________________
મૂલ-૭૨૯ થી ૩૮ર
૨૨૯
નપુંસક શીત હોય છે, સ્ત્રી ઉમાવાળી હોય છે, પરષ શીતોષ્ણ હોય છે. તેઓમાં પુરકર્મ, ઉદકાદ્ધ, સનિષ્પ ત્રણ હોય છે. તેના પણ પ્રત્યેકના સચિત્ત, અચિત્ત અને મિશ્ર ત્રણ ભેદો છે.
સસ્નિગ્ધમાં એટલે મિશ્ર અને સચિત પાણીવાળા હાથ હોય તે હાથના આંગળા, રેખા, હથેળીને આશ્રીને સાત ભાગ કરવા. તેમાં કાળ અને વ્યક્તિ ભેદે જો સૂકાયેલા હાથ હોય તો ભિક્ષા ગ્રહણ કરાય.
• મૂલ-૭૮૩ થી ૮૧૧ -
o ભાવ- તે લૌકિક અને લોકોતર બે ભેદે છે. લૌકિક એટલે સામાન્ય જન સમુદાય પ્રસિદ્ધ, લોકોત્તર - જિનેશ્વરના શાસનમાં પ્રચલિત પ્રશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક, અપશસ્ત એટલે મોક્ષમાર્ગમાં સહાયક નહીં.
0 લૌકિક દષ્ટાંત :- કોઈ ગામમાં બે ભાઈઓ જુદા રહેતા, ખેતી કરીને નિર્વાહ કરતા હતા. એકની સ્ત્રી સારી હતી. બીજાની સ્ત્રી બેદરકાર હતી. તેણી સવારમાં વહેલી ઉઠી હાથ-મોં ધોઈને પોતાની જ કાળજી રાખવી. નોકરોની ખબર ન રાખતી, તેમની સાથે કલહ કરતી. ક્રમશઃ નોકરો આદિ બધાં ચાલ્યા ગયા, દ્રવ્ય પણ ખલાસ થઈ ગયું. આ લૌકિક અપ્રશસ્ત ભાવ.
બીજાની સ્ત્રી હતી તે નોકરોની ખબર રાખતી, સમયસર ભોજન આદિ આપતી. કામકાજમાં પ્રેરણા કરતી. આથી નોકરો સારી રીતે કામ કરતાં અનાજ પણ ઘણું પાક્યું, ઘર ધન-ધાન્યથી સમૃદ્ધ થયું. આ લૌકિક પ્રશસ્ત ભાવ.
0 લોકોત્તર પ્રાંત - જે સાધુ સંયમના પાલનાર્થે આહારાદિ ગ્રહણ કરે છે, પણ પોતાના રૂપ, બળ કે શરીરની પુષ્ટિ માટે આહાર કરતા નથી, આહારાદિ લાવી આચાર્યાદિને આપીને વાપરે છે. તે દર્શન-જ્ઞાન-ચારિત્રનો આરાધક થાય છે. આ લોકોત્તર પ્રશસ્તભાવ.
જે સાધુ સ્વ વર્ણ, બલ, શરીરાદિ પુષ્ટિ માટે આહાર ગ્રહણ કરે છે. આચાર્યાદિની ભકિત ન કરે. તે આરાધક ન થાય. તે લોકોત્તર અપશd.
૪ર-દોષરહિત શ્રદ્ધાહાર ગ્રહણ કરીને, તે આહાર તપાસી લેવો. તેમાં કાંટા, સંસકતાદિ આદિ હોય તો તે કાઢી-પાઠવીને આવે. ઉપાશ્રયમાં પ્રવેશતા પણ પૂંજી ત્રણ વાર નિસીહિ કહીં માથું નમાવીને નમસ્કરા કરે. જે ઇલા-મામાની શંકા હોય તો પાકા બીજાને સોંપી શંકા તિવારી, આવીને કાયોત્સર્ગ કરે, કાયોત્સર્ગમાં ગૌચરીમાં લાગેલા દોષો ચિંતવે, ગર સમક્ષ આલોચના કરે. જો ગુર સ્વાધ્યાયમાં, વિશ્રામમાં કે વ્યાક્ષિપ્ત ચિત હોય તો આલોચના ન કરે, પણ શાંત, અવ્યાક્ષિત ચિતાદિ હોય તો આલોચે.
