Book Title: Agam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 48
________________ મૂલ-૧૧૧૬ થી ૧૧૩૮ ૨૪૪ ઓઘનિર્યુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર જાણો. તેવા પ્રકારના સાધુઓ બાહ્યથી માત્ર વેશને ધારણ કરે છે, તેમને અનાયતના જાણવા. ૦ આયતન - બે ભેદે છે. (૧) દ્રવ્ય આયતન - જિનમંદિર, ઉપાશ્રય આદિ. (૨) ભાવ આયતન - ત્રણ ભેદે છે, દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ. જ્યાં સાધુઓ ઘણાં શીલવાનું બહુશ્રુત, ચાસ્ત્રિાચાર પાલક હોય તેને આયતન જાણો. આવા સાધુ સાથે વસવું જોઈએ. સારા જનોનો સંસર્ગ એ શીલગુણોથી દરિદ્ર હોય તો પણ શીલ આદિ ગુણવાળો બનાવે છે. જેમ મેરુ પર્વત ઉગેલ ઘાસ પણ સોનાપણાને પામે છે, તેમ સારા ગુણવાળાનો સંસર્ગ કરવાથી પોતાને પણ તેવા ગુણો પ્રાપ્ત થાય છે. મુનિ દીપરત્નસાગરે કરેલ અનાયતન વર્જન દ્વારનો સંક્ષિપ્ત પરિચય પૂર્ણ છે હાર-જ-“અનાયતન વર્જન છે - X - X - X - X - X - X – • મૂલ-૧૧૧૬ થી ૧૧૩૮ : વિધિપૂર્વક ઉપકરણને ધારણ કરતો સાધુ સર્વદોષ રહિત આયતન એટલે ગુણોના સ્થાનભૂત બને છે. જે અવિધિથી ગૃહીત ઉપધિ આદિ ધારણ કરનાર અનાયતન - ગુણોના અસ્થાનરૂપ થાય છે. અનાયતન, સાવધ, અશોધિસ્યાન, કુશીલસંસર્ગ આ શબ્દો એકાઈક છે. અને આયતન, નિરવધ, શોધિસ્થાન, સુશીલ સંસર્ગ એકાઈક છે. ૦ સાધુએ અનાયતનના સ્થાન છોડીને આયતન સ્થાનો સેવવા. આ અનાયતન સ્થાન બે ભેદે છે – (૧) દ્રવ્ય અનાયતન સ્થાન-રૂદ્ધ આદિનાં ઘર વગેરે. (૨) ભાવ અનાયતન સ્થાન - લૌકિક અને લોકોતર. લૌકિક ભાવ અનાયતન સ્થાન - વૈશ્યા, દાસી, તિર્યંચો, શાક્યાદિ રહેલા હોય. તથા શ્મશાન, શિકારી, સિપાઈ, ભીલ, માછીમારાદિ હોય તથા લોકમાં દુર્ગછાપાત્ર નિંદનીય સ્થાન હોય તો તે બધાં કહેવા. આવા સ્થાનોમાં સાધુ-સાધ્વીએ ક્ષણવાર પણ ન રહેવું, ત્યાં સંસર્ગ દોષ લાગે છે. લોકોત્તર ભાવ અનાયતન સ્થાન - જેમણે દીક્ષા લીધી છે અને સમર્થ હોવા છતાં સંયમ યોગોની હાનિ કરતાં હોય, તેવા સાદુની સાથે ન વસવું, સંસર્ગ પણ ન કરવો. કેમકે લીમડાના મૂળીયા ભેગા થતાં આંબો જેમ મધુરતા ગુમાવે છે, તેમ સારા સાધુના ગુણો પણ સંસર્ગદોષથી નાશ પામે છે અને દુર્ગુણો સંકમતા વાર લાગતી નગી. (શંકા શું સંસર્ગથી દોષ જ થાય, એવું એકાંત છે. તો પછી શેરડી સાથે રહેલ નલતંબ કેમ મધુર ન થાય? [સમાધાન] જગત્માં દ્રવ્યો બે પ્રકારના છે (૧) ભાવુક - સંસર્ગમાં આવે તેના જેવા બની જાય. (૨) અભાવુક - સંસર્ગમાં આવવા છતાં જેવા છે તેવા જ રહે. વૈર્ય, મણિ આદિ અભાવુક છે, આમવૃક્ષાદિ ભાવુક છે. જેમ ભાવુક દ્રવ્યમાં તેના સોમા ભાગ પ્રમાણ લવણ આદિ વ્યાપ્ત થાય, તો તે આખું દ્રવ્ય લવણભાવને પામે છે. ચર્મ-કાષ્ઠાદિમાં વ્યાપ્ત લવણ તેનો નાશ કરી દે છે, તેમ કુશીલનો સંસર્ગ ઘણાં સાધને દુષિત કરે છે, માટે કશીલ સંસર્ગ ન કરવો. જ્યાં જ્યાં દર્શન-જ્ઞાન-ચારિત્રનો ઉપઘાત થાય એમ હોય તેવા અનાયતન સ્થાનોનો પાપભીરુ સાધુએ તુરંત ત્યાગ કરવો જોઈએ. ૦ અનાયતન સ્થાનો - ત્રણ ગાયામાં કહે છે. તે આ પ્રમાણે છે – જ્યાં ઘણાં સાધુઓ શ્રદ્ધા સંવેગ વિનાના અનાર્ય હોય, મૂલગુણ થતુ પ્રાણાતિપાતાદિને સેવતા હોય તેને અનાયતન જાણવો. જ્યાં ઘણાં સાધુ શ્રદ્ધા સંવેગ વિનાના અનાર્ય હોય, ઉત્તરગુણ પિંડવિશુદ્ધિ આદિ દોષો કરતાં હોય તેને અનાયતન

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55