Book Title: Agam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
निश्यावसिा वर्ग -१ : अध्य. - १
વેહલ્લકુમારને બોલાવ્યો અને તેની પાસેથી સેચનક ગંધહસ્તિ અને અઢાર સરવાળો હાર માંગ્યો.
| ४३ तए णं से वेहल्ले कुमारे कूणियं रायं एवं वयासी- एवं खलु सामी ! सेणिए ण रण्णा जीवंतेणं चेव सेयणए गंधहत्थी अट्ठारसवंके य हारे दिण्णे । तं जइ णं सामी ! तुब्भे ममं रज्जस्स य जाव जणवयस्स य अद्धं दलयह, तो णं अहं तुब्भं सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं दलयामि ।
३८
तसे कूणि या वेहल्लस्स कुमारस्स एयमट्ठे णो आढाइ, णो परिजाणइ, अभिक्खणं अभिक्खणं सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं जाय ।
भावार्थ :– વેહલ્લકુમારે ત્યારે કોણિકને આ પ્રમાણે કહ્યું– હે સ્વામી ! શ્રેણિક રાજાએ પોતાના જીવનકાલ દરમ્યાન મને સેચનક ગંધ હાથી તથા અઢારસરવાળો હાર આપ્યો છે. જો તે આપને જોઈતા હોય તો મને રાજ્યનો તથા દેશનો અર્ધોભાગ આપો તો હું તમને તે બે વસ્તુ આપીશ.
કોણિક રાજાએ વેહલ્લકુમારની આ વાતનો સ્વીકાર કર્યો નહીં; વાત પર વિચાર કર્યો નહીં, માત્ર વારંવાર પોતાની માંગણી જ કર્યા કરી.
विवेयन :
પ્રસ્તુત સૂત્રમાં સ્ત્રીહઠનું નિરૂપણ છે.
કોણિક રાજા ચંપાનગરીમાં શાંતિથી જીવન વ્યતીત કરી રહ્યા હતા. તે પ્રભુ મહાવીરના ભક્ત બની ગયા હતા. પરંતુ કર્મોની વિચિત્રતાને કારણે તેના જીવનમાં ઉશ્કેરાટ જન્મ્યો. રાણી પદ્માવતીની ભૌતિક વસ્તુની લાલસા અને ઈર્ષ્યા તેમાં નિમિત્ત બની ગઈ, રાણીની હઠથી કોણિક રાજા હાર અને હાથીની માંગણી કરવા લાગ્યા. વેહલ્લ કુમારે ન્યાય યુક્ત જવાબ આપ્યો પણ કોણિકે ધ્યાન દીધું નહીં.
વેહલ્લકુમારનું મનોમંથન અને વૈશાલી ગમન :
४४ तए णं तस्स वेहल्लस्स कुमारस्स कूणिएणं रण्णा अभिक्खणं अभिक्खणं सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं जायमाणस्स समाणस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - एवं खलु कूणिए राया अक्खिविउकामे णं, गिण्हिउकामे णं उद्दालेउकामे णं ममं सेयणगं गंधहत्थि अट्ठारसवंकं च हारं । तं जाव ममं कूणिए राया णो अक्खिवइ णो गिण्हइ णो उद्दालेइ ताव सेयं मे सेयणगं गंधहत्थि अट्ठार- सवंकं च हारं गहाय अंतेउरपरियालसंपरिवुडस्स सभंडमत्तोवगरणमायाए चंपाओ णयरीओ पडिणिक्खमित्ता वेसालीए णयरीए