________________
મૂલ-૧૦૭૭ થી ૧૧૧૫
૨૪૧
- મૂલ-૧૦૭૭ થી ૧૧૧૫ -
ઉપગ્રહ ઉપધિનું પ્રમાણ - આ પ્રમાણે જણાવે છે :
(૧,૨) સંથારો, ઉત્તરપટ્ટો - જીવ અને ધૂળથી રક્ષણાર્થે અઢી હાથ લાંબો અને એક હાય ચાર આંગળ પહોળો રાખવો. સંથારા ઉપર ઉત્તરપટ્ટો પાથરવો સંચારો ઉનનો, ઉત્તરપટ્ટો સુતરાઉ રાખવો.
(૩,૪) ઓઘારીયું, નિસીથિયું - જીવ રક્ષા માટે ઓઘારીયું ગરમ, નિશીથિયું સુતરાઉ રાખવું. એક હાથ પહોળું, જોહરણ પ્રમાણ લાંબુ હોય.
ઔપગ્રહિક ઉપધિમાં કામળી અને પડલાં આત્મરક્ષા તથા સંયમ રક્ષાર્થે, ગૌચરી આદિ માટે બહાર જતા હોય તેણે વર્ષાવાસમાં બબ્બે રાખવા [?] વર્ષાકાળે એક જ રાખે તો ભીના થયેલા ઓઢી રાખવાથી બિમારી થાય. અતિ મલીન વસ્ત્રો
ઉપર પાણી પડતાં અકાય જીવોની વિરાધના થાય. ગૌચરી આદિ માટે ગયા હોય ત્યાં વરસાદથી ભીના થતાં આવીને બીજી ઉપધિનો ઉપયોગ કરી શકાય. બાકીની ઉપધિ એક જ રાખવી.
વસ્ત્રો શરીર પ્રમાણ કરતાં લાંબા કે ટૂંકા જેવા મળે તેવા ગ્રહણ કરવાં, પણ લાંબા હોય તો ફાડવા નહીં, ટૂંકા હોય તો સાંધવા નહીં.
ઔપગ્રહિક ઉપધિમાં સાધુને દાંડો, યષ્ટિ, વિયષ્ટિ રાખવાની હોય છે. તથા ચર્મ, ચર્મકોશ, ચપ્પુ, અસ્ત્રો, નેરણી, યોગપટ્ટક, પડદો વગેરે ગુરુ-આચાર્ય જ રાખે. સાધુ ન રાખે. આ ઓઘ ઉપધિ કહી.
શાસ્ત્રમાં દંડ પાંચ પ્રકારે કહ્યાં છે – (૧) યષ્ટિ - શરીર પ્રમાણ, પડદો બાંધવા માટે. (૨) વિયષ્ટિ - શરીર પ્રમાણથી ચાર આંગળ ન્યૂન - નાસિકા પ્રમાણની. ઉપશ્ચાયના દ્વારની આડે રાખવા માટે. (૩) દંડ - ખભા સુધીનો - ઋતુબદ્ધ કાળમાં ઉપાશ્રયની બહાર ભિક્ષાર્થે ભમતાં હોય ત્યારે હાથમાં રાખવા માટે (૪) વિદંડ - કાળ પ્રમાણ, વર્ષાકાળમાં ભિક્ષાર્થે ભમતાં ગ્રહણ કરાય છે. (૫) નાલિકા - પાણીની ઉંડાઈ માપવા માટે શરીર પ્રમાણથી ચાર આંગળ અધિક.
૦ યષ્ટિના લક્ષણ - પર્વને આશ્રીને કહે છે, તે આ પ્રમાણે :
એક પર્વની યષ્ટિ પ્રશંસાવાળી છે, બે પર્વની યષ્ટિ કલહકારી છે, ત્રણ પર્વની યષ્ટિ હોય તો લાભકારી છે, ચાર પર્વની યષ્ટિ મૃત્યુકારી છે, પાંચ પર્વની યષ્ટિ હોય તો શાંતિકારી અને માર્ગમાં કલહ નિવારનારી છે, છ પર્વની યષ્ટિ કષ્ટકારી છે, સાત પર્વની યષ્ટિથી નિરોગી રહે. આઠ પ્રવની યષ્ટિ હોય તો સંપત્તિ દૂર રહે. નવ પર્વની યષ્ટિ યશને કરનારી છે અને દશ પર્વની યષ્ટિ સર્વ રીતે સંપદાકારી છે.
