________________
મૂલ-પ૩૯
પિંડનિર્યુક્તિ ટીકાનુવાદ' જુઓ.
• મૂલ-૫૮૦,૫૮૧ -
(૫) વનસ્પતિકાયપિંડ - સચિતાદિ ત્રણ ભેદે છે. તેમાં (૧) નિશ્ચય સચિવ - અનંતકાય વનસ્પતિ. (૨) વ્યવહાર સયિત - પ્રત્યેક વનસ્પતિ.
મિશ્ર • ચીમળાયેલા ફ્લાદિ, ચાળ્યા વિનાનો લોટ, ખાંડેલ ડાંગરદિ.
અચિત - શયાદિથી પરિણત વનસ્પતિ. તેનો ઉપયોગ સંથારામાં, કપડામાં અને ઔષધાદિમાં થાય છે.
• મૂલ-૫૮૨ થી ૫૮૭ :
(૬ થી ૮) બે-ત્રણ-ચાર ઈન્દ્રિય પિંડ - આ બધાં એક સાથે પોત-પોતાના સમૂહરૂપે હોય ત્યારે પિંડ કહેવાય છે. તે પણ સરિતાદિ ત્રણ ભેદે હોય છે. તેમાં અચિત વિકલેન્દ્રિયનું પ્રયોજન આ પ્રમાણે છે - બેઈન્દ્રિયમાં – ચંદનક, શંખ, છીપ આદિ સ્થાપનામાં, ઔષધાદિ કાર્યોમાં આવે. તેઈન્દ્રિયમાં - ઉઘેહીની માટી આદિ ઔષધરૂપ છે. ચઉરિન્દ્રિયમાં - શરીર, આરોગ્ય માટે ઉલટી આદિમાં માખીની આગાર કામ આવે છે.
(૯) પંચેન્દ્રિય પિંડ - ચાર પ્રકારે છે, નારકી - તિર્યંચ - મનુષ્ય - દેવતા. તેમાં નારકીનો વ્યવહાર કોઈ રીતે ન થઈ શકે. તિર્યંચ પંચેન્દ્રિયનો ઉપયોગ - ચામડા, હાડકા, વાળ, દાંત, નખ, રોમ, શીંગડા, વિષ્ટા, મૂત્ર આદિનો કારણે ઉપયોગ કરાય છે તથા વસ્ત્ર, દુધ આદિ ઉપયોગી છે. મનુષ્યનો ઉપયોગ - સચિત મનુષ્યને દીક્ષા અપાય કે માર્ગ પૂછવા કામ આવે. અચિત મનુષ્યની ખોપરી વેશ પરિવર્તનાદિ કરવા માટે કામ આવે તથા ઘસીને ઉપદ્રવ શાંત કરી શકાય. દેવનો ઉપયોગ - તપસ્વી કે આચાર્ય પોતાનું મૃત્યુ પૂછવાને, શુભાશુભ પૂછવા કે સંઘકાર્ય માટે ઉપયોગી થાય.
• મૂલ-૫૮૮ થી ૬૪૪ :
(૧૦) લેપ પિંડ :- પૃથ્વીકાયથી મનુષ્ય સુધી આ નવેના સંયોગ વડે ઉત્પન્ન થયેલ લેપ પિંડ હોય છે. કેવી રીતે ? ગાડાંના અક્ષમાં પૃથ્વીની જ લાગેલ હોય, તેથી પૃથ્વીકાય. ગાડું નદી ઉતરતાં પાણી લાગેલું હોવાથી અકાય. ગાડાંનું લોઢું ઘસાતાં અગ્નિ ઉત્પન્ન થવાથી તેઉકાય. જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુકાય હોવાથી વાયુકાય. અક્ષ લાકડાનો હોવાથી વનસ્પતિકાય. મળીમાં સંપાતિમ જીવ પડેલા હોવાથી બેઈન્દ્રિય આદિ અને દોરડું ઘસાવાથી પંચેન્દ્રિય. એ પ્રમાણે લેપપિંડ કહ્યો છે.
આ લેપપિંડનો ઉપયોગ - રંગવામાં થાય છે. લેપ યતનાપૂર્વક ગ્રહણ કરવો. ગાડાં પાસે જઈ તેના માલિકને પૂછીને લેપ ગ્રહણ કરવો. શય્યાતરના ગાડાંનો લેપ લેવામાં શય્યાતર પિંડનો દોષ ન લાગે.