• મૂલ-૮૧૨ થી ૨૨ :
આલોચના કરતી વેળા ટાળવાના દોષો :- (૧) નટ્ટ - ગોચરી આલોચતા હાથ, પગ, ભૃકુટી, માથું, આંખ આદિના વિકાર ન કરે. (૨) વર્લ્સ - હાથ અને શરીર ન વાળે. (૩) ઘર્ત - આળસ મરડતા ન આલોચવું. (૪) "NTH - ગૃહસ્થ ભાષામાં
૨૩૦
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર ન આલોચે. (૫) પૂ - મુંગા મુંગા આલોચના ન કરે. (૬) જન • મોટા અવાજે આલોચના ન કરે.
આ છ પ્રકારના દોષો ન લાગે એ રીતે આચાર્યાદિ પાસે આલોચના કરવી. થોડો કાળ હોય તો સંક્ષેપથી આલોચના કરે. પછી ગૌચરી બતાવી, પહેલાં પોતાનું મુખ અને મસ્તક પ્રમાશેં. ઉપર-નીચે આસ-પાસ નજર કરીને પછી ગૌચરી બતાવે. - X - X -
ગૌચરી બતાવીને અજાણતાં લાગેલા દોષોની શુદ્ધિ માટે આઠ શ્વાસોશ્વાસ પ્રમાણ કાયોત્સર્ગ કરે અને અહીં નિnf૬ મસાવ ના ગાથા ચિંતવે. જો કે પૂર્વે બે અલગ ગાથા ચિંતવાતી હતી.]
• મૂલ-૮૨૩ થી ૮૩૯ :
૦ આલોચના કરીને શું કરે ? ગોચરી આલોવ્યા પછી મુહર્ત માત્ર સ્વાધ્યાય કરીને ગુરુ પાસે જઈને કહે કે – પ્રાપૂર્ણક, તપસ્વી, બાળ આદિને આપ ગૌચરી આપો. ગુરુ મહારાજ આપે અથવા આજ્ઞા કરે કે - “તમે જ તે આપી દો." પોતે પ્રાદુર્ણક આદિને તથા બીજા સાધુને નિમંત્રણા કરે. જો તેઓ ગ્રહણ કરશે તો નિર્જરા થશે. અવજ્ઞાથી નિમંત્રે તો કર્મબધ થાય.
કહ્યું છે કે – પાંચ ભરત, પાંચ ઐરાવત, પાંચ મહાવિદેહ ફોગો. આ પંદર કર્મભૂમિમાં રહેલાં સાધુમાંથી એક સાધુની પણ હીલના કરવાથી બધાં સાધુની હીલના થાય છે. એક સાધુની પણ ભક્તિ કરવાથી (જો બધાં પરત્વેનું બહુમાન હોય તો બધા સાધુની ભક્તિ થાય છે.
[શંકા એકની હીલનાથી બધાંની હીલના અને એકની ભક્તિથી બધાંની ભકિત કેમ થાય? યજ્ઞદત્ત ખાય તેમાં દેવદત્તનું પેટ કેમ ભરાય ?
[સમાધાન જ્ઞાન, દર્શન, તપ અને સંયમ - એ સાધુના ગુણો છે. આ ગુણો જેમ એક સાધુમાં છે, તેમ બધાં સાધુમાં છે. તેમ એક સાધુની નિંદા કરવાથી બધાં સાધુના ગુણોની નિંદા થાય છે. યોકની ભક્તિ, પૂજા, બહુમાન કરવાથી પંદરે કર્મભૂમિમાં રહેલાં બધાંની ભક્તિ, પૂજાદિ થાય છે.
ઉત્તમ ગુણવાનું સાધુની હંમેશાં વૈયાવચ્ચાદિ કરવાથી, પોતાને બધાં પ્રકારે સમાધિ મળે છે. વૈયાવચ્ચ કરનારને એકાંતે કર્મનિર્જરા થાય.
સાધુ બે પ્રકારે હોય. કેટલાંક માંડલીમાં આહાર કરનારા, કેટલાંક જુદા વાપરનારા. જે માંડલીમાં આહાર કરનારા હોય, તે ભિક્ષા ગયેલા સાધુ આવી જાય એટલે બધાં સાથે વાપરે. તપસ્વી આદિ ગુવાિાથી જુદુ વાપરે.
• મૂલ-૮૪૦ થી ૮૪૫ - ૦ ગ્રામૈષણા - બે ભેદે છે - (૧) દ્રવ્ય ગ્રામૈયાણા, (૨) ભાવ ગ્રામૈષણા.
• દ્રવ્યગ્રાસ એષણા - એક માછીમાર માછલાં પકડવા માટેના કાંટામાં માંસપિંડ ભરાવીને દ્રહમાં નાખતો હતો, તે વાત એક માછલો જાણતો હતો. તેથી તે માછલું કાંટા ઉપરનું માંસપિંડ આજુબાજુથી ખાઈ જાય છે, પછી ગલ હલાવે છે. તેથી