Book Title: Agam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 54
________________ મૂલ-૧૧૪૬ થી ૧૧૫૩ (૪) બીજાની પ્રેરણાથી - બીજાએ કંઈક માયાપૂર્વક જૂઠું જ સમજાવેલ હોય અને તે મુજબ માનીને અકાર્ય કરે. (૫) સંકટમાં - વિહાર આદિમાં ભૂખ કે તરસ લાગી હોય, ત્યારે આહારાદિની શુદ્ધિ ન તપાસીને વાપરી લે. (૬) રોગપીડામાં - આધાકર્મી આદિ વાપરી લે. (૭) મૂઢતાથી - મૂઢતાને લીધે ખ્યાલ ન રહેવાથી દોષ સેવે. (૮) રાગદ્વેષથી - રાગ કે દ્વેષને કારણે દોષ સેવે કે લાગે. • હવે આલોચના કઈ રીતે કરવી ? તે જણાવે છે – ૨૫૫ - મૂલ-૧૧૫૪ થી ૧૧૫૬ : સાધુ ગુરુ પાસે જઈને વિનયપૂર્વક બે હાથ જોડીને જે રીતે દોષો થયા હોય, તે બધાં દોષો શલ્યરહિત થઈને, જેમ નાનું બાળક પોતાની માતા પાસે જેવું હોય તેવું બધું સરળ રીતે બોલી જાય છે, તે પ્રમાણે ગુરુની સમીપે જઈને માયા અને મદથી રહિત થયેલો સાધુ પોતાના દોષો જણાવી પોતાની આત્મશુદ્ધિ કરે. હે જીવ! જો તું સ્પષ્ટપણે તારા પાપ કાર્યો ગુરુ સમીપે જઈને પ્રગટ કરીશ, તો તારો નિશ્ચે ઉદ્ધાર થશે. અરે ! માત્ર “હું કહેવા જઉં છું.'' એવી અવસ્થામાં પણ ઘણાં પાપ તો ખત્મ થઈ જાય છે. તથા પાપનું પ્રગટીકરણ કરીશ કે, જેથી ગુરુ મહારાજની કૃપા તારી ઉપર ઉતરશે અને તારું નક્કર સ્થાન તે પૂજ્ય ભગવંતના હૃદયમાં નિશ્ચિત થસે તો હે મુમુક્ષુ ! તેના જેવો મોટો લાભ બીજો કયો થશે ? અવસરે ગુરુજી એવી સારણાં-વારણાં આદિ કરશે કે જેનાથી હે સાધો ! તારું જીવન ધન્ય બની જશે. પણ આ બધું ક્યારે બની શકે ? જો હૃદય તદ્દન સ્પષ્ટ, શુદ્ધ અને સાફ કરેલું હોય તો, ગુરુની ભવ્ય પ્રેરણાથી બને. શલ્યોદ્ધાર કર્યા પછી માર્ગજ્ઞ આચાર્ય ભગવંત જે પ્રાયશ્ચિત આપે, તે પ્રાયશ્ચિતને વિધિપૂર્વક પૂર્ણ કરી આપવું જોઈએ. જેથી અનવસ્થાને પ્રસંગ ન આવે. અનવસ્થા એટલે અકાર્યની આલોચના ન કરે અથવા આલોચના લઈને તેને પૂર્ણ ન કરે. આવા અનવસ્થા કરવાથી બીજા સાધુને થશે કે – પ્રાણી હિંસા આદિમાં કંઈ પ્રાયશ્ચિત્ત આવતું નથી, તેથી પ્રાણી હિંસા આદિ કરવામાં કોઈ દોષ લાગતો નથી. પરિણામે બીજા સાધુ પણ પાપકાર્ય કરતાં થઈ જશે. તેથી અનવસ્થા ન થાય તે માટે સાધુએ પ્રાયશ્ચિત્ત આચરવું જોઈએ. • હવે આત્મશુદ્ધિ ન કરવાથી