લેપને દૂરથી સૂંધીને પરીક્ષા કરવી. મીઠો હયો તો ગ્રહણ કરવો. લેપ લેવા જતાં ગુરુજીને વંદન કરીને પૂછીને જવું. પહેલાં નવા પાનાનો લેપ કરવો, પછી જૂનાં
૨૨૪
ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર પણાનો લેપ કરવો. જૂના પાના ગુરુને બતાવીને પછી લેપ કરવો. કેમકે કોઈ નવા સાધુ સણ-અર્ય ગ્રહણ કરવાને આવવાના હોય તો પણાને લેપ કરવાનો નિષેધ કરી શકે. અથવા માયાવીની વારણા થઈ શકે.
- સવારમાં લેપ લગાવી પાત્રને સૂકાવા દેવું. શક્તિ હોય તો ઉપવાસ કરીને લેપ લેવો. શક્તિ ન હોય તો લેપ કરેલ પાત્ર બીજાને સોંપીને આહાર કરવા જાય. તેમ ન કરે તો સંપાતિમ જીવોની વિરાધના થાય. લેપની પોટલી બનાવી પણ રંગે, પછી આંગળીથી સુંવાળા કરે, લેપ બે, ત્રણ કે પાંચ વાર લગાવે. લેપ વિભૂષા માટે નહીં પણ સંયમ માટે કરે.
લેપ બે પ્રકારે છે - યુકિત લેપ અને ખંજન લેપ. અનેક વસ્તુ મેળવીને થતો યુક્તિલેપ નિષિદ્ધ છે. શિયાળામાં લેપકૃત પાત્રને પહેલા અને છેલ્લા પ્રહરમાં તાપમાં ન સૂકવે. ઉનાળામાં પહેલો અને છેલ્લો અર્ધ પ્રહર લેપકૃતુ પાત્ર તડકામાં ન સૂકવે. કેમકે ઉક્ત કાળ સ્નિગ્ધ હોવાથી લેપનો વિનાશ થાય, માટે ન સૂકવે. ઘણાં તાપમાં માત્ર સૂકવતા લેપ જલ્દી સૂકાઈ જાય છે.
પણ તુટેલું હોય તો મુદ્રિકા બંધથી તથા નાવા બંધથી સાંધવું. પણ તેના બંધથી ન સાંધવું. કેમકે સ્તનબંધમાં બંને બાજુ સાંધા ન દેખાય તે રીતે પાકને અંદરથી સંઘાય છે, તેથી પાત્ર નિર્બળ બને છે.
• મૂલ-૬૪૫ થી ૬૪૮ :
૦ પિંડના એકાર્યક નામો- પિંડ, નિકાય, સમૂહ, સંપિંડન, પિંડના, સમવાય, સમવસરણ, નિચય, ઉપચય, ચય, જુમ્મ, શશિ.
આ રીતે દ્રવ્યપિંડ કહ્યો, હવે ભાવપિંડ કહે છે : ભાવપિંડ બે ભેદે છે – પ્રશસ્ત અને અપ્રશસ0, 0 પ્રશસ્ત ભાવપિંડ બે, સાત, આઠ અને ચાર એમ ચાર ભેદે કહેવાયેલ છે. તે આ રીતે છે - બે ભેદે - રાગથી અને દ્વેષથી.
(૨) સાત પ્રકારે - ઈહલોક ભય, પરલોક ભય, આદાન ભય, અકસ્માતું ભય, આજીવિકા ભય, મરણ ભય અને અપયશ ભય.
(3) આઠ પ્રકારે – જાતિ, કુળ, બળ, રૂપ, તપ, સત્તા, શ્રુત અને લાભ એ આઠ મદના સ્થાનોથી. તથા - આઠ કર્મોના ઉદયથી.
(૪) ચાર પ્રકારે - ક્રોધ, માન, માયા, લોભથી પિંડ ગ્રહણ કરવો તે.
૦ પ્રશસ્ત ભાવ પિંડ ત્રણ ભેદે છે :- (૧) જ્ઞાનપિંડ - જે પિંડથી જ્ઞાનની વૃદ્ધિ થાય. (૨) દર્શન પિંડ - જે પિંડથી દર્શનની વૃદ્ધિ થાય. (3) ચાસ્ત્રિ પિંડ - જે પિંડથી ચારિત્રની વૃદ્ધિ થાય. આ ત્રણે માટે શુદ્ધ આહારદિ ગ્રહણ કરવા. લેપકૃતુ પગમાં આહારદિ ગ્રહણ કરાય છે. તે એષણા યુક્ત હોવો જોઈએ.
તેથી એષણાનું સ્વરૂપ કહે છે – • મૂલ-૬૪૯ થી ૬૭૯ :૦ એષણા :- ત્રણ ભેદે છે, ગવેષણા ગ્રહમૈષણા ગ્રામૈષણા. (૧) ગવેષણા - તેના આઠ દ્વારો છે. પ્રમાણ, કાળ ઈત્યાદિ.