Book Title: Agam 41A Oghniryukti Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 35
________________ મૂલ-૪૩૬ થી ૪૯૬ ૨૧૭ આરાધક થાય, માટે બધાં અનુષ્ઠાનો કરવા જોઈએ. o સર્વ આરાધકની વ્યાખ્યા - પાંચ ઈન્દ્રિયોથી ગુપ્ત, મન આદિ ત્રિવિધ કરણથી યુક્ત, તપ-નિયમ-સંયમમાં જોડાયેલ સંપૂર્ણ આરાધક થાય. - પાંચ ઈન્દ્રિયના વિષયો શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શની ઈચ્છા ન કરવી તથા પ્રાપ્ત થયેલા વિષયો અનુકૂળ હોય તો રાગ ન કરે, પ્રતિકૂળ હોય તો વેષ ન કરે. - મન, વચન, કાયાને અશુભ કર્મબંધ થાય તેવા વ્યાપાથી રોકવા અને શુભ કર્મબંધ થાય તેમાં પ્રવૃત્ત કરવા. - છ બાહ્ય અને છ અત્યંતર એ ૧૨ ભેદે તપ કરવો. - ઈન્દ્રિય અને મનને કાબુમાં રાખવા, તથા ક્રોધાદિ ન કસ્વા. - ૧૭ પ્રકારનો સંયમ પાળવો. જેમાં જીવ સંયમને પૃથ્વીકાયથી પંચેન્દ્રિય પર્યન્ત નવ પ્રકારના જીવની વિરાધના ન થાય તેમ વર્તવું. રાજીવ સંયમ તે લાકડું, વસ્ત્ર આદિમાં લીલ ફૂગ હોય તો ગ્રહણ ન કરવું. પ્રેક્ષા સંયમ તે • વસ્તુ પંજી. પ્રમાજીને લેવી, ઈત્યાદિ. ઉપેક્ષા સંયમમાં - સાધુને સંયમમાં વર્તવા પ્રેરવા અને ગૃહસ્યને પાપકાર્ય માટે ન પેવા તે. ઉક્ત બધી આરાધના કરનાર સંપૂર્ણ આરાધક થાય. સવારે પડિલેહણા કરી, પછી સ્વાધ્યાય કરવો, પાદોન પોરિસિ થાય ત્યારે પાબાની પડિલેહણા કરવી. પછી સાંજે પાદોન પોરિસિ રહેતા બીજી વખત પડિલેહણા કરવી. પોરિસિનું માપ ગણવા માટે શાપ્રિય વિધિ આવી છે - સૂર્યના પ્રકાશમાં ઉભા રહેતાં જે પડછાયો પડે તેની લંબાઈના માપ ઉપરથી કયા મહિનામાં ક્યારે સવાની અને સાંજની પોરિસિ ગણવી તેના માપને આધારે પોરિસિ સમયનો નિર્ણય થઈ શકે છે. જેમકે :- અષાડ સુદ પૂનમે બે પગલાં-શૂન્ય આગળ પોરિસ અને ચરમ પોરિસિબે પગલાં અને છ આંગળ એ રીતે શ્રાવણમાં પોરિસિ - ૨૪ અને ચરમ પોરિસિ - ૨/૧૦ છે. એ પ્રમાણે મહાસુદ પૂનમ સુધી ચાર-ચાર આંગળ વધે અને પછી ચારચાર આંગળ ઘટતાં જેઠ સુદ પૂનમે પોરિસિ-૨/૪, ચરમ પોરિસિ ૨/૧૦ થશે. ૦ પગ પડિલેહણાં - તેમાં પાંચે ઈન્દ્રિયોનો ઉપયોગ બરાબર રાખવો. પાક જમીનથી ચાર આંગળ ઉંચા રાખવા. પત્રાદિ ઉપર ભ્રમરાદિ હોય તો જયણાપૂર્વક દૂર કરવા. પહેલાં પાત્રા, પછી ગુચ્છા, પછી પલ્લાની પડિલેહણા કરવી. જો પડિલેહણા મોડી થાય તો કલ્યાણક પ્રાયશ્ચિત્ત આવે. જો પાત્રને ગૃહકોકિલાદિનું ઘર લાગ્યું હોય તો પાકાને ત્રણ પ્રહર સુધી એક બાજુ રાખી મૂકવું. એટલામાં ઘર ન ખરી પડે તો બીજું પણ લેવું. બીજું પાત્ર ન હોય તો પામનો તેટલો ભાગ કાપીને બાજુમાં મૂકી દે. જો સૂકી માટીનું ઘર હોય અને તેમાં જો કીડા ન હોય તો માટી દૂર કરવી. શિયાળા, ઉનાળામાં પાસાદિ પડિલેહણ કરી, બાંધીને રાખવા. કેમકે અગ્નિ, ચોરાદિના ભય વખતે, બધી