થતાં નુકસાનને જણાવે છે – - મૂલ-૧૧૫૭ થી ૧૧૬૧ : શસ્ત્ર કે વિશ્વ જે નુકસાન કરતાં નથી, દુષ્ટપ્રયુક્ત દ્વૈતાલ પણ પ્રતિકૂળ થઈને જે દુઃખ આપતો નથી, [ઉલટું ચાલેલું યંત્ર પણ જે નુકસાન કરતું નથી] ક્રોધાયમાન સર્પ પણ જે કરી શકતો નથી, તેનાથી અનેકગણું દુઃખ શલ્યનો ઉદ્ધાર ન કરવાથી થાય છે. ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર શસ્ત્ર આદિના દુઃખથી વધુમાં વધુ એક ભવનું જ મરણ અથવા કષ્ટ આપે છે, પણ શલ્ય ન ઉદ્ધરેલ આત્માને દુર્લભ બોધિત્વ અને અનંત સંસારીપણારૂપ ભયંકર નુકસાન થાય છે. તેથી સાધુએ સર્વે અકાર્યોની આલોચના કરી આત્મશુદ્ધિ કરવી. ગારવરહિતપણે આલોચના કરવાથી મુનિ ભવ સંસારરૂપ લતાના મૂલને છેદી નાંખે છે. તથા માયાદિ શલ્યોને દૂર કરે છે. જેમ માથે ભાર ઉપાડેલો મજૂર, ભાર મૂકવાથી હળવો થાય છે, તેમ સાધુ શરહિત પાપોની આલોચના, નિંદા, ગર્હા ગુરુ સન્મુખ કરવાથી કર્મરૂપી ભારથી હળવો થાય છે. ૨૫૬ સર્વશલ્યથી શુદ્ધ બનેલો સાધુ ભક્તપ્રત્યાખ્યાન અનશનમાં અત્યંત ઉપયોગવાળો થઈ મરણાંતિક આરાધનો કસ્તો રાધાવેધને સાધે છે. અર્થાત્ સમાધિપૂર્વક કાળ કરી ઉત્તમાર્ગને સાધે છે. • ઉપસંહાર - કરતાં હવે જણાવે છે કે – - મૂળ-૧૧૬૨ થી ૧૧૬૪ : આરાધનામાં તત્પર સાધુ સારી રીતે આરાધના કરી, સમાધિપૂર્વક કાળ કરે તો અવશ્ય ત્રીજા ભવે મોક્ષને પામે છે. [શંકા] સર્વવિરતિ સામાયિક પ્રાપ્ત આત્મા ઉત્કૃષ્ટથી આઠમા ભવે અને જઘન્યથી તે જ ભવે મોક્ષ પામે છે એમ કહેલું છે, તમે ત્રીજા ભવે મોક્ષને પામે તેમ કહો છો? તો તત્ત્વ શું છે ? [સમાધાન] “જઘન્યથી તે જ ભવે અને ઉત્કૃષ્ટથી આઠમા ભવે મોક્ષ પામે’ આ વચન વઋષભનારાય સંઘયણીને આશ્રીને કહેલું છે. અહીં જે ‘ત્રીજે ભવે મોક્ષ પામે' તેમ કહ્યું તે છેલ્લા સંઘયણવાળાને આશ્રીને છે. છેલ્લા સંઘયણવાળો પણ અતિશય આરાધનાના બળથી ત્રીજે ભવે અવશ્ય મોક્ષ પામનારો થાય છે. ચરણકરણમાં આયુક્ત સાધુ, આ પ્રમાણે સામાચારીનું પાલન કરતાં અનેક ભવમાં સંચિત કરેલા અનંતા કર્મોને ખપાવે છે. મુનિ દીપરત્નસાગરે કરેલ વિશુદ્ધિ દ્વારનો સટીક સંક્ષિપ્ત પરિચય પૂર્ણ ઓધનિયુક્તિ સટીક સંક્ષેપ પરિચય પૂર્ણ - ભાગ-૩૫-સમાપ્ત

Loading...

Page Navigation
1 ... 52 53 54 55