાપરે તે પણ ચોરી છે. તીર્થંકર આજ્ઞા વિરુદ્ધ વર્તતા તીર્થંકર અદત્ત લાગે. એ રીતે સ્વામી અદત્ત, જીવ અદત્ત, ગુરુ દત્ત પણ સમજવું. -૦- મૈથુન - માત્ર મનથી પણ દિવ્ય કામ રતિના સુખને કે ઔદારિક રતિ સુખને ચિંતવે તેને અબ્રહ્મચારી માનવો. કદાચ અબ્રહ્મ ન સેવે તો પણ સ્ત્રી કયા કરે, સ્ત્રીની વસતિમાં રહે. એ રીતે બ્રહ્મચર્યની વાડ વિરાધી. સરાગદૃષ્ટિ કરે તો પણ બ્રહ્મચર્ય ભંજક છે. -૦- પરિગ્રહ - સંખ્યા અને પ્રમાણથી વધારે એવું જે ધર્મોપકરણ તે પરિગ્રહ પાપ છે. આગળ વધીને કહીએ તો મૂર્છા જ પરિગ્રહ છે. પ્રશસ્તયોગોનું આચરણ તે હિંસા, થોડો પણ આરંભ તે હિંસા. કષાય કે કુરભાવથી કલુષિત વાણી અને સાવધ વચન - મૃષાવાદ. એક તણખલું પણ માલિકની રજા વિના લે તે ચોરી. હસ્તકર્મ, શબ્દાદિ વિષયમાં આસક્તિ હોવી તે મૈથુન. જ્યાં મૂર્છા, લોભ, કાંક્ષા, મમત્વ હોય તે પરિગ્રહ. ઉણોદરી ન રાખે અને આકંઠ વાપરે તે રાત્રિ ભોજન. ૨૪૭ -૦- શબ્દાદિ વિષયો - ઈષ્ટ હોય કે અનિષ્ટ, પરંતુ તેના ઉપર ન રાગ કરવો કે ન દ્વેષ ન કરવો. રાગદ્વેષથી આત્માને કર્મબંધ થાય. ન -૦- કપાયો - ક્રોધ, માન, માયા, લોભથી કર્મ બંધાય છે. -૦- યોગો - મન, વચન, કાયાનો ખોટો પ્રયોગ, તેથી કર્મ બંધાય. -૦- પ્રતિસેવના - ચાસ્ત્રિ પાલનમાં જે-જે વિરુદ્ધ આચરણ થાય તે. મુનિ દીપરત્નસાગરે કરેલ પ્રતિસેવના દ્વારનો સટીક સંક્ષેપ પરિચય પૂર્ણ ૨૪૮ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર જ દ્વાર-૬-“આલોચના" -x-x - x - x-x ૦ [આ દ્વારનો અહીં તો અતિ સંક્ષેપ જ રજૂ કરેલ છે, પણ જિજ્ઞાસુ, ભવભીરુ, આત્માર્થી, મોક્ષાર્થી કે સંયમના ખપી સાધુ-સાધ્વીને નમ્ર પ્રાર્થના છે કે મૂળ નિયુક્તિ પાઠટીકા સહિત ખાસ વાંચવો - સમજવો - ચિંતવવો ૦ આલોચના બે ભેદે છે - મૂળગુણ સંબંધી, ઉત્તરગુણ સંબંધી. આ બંને આલોચના સાધુ, સાધ્વી વર્ગમાં ચાર કાનવાળી કહી છે. કેવી રીતે ? સાધુમાં એક આચાર્ય અને બીજા આલોચના કરનાર સાધુ. એ બંનેના થઈને ચાર કાન થશે. એ પ્રમાણે સાધ્વીમાં પણ એક પ્રવર્તિની અને બીજી સાધ્વી એમ બંનેના થઈને ચાર કાનો થશે. તેઓ આચાર્ય પાસે મૂલગુણ અને ઉત્તરગુણની આલોચના કરે. એ રીતે બંનેની મળીને આઠ કાનવાળા આલોચના થાય છે. આચાર્ય વૃદ્ધ હોય તો છ કાનવાળી આલોચના પણ થાય. સાધ્વીજીએ આચાર્ય પાસે આલોચના લેતી વખતે સાથે બીજા સાધ્વી અવશ્ય રાખવા, પણ એકલા સાધ્વીએ કદી આલોચના ન કરવી. ૦ ઉત્સર્ગ માર્ગે આલોયના આચાર્ય ભગવંત પાસે જ કરવી જોઈએ. જો આચાર્ય ભગવંત ન હોય તો – – બીજા દેશ કે ગામમાં તપાસ કરીને આચાર્ય પાસે આલોચના કરે. – આચાર્ય મહારાજ ન હોય તો ગીતાર્થ પાસે આલોચના કરવી. ગીતાર્થ પણ ન મળે તો યાવત્ છેલ્લે સિદ્ધ ભગવંતની સાક્ષીએ પણ અવશ્ય આલોચના કરી આત્મશુદ્ધિ કરવી. આચાર્ય જે રીતે આલોચના આપે તેને તે રીતે પૂર્ણ કરવી જોઈએ. ૦ આલોચનાના એકાર્થિક નામો આલોચના, વિકટના, શુદ્ધિ, સદ્ભાવદાપના, નિંદા, ગર્ભા, વિટ્ટણં, સલ્લુદ્ધરણ. ૦ શલ્ય – બે પ્રકારના છે, (૧) સૂક્ષ્મ અને બાદર. - તે બંને પણ ત્રણ ત્રણ પ્રકારે કહેલા છે, તે આ પ્રમાણે – (૧) ઘોર (૨) ઉગ્રઘોર, (૩) ઉગ્રહરઘોર. - (૧) ઘોર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલન માયા. (૨) ઉગ્રઘોર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, સંજ્વલની માનયુક્ત માયા. (૩) ઉગ્રતરઘોર - અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની, સંજ્વલની ચારેથી ક્રોધ-લોભ અને માનયુક્ત એવી માયા. ૦ સૂક્ષ્મ કે બાદર કોઈ પણ શલ્ય હોય, તો તેનો તત્કાળ અને જલ્દી ઉદ્ધાર કરવો જોઈએ. તે વિશે શ્રી મહાનિશીય સૂત્રમાં જોવું. ૦ ક્ષણવાર પણ શલ્ય સહિત ન રહેવું જોઈએ. - જેમ નાના સાપોલીયાની ઉપેક્ષા પણ ઝેર ફેલાવી શકે છે. - – જેમ નાનો અગ્નિનો કણીયો પણ જો બુઝાવવામાં ન આવે તો થોડીવારમાં

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55