ઉપાધિ લઈને સુખેથી નીકલી શકાય. જો ન બાંધે તો ૨૧૮ ઓઘનિયુક્તિ-વિશિષ્ટ સૂત્રસાર બળી જાય કે ઉતાવળે લેતાં તુટી જાય છે. • મૂલ-૪૯૮ થી પ૩ર : (3) સ્થંડિલ - અનાપાત અને અસંતોક શુદ્ધ છે. નાપાત - સ્વપક્ષ કે પરપક્ષમાંથી કોઈનું ત્યાં આવાગમન ન હોય. અસંતો - સ્થંડિલ બેઠા હોય, ત્યાં કોઈ જોઈ ન શકે. સ્પંડિલભૂમિ આ પ્રકારે હોય - (૧) અનાપાત અસંલોક - કોઈની અવર-જવર નહીં, તેમ કોઈ જુએ નહીં. (૨) અનાપાત સંલોક - કોઈની અવર જવર ન હોય, પણ જોઈ શકાતું હોય. (3) આપાત અસંલોક - અવર જવર ન હોય, પણ જોઈ શકાતું હોય. (૪) આપાત સંલોક - અવર જવર પણ હોય અને જોઈ પણ શકાતું હોય. આપાત - બે પ્રકારે છે. સ્વપક્ષ સંયત વર્ગ, પપક્ષ ગૃહસ્થાદિ. સ્વપણા આપાત બે પ્રકારે છે - સાધુ અને સાધ્વી. સાધુમાં સંવિજ્ઞ અને અસંવિજ્ઞ. સંવિજ્ઞમાં ધર્મી અને નિધર્મી. પરપક્ષ આપાત બે ભેદે - મનુષ્યઆપાત અને તિર્યંચ આપાત. મનુષ્ય આપાત ત્રણ ભેદે - પરષ, સ્ત્રી અને નપુંસક. તિર્યંચ આપાતના ત્રણ ભેદ – પુષ, સ્ત્રી, નપુંસક. પુરુષ આપાત ત્રણ પ્રકારે - રાજા, શ્રેષ્ઠી, સામાન્ય. વળી તે શૌચવાદી અને અશૌચવાદી. આ જે ત્રણ ભેદો સ્ત્રી અને નપુંસકમાં પણ જાણવા. તિથિ આપાત બે ભેદે - મારકણાં અને ન મારકણાં. તે પણ જઘન્ય, મધ્યમ અને ઉકૃષ્ટ આદિ. | મુખ્યતાએ અનાપાત અને અસંલોકમાં સ્પંડિત જવું. મનોજ્ઞના પાતમાં સ્પંડિલ જઈ શકાય. સાળીનો આપાત એકાંતે વર્જવો. o પરસ્પક્ષ આપાતમાં થતા દોષો – (૧) લોકો વિચારે કે - આ સાધુ અમે જ્યાં જઈએ છીએ ત્યાં જ થંડિલ આવે છે, તે અમારું અપમાન છે. અથવા અમારી સ્ત્રીની અભિલાષાવાળા છે અથવા કોઈ સ્ત્રીએ સંકેત કરી રાખેલ હશે, માટે જાય છે. આનાથી શાસનની ઉઝુહણા થાય. - (૨) ઓછા પાણીથી પણ ઉલ્લાહણા થાય. - (૩) કોઈ મોટો માણસ સાધને તે દિશામાં જતા જોઈ ભિક્ષાદિનો નિષેધ કરે. - (૪) શ્રાવકાદિને સાધુના ચાસ્ત્રિમાં શંકા થાય. - (૫) કદાચ બી ધરાર ગ્રહણ કરે. o તિર્યંચ આપાતમાં થતા દોષો – (૧) શીંગડું મારે, કરડે. • (૨) હિંસક હોય તો ખાઈ જાય. - (3) ગધેડી આદિમાં મૈથુનની શંકા થાય. ૦ સંલોકમાં થતા દોષો :- તિર્યંચના સંલોકમાં કોઈ દોષ થતા નથી, મનુષ્ય સંલોકમાં ઉગ્રુહ આદિ દોષો થાય. સ્ત્રી આદિના સંલોકમાં મૂછ કે અનુરાગ થાય, તેથી સ્ત્રી સંલોકમાં તો ન જ જવું. આપાત અને સંલોકના દોષો ન થાય ત્યાં સ્પંડિત જવું. સાધવીજીઓએ આપાત હોય પણ સંલોક ન હોય ત્યાં સ્પંડિત જવું. • અંડિલ માટેની કાળ અને અકાળ સંજ્ઞા - તેમાં રાત્રÍસા - ત્રીજી પોરિસિમાં ચંડિલ જવું છે. માત્ર સંતા - ત્રીજી પોરિસિ સિવાયના વખતે સ્પંડિલ જવું તે અથવા ગૌચરી વાપર્યા પછી ચંડિત જવું તે કાળ સંજ્ઞા અથવા અર્થ પોરિસિ

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55