નીચેથી ચાર આંગળ જાડી, ઉપર પકડવાનો ભાગ આઠ આંગળ ઉંચાઈનો રાખવો. દુષ્ટ પશુ, કૂતરા, કાદવ તથા વિષમ સ્થાનથી રક્ષાર્થે યષ્ટિ રખાય છે. તે તપ અને સંયમને પણ વધારે છે. કઈ રીતે ? મોક્ષ પ્રાપ્તિ માટે જ્ઞાન મેળવાય છે, જ્ઞાન માટે શરીર, શરીરના રક્ષણ માટે યષ્ટિ આદિ ઉપકરણો છે.
પાત્ર આદિ જે જ્ઞાન વગેરેના ઉપકાર માટે થાય, તે ઉપકરણ કહેવાય અને
35/16
૨૪૨
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર
જે જ્ઞાનાદિના ઉપકાર માટે ન થાય તે સર્વે અધિકરણ કહેવાય.
ઉદ્ગમ, ઉત્પાદન અને એષણાદિ દોષોથી રહિત તેમજ પ્રગટ જેની પડિલેહણા કરી શકાય એવી ઉપધિ સાધુએ રાખવી જોઈએ.
સંયમની સાધના માટે ઉપધિ રાખવી. પરંતુ તે ઉપધિ ઉપર મૂર્છા ન રાખવી, કેમકે મૂર્છા એ પરિગ્રહ છે.
આત્મ ભાવની વિશુદ્ધિ ધરતો સાધુ વસ્ત્ર, પાત્ર આદિ બાહ્ય ઉપકરણોને સેવતો છતા પણ અપરિગ્રહી છે, એમ ત્રૈલોક્ય દર્શી જિનેશ્વર ભગવંતોએ કહેલું છે.
અહીં કોઈ દિગંબર મતાવલંબી શંકા કરે કે – “ઉપકરણ હોવા છતાં નિગ્રન્થ કહેવાય તો ગૃહસ્થો પણ ઉપકરણ રાખે છે, તેથી ગૃહસ્થોને પણ શું નિગ્રન્થ કહેવા?
ના, અધ્યાત્મની વિશુદ્ધિથી સાધુ ઉપકરણયુક્ત હોવા છતાં નિર્પ્રન્થ કહેવાય છે. જો અધ્યાત્મ વિશુદ્ધિ ન માનો તો આખો લોક જીવોથી વ્યાપ્ત છે, તેમાં નગ્ન પણે ફરતાં એવા તમોને પણ હિંસકપણું કેમ ન આવે? આવશે જ. તેથી તમારે આત્મબાવની વિશુદ્ધિથી જ અહિંસકપણું માનવાનું રહેશે.
તે પ્રમાણે અહીં આત્મભાવ વિશુદ્ધિથી સાધુને નિષ્પરિંગ્રહત્વ છે. ગૃહસ્થને એ ભાવ આવી શકતો નથી, માટે તે નિર્ગુન્થ ન કહેવાય.
અહિંસકપણું પણ શ્રી જિનેશ્વર ભગવંતો, આત્માની વિશુદ્ધિમાં કહે છે. જેમકે – ઈસિમિતિયુક્ત વા સાધુના પગ નીચે કદાચ બેઈન્દ્રિયાદિ જીવની વિરાધના થઈ જાય તો પણ મન-વચન-કાયા નિર્દોષ હોવાથી તે નિમિત્તનો સૂક્ષ્મ પણ પાપબંધ તે સાધુને લાગતો નથી. યોગપ્રત્યયિક બંધ તો પહેલા સમયે બંધાય અને બીજા સમયે ભોગવાઈ જાય છે.
જ્યારે પ્રમત્તપુરુષથી જે હિંસા થાય, તેનો હિંસાજન્ય કર્મબંધ તે પુરુષને અવશ્ય થાય છે. ઉપરાંત હિંસા ન થાય તો પણ હિંસાજન્ય પાપકર્મથી તે બંધાય છે, એટલે પ્રમાદી હિંસક જ ગણાય છે.
કહ્યું પણ છે કે – નિશ્ચયથી આત્મા એ જ હિંસક છે અને આત્મા એ જ અહિંસક છે. જે અપ્રમત્ત આત્મા છે તે અહિંસક છે. જે પ્રમત આત્મા છે, તે હિંસક છે.
શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં પરિણામ એ પ્રધાન વસ્તુ છે. આ ઉપરથી જેઓ બાહ્ય ક્રિયાને છોડી દઈને કેવળ પરિણામનું જ ગ્રહણ કરે છે, તેઓએ ધ્યાનમાં રાખવું કે –
બાહ્ય ક્રિયાની શુદ્ધિ વિના પરિણામની શુદ્ધિ પણ જીવમાં આવી શકતી નથી.
તેથી વ્યવહાર અને નિશ્વય એ જ મોક્ષનો માર્ગ છે.
મુનિ દીપરત્નસાગરે કરેલ ઉપધિ દ્વારનો સટીક સંક્ષિપ્ત પરીચય પૂર્ણ